📖 સંતકબીરની અવળવાણી વિવરણ
(૧) ગુરુને મંગવાઈ ચેલા વોહી ચીજ લાના.
(૧) ગુરુને મંગવાઈ છેલા, વોહી ચીજ લાના,
પહેલી ભીક્ષા લકડી લાના, ઝાડ જંગલ કે પાસ ન જાના,
સુકી ન લાના, હરી ન લાના, ગઠડી બાંધ કે લાના. ગુરુને
(ર) દુસરી ભીક્ષા જલ કી લાના, કુવા તલાબ કે પાસ મત જાના,
નદી નાલા છોડ કે ચેલા, તુંબા ભર કે આના. ગુરુને
(૩) તીસરી ભીક્ષા આટા લાના, ગાવ નગર કે પાસ મત જાના,
કચ્ચા ન લાના, પકકા ન લાના, કુટ પીછા કુછ ન લાના. ગુરુને
(૪) ચોથી ભીક્ષા માસ લે કર આના, જીવ જંતુ કે પાસ ન જાના,
જીંદા ન લાના, મુડદા ન લાના, ખપ્પર ભર કે લાના. ગુરુને
(પ) પાંચવી ભીક્ષા અગ્નિ લાના, ચકમક લોહે કે પાસ મત જાના,
શીતલ ન લાના, તાતા ન લાના, છાબડી ભર કે લાના. ગુરુને
(૬) છઠી ભીક્ષા દર્શન લાના, મઠ મંદિર કે પાસ મત જાના,
સાધુ ફકીર કો છોડ કે છેલા, નયન ભર કે લાના. ગુરુને
(૭) કહત કબીર સુન લે મેરા છેલા, યહ પદ હૈ નિર્વાણા,
યહ પદ કા કોઈ કર લે નીવેડા, જો પદ પાવે નિર્વાણા. ગુરુને
ભજનનું વિવરણ.
(૧) ગુરુને મંગવાઈ છેલા, વોહી ચીજ લાના,
પહેલી ભીક્ષા લકડી લાના, ઝાડ જંગલ કે પાસ ન જાના,
સુકી ન લાના, હરી ન લાના, ગઠડી બાંધ કે લાના.
સંત કબીર તેના ભજનની પ્રથમ કડી દ્વારા આદેશ કરીને તેના છેલાને કહે છે કે હે, છેલા મારે તારી પાસેથી એક વસ્તુ પ્રથમ ભીક્ષા રૂપે મંગાવવાની છે તેથી પ્રથમ ભીક્ષા રૂપે તારે લાવીને મને આપવાની છે. ખરેખર સંતકબીર તેના શિષયને જે બોધ આપેલ છે તે બોધની વાત તેને સમજાણી છે કે નહી તેની ખાત્રી કરવા માગતા હતા. સંતકબીર તેના શિષયને પહેલી ભીક્ષામાં લાકડા લાવવાનું કહીને કહે છે કે હે, છેલા તારે મારા માટે લાકડા લાવી આપવાના છે પણ જો જે આ લાકડા લેવા માટે જંગલમાં જવાનું નથી તેમજ જયા ઝાડઉગ્યા હોય તે ઝાડો પાસે પણ જવાનું નથી. સંતકબીર કહે છે કે બીજી વાત સમજી લે કે લાકડા લીલા પણ લાવવાના નથી અને સુકા પણ લાવવાના નથી. હે, છેલા ઝાડજંગલની પાસે ગયા વગર તેમજ લીલા કે સુકા લાકડા લાવવાના નથી અને ભારો બાંધીને લાવવાના છે તે મને લાવી આપ ? છેલાએ કહયું કે ગુરુ દેવા તમે કહો તે મુજબ જ હું લાકડા લાવીશ તેમ કહીને લાકડા લેવા નીકળી જાય છે.
છેલો વિચારવા લાગે છે કે લાકડા તો ઝાડપાસે જવાથી જ મળે છે અને જંગલમાં જવાથી જ લાકડા મળી શકે છે પણ મારા ગુરુ તો મને ઝાડની પાસે જવાની ના પાડે છે અને જંગલમાં જવાની પણ ના પાડે છે તેનો મતલબ એવો થાય છે કે મારા ગુરુ લાકડા રૂપે જે ચીજ મંગાવે છે તે બહારની નથી પણ અંદરની વાત છે તેથી તે વાત મારે સમજીને લાકડાની જગ્યાએ જ્ઞાનની વાત કરવી જોશે. છેલાએ વિચાર કરીને નકકી કરી લીધુ કે મારા ગુરુએ મને ધટ ભીતરની વાત મને સમજાવી દીધી છ ે અને આ વાત મને સમજાણી છે કે નહી તે ખાત્રી કરવા માટે કદાચ લાકડારૂપે મારી પાસેથી ભીક્ષા માંગી હશે. છેલો થોડો સમય આમ તેમ આટા ફેરા મારીને ગુરુ પાસે આવે છે. આ સમયે ગુરુ કહે છે કે બેટા, પ્રથમ ભીક્ષા માટે લાકડા મંગાવ્યા હતા તે તુ લાવ્યો કે નહી ? છેલો જવાબ આપતા કહે છે કે, હા, ગુરુદેવ હું પ્રથમ ભીક્ષા આપે જે રીતે મંગાવી છે તે રીતે લઈ આવ્યો છું. ગુરુએ કહયું કે તો કયા છે મને આપ ?
છેલો જવાબ આપતા કહે છે કે હે, ગુરુદેવ આપના ચરણે તન મન અને ધન તમામ અર્પણ કરી દીધા છે તેથી આપે મને ગુરુગમની વાત સમજાવીને સાન કરીને પરમાત્માના ધરની વાત સમજાવી છે. હે, ગુરુદેવ આપે મારા ધટ ભીતરમાં રહેલા પાંચ તત્વો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો તેમજ સુરતા અને આત્માની વાત સમજાવી છે. આપની કૃપાથી આ ગુરુ ગમની વાત મને સમજાય જતા મારો દેહ બાદ થઈ જતા મારા દેહના વળગણો હવે મટી ગયા છે. દેહના વળગણો મટી જતા મારું તારું અને મોહ માયા તમામ નાશ પામી ગયા છે. આપના જ્ઞાન માંથી મને એવું જાણા મળેલ છે કે આ દેહમાં પણ બીજા દેહો આવેલા છે જેને સ્થુળદેહ, સુક્ષમદેહ, કારણદેહ અને મહાકારણ દેહ છે. આ ચાર દેહોની ચાર અવસ્થાઓ પણ છે જેવી કે જાગૃત, સ્વપ્ન, સુક્ષુપ્ત અને તૂરીયા છે. હે, ગુરુદેવ દેહો કેવી રીતે ઉત્પન થયા છે તેની પણ મને વાત સમજાવી છે જેમ કે કારણદેહ માંથી સુક્ષમદેહ અને સુક્ષમદેહ માંથી સ્થુળદેહ ઉત્પન થયો છે અને મહાકારણ દેહ છે તે છેલ્લી કક્ષા છે તેથી તેની વાત કરી શકાય તેમ નથી. આ વાત કે ધટભીતરની વસ્તુઓ સંસાર માંથી મળી શકે તેમ નથી પણ જો તેને ધટ ભીતરમાં જ ખોળવામા આવે તો તે સમજી શકાય છે. આ તમામને સમજવી હોય તો જંગલમાં કે ઝાડો પાસે જવાની જરૂર પડતી નથી. હે, ગુરુદેવ આ દેહની તમામ ઈન્દ્રિયો જયા સુધી પ્રાણ છે ત્યા સુધી સજીવ બનીને કામ કરી કે છે તેથી તેને લીલી કહેવામાં આવે છે. આ દેહ માંથી જીવાત્મા ચાલ્યો જાય છે તેથી તે જડ બની જાય છે તેથી તેની હૈયાતી હોવા છતા કોઈ કામની નથી અને તેથી તે સુકી છે.
દેહની અંતિમક્રિયા કરીને તેનો નાશ કરતા તેનો નાશ થઈ જાય છે. હે, ગુરુદેવ આપની કૃપાથી મારી સુરતાની સાથે શબ્દનો સબંધ બાંધી આપતા મને તમામ સમજાવા લાગતા મારો દેહ બાદ થઈ ગયો છે તેથી આ વાતને સુરતા રૂપી દોરીથી બાંધી એક ભારા રૂપે આપની આગળ પ્રથમ ભીક્ષા તરીકે અર્પણ કરું છું તો આ સ્વીકારવા કૃપા કરશો. સંતકબીરને ખ્યાલ આવી ગયો છે કે તેને દેહની વાત સમજાય જતા દેહ બાદ થઈ ગયો છે અને તેની સુરતા પણ જાગૃત થઈ ગઈ છે તેથી તેની વાતને પ્રથમ ભીક્ષા રૂપે સ્વીકારી લે છે.
(ર) દુસરી ભીક્ષા જલ કી લાના, કુવા તલાબ કે પાસ મત જાના,
નદી નાલા છોડ કે ચેલા, તુંબા ભર કે આના.
સંતકબીરે તેના ભજનની બીજી કડી દ્વારા બીજી ભીક્ષા પોતાના શિષય પાસે મંગવાતા કહે છે કે, હે, છેલા તું પહેલી ભીક્ષા મારા માટે લાવ્યો છે બરાબર છે પણ હવે મારે બીજી ભીક્ષાની જરૂર પડી છે તો તુ મને બીજી ભીક્ષારૂપે જલ લાવીને આપ ? સંતકબીર કહે છે કે, હે, છેલા તારે જળ લાવવાનું છે પણ કયાથી અને કેવી રીતે લાવવાનું છે તે બરાબર સમજી લે અને હું કહુ તે મુજબ તારે જળ લાવવાનું છે. છેલા તારે જળ નદી કુવા કે તળાવ માંથી ભરીને લાવવાનું નથી. નદી નાળા અને ઝરણા પાસે પણ જઈ આ જળ ભરવાનું નથી અને આ તૂંબડી ભરીને લાવવાનું છે તો મને જળ લાવી આપ ? છેલો કહે છે કે ગુરુદેવ આપના આદેશ મુજબ જળ લાવવામાં આવશે તેમ કહીને છેલો જળની ભીક્ષા લેવા નીકળી પડે છે.
