સંત મેઘધારૂ

સંત મેઘધારૂ ટૂંકી જીવનગાથા

મેઘધારવા (ગુરુ રામદેવપીર)

મેઘધારવાની ટૂંકી જીવન ગાથા

મેઘધારવાની વંશ પરંપરાની સાથે મેઘધારવાની ઓળખાણ ઘણા લેખકોએ આવી રીતે આપી છે કે, મેઘધારવાનો જન્મ સંવત ૧૪૭૩ના અરસામાં મારવાડ (રાજસ્થાન)ના સોદીકુમાર નામના ગામમાં મેઘવાળ સમાજમાં થયો હતો. મેઘધારવાના માતા-પિતા રામદાસ અને રતના હતા. તેમણે બાળપણથી જ મેઘધારાને રણુજાના રાજા રામદેવપીરની સાથે દીઠા હતા. તેમની પાસેથી દીક્ષા લઈ તેના શિષ્ય થઈ ગયા અને નિજાર પંથમાં ભળી ગયા હતા. રામદેવપીરના પ્રથમ શિષ્ય હરજીભાઈ હતા તેમજ ખીમડાકોટવાળા, ગોપાલદે, કલીબાભાઈશાહ, અને રતનો રાયકોડ હતા. રામદેવપીર બાબાબાળનાથ પાસેથી દીક્ષા લીધી હતી. રામદેવપીએ નિજારપંથની સ્થાપના કરેલી અને નિજારપંથ એટલે વિષય વાસનાના કર્મ ઉપર મર્યાદા મૂકીને આ કર્મ કરવાની વાત આ પંથમાં સમજાવવામાં આવી છે. નિજારનો અર્થ એવો થાય છે કે નિઃ એટલે નહીં અને જાર એટલે વિષયવાસના તેવો થાય છે. કર્મનો ઉપયોગ સામાજિક અધિકાર મુજબ કરવો અથવા તેના ઉપર મર્યાદા રાખવાની વાત નિજારપંથમાં જોડાયેલા ભક્તોને નિજારી અથવા જતી સતી તરીકે ઓળખાય છે. નિજારપંથનું પાલન કરનારને નિજારી કહેવામાં આવે છે. આ પંથમાં અનેક ભક્તો જોડાઈને નિવાણપદને પામી ગયા છે તે પૈકીના રૂપાંડે માલદે તથા મેઘધારવા જેવા અનેક સંતો હતા.

મેવાડની ધરતી તે મેવાડના રાજપૂતો અને મેવાડના લોકો માટે એક પ્રતિષ્ઠા અને અમૂલ્ય સંપત્તિ માનવામાં આવે છે અને રાજસ્થાનના લોકો તેમજ ભારત ભૂમિ માટે ગૌરવના પ્રતિક સમાન છે. રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારનું આ રાજ અધિક અંશે અરવલી પર્વતની ગીરીમાળાઓથી ઘેરાયેલું વિસ્તાર હોવાથી આ વિસ્તારની શોભામાં વધારો કરી કુદરતી સૌંદર્ય પ્રદાન કરી તેની કુદરતી શોભામાં પણ અનેરો ઉમેરો કરી જાય છે. મેવાડનો ગુહિલવંશ તે સંસારના પ્રાચીન રાજવંશોમાં જૂનામાં જૂનો રાજવંશ માનવામાં આવે છે. આ વંશ અંગે એવી માન્યતા છે કે સિસોદીયા ક્ષત્રિય ભગવાન રામના નાના પુત્ર લવના વંશજો છે. મેવાડના છેલ્લો રાજા અરવિંદસિંહ તથા મહારાણા મહેન્દ્રસિંહે મળીને ઈ.સ. ૧૯૪૮ થી અંત સુધી મેવાડનું વહીવટ કર્યું હતો. મેવાડના શાસન કરતા ૭૦ રાજાઓમાં કુંભારાણા ૪૧ મા શાસક રાજા હતા. મેવાડનું શાસન તેઓએ ઈ.સ. ૧૪૩૩ થી ઈ.સ. ૧૪૬૮ સુધી ૩૫ વર્ષ મેવાડનો રાજકારભાર સંભાળ્યો હતો.

કુંભારાણા વિશે એવું જાણવા મળે છે કે તેને ૧૦૫ રાણીઓ હતી પણ ભવસાગર તરીજવા રાજકવિની સલાહથી મારવાડના રાજા જયમલ રાઠોડની પુત્રી લીલાદે સાથે ફરીવાર લગ્ન કર્યા હતા. મહારાણા કુંભાના બે પુત્રો હતા તેમાં મોટા પુત્રનું નામ રાયમલસિંહ હતું અને તેઓ નિવૃત્તનું જીવન ઈડરમાં જઈને જીવી રહ્યા હતા. મહારાણા કુંભાના નાના પુત્રનું નામ ઉદયસિંહ હતું. આ નાના પુત્રે ગાદીની લાલચમાં પોતાના પિતાનું ખૂન કરી ગાદીએ આવી ગયા હતા. મહારાણા કુંભા પોતાના રાજ્ય મેવાડનો વિસ્તાર વધારી શક્યા ન હતા કારણ કે તેઓ ધાર્મિક વૃત્તિ ધરાવતા હોવાથી કિલ્લાઓ અને મંદિરોના બાંધકામો જ કરતા હતા. આ કુંભારાણાએ મેઘધારુ કે મેઘધારવા પાસેથી દીક્ષા લીધી હતી અને લીલાબાઈ તો પ્રથમથી જ મેઘધારવાના શિષ્ય હતા.

મેઘધારું મેઘવાળ સમાજના એક મહાન સંત તરીકે ઉભરી આવ્યા છે. રાજપૂત સમાજના રાજાઓ તથા તેમની પત્નીઓ પણ તેના શિષ્યો હતા. મેઘધારુના શિષ્ય લીલબાઈના પિતા પણ હતા. જ્યારે કુંભારાણા લીલબાઈ સાથે લગ્ન કરવા આવેલા તે સમયે લીલબાઈએ તેનો પરમાત્મા તરફનો ભાવ જાણી જતા તેના પિતાની મંજૂરી વિના તેના સગપણનું શ્રીકૃષ્ણ સ્વીકારી લીધું હતું. લીલબાઈને તેના ગુરુએ બોધમાં જણાવેલ હતું કે જો કોઈ પરમપુરુષને પામવાનો ભાવ બનાવે તો સમયે પોતાનો દેહ અર્પણ કરવો પડે તો પણ પાછું વળવું જોઈએ નહીં તેવા શબ્દને યાદ કરીને કુંભારાણા ના સારા ભાવને જાણી તેની સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા. કુંભારાણાએ તેના લગ્ન વખતે બ્રહ્મજ્ઞાન કન્યાદાનમાં આપવાનું કહ્યું હતું. આ વાત સાંભળી લીલબાઈએ પોતાના ગુરુ મેઘધારુને આ કન્યાદાન કરવા વિનંતી કરી હતી. આ વાતથી મેઘધારુ પણ કુંભારાણાને જાણી ગયા હતા તેથી ચાર મંગળ ફેરામાં બ્રહ્મજ્ઞાનની વાત કુંભારાણાને સમજાવી હતી. કુંભારાણાના લગ્ન થયા બાદ લીલબાઈના સહવાસથી કુંભારાણાના વિચારોમાં પરિવર્તન આવી જતા તેઓ મેઘધારુને શિષ્ય પદ ગ્રહણ કરીને બ્રહ્મજ્ઞાનનું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.

મેઘધારુને જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