સહદેવ જોષીની આગમવાણી

📖 સહદેવ જોષીની આગમવાણી

(૧)એવા પાપીરે માનવ તમે ચેતજો,

(૧)      એવા પાપીરે માનવ તમે ચેતજો, આવે છે નિશાન,

સત્યારે હશે તે સતથી તરશે, ધણી મારો લેશે હવે સંભાળ.                                      એવા

(ર)      એવો નાનો રે મોટાના કહીયા નહી કરે, નહી કરે બાપના હવે કામ,

કંથનુ રે કહ્યું નારી નહી કરે, એવા છે આગમના એંધાણ.                                           એવા

(૩)      બ્રહ્મમાંરે વેશ્યાની સાથે વરતીયા, બુંદ જ્યારે બજારૂમા પડશે રે,

બ્રહ્મામણ વેદ શાસ્ત્ર મેલીને, વર્તમાન એવાકાઈ કરશે.                                              એવા

(૪)     એવો સસરો રે વહુની સાથે વરતશે, પાપ કર્મ એવા હવે કરશે રે,

બાપના કહેવા બેટો હવે નહી કરે, ભલે અંતે ચરયાશીમા ફરશે.                                           એવા

(પ)     એવો પાટનો પૂજાયો જોગી નાથનો, બીજા જોને ખાયને ટળશે રે,

ખાય ખાયને થશે હવે કોઢીયા, ગરથ લોહીમા હવે ગળશે.                                        એવા

(૬)      એવા સહદેવ રે કહે છે રે રાજા ધરમને, ભાઈ આપણે વહેલા વળીએ રે,

માતા રે કુંતીને સતી દ્રૌપદી, હાડ જોને હેમાળે જઈ ગાળીએ.                                              એવા

આગમ વાણીનું વિવરણ

(૧)      એવા પાપીરે માનવ તમે ચેતજો, આવે છે નિશાન,

સત્યારે હશે તે સતથી તરશે, ધણી મારો લેશે હવે સંભાળ.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની પ્રથમ કડીમાં એવું જાહેર કરે છે કે હે, જગતના પાપી અને પાખંડી લોકો હવે તમે ચેતી જજો કારણ કે હવે કલીયુગના નિશાન દેખાય રહ્યા છે અને કલીયુગ આવવાની તૈયારીમા છે. આ કલીયુગના સમયમાં પાપી પાખંડી લોકોનો નકલંક અવતાર ધારણ કરીને આવા લોકોનો નાશ કરશે અને સતને માર્ગે ચાલનારા લોકોની સંભાળ લેશે. આ સમયે કલીયુગનો નાશ કરી અને સત યુગની સ્થાપના કરવામાં આવશે ત્યારે ધર્મના માર્ગે ચાલનારા લોકોને બચાવી લેશે.

(ર)      એવો નાનો રે મોટાના કહીયા નહી કરે, નહી કરે બાપના હવે કામ,

કંથનુ રે કહ્યું નારી નહી કરે, એવા છે આગમના એંધાણ.

સહદેવ જોષી પોતાની આગમ વાણી દવારા કલીયુગના સંકેતો આપી જાહેર કરે છે કે જ્યારે કલીયુગનો સમય આવશે ત્યારે આ જગતમાં રહેલા લોકોમાં નાના મોટાની મર્યાદા લોપાય જશે એટલે કે નાનો ભાઈ મોટા ભાઈની સલાહ મુજબ ચાલશે નહી તેમજ પોતાના પિતાએ સોપેલા કામની જવાબદારી સંભાળવાનો ઈન્કાર કરી પોતે પોતાના મનના વિચારો મુજબ જ પોતે પોતાનો વ્યવહાર આ સમયમાં કરશે. આ કલીયુગનો સમય આવશે ત્યારે પત્ની પોતાના પતિના કહેવા મુજબ ચાલશે નહી. પતિ તે પરમેશ્વરનુ સ્વરૂપ પત્ની માટે માનવામાં આવે છે. જેમ પરમેશ્વરની આજ્ઞાનુ પાલન ન કરતા મુશ્કેલીમાં મુકાવવું પડે છે તેથી તેની મર્યાદા જાળવી ડરને લીધે આપણે ધર્મની મર્યાદા ઓળંગવાનો પ્રયત્ન કરતા નથી પણ આ કલીયુગના સમયમાં પત્ની પોતાનો ધર્મ ચુકી જશે અને પોતાના પતિના હુકમનુ પાલન કરશે નહી. આવી પરિસ્થિતિનુ નિર્માણ થશે ત્યારે કલીયુગ આવી ગયો છે તેમ સર્વે સમજી લેજો.  