છેલો ચાલતો ચાલતોવિચાર કરવા લાગે છે કે જળ તો નદી કુવા અને તળાવ માંથી મળી શકે છે અને ઝરણા કે નાળાની નીચેથી પણ મળી શકે છે પણ આ સ્થળેથી જળ લાવવાની ગુરુદેવ ના પાડે છે. આ તમામ સ્થળો તો બહાર આવેલા છે અને ત્યાથી જ જળ મળી શકે છે તેમ છતા તેઓ ના પાડે છે તો તેનો મતલબ એવો થાય છે કે મારા ધટભીતરમા જળરૂપી જે વસ્તુ પડેલી છે તે લાવવાની વાત કરતા હશે. છેલો આમ તેમ આટા ફેરા મારી ગુરુ પાસે આવી જાય છે. ગુરુદેવ તેને કહે છે કે છેલા જળ લાવ્યો કે નહી ? છેલો જવાબ આપતા કહે છે કે હા, ગુરુદેવ લાવ્યો છું. ગુરુદેવ કહે છે તો તે મને આપ ? છેલો જવાબ આપતા કહે છે કે, હે, ગુરુદેવ આપની કૃપાથી ભજન કરવાના કામે લાગી ગયો છું. આ ભજનને લીધે મારા માંથી જ્ઞાનરૂપી અમૃત ધારાઓ વહેવા લાગી છે અને તેમાંથી હું અહોર્નિશ આનંદ મળેવી રહ્યો છું. આ ભજનાનંદને લીધે મને તમામ દેહોમાં બીરાજમાન આત્મા તરફ એક સરખો ભાવ જાગી ગયો છે અને મારામાં પ્રેમ પ્રગટ થઈ જતા હું તમામને પ્રેમ દ્રષિટથી નિહાળી રહ્યો છું. આ પ્રેમ રૂપી કપડામા અમૃત ધારાનો પ્રસાદ લઈને આવ્યો છું તો આપ સ્વીકારવા કૃપા કરો. સંતકબીર વિચારવા લાગ્યા કે છેલાનો ભાવ પુરે પુરો પરમાત્મા તરફ જાગી જતા હવે તેનામાં જ્ઞાનરૂપી અમૃત ધારાઓ વહી રહી છે તે નકકી છે અને તેમાંથી મળતો આનંદ તે આનંદરૂપી કપડામા વીંટાળીને લાવ્યો છે તે પણ બરાબર છે તેથી જળરૂપી આ ભીક્ષાને સ્વીકારી લે છે.
(૩) તીસરી ભીક્ષા આટા લાના, ગાવ નગર કે પાસ મત જાના,
કચ્ચા ન લાના, પકકા ન લાના, કુટ પીછા કુછ ન લાના.
સંતકબીરે તેના ભજનની ત્રીજી કડી દ્વારા ત્રીજી ભીક્ષા રૂપે આટો (લોટ) મંગાવતા કહે છે કે, હે, છેલા તુ બે ભીક્ષાઓ લાવ્યો તે બરાબર છે પણ હવે મારે ત્રીજી ભીક્ષાની જરૂર પડી છે તો તે મને લાવી આપ ? છેલો કહે છે કે, ગુરુદેવ આપ આદેશ કરો મારે ત્રીજી ભીક્ષામાં શું લાવવાનું છે ? સંતકબીર કહે છે કે મારે આટા(લોટ)ની જરૂર છે પણ આ લોટ તારે ગામ કે નગર માંથી લાવવાનો નથી. આ લોટ કાચો કે પાકો લાવવાનો નથી તેમજ કોઈ ચકકીમા પીછેલો કે કુટીને તૈયાર કરવામાં આવેલો લોટ લાવવાનો નથી. આ લોટની તૂબડી ભરીને લાવવાનો છે. છેલો કહે છે કે, ગુરુદેવ આપના આદેશ મુજબ હું લોટ લાવી આપીશ તેમ કહીને ત્રીજી ભીક્ષા લોટની લેવા છેલો નીકળી પડે છે.
છેલો મનમાં વિચારે છે કે ગુરુદેવે પ્રથમ લાકડા મંગાવ્યા તો મે ધટભીરતમા આવેલ વસ્તુઓની વાત કરી અને તે ભીક્ષા તરીકે સ્વીકારી લીધી. બીજી ભીક્ષામાં જળ મંગાવતા મે અમૃત ધારાની વાત કરી તો તે પણ સ્વીકારી લીધી અને હવે ત્રીજી ભીક્ષા લોટની મંગાવી અને કહે છે કે ગામ કે શહેરમા જવાનું નથી. કાચો પાકો પણ લાવવાનો નથી અને પીછેલો કે કુટેલો લોટ લાવવાનો નથી. આ તમામ તો બહારથી મળી શકે છે અને જયા મળે છે તે સ્થળે જવાની મનાય કરે છે તો કોઈ ધટભીતરમા પડેલી વસ્તુની વાત હશે તે વાત નકકી છે.
છેલો થોડો સમય આમ તેમ આટા ફેરા મારીને ગુરુ પાસે આવે છે. ગુરુ તેને જોઈ જતા કહે છે કે છેલા મે જે તારી પાસે ત્રીજી ભીક્ષા ંરૂપે લોટ મંગાવ્યો છે તો તું આ ભીક્ષા લાવ્યો કે નહી ? છેલો જવાબ આપતા કહે છે કે હા, ગુરુદેવ આપના આદેશ મુજબ હું આટા(લોટ)ની ભીક્ષા લઈ આવ્યો છું . ગુરુ કહે છે કે તો લાવ મને આપ ? છેલો ત્રીજી ભીક્ષાની વાત કરતા કહે છે કે હે, ગુરુદેવ આપનું ચરણ સ્વીકારી લેતા અને આપની કૃપાથી ગુરુગમની વાત મને સમજાય જતા આ જગતમાં સારું શું છે ? અને નબળું શું છે ? તેની જાણકારી મળી જાય તેમ મારા ધટ ભીતરમાં પણ સારું અને નબળું શું છે તેનો ભેદ મને સમજાય ગયો છે. હે, ગુરુદેવ જેમ હંસને દુધ અને પાણી મીક્ષા કરીને આપવામાં આવે તો તે ફકત દુધ જ પીય જાય છે અને પાણી પડ્યું રહે છે તેમ મને પણ સમજણ આવી જતા સાચી વસ્તુનું ગ્રહણ કરીને નબળી વસ્તુઓનો મારા ધટ ભીતર માંથી કાઢી નાખી છે. છેલો કહે છે કે ગુરુદેવ મને સાર અને અસારની વાત સમજાય થતા મે તેમને સત નામની ચકકીમા પીચીને આત્મજ્ઞાન રૂપી સાચા જ્ઞાન રૂપી લોટ તૈયાર કરી લીધો છે. હે, ગુરુદેવ જેમ લોટ શરીરને પોષાણ આપી દેહને ટકાવી રાખે ે તેમ મને નવું જ્ઞાન જાગૃત થઈ જતા પરમાત્માના ધરની વાત ધીમે ધીમે સમજાવા લાગી છે. આપે સતરૂપી ચકકીમા ગુરુગમની વાત પીછવાની વાત કરી હતી તે મે લોહ લગનથી તેને પીચી નાખી છે તે વાત લઈને આવ્યો છું તો આપ તેનો ત્રીજી ભીક્ષા રૂપે સ્વીકારવા કૃપા કરો. સંતકબીર વિચારવા લાગ્યા કે છેલાને સાર અને અસારની વાત સમજાય ગઈ છે તેથી નબળું શું છે અને સારું શું છે તેનો ભેદ તે સમજી ગયો હોવાથી તેને ગુરુગમની વાત સિવાય બીજી વાત સારી લાગશે નહી તે વાત નકકી છે. સંતકબીર કહે છે કે છેલા કંઈ વાંધો નહી તુ જે ભીક્ષા લાવ્યો છે તે મારા કહ્યા મુજબ બરાબર છે.
(૪) ચોથી ભીક્ષા માસ લે કર આના, જીવ જંતુ કે પાસ ન જાના,
જીંદા ન લાના, મુડદા ન લાના, ખપ્પર ભર કે લાના.
સંતકબીર તેના ભજનની ચોથી કડી દ્વારા થોથી ભીક્ષાની વાત કરતા કહે છે કે, હે, છેલા મારે થોથી ભીક્ષાની જરૂર પડી છે. સંતકબીર પોતાના છેલા પાસેથી ચોથી ભીક્ષા માસની મંગાવતા કહે છે કે તુ મારા માટે ચોથી ભીક્ષા માસની લઈ આવ પણ જો જે હો મારા આદેશ મુજબ આ ચોથી માસની ભીક્ષા તારે લાવવાની છે તે માસ લેવા માટે તારે કોઈ જીવ જંતુની પાસે જવાનું નથી. આ ભીક્ષામાં માસ કોઈ જીવતા કે મરી ગયેલા જીવજંતુની લાવવાની નથી. આ માસ તુ ખપ્પર ભરીને લાવજે. છેલો કહે છે કે ગુરુદેવ હું આપના માટે માસની ભીક્ષા લેવા જાઉં છું અને આપે કરેલ આદેશ મુજબ જ ભીક્ષા લાવીશ તેમ કહીને ભીક્ષા લેવા નીકળી જાય છે. છેલો વિચાર કરે છે કે મારે માસ લઈ જવાનું છે અને આ માસ તો કોઈ જીવ
જંતુની પાસે જવાની ના પાડે છે અને જીવતા કે મરેલા જીવજંતુનું માસ પણ લાવવાની મનાઈ કરે છે અને માસ ખપ્પર ભરીને લાવવાનું કહ્યું છે તો મારે શું કરવું.
આ માસ તો બહારથી જ લાવી શકાય છે અને જયા મળે છે તે સ્થળે જવાની ના પાડી છે. છેલો વિચાર કરે છે કે, ખરેખર મારા ગુરુ માસની ભીક્ષા લેવા માટે મને મોકલ્યો છે પણ મારા ધટભીતરમા માસ રૂપે કોઈ વસ્તુ પડેલી છે તેની પરખ કરીને લાવવાની વાત કરી છે. છેલો વિચાર કરે છે કે મારા ગુરુએ તો જીવજંતુને ન મારવાની વાત કરી છે તો આપણા ધટભીતરમા જે મારવા જેવી વસ્તુ છે તે મોહ માયા લોભ મદ અને અભિમાન જ છે કારણ કે જયા સુધી ધટભીતર માંથી આ પાંચ વસ્તુઓ ન નીકળે ત્યા સુધી દેહના વળગણો મટતા નથી અને જયા સુધી દેહભાવ હશે ત્યા સુધી પરમાત્માના ધરની વાત પણ સમજાશે નહી તે વાત મારા ગુરુજીએ મને બોધ આપીને સમજાવી છે. આ પાંચ બાબતો છે તે કોઈ જીવજંતુ નથી અને તે મરેલા કે જીવતા પણ નથી. મારા ગુરુએ ભલે માસ લાવવાનું કહયું હોય પણ આ પાંચ શત્રુઓને મારવાની વાત કરી છે.
