📖 સંત રોહિદાસના ભજનનું વિવેચન
(૧)
પ્રભુજી તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની. પ્રભુ.
(૨)
પ્રભુજી તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવન ચંદ્ર ચકોરા. પ્રભુ.
(૩)
પ્રભુજી તુમ દીપક હમ બાતી,
જાકી જ્યોતિ જરે દિન રાતી. પ્રભુ.
(૪)
પ્રભુજી તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનહી મિલત સુહાગા. પ્રભુ.
(૫)
પ્રભુજી તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા. પ્રભુ.
ભજનનું વિવેચન
(૧) પ્રભુજી તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની.
સંતરોહિદાસ પોતાના ભજનની પ્રથમ કડી દ્વારા સમજાવે છે કે હે, પરમાત્મા તમે ચંદન સમાન સુગંધી સ્વરૂપ છો અને હું જળ સમાન છું. હે, પરમાત્મા મારે તમારી પરમ કૃપાથી અને કે તમારી સુગંધ મારામાં ભળતી રહે હોય તો મારે જીવન સ્વરૂપ બનતું જાય અને જો ચંદન જળની સાથે ભળી જાય તો જળમાં પણ એક એવો ગુણ છે કે જેવી સાથે ભળે છે તેના જેવું જ બની જાય છે તેવી તમારી મને પરમ થઇ જશો અને હું અને તમે જ્યારે એક થઇ જશું ત્યારે તમારી સુગંધ મારામાં આવી જશે તે વાત ચંદન અને જળના માધ્યમ દ્વારા સંતરોહિદાસ સમજાવે છે. હે, પરમાત્મા જ્યારે મને તમારી પરમ થઇ જશે તે પછી તમારા સહગુણો રૂપી સુગંધ મારા આત્મા હૃદયમાં વ્યાપી જતા મારામાં રહેલો અહંકાર દૂર થઇ જશે અને દુર્ગુણોનો નાશ થતા સદગુણો રૂપી સુગંધ મારામાં વ્યાપી જશે.
(૨) પ્રભુજી તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવન ચંદ્ર ચકોરા.
સંતરોહિદાસ તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવે છે કે હે, પરમાત્મા તમે એક મોટા સુંદર મજાના ઘનઘોર જંગલ સમાન છો અને હું આ જંગલમાં આવેલું નાનું વૃક્ષ સમાન છું અને આ જંગલના આધારે જ આવા નાના વૃક્ષો ટકી રહેતા હોય તેમ હું તારા આધારે જ જીવન જીવી રહ્યો છું. સંતરોહિદાસ કહે છે કે હે, પરમાત્મા આ પુરા રળીયામણા જંગલનો હું એક ભરિયો છું અને જેમ ભરિયો સવારે અને સાંજે રમ મોરને આવાન ભણીને તારી પાસે આવે તેમ આ જંગ તારી કૃપાથી આ સંસારના સુખો ભોગવીને મારા જીવનનો સમય પસાર કરી રહ્યો છું. સંતરોહિદાસ કહે છે કે જેમ ચકોર નામના પક્ષીને ચંદ્ર સાથે પ્રીત બંધાતા તેને મળવા માટે તલપે છે પણ ચંદ્ર તેનાથી દૂર હોવાથી તેની નજર જઇને તેને મળી શકતી નથી. આ ચકોર પક્ષી ચંદ્રના પ્રકાશનો આનંદ માણીને સંતોષ પામી જતું હોય છે. સંતરોહિદાસ કહે છે કે મને પણ તારી ભક્તિની ઘણી ઇચ્છા છે પણ હું દરેક રીતે ન હોવાથી હું મારા દેહ દ્વારા તને મળી શકું તેમ નથી તેથી તારા નામનું રટન કરીને મારા અનુભવ દ્વારા તારી અનુભૂતિ થતા તેમાંથી આનંદ મેળવી રહ્યો છું.
(૩) પ્રભુજી તુમ દીપક હમ બાતી,
જાકી જ્યોતિ જરે દિન રાતી.
સંતરોહિદાસ તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવે છે કે હે, પરમાત્મા તમે એક દીવાસરૂપ છો અને આ દીવાની વાટરૂપ હું છું. સંતરોહિદાસ કહે છે કે કોઇર્યામાં વાટ રાખવાથી પ્રકાશ થતો નથી તેમ દેહ હોવા છતાં ચેતન તત્વ વગર દેહ હલન ચલન કરી શકતો નથી. સંતરોહિદાસ કહે છે કે જો કોડિયામાં દીવેલ પૂરવામાં આવે અને તેને અગ્નિ દ્વારા પ્રગટાવવામાં આવે તો પ્રકાશ થાય છે તેમ દેહમાં પ્રાણ દાખલ થતા દેહની તમામ ઇન્દ્રિયો ચેતનવંતી બની જતા કામ કરતી થઈ જાય છે. સંતરોહિદાસ કહે છે કે હે, પરમાત્મા આપ મારા દેહમાં ચેતન શક્તિરૂપે આપનો વાસ હોવાથી જ મારા દેહ દ્વારા તમામ વ્યવહારો થઈ શકે છે તેવી મારો દેહ તારા આધારિત હોવાથી તારી શક્તિ દ્વારા તે ટકી રહ્યો છે.