(૩)      બ્રહમા રે વેશ્યાની સાથે વરતીયા, બુંદ જ્યારે બજારૂમા પડશે રે,

બ્રાહમણ વેદ શાસ્ત્ર મેલીને, વર્તમાન એવાકાઈ કરશે .

સહદેવ જોષી પોતાની આગમ વાણીમાં એવો સંકેત આપે છે કે બ્રાહમણ જેવા જ્ઞાની પુરુષો છે જેને આપણે બ્રહમ દેવ તરીકે પૂજીએ છીએ આવા લોકો ધર્મનો સંદેશ આપી અધર્મના માર્ગેથી વાળી અને ધર્મના માર્ગે લઈ જવાની તેઓ પોતાની ધાર્મિક જવાબદારી સંભાળી રહ્યા છે તેવા લોકો વેશ્યાની સાથે વ્યવહાર કરતા થઈ જશે. બ્રહમ ચર્ય પાળવું એટલે કે પોતાના નુરની સલામતી જાળવી રાખવી આ નુરનો ગેર માર્ગે ઉંપયોગ ન થાય તેમજ તેનો સતત ઉપયોગ ન કરતા તેની બચત કરવી એટલે બ્રહમચર્ય પાળવું તેવું સંતો દવારા કહેવામાં આવ્યું છે. કલીયુગના સમયમાં આ નુરના બુંદ બજરોમા પડશે એટલે કે જાહેરમા ગમે તે સ્થળે અને સમયે તેનો ઉપયોગ શરૂ થઈ જશે. લોકો સામાજિક બંધનો તેમજ નુરની પરવાર કર્યા સિવાય મન ફાવે તે રીતે પોતાના વ્યવહારો કરતા થઈ જશે. આ કલીયુગના સમયમાં જે બ્રહમ જ્ઞાન આપવાની જવાબદારી સંભાળીને જગતના લોકોમાં દેવ તરીકેની કક્ષા ગ્રહણ કરીને બેઠા છે તેવા લોકો (બ્રાહમણ) પોતે વેદ શાસ્ત્રને ભુલી જશે અને ધર્મની વિરૂધ્ધનુ વર્તન કરવાનું શરૂ કરશે.

(૪)     એવો સસરો રે વહુની સાથે વરતશે, પાપ કર્મ એવા હવે કરશે રે,

બાપના કહેવા બેટો હવે નહી કરે, ભલે અંતે લખચોરયાશીમા ફરશે.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની ચોથી કડી દવારા એવું જાહેર કરે છે કે આપણા સામાજિક રીત રિવાજ મુજબ સસરો તે આપણા કુટુંબનો વડો ગણાય છે. તેની પત્ની સિવાય તમામ કુટુંબના સ્ત્રીઓ તેમના બાળકો સમાન ગણાય છે. આવા વડીલોએ પોતાના કુટુંબ સાથેની મર્યાદા જાળવી તે મુજબ વ્યવહાર કરવો તે તેની સામાજિક ફરજ છે. પણ આવા લોકો આ કલીયુગના સમયમાં તેની વડીલ તરીકેની સામાજિક મર્યાદા ઓળંગી અને પોતાના પુત્રની પત્ની કે જે આપણી પુત્રી સમાન ગણાય છે તે બાબતને ભુલી જઈ તેની સાથે અનેતીક વ્યવહારો બાંધશે અને કલીયુગના સમયમાં તેની સાથે આવા પાપ કર્મો કરતા થઈ જશે. આ કલીયુગના સયમા પુત્ર બાપનુ કહેવું કરશે નહી. પિતાની સલાહ મુજબનુ પોતાનું જીવન ન જીવતા પોતાના મનના વિચારો મુજબ જ વ્યવહારો કરશે આવા વ્યવહારો કરીને ચોરયાશીલખ યોનીના ચક્ર્રમા ફસાઈનં મોક્ષા ગતીને પામશે નહી.         

(પ)     એવો પાટનો પૂજાયો જોગી નાથનો, બીજા જોને ખાયને ટળશે રે,

ખાય ખાયને થશે હવે કોઢીયા, ગરથ લોહીમા હવે ગળશે .