છેલો આમ તેમ આટા ફેરા મારી થોડીવાર પછી ગુરુની પાસે જઈ ઉભો રહે છે. ગુરુ કહે છે કે છેલા મે જે માસની ભીક્ષા મંગાવી છે તે તુ લાગ્યો કે નહી ? છેલો કહે છે કે હા, ગુરુદેવ હું લઈને આવ્યો છું. ગુરુ કહે છે કે જો લાવ્યો હોય તો મને આપા ? છેલો કહે છે કે ગુરુદેવ આપની કૃપાથી હું મારા ધટભીતરમા રહેલી તમામ બાબતોને જાણી અને ઓળખી ગયો છું. આ ધટમા ધણી એવી વસ્તુઓ છે કે તે પરાત્માનાને પામવા માટે મદદ કરે છે અને ધણી એવી વસ્તુઓ છે કે જે પરમાત્માની પાસે જતા અટકાવે છે. પરમાત્માને ધેર જતા અટકાવનારા પાંચ શત્રુઓ મોહ, માયા, લોભ, મદ અને અભિમાન છે. આ પાંચ કોઈ જીવજંતુઓ નથી કે મરેલા પણ નથી અને જીવતા પણ નથી. છેલો કહે છે કે મે આ પાંચ મારા શત્રુઓને મારી અને તેનું માસ લઈને આવ્યો છું તો આપ મારી ભીક્ષાનો સ્વીકાર કરવા કૃપા કરો. સંતકબીર સમજી ગયા કે છેલાને તેના દેહમાં તેના શત્રુઓ કોણ કોણ છે અને પરમાત્માને માર્ગે જતા કોણ અટકાવે છે તેની જાણકારી તેમને થઈ ગઈ છે. આ શત્રુઓનો નાશ કરી દીધેલ હોવાથી તેને પરમાત્માને પામવા કે તેની પરખ કરવા તેને કોઈ અટકાવશે નહી તેથી જરૂર તે પરમાત્માની પરખ કરી શકશે. આ વાત જાણી જતા કહયું કે છેલા વાંધો નહી તુ લાવ્યો તે બરાબર મારા કહેવા મુજબ જ લાવ્યો હોવાથી હું તેનો સ્વીકાર કરું છું.
(પ) પાંચવી ભીક્ષા અગ્નિ લાના, ચકમક લોહે કે પાસ મત જાના,
શીતલ ન લાના, તાતા ન લાના, છાબડી ભર કે લાના.
સંતકબીર તેના ભજનની પાંચમી કડી દ્વારા પાંચમી ભીક્ષા તેના છેલા પાસે મંગાવતા કહએ છે કે હે, છેલા મારે પાંચમી ભીક્ષા જોઈએ છે તેથી તુ લઈ આવ ? છેલો કહે છે કે ગુરુદેવ આપ આદેશ કરો શું લાવવનું છે ? ગુરુદેવ કહે છે કે હે, છેલા મારા માટે અગ્નિની ભીક્ષા લાવવાની છે તેથી તુ લઈ આવ ? છેલો કહે છે કે ગુરુદેવ આપ આદેશ કરો કેવી રીતે લાવવાની છે. ગુરુદેવ કહે છે કે છેલા તારે અગ્નિની ભીક્ષા લાવવાની છે પણ સાંભળી લે, આ ભીક્ષા લેવા માટે તારે ચકમક કે લોખંડની પાસે જવાનું નથી. આ અગ્નિની ભીક્ષા ગરમ પણ લાવવાની નથી અને શીતળ એટલે કે ઠંડી પણ લાવવાની નથી અને છાબડી ભરીને લાવવાની છે તે વાત તુ ભૂલીશ નહી. છેલો કહે છે કે ગુરુદેવ આપે કરેલ આદેશ મુજબ હું ભીક્ષા લાવીશ તેમ કહીને ભીક્ષા લેવા માટે નીકળી પડે છે.
છેલો મનમાં વિચાર કરે છે કે મારે અગ્નિ ભીક્ષા તરીકે લઈ જવાની છે પણ આ અગ્નિ તો ચકમક કે લોખંડની પાસે જાઉ તો મળી શકે તેમ છે પણ તેની પાસે જવાની તો ગુરુદેવે ના પાડી છે. અગ્નિ હંમેશા તાતી એટલે કે ગરમ જ હોય છે તેમ છતા ગુરુદેવે તો એવું કહ્યું છે કે ગરમ પણ લાવવાની નથી અને શીતળ એટલે કે ઠંડી પણ લાવવાની નથી તો મારે શું કરવું. છેલો થોડો સમય આમ તેમ આટા ફેરા મારીને ગુરુ પાસે આવીને ઉભી જાય છે. ગુરુદેવ છેલાને પૂછે છે કે તુ મે મંગાવી તે ભીક્ષા લાવ્યો કે નહી ? છેલો જવાબ આપતા કહે છે કે હા, ગુરુદેવ આપે કરેલ આદેશ મુજબ હું અગ્નિની ભીક્ષા છાબડી ભરીને લાવ્યો છું. ગુરુદેવે કહયું કે જો તુ લાવ્યો હોય તો મને આપ ? આ સમયે છેલો કહે છે કે હે, ગુરુદેવ આપની પાસેથી મને ગુરુગમ રૂપી જ્ઞાનની જાણકારી મળી છે તેનું મે મનોમંથન કરતા આ જ્ઞાન ચકમક જેવું થઈ ગયું છે. હે, ગુરુદેવ મે મારા મનનો એક કુંડ બનાવીને આ બ્રહ્મઅગ્નિ કુંડમા તૈયાર કરીને આપની પાસે લાવ્યો છું તો આપ મારી અગ્નિરૂપીબ્રહ્મઅગ્નિ કુંડનો ભીક્ષા તરીકે સ્વીકાર કરવા કૃપા કરો. ગુરુદેવ સમજી ગયા કે મે ગુરુગમની વાત સમજાવી છે તેણે ચકમકરૂપ ધારણ કરી લીધુ છે તેથી હવે તેના ધટ ભીતરમાં નકામા વિચારો હશે તે બળીને ભસ્મ થઈ જશે અને પરમાત્માની પરખ કરવાની તેનો અગ્નિરૂપ ભાવ જાગી જતા હવે તે પરમાત્માની પરખ કરવામાં પાછો પડશે નહી. આ વાત ગુરુ સમજી જતા કહયું કે છેલા હું તારી ભીક્ષાનો સ્વીકાર કરું છું.
(૬) છઠી ભીક્ષા દર્શન લાના, મઠ મંદિર કે પાસ મત જાના,
સાધુ ફકીર કો છોડ કે છેલા, નયન ભર કે લાના.
સંતકબીર ભજનની છઠી કડી દ્વારા છઠી ભીક્ષા દર્શનની લાવવાનું કહે છે તે વાત સમજાવતા કહે છે કે હે, છેલા મારે છઠી ભીક્ષાની જરૂર પડી છે તો તુ લઈને મને આપ ? છેલો કહે છે કે હે, ગુરુદેવ આપના માટે છઠી ભીક્ષામાં શું જોઈએ છે તે માટે મને આદેશ કરો ? ગુરુદેવ કહે છે કે હે, છેલા તારે દર્શન કરીને આવવાનું છે અને આ દર્શન તારા નયનમાં ભરીને લાવવાના છે. ગુરુદેવ કહે છે કે છેલા બીજી વાત સાંભળી લે કે તારે મઠ મંદિરમાં પણ જવાનું નથી તેમજ સાધુ સંતો કે ફકીરની પાસે પણ જવાનું નથી અને દર્શન કરીને તારા નયન ભરીને લાવવાના છે. તેથી જો તુ લાવીશ તો તારા નયન સામે હું દ્રીષિટ કરીશ તો મને ખ્યાલ આવી જશે. છેલો કહે છે કે બરાબર ગુરુદેવ આપે કરેલા આદેશ મુજબ હુ દર્શન કરીને મારા નયનો ભરીને ભીક્ષા લાવીને આપીશ તેમ કહીને ભીક્ષા લેવા નીકળી પડે છે. છેલો વિચાર કરે છે કે મારે જો દર્શન કરવા હોય તો સાધુ સંતો અને ફકીરની પાસે જવું જ પડે કારણ કે તેના જ દર્શન કર્યા જેવા હોય છે પણ ગુરુદેવે તો તેની પાસે જવાની ના પાડી છ તો હવે મારેકોના દર્શન કરવા અને નયનમાં ભરીને લઈ જવા તેવું વિચારવા લાગે છે.
છેલો થોડો સમય આમ તેમાં આટા ફેરો મારીને ગુરુ પાસે જઈ ઉભો રહે છે. ગુરુદેવ તેને પૂછે કે છેલા મે જે ભીક્ષા લેવા તને મોકલ્યો હતો તે ભીક્ષા લાવ્યો કે નહી ? છેલો જવાબ આપતા કહે છે કે હા, ગુરુદેવ આપના આદેશ મુજબ હું દર્શનની ભીક્ષા લઈને આવ્યો છું. ગુરુદેવ કહે છે કે તો તુ મને બતાવ ? છેલો કહે છે કે હે, ગુરુદેવ આપની કૃપાથી મને જે ગુરુગમની વાત જાણવા મળી છે અને તેનું મનોમંથન કરતા મને એવું જ્ઞાન પ્રગટ થયું છે કે મને સહન સમાધિનું જ્ઞાન જાગૃત થતા હું જ્યારે પરમાત્માને યાદ કરું છું તે સમયે મને સમાધિ લાગી જાય છે તેથી હું ખોવાય જાઉ છું એટલે કે મને દેહનું ભાન રહેતું નથી અને પરમાત્માના દેશમાં આટા ફેરા માર્યા કરું છું અને મને પરમાત્માના દર્શન પણ થઈ જાય છે. આ સહજ સમાધિથી મને જે પરમાત્માન દર્શન થયા છે તે દર્શન હું મારા નયનમાં ભરીને લાવ્યો છું અને આપને પણ આ દર્શન થયા છે તેથી તમે મારી નયનોમા જોશો તો આપને પણ ખ્યાલ આવી જશે તો આ ભીક્ષા સ્વીકારવા કૃપા કરો.
સંતકબીર સમજી ગયા કે પરમાત્માના દર્શન જ દર્શન કરવાને લાયક છે. આ જગતમાં આવેલા મંદિરો કે મઠોમા પરમાત્માના પ્રતિક રૂપે પાશાણની મૂર્તિયો ઉભી કરી છે પણ તે તો જડ છે તેથી તે બોલી પણ શકતી નથી તેમજ તે કાલ્પનિક મૂર્તિમઓના દર્શન કરવા જેવા નથી. સાધુ ફકીરોમા પરમાત્માના દર્શન કરી શકાય તેવા છે પણ તેને છોડી દેવાનું મે તેમને કહયું છે. જો ધટભીતરમા જ્ઞાન પ્રગટ થઈ જાય તો ભકત પરમાત્માની નજીક પહોંચી જાય છે તે સમયે તેને સહજ સમાધિ લાગી જાય છે. આ સહજ સમાધિમાં ભકત ખોવાય જાય છે અને થોડા જ સમય પુરતો તે પરમાત્માના દેશમાં પહોંચીને પરમાત્માને મળી શકે છે. સહજ સમાધિથી જે દર્શન થાય છે તે જ દર્શન કરવા જેવા છે અને તેના નયનમાં ભરીને લાવ્યો છે અને મે તેમની સામે દ્રષિટ કરતા મને પણ ખાત્રી થઈ ગયેલ છે તેથી તારી ભીક્ષાનો સ્વીકાર કરવામાં આવે છે.
(૭) કહત કબીર સુન લે મેરા છેલા, યહ પદ હૈ નિર્વાણા,
યહ પદ કા કોઈ કર લે નીવેડા, જો પદ પાવે નિર્વાણા.