(૪) પ્રભુજી તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનાહી મિલત સુહાગા.
સંતરોહિદાસ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવી કહે છે કે હે, પરમાત્મા આપ મોતી સમાન છો અને હું દોરા સમાન છું. હે, પરમાત્મા દોરા કરતા મોતીની કિંમત વધારે હોય છે. સંતરોહિદાસ કહે છે કે જ્યારે દોરો મોતીના સંપર્કમાં આવી મોતી સાથે જોડાય જાય છે અને તેમા સોન ભેળી જાય તો દોરાનું મૂલ્ય મોતી અને સોનાને લીધે વધી જાય છે. સંતરોહિદાસ કહે છે કે હે, પરમાત્મા હું જ્યારે ભક્તિના માર્ગે ચાલતો ન હતો તે સમયે હું દોરા સમાન હતો તેથી મારું મૂલ્ય દોરા જેટલું જ હતું પણ જ્યારે મારી શરૂઆત તારી સાથે ભળી જતા જેમ દોરો મોતી સાથે ભળી જતા દોરાની કિંમત વધી જાય છે તેમ તારી નજીક આવતા મને સાચી વાતની જાણકારી થતા હું આપને ઓળખી શક્યો છું અને આપની અનુભૂતિ થતા અનંત આનંદ મેળવી રહ્યો છું. સંતરોહિદાસ કહે છે કે હે, પરમાત્મા આપ મોતીરૂપ છો અને હું દોરારૂપ છું અને મારો અનુભવ તે સોનારૂપ હોવાથી મને તમારી સાથે જોડી દેવાથી મારામાં દિવ્ય પ્રકાશ પ્રગટ થતા મારા દેહમાં રહેલ અજ્ઞાનરૂપ અંધારું નાશ પામી જતા મારા દેહના વળગણો સમી જતા હું આપને ઓળખી શક્યો છું.
(૫) પ્રભુજી તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રોહિદાસા.
સંતરોહિદાસ તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા સંત રોહિદાસ કહે છે કે હે, પરમાત્મા તમે મારા માલિક છો અને હું તમારો દાસ છું તેથી માલિકની મરજી મુજબ વ્યવહાર કરવો તે નોકર તરીકેની મારી ફરજ છે અને હું જો તમારા હુકમનો અનાદર કરીશ તો જેમ નોકરને તેનો માલિક નોકરીમાંથી દૂર કરવાની શિક્ષા કરે છે તેમ મને પણ આપ શિક્ષા કરશો તેની મને પૂરે પૂરી જાણકારી થઈ ગયેલ હોવાથી તમારા હુકમની મર્યાદા જાળવીને મારા જીવનના તમામ વ્યવહારો કરતો રહીશ. સંતરોહિદાસ કહે છે કે મારી ભક્તિ છે તે આવા પ્રકારની છે તેથી મારે ભક્તિ કરવામાં કોઈ જપ તપ, તીર્થ વ્રત કે હોમ હવન કે કર્મકાંડ કરવાની જરૂર નથી પણ મારે મારી મર્યાદામાં રહીને જીવનનો સમય પસાર કરવો છે માટે અને બીજાને મદદરૂપ થવું છે તે માટે જ હું આપના નામનું સ્મરણ કાયમને માટે કરી રહ્યો છું. સંતરોહિદાસ ભક્તિ, પ્રેમ અને જ્ઞાનના સાક્ષાત મૂર્તિ સમાન હતા. ભગવાનના ચરણે રહીને તેનો આશરો પકડીને રહેવા માટેની તેની સાધના પ્રાણ સમાન હતી. સંતરોહિદાસ પોતાના આત્માની પરમ માટે જ ભક્તિ કરતા ન હતા પણ સમગ્ર સમાજમાં ફેલાયેલ બદીઓ તેમજ સમાજમાં ધર્મના નામે લોકો સાથે થતો અન્યાયનો નાશ કરવા તેમજ ધર્મનો ખોટો અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા તેમજ વર્ણ ભેદનો નાશ કરીને લોકોમાં સમભાવ જાગૃત કરીએકતા સાધવાનો હતો.
સંત રોહિદાસનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