સહદેવ જોષી પોતાની આગમ વાણીની પાંચમી કડીમાં એવું જાહેર કરે છે કે આ જગતમાં જે લોકો ધર્મના માર્ગે ચાલનારા છે તેમજ સત્યનો માર્ગ જેણે પકડીને અસત્યનો માર્ગ મુકી દીધો છે તેવા પાટમા પૂજાવા લાયક લોકો જોગી કે પરમાત્માના વહાલા બાળકો છે. તેને જ પરમાત્મા તેની નજીક રાખશે બાકી બીજા ખાય ખાયને એટલે કે અનિતીનો ધંધો કરી પાપ કર્મો આચરીને તેના ભોગે ટળી જશે. આવા લોકો અનિતીની કમાણી કરી , અધર્મને આચરી, પાખંડો કરીને ધર્મના નામે ધતીંગ ચલાવીને પોતાના પરસેવા સિવાયની કમાણી કરીને ખાશે એટલે કે તેનો ઉપભોગ કરશે. તેવા લોકો કોઢીયા એટલે કે ભયંકર રોગ કે દુઃખમા ફસાઈ જશે અને પોતાના શરીરનો નાશ આવા ભયંકર રોથી થશે.

(૬)      એવા સહદેવ રે કહે છે રાજા ધરમને, ભાઈ આપણે વહેલા વળીએ રે,

માતા રે કુંતીને સતી દ્રૌપદી, હાડ જોને હેમાળે જઈ ગાળીએ.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની છઠી કડીમાં જાહેર કરીને પોતાના મોટા ભાઈ ધર્મ રાજા એટલે કે યુધિષિઠરને કહે છે કે હે, ભાઈ આપણે હવે આ જગતમાંથી વહેલા આ જગતનો ત્યાગ કરીને ચાલ્યા જઈએ કારણ કે કલીયુગનો સમય આવી રહ્યો છે અને આપણે આ સમયમાં જીવી નહી શકીએ તેથી આપણે તમામ માતા કુંતીજી, દ્રૌપદી તથા તમામ ભાઈઓએ હેમાળે જઈને હાડ ત્યા ગાળી નાખવા પડશે અને આ જગત છોડીને નીકળી જવું પડશે.

(ર)કહે સહદેવ નહી રહીએ પાંડવો,

(૧)      કહે સહદેવ નહી રહીએ પાંડવો, એસા કલીયુગ આયેગા,

જે ઠેકાણે મારો હંસ રાજા બેસતો , બગલા આસન વાળેગા.                                    કહે સહદેવ

(ર)      સોનાની થાળીમાં બ્રાહમણ જમતા, દીધા દાન નવ લેતા રે,

આજના બ્રાહમણ ધેર ધેર ભટકે, ભીક્ષા માંગી લાવેગા.                                કહે સહદેવ

(૩)      બ્રાહમણને ધેર બકરી દુઝે, ધોબી ધર ગાવડીયા,

અધર્મીને ધેર તુલસીનો કયારો, ઉસ વરણ ધર વહ જાયેગા.                                   કહે સહદેવ

(૪)     બ્રાહમણ અને વાણીયા ધાડુ પાડશે, બાવા દુકાન માંડેગા,

સગા ભાઈનુ સારૂ દેખીને , આંખે અંધારા આવેગા.                                        કહે સહદેવ

(પ)     સાળો આવે તેને સારૂ લગાડે, ભાઈ આવે ધર વેરીલા,

સાળી આવે તો સાડલો આપે, બેની રોતા જાયેગા.                                        કહે સહદેવ

(૬)      બેટો બાપના કહ્યા કરે નહી, પુત્ર પરણાવી ધેર લાવેગા,

પરણાવ્યા પછી પાંચમે દહાડે, વહુના વચને ચાલેગા.                                               કહે સહદેવ

(૭)     સકળની નારીઓની લાજુ  લોપાશે, ગુનકા ધુંધટ તાણેગા,

દીકરીના પૈસે બાપ પરણશે, એસા કલીયુગ આયેગા.                                              કહે સહદેવ