સંતકબીર તેના ભજનની સાતમી કડી દ્વારા ચેલાને કહે છે કે હે, ચેલા તુ સાંભળી લે, ભકતો હંમેશા નિર્વાણપદને પામવા માટે ગુરુના ચરણે જઈ તન મન અને ધન ગુરુના ચરણે ધરીને ભક્તિનો રાહ પકડે છે. ગુરુ સાન કરીને પરમાત્માના ધરનું નિશાન બતાવી આપે છે અને વચનની વાત સમજાવી વચનની માર્યાદા જાળવીને ભક્તિના રાહે ચાલવાની ભલામણ કરે છે. જો શિષય ગુરુના બોધ મુજબ ભક્તિના રાહે ચાલે તો નિર્વાણપદ પ્રાપ્ત થઈ શકે છે. ભલે તમને બ્રહ્મજ્ઞાની ગુરુ મળી જાય પણ તેના બોધ મુજબ વ્યવહાર ન કરો તો નિર્વાણપદની પ્રાપ્તી થઈ શકતી નથી તેમાં ગુરુની ખામી છે તેવું કહી શકકાતુ નથી તેમ છતા લોકો એવું જાહેર કરતા હોય છે કે અમને અમારા ગુરુમાં કંઈ દેખાતું નથી તેવું કહીને ગુરુને બદનામ કરતા હોય છે. આ બાબતે ધણીવાર એવું પણ બને છે કે કોઈ ગુરુને લાયક ન હોય તેમ છતા તેના ગુરુને ફોસલાવીને અધિકાર મેળવીને શિષ્યો કરવા લાગે છે તે સમયે પોતે સફળ થયો ન હોવાથી શિષ્યો પણ નિષફળ જાય છે. સંતકબીર આ ભજન દ્વારા એવું જાહેર કરે છે કે જો તમે કોઈને શિષય બનાવો તો હંમેશા તેની ચકાસણી ગુરુએ કરતી રહેવી જોઈએ. જો ગુરુને એવું જણાય કે પોતાનો શિષય પૂર્ણ જાણકાર થઈ ગયો છે તે સમયે પણ જેમ તેણે છ ભીક્ષાઓ પોતાના શિષય પાસે મંગાવીને તેના જ્ઞાનની ખાત્રી કરી છે તેમ ખાત્રી કરવી પણ જરૂરી છે. જે ગુરુઓ આ સિદ્ધાંતનો અમલ કરતા નથી તેઓ પરમાત્માન ગુનેગાર બને છે. સંતકબીરે મંગાવેલ ભીક્ષા તેના માંગ્યા મુજબ બરાબર જણાતા તેના શિષયને કહે છે કે બેટા, મે તારી પાસે જે ભીક્ષા મંગાવી છે જે ભીક્ષાની જાણકારી તારામા આવી ગઈ છે કે કેમ તેની હું ખાત્રી કરતો હતો. આ છ ભીક્ષામાં જણાવેલ વાત જો ભકતોને સમજાય જાય તો તે નિર્વાણપદને લાયક બની જાય છે. મે મંગાવેલ ભીક્ષાને તુ સમજીશક્યો છે તેથી તુ નિર્વાણપદ મેળવવાને લાયક થઈ ગયો છે તેથી તને જો અધિકાર આપવામાં આવે તો કોઈ વાંધો હરકત નથી. હાલના ગુરુઓને પણ આવી રીતે અમલ કરીને પોતાના શિષ્યોની તપાસ કર્યા બાદ જ તેમને અધિકાર આપવો જોઈએ તેવું સંતકબીર તમામ ગુરુઓને પણ સમજાવવા માંગે છે.
સંતકબીર તેના ચેલાને કહે છે કે ચેલા મે તને નિર્વાણપદ કોને કહેવાય ? અને તે કેવી રીતે પામી શકાય તે વાત તને બોધ દ્વારા સમજાવી છે અને તેનો તે અમલ કરીને તુ સમજી ગયો છે. નિર્વાણપદનો અર્થ તમામ વિચારોની સમાપ્તી કે તમામ આશા તૃષણાઓની સમાપ્તી થઈ જાય તેને નિર્વાપદ મળી શકે છે. હે, ચેલા તે તારા દેહને ઓળખીને તેને બાદ કરી દીધો છે અને જ્ઞાનનું મનોમંથન કરીને તે અમૃતધારા રૂપી જ્ઞાન પ્રગટ કરી લીધુ છે. હે, ચેલા તે ત્રીજી ભીક્ષારૂપે મે તને લોટ લાવવાનું કહ્યું છે તેમાં તે મારા જ્ઞાનને સતનામની ચકિકમા પીચી લઈ તેને સમજી લીધુ છે. ચેલા તે મારા બોધને આધારે તારા ધટ ભીતરમાં તે મનનો કુંડ બનાવીને તેમાં એક બ્રહ્મઅગ્નિ પ્રગટ કરીને પ્રેમ જાગૃત કરી દીધો છે. દેહમાં આવેલા પાંચ શત્રુઓને મારીને તુ માસ રૂપે લાવ્યો છે તે વાત પણ બરાબર છે. આ જગતમાં દર્શન કરવા હોય તો કોના કરવા જોઈએ તેની પણ તને જાણકારી મળી છે તેથી તુ હવે નિર્વાણપદને પામવા માટેનો અધિકારી બની ગયો છે. નિર્વાણપદ પ્રાપ્ત થવાથી આવા ગમનના ફેરા ટળી જાય છે પણ ભક્તિના રાહે ચાલનારા તમામ ભકતોને આવું પદ પ્રાપ્ત થઈ શકતું નથી તે તો કરોડોમા કોક વિરલા હોય છે. આ વાતનો આધાર ચાર સવરા મંડપના પાટ માંથી જાણવા મળે છે. આ પાટમા એવું જાણવા મળે છે કે સતયુગમાં પંદર કરોડ જતી સતી હતા તેમાંથી પાંચ કરોડ જ નિર્વાણપદને પાડ્યા છે. તેત્રા યુગમાં એકવીશ કરોડ જતીસતી હતા તેમાંથી સાત કરોડ જ નિર્વાણપદને પાડ્યા છે. દવાપર યુગમાં સતાવીશ કરોડ જતીસતી હતા તેમાંથી નવકરોઢ જ નિર્વાણપદને પાડ્યા અને કલીયુગમા છત્રીશ કરોડ જતી સતી હતા તેમાંથી બાર કરોડ જ નિર્વાણપદને પાડ્યા હતા. આ પ્રમાણે પાંચા સાતા નવા અને બારાનો સરવાળો કરતા તૈત્રીશ કરોડ જતી સતી નિર્વાણપદને પામી ગયા છે તે જ તેત્રીશ કરોડ દેવો તરીકે માનવા આવે છે. ભક્તિના રાહે ગયા પછી નિર્વાણપદ મળી જ જશે તેવી કોઈએ ખોટી રાહ જોવી નહી અને પાડ્યા વગર રહેતું નથી તે વાત પણ નકકી છે પણ ફકત વાતો કરવાથી કંઈ વળે તેમ નથી.
(ર) પિતા પુત્રની એક જ માતા.
(૧) પહેલા જન્મ પુત્ર કા ભયા, પીછે જન્મા પિતા રે, પિતા પુત્રની એક જ માતા,
કહોને અચરણ કૈસા સાધુ, બોલે ઐસી બાતા રે,
અણ બોલે તો અંધા હોવે, આમાં ભેદ કોઈ વિરલા પાયા રે. પહેલા
(ર) ઝાડે ચડતા એક માછલી દીઠી, ચંદા સુરજ સાક્ષી રે,
કીડી કુંજર લડતા દેખા, સિંહને સસલે ખાયા રે. પહેલા
(૩) એક દોરી મેં સબ જુગ બાંધ્યા, કોઈ બાંધ્યા કોઈ છુટા રે,
ઉલટા ચલે તો ધર કો પાયા, માર્ગૈ ચલે જો ધર ભૂલ્યા રે. પહેલા
(૪) પાણી કહે મને તરસ્યા લાગી, અન્ન કહે મેં ભૂખ્યા રે,
અગ્નિ કહે મને ઠંડ લાગે, ધી કહે મે લુખ્ખા રે. પહેલા
(પ) કહે કબીર સુનો ભાઈ સાધુ, જે જીવવા જેવું રે,
આપ તરે ઐાર ઓરન કો ભી તારે, જ્ઞાન ગરજ કો સુજે રે. પહેલા
ભજનનું વિવરણ
(૧) પહલા જન્મ પુત્ર કા ભયા, પીછે જન્મા પિતા રે, પિતા પુત્રની એક જ માતા,
કહોને અચરણ કૈસા સાધુ, બોલે ઐસી બાતા રે,
અણ બોલે તો અંધા હોવે, આમાં ભેદ કોઈ વિરલા પાયા રે.
સંતકબીર પોતાની વાણી દ્વારાઆધ્યાત્મિક વાત સમજાવવાની કોશીશ કરી છે. આ વાત એવી અટપટી જણાવેલ છે તે સરળતાથી સમજાય તેવી નથી. સંતકબીરનો ઉદેશ ભકતોને આ વાણી સરળતાથી ન સમજાય તે માટે જાહેર કરેલ નથી પણ તેઓ એવું વિચારે છે કે જો ભકતો આ વાત સમજવાની થોડી વધારે મહેનત કરશે તો જ તેને પરમાત્માના નામમા ભાવ જાગશે તેથી સરળ વાત અટપટી અને સમજવી મુશ્કેલ હોય તેવી જણાવેલ છે તેને આપણે અવળ વાણી તરીકે ઓળખીએ છીએ.
સંતકબીરે પોતાની વાણી દ્વારા જાહેર કરે છે કે પહેલા પુત્રનો જન્મ થયો અને પછી પિતાનો જન્મ થયો તેવું જાહેર કરે છે. ખરેખર પુત્રનું સર્જન કરનાર પિતા હોય છે તેથી પહેલા તેનો જન્મ થાય છે અને લગ્ન કર્યા બાદ સ્ત્રી સાથેના સમાગમને લીધે બાળકનો જન્મ થાય છે તે પુત્ર પણ હોય અને પુત્રી પણ હોઈ શકે છે તેથી પહેલા તો પિતા જ જન્મે છે તે સરળ રીતે સમજાય છે. સંતકબીર પોતાની આધ્યાત્મિક વાણી દ્વારા સમજાવવાની કોશીશ કરે છે કે જ્યારે આપણને જોવા કે જાણવાની ઈચ્છા જાગે છે. આ મારે જોવું જ છે અને જાણવું જ તેવો ભાવ જાગતા તેને અવિધા કહેવાય છે. આ અવિધા હું પણાનું અસ્તિત્વ છે એટલે કે હું પણું જાગ ેછે. આ હું એટલે કોણ ? તો તે ખાલી જગ્યા પુરવા માટે હું રામજીભાઈ છું, હું ભગવાન ભાઈ છું આવો સ્વીકાર કરી લીધો છે તેથી તે જીવભાવ થઈ ગયો છે એટલે કે જીવભાવ જાગી ગયો છે. માનવીમા જીવભાવ જાગ્યા પછી અહંકારનો જન્મ થાય છે. શુદ્ધ માંથી અશુદ્ધમા પરિવર્તન પામે છે તેને અહંકાર કહેવામાં આવે છે.
