સતી આઈબાઈ

સતી આઈબાઈ ટૂંકી જીવનગાથા

સતી આઈબોળી (ગુરુ આપાદાના)

સતી આઈબોળીની ટૂંકી જીવન ગાથા.

અમરેલીથી આશરે ત્રણ ચાર કી.મી. દૂર ઉત્તર તરફ અમરેલીથી રાજકોટ જવાના રસ્તા ઉપર શેલી નદીના કાંઠા ઉપર એક સુંદર મજાનું નાનકડું ગામ આવેલું છે. આ ગામને નાના માચિયાળા (મજિયાળા) ના નામથી ઓળખવામાં આવે છે. આ ગામે ભાલવાળા કાંઠી દરબારે વસાવેલ છે તે વાત લોકોના મુખેથી સાંભળવા મળી છે. નાના માચિયાળા નામનું ગામ હોવા છતાં રળીયામણું લાગે છે અને આ ગામમાં જુદા જુદા જ્ઞાતિના લોકો હાલ વસવાટ કરી રહ્યા છે. આ ગામે આ સમયે બે ચાર મેઘવાળ કુટુંબો પણ વસવાટ કરતા હતા.

સંવત ૧૮૮૭ની આસપાસ નાના માચિયાળા ગામે આજુબાજુના ગામના લોકો પણ વસવાટ કરવા આવેલા તે સમયે બાબરા તાલુકાના ખાખરીયા ગામના મેઘવાળ સમાજના જોધી સંત કુટુંબો પણ પોતાનું નામ ખાખરીયા છોડીને મજિયાળા (નાના માચિયાળા) ગામે રહેવા આવેલા. શેરીયા કુટુંબોનો પાંચ સંત કુટુંબો આ ગામે આવેલા તેમ કહેવાય છે. આ સમયે આ ગામમાં ખેતીવાડીના નાના મોટા ધંધા ચાલતા હતા તેથી આ વિસ્તારમાં ગામને વધારીને લોકો વસવાટ કરવા લાગ્યા હતા. આ સમયે સતી આઈબોળીના દાનાભગત આપાદાના અને એમના પતિના નામની સેવા કરતા હતા. આપાદાના ચમત્કારી હતા. નાના માચિયાળા ગામે વસવાટ કરતા દાનાભગત ચયાળાના દર્શન કરી ધન્ય થઈ ગયા વિચારવા લાગ્યો કે દાનાભગત સવારે વહેલા ઊઠી સ્થાન કરી પોતાની પત્ની ધનાબાઈને કહે છે કે, આજે આપણે ચયાળા આપાદાના ના દર્શન કરવા જવાની તૈયારી કરો ? ધનાબાઈ આ વાત સાંભળતા ખુશ થયા અને પોતાના ઘરના કામકાજથી પરવારીને તૈયાર થઈ જાય છે. દાનાભગત અને ધનાબાઈ સવારે વહેલા પગપાળા ચયાળા આપાદાના ના દર્શન કરવા નીકળી પડે છે. દાના ભગત અને તેની પત્ની ધીમે ધીમે ચાલીને ચયાળા પહોંચતા આપાદાના ના દર્શન કરતા તેને ખાલીનો કોઈ પાર રહેતો નથી.

એકવાર દાનાભગત અને તેના પતિ ચયાળા ગયા તે સમયે સોનબાઈને સાથે લેતા જાય છે. સોનબાઈ ચયાળાના આશ્રમમાં દાખલ થતા તેને આનંદનો પાર રહેતો નથી. સોનબાઈ આપાદાના સામે ટગર ટગર જોયા કરે છે. આપાદાના સોનબાઈના મુખ ઉપર નીતરતું ભોળપણ જોઈ તેને ભોળી કહીને બોલાવે છે તે સમયથી સોનબાઈ ભોળીના નામથી ઓળખાવા લાગે છે. ભોળી (સોનબાઈ) ધીમે ધીમે મોટા થવા લાગે છે અને પરણવાની લાયક ઉંમરે પહોંચતા તેના માતા પિતા ભોળીના હાથ પીળા કરી પરઘેર મોકલવાની ચિંતા થતા સારા કુટુંબના ઠેકાણાની શોધમાં પડી જાય છે.

આઈબોળીના લગ્ન ભલગામના મુળા નામના મેઘવાળ યુવાન સાથે કરી નાખવામાં આવ્યા. મુળો પણ ભક્તિના રંગે રંગાયો યુવાન છે. મુળાભગતને જૂનાગઢમાં આવેલા વેલાળામાં ભાવ જાણતા તેઓ આ સ્થળે જવાનો તેમને વિચાર જડે છે. જ્યારે આઈબોળીને આપાદાના તરફ ભાવ જાગતા ચયાળા આશ્રમમાં જવાનો વિચાર જડે છે. આ વાત તેઓ બંને એક બીજાને કરે છે અને એક બીજાને વચન આપે છે કે અંતસમયે જતી વખતે એક બીજાને જાણ કરી જાણે જીવવું તેવું વચન આપીને બંને છૂટા પડે છે. મુળાભગતને અંત સમય આવી જતા ભલગામે આવીને સમાધિ લઈ લે છે. આ વાતની જાણ આઈબોળીને થતા તેઓ ભલગામે આવીને મુળાભગતની સમાધિએ આવીને આરાધ કરી કહે છે કે, ભગવાન તમે અંત સમયે મને મળીને જવાનું કહ્યું હતું પણ તમે મને જાણ કરી નથી તેથી તમે વચન ભંગ કર્યું તેવું જણાવે છે. મુળાભગત વચનનું પાલન કરવા સમાધિમાંથી એક હાથ બહાર કાઢીને આઈબોળીને એક ફૂલ આપે છે. મુળાભગતે વચનનું પાલન કરેલ છે તેવું જાણતા તેઓ ખુશ થઈ ગયા અને આ સ્થળે બે સમાધિ ગાળવાનું કહેવામા આવ્યું. આ બે સમાધીમાં એક સમાધીમાં મુળાભગતે આપેલ ફૂલને સમાધિમાં પધરાવે છે અને બીજા સમાધીમાં તેઓ પોતે બેસી જાય છે. આ સમયે એકઠા થયેલા લોકો મુળાભગત અને આઈબોળીનો જયકાર બોલાવી આનંદમાં આવી જાય છે. વાસના લોકો આ સમાધીને શણગારી વ્યવસ્થિત બનાવી તેની સેવા પૂજા કરે છે. હાલના સમયે આ સમાધીના દર્શન કરવા અનેક લોકો આવી પોતાનું માથું સમાધીએ ટેકવીને આ ભક્તોને યાદ કરી આનંદ માણે છે. આ બાબતે એવું જાણવા મળે છે કે નાના માચિયાળા ગામે આઈબોળીનું મોટું મંદિર બાંધવામાં આવેલું છે અને લોકો આ સ્થળે આવી દર્શનનો લાભ મેળવે છે. જો મેઘવાળ સમાજના સંતોની વાત કરવામાં આવે તો આવા અનેક સંતો પ્રમાણ આપી ચાલ્યા ગયા છે તે વાતો આપણે લોકોના મુખેથી સાંભળી છે અને પ્રમાણો પણ અનુભવ્યા છે.

આઈ ભોળીનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