(૮)      પાંચ પાંડવ અને માતા કુંતી, અંતે હાડ હેમાળે ગાળેગા,

સહદેવ જોષીએ આગમ ભાખ્યા, જીવેગા ઓ નર દેખેગા.                           કહે સહદેવ

આગમ વાણીનું વિવરણ

(૧)      કહે સહદેવ નહી રહીએ પાંડવો, એસા કલીયુગ આયેગા,

જેઠેકાણેમારોહંસરાજાબેસતો, બગલા આસન વાળેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની પ્રથમ કડીમાં એવું જાહેર કરે છે કે હે, ભાઈઓ હવે કલીયુગના એંધાણ દેખાવા લાગ્યા છે તેથી આપણા માટે રહેવાનો સમય સારો નથી. આપણે આ જગતછોડીને ચાલ્યા જવું પડશે. એક વખત પાંચ પાંડવો એકાંતમા બેસીને વાતો કરી રહ્યા હતા તેવામા એક માખી જેવું જંતુ ઉડીને તેની પાસે આવ્યું. આ જંતુને યુદ્ધિષિઠર રાજા જોઈ જતા તેઓ વિચાર કરવા લાગ્યા કે મે આવું જંતુ અત્યાર સુધીમા કોઈ દિવસ જોયું નથી તો આ નવું જંતુ(માખી) કયાથી આવ્યું. આમ વિચારીને સહદેવ જોષીને પૂછ્યું કે ભાઈ, આ જંતુ શું સંકેતો આપે છે ? આવો પ્રશ્ન રજુ થતા સહદેવે સમાધિ લગાડીને ધર્મ રાજાને જવાબ આપ્યો કે આ માખીનો જન્મ થયો છે તેથી કલીયુગનો સમય આવી રહ્યો છે તેના સંકેત આ માખી આપે છે તેથી હવે કલીયુગનો સમય આવશે તેમાં આપણે આપણું જીવન સારી રીતે જીવી નહી શકીએ તેથી આપણે સંસાર છોડીને ચાલ્યા જવું પડશે. સહદેવ જોષી આગમના એંધાણ આપતા કહે છે કે જે જગ્યાએ હંસલાઓ બેસીને સાચા મોતીનો ચારો ચરતા હશે તે સ્થળે બગલાઓ આવીને બેસશે અને માછલીઓનો ચારો સરવાનુ શરૂ કરી દેશે. આ કલીયુગના સમયમાં આ રીતે પરિસ્થિતિ પરિવર્તન પામશે.

(ર)      સોનાની થાળીમાં બ્રાહમણ જમતા, દીધા દાન નવ લેતા રે,

આજના બ્રાહમણ ધેર ધેર ભટકે, ભીક્ષા માંગી લાવેગા.

સહદેવજોષી પોતાની આગમ વાણીમાં એવું જાહેર કરે છે કે જ્યારે કલીયુગના સમય પહેલા બ્રાહમણોને ભોજન જમવા બોલાવવામાં આવતા ત્યારે તેને સોનની થાળીમાં ભોજન પીરસવામા આવતું અને આ સોનાની થાળી ભેટ તરીકે સ્વીકારવા આગ્રહ કરવામાં આજતો હતો તો પણ આ વખતના બ્રહામણો એવા હતા કે આ ભુટ સ્વીકારવાની ના પાડતા હતા અને કોઈ દાન આપવામાં આવતું તે પણ સ્વીકારતા ન હતા તેઓ ભોજન જમીને આશીર્વાદ આપીને ચાલ્યા જતા હતા. આ કલીયુગના સમયના બ્રહામણો એટલે કે આજના બ્રહામણો પોતાની મર્યાદા ચુકી જતા તેને પોતાના ભોજન માટે ધેર ધેર ભટકવું પડે છે અને ધેર ધેર ભટકીને ભીક્ષામાંગીને પોતાના કુટુંબનુ ભરણ પોષાણ કરવું પડે છે.