આ અહંકાર તો જીવભાવનો બાપ છે કારણ કે જેમ બાપ આગળ દીકરાનું કશુ ચાલતું નથી અને બાપના કહ્યામુજબ ચાલવું પડે કે કામ કરવું પડે છે તેમ અહંકાર કહે તેમ જીવને કરવું પડે છે. અવિધા માંથી અહંકાર જન્મે છે, અવિધા માંથી જીવભાવ જાગે છે એટલે કે જન્મે છે અને જીવભાવને પુત્રની ઉપમા આપી છે. અહંકાર છે તેના કહેવા મુજબ જીવભાવથી કર્મ થાય છે તેથી આ જીવભાવ ઉપર અહંકારનો કબજો હોવાથી તે પિતા સમાન છે. જીવભાવ છે તેને પુત્ર કહ્યો છે અને અહંકાર છે તેને પિતા કહેવામાં આવે છે. સંતકબીર કહે છે કે દેહમાં જે ઈચ્છા જાગે છે કે મારે આ કામ કરવું છે તેથી તે કામ કરવા અહંકાર જાગે છે કે હું આ કામ જરૂર કરીશ તેને જીવભાવ કહેવામાં આવે છે. આ જીવભાવ રૂપી પુત્ર અને અહંકાર રૂપી પિતાનો જન્મઅવિધા માંથી થાય છે તેથી આ બંનેની માતા એક જ છે તેવું માનવામાં આવે છે. આ બંને એક માતા માંથી જન્મ પાડ્યો હોવાથી પિતા અને પુત્ર બંનીની માતા એક છે તેમ સંતકબીર કહે છે.
(ર) ઝાડે ચડતા એક માછલી દીઠી, ચંદા સુરજ સાક્ષી રે,
કીડી કુંજર લડતા દેખા, સિંહને સસલે ખાયા રે.
સંતકબીર તેની વાણી દ્વારા જાહેર કરે છે કે મે ઝાડવે ચડતા એક માછલીને નિહાળી છે. માછલી હંમેશા જળમાં જ વાસ કરીને રહે છે અને જમીન ઉપર રહી જીવી શકતી ન હોવાથી ઝાડ જમીન ઉપર આવેલ હોવાથી તે ઝાડે ચડે છે. તેવી જો કોઈ વાત કરે તો તે ગળે ઉતરે તેવી નથી સંતકબીર દેહની વાત સમજાવતા કહે છે કે દેહરૂપી એક ઝાડ છે અને વાસના રૂપી એક માછલી છે. જેમ વાસના દેહના તમામ ભાગોમા આટા ફેરા મારતી હોય છે તેમ આ વાસનાને માછલીના રૂપમાં ઉપમા આપી છે. દેહમાં આવેલી બે આંખો કે શ્વાસ અને ઉચ્છાસ તે ચંદ્ર સુરજ સમાન છે તેથી આ બે આંખોએ તેને જોઈ છે અથવા શ્વાસ અને ઉચ્છાસથી વાસનારૂપ માછલીને જોઈ તેમજ જાણીને તેની ખાત્રી કરી લીધી છે. આ વાસના રૂપ માછલી દેહરૂપ ઝાડમા આમ તેમ આટા ફેરા મારતી નિહાળી છે. સંતકબીર કહે છે કે આ વાસના રૂપ માછલીને ગંગાજળમા નવરાવવી છે પણ તે દેહમાં રમી રહી હોવાથી પકડાતી નથી.
સંતકબીર કહે છે કે મે કીડી કુંજરને એટલે કે હાથી અને કીડીને ઝગડતા જોયા છે. દેહમાં સુરતા છે તે કીડી સમાન ઝીણી છે અને દેહમાં રહેલા અહંકારને હાથી સમાન કહેવામાં આવે છે તેની સાથે તે લડી રહી છે. સંતકબીર કહે છે કે સિંહને સસલો મારી નાખે છે. સસલાને સિંહ મારી નાખે તે વાત બરાબર છે પણ સસલો સિંહને મારી નાખે છે. સંતકબીર સિંહ અને સસલાની વાત કરતા સમજાવે છે કે જ્યારે ધટ ભીતરમાં જ્યારે સુરતા અહં સાથે ઝગડો કરી તેને ડરાવે છે તે સમયે ધટભીતરમા સદવિચાર પ્રગટ થવા લાગે છે. આ સદવિચાર સારો અને મોટો હોવાથી તેને સસલો કહ્યો છે. ધટ ભીતરમાં રહેલી મોહમાયા તે સિંહ સમાન હોય છે જેમ કે સિંહની પાસે જઈ કોઈ તેને હટાવી શકતું નથી તેમ મોહમાય એટલી શક્તિશાળી અને ખતરનાક છે કે તેને દેહ માંથી હટાવવી મુશ્કેલ થઈ પડે છે. સદવિચાર એટલો બધો તાકાતવાન છે કે જ્યારે તે ધટ ભીતરમાં જાગી જાય છે તે સમયે સિંહ સમાન મોહનો નાશ કરી નાખે છે તેથી સંતકબીર કહે છે કે સસલો સિંહને મારી નાખે છે.
(૩) એક દોરી મેં સબ જુગ બાંધ્યા, કોઈ બાંધ્યા કોઈ છુટા રે,
ઉલટા ચલે તો ધર કો પાયા, માર્ગૈ ચલે જો ધર ભૂલ્યા રે.
સંતકબીર તેની વાણી દ્વારા કહે છે કે તમામ યુગો કે જુગોને પરમાત્માએ એક દોરીથી બાંધી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો એક દોરથી થોડા સમય કે વિસ્તારને બાંધી કાબુમાં રાખવામાં માટે બાંધી શકાય છે પણ આખા ગામને પણ એક દોરીથી બાંધી શકાતું નથી પણ સંતકબીર તો તમામ યુગોને એક દોરીથી પરમાત્માએ બાંધી રાખ્યા છે તેવી વાત પોતાની ભજન વાણીમાં જાહેર કરે છે. સંતકબીર તો કહે છે કે સતયુગની શરૂયાત પ્રહલાદના સમયથી થયેલ છે તે પહેલા કોઈ યુગનો નાતો ન હતો પણ તે પહેલા આ પૃથ્વી ઉપર અવતરણ થયેલ છે સમયથી માંડીને હાલ કલીયુગના સમય સુધી અને તે પછી પણ પરમાત્માએ તમામ જુગોમા વસતા જીવોને એક દોરીથી બાંધી રાખ્યા છે. આ દોરી એવી છે કે તેના નકકી કરેલા સમયે જ છુટી જાય છે તે સમય પણ પરમાત્માએ જ નકકી કરેલ છે. પરમાત્માએ નકકી કરેલા સમય સિવાય કોઈ જીવ આ દોરી માંથી પોતાની મેળે કે પોતાની તાકાતથી છુટી શકતો નથી.
સંતકબીર દેહની વાત સમજાવતા કહે છે, જગતમાં પ્રથમથી વસતા તમામ જીવોને શ્વાસ રૂપી દોરીથી પરમાત્માએ તમામને બાંધી દીધા છે. આપણા પરિવારમાં કે કુટુંબમા મરણ થાય તો સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ભાઈ, તેની દોરી તૂટી ગઈ એટલે કે પ્રાણરૂપી દોરીનો અંત આવી ગયો. આ નિયમ કોઈ એક દેશ કે વિસ્તારમાં લાગુ પડતો નથી પણ આખા જગતનો તેમાં સમાવેશ થઈ જાય છે. પ્રથમથી હાલ સમય સુધીમા કોઈ ફેરફાર થયેલ નથી અને કોઈ કરી શકે તેમ પણ નથી. આ જગતમાં લોકો પરમાત્માના નકકી કરેલા નીતી નિયમોનું પાલન કરી રહ્યા છે તે પરમાત્મા સાથે બંધાયેલા છે અને જે લોકો પોતાની રીતે જીવન જીવી રહ્યા છે તે પણ પરમાત્માની દોરીથી બંધાયેલા છે પણ નીતી નિયમોની દોરીથી છુટા છે, કોઈ અનેક પ્રકારના મોહમા રહીને જીવી રહ્યા છે. આ જગતમાં કોઈ મોહથી તો કોઈ મોટાઈની દોરીથી બંધાયેલા રહે છે. આ જગતમાં ધણા લોકો કે ભકતો એવા છે કે, તેઓ સદગુરુના ચરણે જઈ પોતાના સ્વરૂપને ઓળખીને શ્વાસ રૂપી દોરી માંથી કાયમને માટે જીવને મૃકત કરાવી ચાલ્યા જાય છે. સામાજિક નીતીનિયમોને વળગી રહી સંસારની મોહ જાળમા ફસાઈને સંસારમાં પોતાના જીવનનો સમય પસાર કરી રહ્યા છે. તેવા લોકોને અવારનવાર સંસારમાં આવવું પડે છે. જો કોઈ ભકત આ જન્મ મરણના ફેરા માંથી છુટવા માંગતા હોય તે સંસારના રિવાજનો માર્ગ છોડી પરમાત્માના ધરનો માર્ગ પકડી લે તો તેવા લોકો પોતાના મૂળ ધેર સરળતાથી પહોંચી શકે છે તેથી ફરીવાર સંસારમાં આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જે લોકો પરમાત્માના ધરનો માર્ગ ભૂલી ગયા છે અને સંસારની મોહજાળ માંથી બહાર નીકળતા નથી તેવા લોકો સંસારમાં ભલે વસતા હોય પણ તેઓ પરમમાત્માના ધરનો કે પોતાના મૂળ ધરનો માર્ગ ભુલી ગયા છે તેવા લોકો આ જગતમાં આવી અવાર નવાર જન્મી અને મરણ પામીને ચાલ્યા જાય છે.
(૪) પાણી કહે મને તરસ્યા લાગી, અન્ન કહે મેં ભૂખ્યા રે,
અગ્નિ કહે મને ઠંડ લાગે, ધી કહે મે્ર લુખ્ખા રે.
સંતકબીર તેની વાણી દ્વારા કહે છે કે પાણી કહે મને તરસ લાગી છે પણ પાણી બીજાની તરસ છીપાવે છે તેના બદલે ખુદ પાણીને તરસ લાગે છે તેવી વાત કરવા આવી છે. સંતકબીર આ વાત આધ્યાત્મિક વાતથી એવું સમજાવા માંગે છે કે વાસના છે તે તરસ સમાન છે. તરસ લાગે છે તે સમયે માણસ તેને છીપાવવા આમ તેમ તરફડીયા મારીને તરસ છીપાવવાનો પ્રયત્ન કરે છે. દેહમાં વાસના જાગે છે તે પાણીની તરસ સમાન છે તેથી માનવી પોતાની વાસના પુરી કરવા આમ તેમ તરફડે છે અને ગમે તેમ કરીને પણ પોતાની વાસનાઓને છીપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અન્ન કહે છે કે હું ભૂખ્યો છું. અન્ન એટલે મન એટલે મન અને આ મનને અનેક પ્રકારની વાસનાઓ જાગતી હોવાથી મન પોતાની તરસ છીપાવવાથી ધરાતુ નથી તેથી ગમે તેટલી વાસનાઓનો ભોગ ભોગવવા છતા તે કામયને માટે ભૂખ્યુરહે છે.
સંતકબીર કહે છે કે અગ્નિ કહે છે કે મને ઠડી લાગે છે. ખુદ અગ્નિ જ ઠંડકનો નાશ કરે છે તેમ છતા અગ્નિને ઠંડક લાગે છે તેવું કહેવામાં આવ્યું છે. દેહમાં જ્ઞાન છે તે અગ્નિ છે તેને જ્ઞાનાગ્નિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્ઞાનને ધારણ કરનારા છે તે જ્ઞાનનું ઢાંકણ કહેવાય છે. જો આ ઢાંકણ ન હોય એટલે કે જ્ઞાનને ધારણ કરનારા ન હોય તો જ્ઞાનને ઠંડી લાગે છે કારણ કે જ્ઞાનનો જેમ છે તેમ ઉપયોગ થતો નથી. જ્ઞાનનો મોટે ભાગે ગેર ઉપયોગ થાય છે. ધી કહે છે કે હું લુખ્ખુ છું એટલે કે મારી પાસે કંઈ નથી. ધી છે તે આત્મતત્વ છે અને તેની પાસે કંઈ નથી . આત્મતત્વ તે નારાયણ સ્વરૂપ છે તેથી તે ભેદ રહીત છે તેથી ધીની પાસે બીજુ કંઈ નથી તેથી તે લુખ્ખુ છે તેમ કહયું છે. સંતકબીર પાણીને વાસના સાથે સરખાવી વાત સમજાવે છે. અન્ન એટલે મન છે. અગ્નિ એટલે જ્ઞાન છે અને ધી એટલે આત્મતત્વ સમાન છે.
(પ) કહે કબીર સુનો ભાઈ સાધુ, જે જીવવા જેવું રે,
આપ તરે ઐાર ઓરન કો ભી તારે, જ્ઞાન ગરજ કો સુજે રે.
સંતકબીર તેના ભજનની છેલ્લી કડી દ્વારા સમજાવતા કહે છે કે હે, સાધુ સંતો તમે સાંભળી લો, આત્મા જે જાણે છે તેથી એવી સ્થિતી બને છે કે તે પરમાત્મા રૂપ બની જાય છે. આ જ્ઞાન દ્વારા પોતે તરી જાય છે અને બીજાને પણ તારે છે પણ આ જ્ઞાનની જો ગરજ એટલે જરૂર કે ભાવ હોય તો જ સફળતા મળે છે. ભાવ વગર ભક્તિમાં સફળતા મળતી નથી તેમ જ્ઞાનની પણ દરેકને ગરજ પડવી જોઈએ. સંતકબીરે પોતાના ભજનો દ્વારા મોટે ભાગે સંતોને જ પ્રશ્નો કર્યા છે પણ કોઈ સામાન્ય માણસ કે ભકતોને આ બાબતે કોઈ પ્રશ્ન કરવાની કોશીશ કરી નથી કારણ કે જે જાણે છે તેને જ આ વાત કરવી તે યોગ્ય જણાય છે તેથી સંતોને કહયું છે.
(૩) નાવ મેં નદીયા ડુબ જાય.
(૧) દેખોને મેરે ભાઈ, નાવ મેં નદીયા ડુબ જાય,
સમજ વાળા સમજી જાય ગાફલ ગોથા ખાય. દેખોને
(ર) ધડો ન ડુબે ધડી ન ડુબે, હાથી હીલ મીલ ન્હાય,
કોટે કાંગરે પાણી ચડીયા, ચિડીયા તરસી જાય. દેખોને
(૩) સાસં કુંવારી વહુ અમલમાં, નણદલ સુવાવડ ખાય,
દેખન વાલીએ પુત્ર જન્મયો, પાડોશન હાલરડા ગાય. દેખોને
(૪) એક અચંબો મેં એસો દીઠો, કુવા મેં લાગી લાય,
કાદવ કીચડ જલ ગયાને, મછલી ખાખ ન થાય. દેખોને
(પ) કહત કબીરા સંનો ભાઈ સાધુ, ઉલટ ભેદ જણાય,
આ ભેદનો કોઈ કરે નિવેડો, તેના જન્મ મરણ મટી જાય. દેખોને
ભજનનું વિવરણ
(૧) દેખોને મેરે ભાઈ, નાવ મેં નદીયા ડુબ જાય,
સમજ વાળા સમજી જાય ગાફલ ગોથા ખાય.
સંતોએ સંસારને સાગર સાથે સરખામણી કરીને તેને ભવસાગર કહ્યો છે. ભવસાગર માંથી તમામે પસાર થવાનું છે એટલે કે ભવસાગર પાર કરવાનો છે. સાગરમાં અનેક પ્રકારના મોજા આવે છે અને તેમાં તરતા વ્હાણો કે નાવડીયોને મુશ્કેલી ઉભી થાય છે તેમ સંસારમાં પણ મોજા રૂપી સારો નરસો સમય આવે છે તેથી સુખ અને દુઃખનો એસાસ તમામને થાય છે. સંતો કહે છે કે દરિયામાઉછળતા મોજા બહારથી આવતા નથી પણ દરિયા માંથી જ ઉત્પન થાય છે તેમ સુખ દુઃખનો સમય પરમાત્મા મોકલતા નથી, આપણે તે ઉભો કરીએ છીએ. કારણ કે આ તમામ કર્મો ઉપર આધારીત હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેમ દરિયામાઉછળતા મોજા દરિયામા જ સમાય જાય છે તેમ જીવન સમય દરડ્યાન આવતો સારો નબળો સમય કાયમ રહેતો નથી તે પણ તેમાં જ અમુક સમયે સમાય જાય છે એટલે કે દુઃખનો સમય પુરો થતા સુખનો સમય આવી જાય છે તેથી પરિસ્થિતિમાં પરિવર્તન આવી જાય છે. ભવસાગરમાં દુઃખ રૂપી મોજાનો માર અવાર નવાર જન્મ લઈને સહન કરવો ન હોય તો કોઈ સંતનું ચરણ સવીકારી લેવામાં આવે તો જ ભવસાગરના દુઃખ રૂપી મોજા માંથી છુટકારો મળી જાય છે. સંતના ચરણે જવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી સાચા ખોટાનો ભેદ સમજાય જાય છે. સંતની કૃપાથી સાચું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો આ જ્ઞાનને જ્ઞાનગંગા કહેવામાં આવી છે. દેહમાં આવેલ ઇન્દ્રિયોનો પ્રવાહ ચાલી રહ્યો છે એટલે કે તે અનેક પ્રકારના કામોમા તે મદદ રૂપ થાય છે પછી તે સારું હોય કે નબળું તમામમા મદદ કરે છે. આ ઈન્દ્રિયોનો સેનાપતિ મન છે તેથી તેઓ મનના હુકમ પ્રમાણે કામે લાગી જાય છે.
આ ઈન્દ્રિયોના પ્રવાહને નદીઓ કહેવામાં આવે છે. દેહની ઈન્દ્રિયો જેવી કે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, પાંચ કર્મઈન્દ્રિયો અને અગીયારમું આપણું મન છે અને મનના આધારે ઈન્દ્રિયોનો પ્રવાહ વહે છે. જો મન ઉપર કાબુ આવી જાય તો મન ઈન્દ્રિયો પાસે મનને ગમે તેવું કામ કરવાનું બંધ થઈ જાય છે તેથી નબળા કર્મો માંથી મૃક્તિ મળી જતા નબળા કર્મોના બંધનમાં બંધાવું પડતું નથી. ઈન્દ્રિયો અને મનને નદીનો પ્રવાહ કહ્યો છે. જો આ પ્રવાહ જ્ઞાનગંગા રૂપી નાવમા ડુબી જાય તો નબળું કર્મ થતું અટકી જાય છે અને ભવસાગર સરળતાથી પાર થઈ જતા ફરીવાર આ ભવસાગરમાં આવવાનો વારો આવતો નથી. સંતોએ તેને દેહ માંથી જીવની કાયમને માટે મૃક્તિ કે નિર્વાણપદ કહયું છે. આ વાતને ભવસાગરના ફેરા ટળી ગયા તેવું પણ કહેવામાં આવે છે. જીવને દેહ માંથી કાયમને માટે મૃક્તિ મળી જતા તે બ્રહ્મમાં ભળી જતા ચોરાશી લાખ યોનીની યાતનાઓ ભોગવવાનો વારો આવતો નથી તેને જીવની દેહ માંથી કાયમને માટે મૃક્તિ કે નિર્વાણપદ કહેવામાં આવે છે.
(ર) ધડો ન ડુબે ધડી ન ડુબે, હાથી હીલ મીલ ન્હાય,
કોટે કાંગરે પાણી ચડીયા, ચિડીયા તરસી જાય.
સંતકબીર તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, સંસારનું સુખ તે ઝાંઝવાના જળ જેવું હોય છે. ઝાંઝવાનુ જળ એવું છે કે જે સ્થળે દૂરથી દેખાય છે તે સ્થળે જવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ સ્થળે જળ મળતું નથી પણ ફકત આપણને જળ જેવો ભાસ જ થાય છે. સંસારનું સુખ પણ એવું છે કે તે અજ્ઞાને કરીને આપણે સાચું સુખ છે તેવું માની લીધુ છે પણ તે સાચું સુખ નથી. આ સુખ કાયમી નથી પણ ક્ષાણીક સુખ હોય છે. ઝાંઝવાનુ જળ દેખાય અને જળ ધડામા ભરવા માટે આ સ્થળે જવાથી અને જળની હૈયાતી ન હોવાથી ધડો ભરાતો નથી. સંતકબીરે આપણા મનને ધડો કહ્યો છે અને મન કોઈ વાતમાં ધરાતુ નથી તેવું સમજાવવાની કોશીશ કરવામાં આવી છે. મન કાયમને માટે સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે તેથી મળેલ સુખથી તેને સંતોષા થતો નથી પણ હજુ પણ વધારે સુખ મળી જાય તેવા સંકલ્પો કર્યા કરતું હોવાથી આ સુખથી મનને શાંતી થતી નથી એટલે કે મનરૂપી ધડો ભરાતો નથી. સંતકબીર કહે છે કે ધડો ભરાતો નથી કારણ કે તે મોટો છે પણ જો તેનાથી નાની ધડી લઈને જઈએ તો તે પણ ભરાતી નથી તેથી આ ધડીને સંતકબીરે ઈચ્છાની ઉપમા આપી છે. ધટ ભીતરમાં મન રૂપી ધડો છે અને ઈચ્છા રૂપી નાની ધડી છે અને આ બંને સુખથી તૃપ્ત થતા નથી. આ સ્થળે જળનો અભાવ છે પણ આપણા અહંકાર રૂપી હાથી તેમાં સ્નાન કરીને મોજ મજા માણી રહ્યો છે. ધડો કે ધડી ભરાય તેટલું પાણી નથી અને જો હાથીને ન્હાવુ હોય તો થોડા પાણીથી તે ન્હાય શકે તેમ નથી તેમ છતા અહંકાર રૂપી હાથી તેમાં મોજથી ન્હાય શકે છે. સંતકબીર કહે છે કે, પાણી એટલું બધુ એકઠું થઈ ગયું છે કે તે પાણી ભરાયને કોટના કાંગરા સુધી પહોયી ગયું છે તેમ છતા તેમાં જો કોઈ ચકલું પણ પાણી પીવા આવે તો તે તરસ્યું જાય છે એટલે કે દેહમાં ઝાંઝવાના જળ જેવું જળ છે તેવું લાગ્યા કરે છે પણ આશા રૂપી ચકલું છે તે તરસ્યુ જાય છે.