(૩)      બ્રાહમણને ધેર બકરી દુઝે, ધોબી ધર ગાવડીયા,

અધર્મીને ધેર તુલસીનો કયારો, ઉસ વરણ ધર વહ જાયેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની છઠી કડીમાં એવું કહે  છે કે કલીયુના સમયમાં દુજાણા

માટે બકરી હશે તેઓને કોઈ ગાયોનુ દાન આપશે નહી તેથી ગાયનુ પવિત્ર દુધ તેમને જમવા માટે મળશે નહી અને બકરી પાળીને તેનું દુધ આરોગતા થઈ જશે. આ કલીયુગના સમયમાં ધોબીને ધેર ગાયો હશે અને આ ગાયોના દુધનો ઉપયોગ તેના પરિવાર માટે કરતા થઈ જશે. આ કલીયુગનો સમય આવશે ત્યારે અધર્મી એટલે કે જે ધર્મને માનનારા નથી કે ધર્મમાં રહીને ધર્મના સિદ્ધાંતોનુ પાલન કરતા નથી તેવા લોકોને ધેર તુલસીનો કયારો હશે અને તેના ધેર તુલ્શીનો છોડ હશે. આ વખતે તુલ્શીના પાનની કે તુલ્શીના છોડની જરૂર પડશે ત્યારે આવા અધર્મી લોકોને ધેર તુલશીનો છોડ કે પાન લેવા માટે બ્રહામણોએ  જવું પડશે આવો સમય કલીગુગના સમયમાં આવશે એેટલે ધર્મની જવાબદારી સંભાળનારા લોકો પોતાની જવાબદારી ચુકી જશે.

(૪)     બ્રાહમણ અને વાણીયા ધાડુ પાડશે, બાવા દુકાન માંડેગા,

સગા ભાઈનુ સારૂ દેખીને , આંખે અંધારા આવેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની ચોથી કડીમાં એવું જાહેર કરે છે કે કલીયુગના સમયમાં ધર્મનું જ્ઞાન આપનારા તથાવિધા આપનારા બ્રહામણો આ જગતમાં સમજુ અને શાંત ચિતવાળા લોકોમાં જેની ગણતરી કરવામાં આવે છે તેવા વાણિયા લોકો તથા  બ્રહામણ આ બંને કોમના લોકો ધાડ પાડીને લુટફાટનો ધંધો શરૂ કરી દેશે અને બાવા લોકો દુકાન માંડીને વેપાર કરતા થઈ જશે.

આ કલીયુગના સમયમાં કોઈ કોઈનું સારૂ જોવા ખુશી નહી રહે. એકને સુખી જોઈને બીજો તેની ઈર્ષા કરશે અને બીજાનુ સુખ ધટાડવા માટે કાયમ પ્રયત્ન કરશે. આ કલીયુગના સમયમાં સગો ભાઈ પણ પોતાના ભાઈના કુંટુંબને સુખી સંપન જોઈને તેની આંખે અંધારા આવી જશે એટલે કે તેના ભાઈનુ સુખ જોઈ તેને આનંદ થયો જોઈએ તેને બદલે તેને પણ તેની ઈર્ષા થશે.

(પ)     સાળો આવે તેને સારૂ લગાડે, ભાઈ આવે ધર વેરીલા,

સાળી આવે તો સાડલો આપે, બેની રોતા જાયેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની પાંચમી કડી દવારા એેવુ જાહેર કરે છે કે કલીયુગના સમયમાં પોતાને ધેર સાળો મહેમાન થશે તે ખુશ થઈ જશે અને તેને સારુ લગાડવા માટે અનેક પ્રકારના ભોજન રાંધવામા આવશે અને તેને જમાડી તે્રને ખુશ કરવાનો પ્રયત્ન કરશે પણ જ્યારે પોતાનો સગોભાઈ મહેમાન થઈને આવશે તો ધરના તમામ લોકોના મોઢાની રેખાઓ બદલી જશે એટલે કે વાણી વર્તન અને દીલના ભાવમાં ભાવનો અભાવો જોવા મળશે. પોતાનો સગોભાઈ મહેમાન થતા જાણે પોતાને ધેર કોઈ સાત પેઢીનો દુશ્મનઆવ્યો છે તેવું લાગશે અને તેને આદર માન આપવામાં આવશે નહી. આ કલીયુગના સમયમાં લગ્ન પ્રસંગે કે કોઈ અન્યદિવસે પોતાને ધેર સાળી મહેમાન થશે તો સૌ ખુશીમા આવી જશે અને તેનું સનમાન કરવા માટે સરસ મજાનો સાડલો લાવી તેને ભેટ આપવામાં આવશે જ્યારે બહેન આવશે તો તમામની મુખ મુદ્રામા ફેરફાર થઈ જશે અને બહેન તરફથી કોઈ સહાય માંગવામા આવશે તો ધસીને ના પાડી દેવામાં આવશે અને એક સામન્યબ્લાઉજના પીચથી પણ વંચિત રાખવામાં આવશે.           