(૩) સાસં કુંવારી વહુ અમલમાં, નણદલ સુવાવડ ખાય,
દેખન વાલીએ પુત્ર જન્મયો, પાડોશન હાલરડા ગાય.
સંતકબીર તેની વાણી દ્વારા સમજાવે છે કે, સાચું કુંવારી છે અને વહુ અમલમાં એટલે કે ગર્ભવતી છે. કુંવારી કન્યા લગ્ન કરે અને પુત્ર કે પુત્રીને જન્મ આપે અને તેના લગ્ન કરાવી નાખે તો જ તે સાસુ કહેવાય છે. સંતકબીર કહે છે કે સાસુ કુંવારી છે. સંતકબીર આ વાત આધ્યાત્મિક રીતે સમજાવતા કહે છે કે, આપણી માયા છે તે કુંવારી છે. આપણે આપણી મીલ્કતને માયા માનીએ છીએ અને પ્રેમની લાગણી પણ એક જાતની માયા છે. આ માયા રૂપી મીલ્કત કે પ્રેમની લાગણી કોઈ એક સ્થળે કાયમી રીતે ટકી શકતી નથી. બંગલાનો માલીક બંગલા વિહોણો બની જાય છે, જમીનનો માલીક મજુરી કરતો થઈ જાય છે. જે સ્થળેથી તમને પ્રેમ મળતો હોય તે સ્થળેથી ગમે તે સમયે પ્રેમનો પ્રવાહ ધટી જાય છે અને જાકારો પણ મળે છે. જેમ મીલ્કત અને પ્રેમ કોઈની પાસે કાયમી રીતે ટકી શકતો નથી તેમ માયા પણ કોઈ ઠેકાણે સ્થિર થઈને રહી શકતી નથી. સંતકબીર કહે છે કે વહુ અમલમાં હોય છે અને નણંદ રૂપી આશા છે તે સુવાવડના પકવાન ખાય છે એટલે કે કામ બુદ્ધિથી થાય છે પણ તેનો લાભ આશા ઉઠાવે છે. સંતકબીર કહે છે કે જે ફકત જોનારી છે તેમણે પુત્રને જન્મ આપ્યો છે એટલે કે તેને હાલરડા ગાવાનો મોકો મળવો જોઈએ પણ આ મોકો તેને મળતો નથી પણ તેની પાડોશણને આ મોકો મળી જતા તે હાલરડા ગાય છે. આ કડીમાં એવું જાહેર કરવામાં આવે છે કે, જે કામ કરે છે તેને લાભ મળતો નથી પણ આ લાભ બીજા લઈ જાય છે.
(૪) એક અચંબો મેં એસો દીઠો, કુવા મેં લાગી લાય,
કાદવ કીચડ જલ ગયાને, મછલી ખાખ ન થાય.
સંતકબીર તેની ભજન વાણી દ્વારા સમજાવતા કહે છે કે, મે એક અચંબો એવો દીઠો એટલે કે એક નવાય પમાડે તેવો બનાવ મે જોયો છે કે કુંવામા આગ લાગી ગઈ હતી. કુંવામા જો કોઈ તૈલી પદાર્થ હોય તો આગ લાગે તે બરાબર છે પણ કુવામાં તો પાણી હતું અને તે પાણીમાં આગ લાગી તે નવાય પમાડે તેવી ધટના હતી કારણ કે પાણીથી તો આગ બુઝી જાય છે તેના બદલે પાણીમાં આગ લાગી છે.
સંતકબીર આ વાતને આધ્યાત્મિક રીતે સમજાવતા કહે છે કે, સંસરને ભવસાગર કહ્યો છે અથવા ભવકુપ કે કુવો પણ કહ્યો છે અને આ ભવકુપની અંદર આગ લાગી છે. આપણા દેહને પણ કુવા સમાન માનવામાં આવે છે. માણસને આત્મ જ્ઞાન થયું કે જ્ઞાન જયોતી જાગી એટલે કે આ દેહરૂપ કુવામાં જો કોઈ તેલી પદાર્થ હોય તો આગ લાગે તે બરાબર છે પણ કુવામાં તો પાણી હતું અને તે પાણીમાં આગ લાગી તે નવાય પમાડે તેવી ધટના હતી આ દેહરૂપી કુંવામા પાંચ વિષયો છે જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ આ તમામને દેહરૂપી કુવાની માછલીયો કહી છે. દેહમાં નકામા કર્મો છે તે કાદવ કીચડ સમાન છે. જ્યારે ધટભીતરમા જયોત પ્રગટ થાય છે તે સમયે જ્ઞાનરૂપી આગ જાગી જાય છે. આ જ્ઞાનરૂપી આગ એટલી બધી તાકાત વાળી છે કે, પાંચ વિષાયો તેમાં બળીને ખાખ થઈ જાય છે અને કાદવ કીચડ રૂપી નકામા કર્મો પણ બળી જાય છે .
(પ) કહત કબીરા સંનો ભાઈ સાધુ, ઉલટ ભેદ જણાય,
આ ભેદનો કોઈ કરે નિવેડો, તેના જન્મ મરણ મટી જાય.
સંતકબીર કહે છે કે, જો આ વાણીને તમે સમજવાની કોશીશ કરશો તો તેમાં ઉલટ ભેદ જાણવા મળશે. કારણ કે આપણને તો બહારના વ્યવહારોનુ જ જ્ઞાન છે પણ ધટ ભીતરની જાણકારી નથી તેથી ભીતરના વ્યવહારો સાથે તેને સરખાવવામા આવે તો ઉલટી વાત લાગે છે. સંતકબીર કહે છે કે જો કોઈ ઉલટ વાતને સુલટમા ફેરવીને સમજવાની કોશીશ કરે તો બહાર અને અંદરની વાત વચ્ચેનો ભેદ જોવા મળે છે તે ભેદ ટળી જતા તેનો નિવેડો આવી જાય છે. આ વાત જો કોઈ સુલટ કરીને સમજે તો તેવા લોકોના જન્મ મરણનો અંત આવી જાય છે. જન્મ મરણનો અંત આવી જવો તેનો મતલબ એવો કરવામાં આવે છે કે, આવા માણસને ફરીવાર જન્મવું કે મરવું પડતું નથી તેથી તેના આવા ગમનના ફેરા ટળી જાય છે. આ ભેદનો નિવેડો એટલે કે ઉકેલ લાવવાનું સંત કબીરે કહયું છે. જે ભકતો આ વાતનો ઉકેલ લાવી શક્યા છે તેવા ભકતો નિર્વાણપદને પામી અમર થઈ ગયા છે.
(૪) સુણી લેને ચરખાવાળી રે.
(૧) સુણી લેને ચરખા વાળી રે, ભજી લેને રેટિયા વાળી રે,
તારો ચરખો બોલે રામ રામ રામ. સુણી
(ર) જળ માંથી સ્થળ ઉપજુંને જળમાં કીધો વાસ,
એક અચંબો ઐસો દીઠો, બેટીએ જન્મો બાપ. સુણી
(૩) બેટી કહે તેના બાપને, અણજાયો વર લાવ,
અણજાયો જો વર ન મળે, તો તારે મારે ધર વાસ. સુણી
(૪) રૂ પીંઝવા હું ગઈતી, પીજે પીંજારા ભાઈ,
પીજણ પીજારને ગળી ગઈ, સદગુરુ અકકલ બતાય. સુણી
(પ) ચરખો મારો અજબ રંગીલો, પુણીયુ લાલ ગુલાબ,
કાતણ વાળી છેલ છબીલી, આસમાન પહોંચાડે તાર. સુણી
(૬) માતા મરજો પિતા મરજો, મરજો ભરથાર,
એક ન મરજો સુથાર, મારા ચરખાનો ધડનાર. સુણી
(૭) રામાનંદને ભણે કબીરો, આ ચરખો કહેવાય,
આ ચરખાને કોઈ ફેરવે તો, તેના જન્મ મરણ મટી જાય. સુણી
ભજનનું વિવરણ
(૧) સુણી લેને ચરખા વાળી રે, ભજી લેને રેટિયા વાળી રે,
મારો ચરખો બોલે રામ રામ રામ.
અવળ વાણીની રચના સંતકબીરે કરીને સંતોભકતોને સમજવા માટે રજુ કરવામાં આવી છે. આ વાણી સમજવી ધણી અધરી પડે છે તેથી ધણા ભકતો આ વાણીને ફકત સાંભળે છે પણ સમજવાની કોશીશ કોઈ કરતું નથી. જો આ વાણીને સમજવાની કોશીશ કરવામાં આવે તો ધટ ભીતરની વાત સરળતાથી સમજાય જાય છે. આ વાણીને સમજવાની કોશીશ કરતા પરમાત્મા તરફનો ભાવ વધારે જાગે છે. વાણી સાંભળવા માત્રથી જેમ છે તેમ સમજાય જાય તેવું નથી પણ તેના શબ્દો સમજવાની જરૂર છે.
સંતકબીર તેની વાણીમાં જાહેર કરે છે કે, હે, ચરખા વાળી, હે, રેટિયાવાળી સાંભળી લે કે તારો રેટિયો રામ રામ બોલી રહ્યો છે. જો આ વાણીના શબ્દોને સમજવાની કોશીશ કરવામાં આવે તો સંતકબીરે ચરખો કોને કહ્યો છે ? અને આ ચરખાવાળી છે તે કોણ છે ? અને તેને સાંભળી લેવાનું શા માટે કહેવામાં આવે છે ? પાંચ તત્વોનો દેહ બનેલો છે તેને સંતકબીરે ચરખાની ઉપમા આપીને ચરખો કહ્યો છે. દેહને ધણા સંતોએ વૃક્ષા સાથે સરખામણી કરીને કહયું છે કે આ કાયા છે તે મૂળ વિનાનૃં ઝાડવું છે, આ દેહને કોઈ સંતે માટીનો મીનારો કે ઢગલો પણ કહ્યો છે. દેહને કોઈ સંતે કાચની પૂતળી પણ કહીને કહયું છે કે આ કાયા કાચની પુતળી વણઝારા તેને ફુટતા નહી લાગે વાર.