(૬)      બેટો બાપના કહ્યા કરે નહી, પુત્ર પરણાવી ધેર લાવેગા,

પરણાવ્યા પછી પાંચમે દહાડે, વહુના વચને ચાલેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની છઠી કડી દવારા એવું જાહેર કરે છે કે કલીયુગના સમાયમા પોતાનો પુત્ર તેના પિતાનુ કહ્યું કરશે નહી. પુત્રની પરણવાને લાયક ઉંમર થતા પિતા પાસે પૈસાની જોગવાય નહી હોય છતા પણ વ્યાજે કે ઉચીના પૈસા લાવીને પુત્રના લગ્ન કરાવી આપશે. પુત્રને પરણાવીને ધેર લાવ્યા બાદ પાંચ દિવસના ટુંકા ગાળામા જ આ પુત્ર પોતાની પત્ની જેમ કહેશે તેમ તેના હુકમનુ પાલન કરવામાં લાગી જશે પણ પોતાના પિતાના હુકમનુ પાલન કરવામાં આવશે નહી.

(૭)     સકળની નારીઓની લાજુ  લોપાશે, ગુનકા ધુંધટ તાણેગા,

દીકરીનાપૈસ ેબાપ પરણશે, એસા કલીયુગ આયેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની સાતમી કડીમાં એવું જાહેર કરે છે કે કલીયુગના સમયમાં સકળની નારીઓ એેટલે કે આખા જગતની નારીઓ પોતાની તથા પોતાના વડીલોની મર્યાદા જાળવી રાખવા માટે લાજ કાઢીને વ્યવહાર કરતી હોય છે પણ કલીયુગનો સમય આવતા આ તમામ નારીઓ લાજ કાઢવાનુ બંધ કરશે અને સસરા તથા જેઠની સામે બેસીને ખુલ્લે મોઢે વાતો કરતી થઈ જશે પણ આ સમયે જે સ્ત્રી ગણીકા તરીકેનો વ્યવસાય કરતી હશે તેવા હિન કર્મો કરનારી સ્ત્રીઓ મોટો ધુંધટ તાણીને ફરતી હશે. સહદેવ જોષી આગળ વાત કરતા જણાવે છે કે આ કલીયુગના સમયમાં પિતા પોતાની પુત્રીને એક સ્થળે પરણાવ્યા પછી ત્યાંથી સબંધ તોડી પૈસાની લાલચે બીજી જગ્યાએ પૈસા લઈને પોતાની દીકરીને પરણાવી દેશે તેમજ પોતાની દીકરીના સુખ માટે સારૂ સંસ્કારી કુટુંબ શોધવાને બદલે જે કુટુંબ વધારે પૈસા આપતુ હશે તેવા કુટુંબમા દીકરીને પરણાવી પૈસા મેળવી અને પોતે જો ધરભંગ હશે તો આ દીકરીના પૈસે પોતાના લગ્ન કરીને પોતાની જરૂરિયાત  પુરી કરશે.  

(૮)      પાંચ પાંડવ અને માતા કુંતી, અંતે હાડ હેમાળે ગાળેગા,

સહદેવ જોષીએ આગમ ભાખ્યા, જીવેગા ઓ નર દેખેગા.

સહદેવ જોષી પોતાની આગમ વાણીની આઠમી કડી દવારા એવું જાહેર કરે છે કે જ્યારે કલીયુગના એંધાણ દેખાશે ત્યારે અમારી માતા કુંતીજી તથા અમે પાંચભાઈઓ અને દ્રૌપદી આ સમયમાં જીવન જીવી નહી શકીએ તેથી આ સમય આવતા જ અમે તમામ હેમાળે જઈ આમરા હાડગાળીને આ જગત માંથી અમે વિદાય લેશુ . સહદેવ જોષી આ બાબતે એવું જણાવે છે કે મારા દવારા જે આગમના એંધાણ આપવામાં આવ્યા છે તે મુજબ કલીયુગના સમયમાં તમામ ધટનાઓ ધટશે પણ હુ આ સમયે હાજર નહી હોય  પણ જે આ સમયે હાજર હશે તે તેવા લોકો આ પરિસ્થિતિને નીહાળશે.

સહદેવ જોષીનો જય

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો

🌿