સંતકબીરે દેહની ચરખા સાથે સરખામણી કરીને તેને ચરખો કહ્યો છે. આ ભજનમાં ચરખાવાળીની વાત કરવામાં આવે છે તો આ ચરખાવાળી તે કોણ છે ? તે જાણી લેવાની જરૂર છે. સંતકબીર કહે છે કે આપણા અખંડ અસ્તિત્વ એટલે કે મૂળ સ્વરૂપ માંથી ઈચ્છા પ્રગટ થાય છે તેથી ઈચ્છાશક્તિને ચરખા વાળી કહીને તેને સાંભળી લેવાની ભલામણ કરે છે. આ ઈચ્છા માંથી સ્પષ્ટી કરણ કે ચોકકસ જાણકારી જીવની થાય છે. સંતકબીર કહે છે કે સ્ત્રી પુરુષાને ઈચ્છા જાગે છે અને સમાગમ કરવામાં આવતા તેના રજ અને બીજને લીધે ગર્ભનું સર્જન થાય છે. આ ગર્ભ પરીપકવ થતા માતાના ઉદર માંથી જાહેર થાય છે તેને જન્મ કહેવામાં આવે છે અને તેમાં જીવાત્મા કે પ્રાણાત્મા દાખલ દાખલ થાય છે. કારણ કે દેહ વગર જીવ રહી શકતો ન હોવાથી તેને દેહની જરૂર પડે છે. દેહ ચેતનવંતો હોય તો સાબીત થાય છે કે દેહમાં પ્રાણ છે અને અચેતનરૂપ હોય તો પ્રાણ નથી તેવું સ્પષટ થઈ શકે છે.
સંતકબીરે દેહને ચરખા સાથે એટલા માટે સરખાવવામા આવેલ છે કે જેમ ચરખો ફરે છે તેમ દેહમાં પણ પરિવર્તન આવ્યા કરે છે પણ આપણને તેની જાણકારી નથી. આ ચરખા રૂપી દેહ પ્રથમ જાહેર થાય છે તે અવસ્થાને બાલ્યાવસ્થા કહેવામાં આવે છે. બાળક જેમ જેમ મોટું થવા લાગે છે પછી તેને યુવાન અવસ્થા કહેવામાં આવે છે. આ દેહનો જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ તે વૃધ્ધાવસ્થાને ધારણ કરે છે તેથી દેહમાં આવું પરિવર્તન ચરખાની જેમ આવ્યા કરે છે. એટલે કે તેમાં ફેરફાર થતા પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા કરે છે. સંતકબીર કહે છે કે આ ચરખા રૂપી દેહ જેમનો તેમ છે તે જાણી લેવાની જરૂર છે. ધટભીતરમા રહેલી ઈન્દ્રિયો તથા પવનો ઉપર કાબુ મેળવીને સુરતા શબદને ગગન મંડળમાં લઈ જશે. સંતકબીર કહે છે કે, હે, ઈચ્છા તારો ચરખો કાયમને માટે હુકારા કરી રહ્યો છે એટલે કે રામ રામ બોલી રહ્યો છે તેને સાંભળી લેવાની ભલામણ કરી છે.
(ર) જળ માંથી સ્થળ ઉપજુંને જળમાં કીધો વાસ,
એક અચંબો ઐસો દીઠો, બેટીએ જન્મો બાપ.
સંતકબીર કહે છે કે, આપણે તમામ જાણીયે છીએ કે આપણા શરીરમાં ૭૦ થી ૭૫ ટકા જળ રહેલું છે તેથી દેહને જળનો પસારો કહેવામાં આવે છે. માત પિતાના સમાગમને લીધે માતાની રજ અને પીતાનું બુંદ એક બીજામા ભળી જાય છે તે સમયે માતાના ઉદરમાં પીંડની રચના થાય છે તેને ગર્ભ કહેવામાં આવે છે અને આ ગર્ભ ધીમે ધીમે માતાના ઉદરમાવિકાસ પામે છે. આ રજ અને બુંદ છે તે પણ જળ છે અને તેના મીલનથી ચરખા રૂપી દેહનું સર્જન થાય છે. આ જળ માંથી સ્થળ ઉત્પન થયું છે એટલે કે જળ માંથી પીંડ અને પીંડ માંથી દેહનું સર્જન થાય છે. આ જળ માંથી સ્થળ ઉત્પન થયું છે તે દેહ છે તેને સ્થળ કહયું છે. આ દેહ છે તે પૃથ્વીનુ તત્વ છે તેવું પણ કહેવામાં આવે છે. આ કાયા છે તે એક માટીનો ઢગલો છે તેવું પણ કહેવામાં આવે છે. માતાના ઉદરમાં પણ જળ ભરેલું છે અને તેમાં ગર્ભ પરિપકવતા પામીને દેહનું રૂપ ધારણ કરે છે.
સંતકબીર કહે છે કે મે એક નવાય કે અચરજ પમાડે તેવી ધટના નિહાળી છે કે બેટીએ બાપને જન્મ આપ્યો છે. સાંસારીક વ્યવહારો મુજબ તમામને આ જાણકારી હોય છે કે પુરુષા સ્ત્રી સાથે સમાગમ કરવાથી રજ અને વિરજ(બીજ)ના મીલનથી જે પીંડ બંધાય છે અને આ પીંડ નવ માસે પરીપકવ થઈ જાય છે તે સમયે માતાના ઉદર માંથી બહાર આવે છે . માતા પીતા થકી જ દીકરા દીકરીનો જન્મ થાય છે. પરંતુ સંતકબીર તો કહે છે કે બેટીએ પિતાને જન્મ આપ્યો છે તેવી નવાયની અચરજ પમાડે તેવી વાત મને જાણવા મળી છે. આ બેટી પિતાને કેવી રીતે જન્મ આપે છે તે વાત આધ્યાત્મિક રીતે કહે છે કે, અખંડ અસ્તિત્વ(મૂળ સ્વરૂપ) છે તેનો સ્વભાવ છે અથવા તેની સ્વાભાવિકતા એવી છે કે તેમાંથી ઈચ્છા પ્રગટ થાય છે અથવા જાગે છે તેથી આ ઈચ્છા છે તે અખંડ અસ્તિત્વની બેટી છે અને ઈચ્છાના આધારે જીવનું સ્પષ્ટી કરણ એટલે કે નકકી પણુ થાય છે અને આ જીવભાવ તેમાંથી જ પ્રગટ થાય છે. જીવ છે તેને પિતાની ઉપમા આપી છે અને ઈચ્છા છે તેને બેટી કહી છે. આ અખંડ અસ્તિત્વ છે તેમાંથી તેમાંથી ઈચ્છા પ્રગટ થાય છે અને ઈચ્છા થકી જ જીવનું સ્પષ્ટી કરણ થતું હોવાથી બેટીએ જન્મો બાપ તેવું કહેવામાં આવે છે.
આ એક જાતની ભવાય છે. ભવાય એટલા માટે કહેવામાં આવે છે કે નાટકનો એક માણસ અલગ અલગ ખેલમા અલગ અલગ પાત્રો ભજવે છે તેમ સંતકબીરે ઈચ્છાને બેટી કહી છે તો બીજા કોઈ અન્ય સંતોએ ઈચ્છાને બીજા કોઈ નામની પણ ઉપમા આપી છે. જે પરમાત્મા પ્રેમી આત્માઓ છે તેઓ આ વાતને આ અધરી અને અટપટી વાતને જાણવાની કોશીશ કરે છે તેથી તેનો પરમાત્મા તરફના ભાવમાં વધારો થાય છે. આ કારણને લીધે જ સંતોએ અવળવાણીની રચના કરી આપણી આગળ જાહેર કરીને મુકવામાં આવી છે.
(૩) બેટી કહે તેના બાપને, અણજાયો વર લાવ,
અણજાયો જો વર ન મળે, તો તારે મારે ધર વાસ.
સંતકબીર દ્વારા રજુ કરવામાં આવેલ અવળ વાણીની કડીને સમજવાની કોશીશ કરવામાં આવે તો સંતકબીર નાશીકતા જેવી વાત કરી રહ્યા છે તેવું જાણવા મળે છે. સંસારના વ્યવહાર મુજબ દીકરી ઉંમર લાયક થાય તો મા બાપને તેની ચિંતા થાય છે તેથી તેને જલદી પરણાવી દેવાના કામે લાગી જાય છે. દીકરી સામે ચાલીને મને વર લાવી આપો તેવું કહેતી નથી અને હું કહું તેવો વર મને લાવી આપો તેવું પણ કહેતી નથી. સંતકબીરે રચેલી આ અવળ વાણીમાં બેટી તેના બાપને કહે છે કે, મને અણજોયો એટલે કે જેને કોઈ દિવસ જોયો ન હોય અને જોઈ પણ શકાતો ન હોય અથવા જેનો જન્મ થયો ન હોય તેવા વરની શોધ કરીને મને તેની સાથે પરણાવી દો ? બેટી તેના પિતાને કહે છે કે જો આવો વર તમને ન મળે તો હું તમારી સાથે ધરવાસ માંડીશ એટલે કે ધરવાસ કરીશ તેવી વાત કરે છે. આ વાતમાં નાશતીકતા જણાતી હોય તેવું લાગે છે.
જો જેને બ્રહ્મની જાણકારી હોય તેવા લોકોને આ વાત નકામી લાગતી નથી. ઈચ્છા તેના પિતા સમાન જીવને કહે છે કે, મારે લગ્ન કરવા છે એટલે કે મારે પરમાત્માની પરખ કરવાના રાહે ચાલવું છે. મારા લગ્ન માટે એવી વ્યક્તિ હોય કે જે અણજાયો હોય, તેને કોઈએ જોયેલો ન હોય અને તેનો જન્મ પણ થયો ન હોય તેવા વ્યક્તિની સાથે મારે સબંધ બાંધવો છે અને આ જગતમાં એવી કોઈ વ્યક્તિ મળી શકે નહી પણ આત્મ રૂપ તત્વ જ એવું તત્વ છે કે તેને આ વાત લાગુ પડે છે તેથી તેની સાથે લગ્ન કરવાની વાત કરવામાં આવી હોય તેવું જણાય છે. આત્મા અમર છે તેથી તેનો નાશ થતો નથી જે આ જગતમાં જન્મે છે તે મરણથી છુટી શકતા નથી. આ તત્વ એવું છે કે તે ધટ ભીતરમાં હોવા છતા આપણાથી અજાણ છે કારણ કે તેને જાણવાની આપણે કોઈ દિવસ કોશીશ કરી નથી અને આ જાણકારી કોઈ પોતાની તાકાતથી મેળવી શકતા નથી પણ તેની જાણકારી અને તેનો અનુભવ હોય તેવી વ્યક્તિનો સહારો મેળવવો પડે છે. આવા સદગુરુના ચરણે આપણે ગયા નથી. આ ઈચ્છા રૂપી બેટી તેના પિતારુંપી જીવને એવું કહે છે કે જો તમે મને આવો ધણી કે માલિક નહી લાવી આપો તો હું તમારી સાથે ધરવાસ માંડીશ.
સંતકબીર કહે છે કે જયા સુધી આપણા ધટ ભીતરમાં આશા કે ઈચ્છા હૈયાતી ધરાવતી હોય તે સમયે આત્માની ઓળખાણ થતી નથી કારણ કે આ ઈચ્છાઅવિધા માંથી પ્રગટ થયેલ હોવાથી તે અજ્ઞાનથી ભરેલી હોવાથી પરમાત્મા તરફ તેનો ભાવ જાગતો નથી એટલા માટે જ તે તેના પિતા સાથે સબંધ બાંધવાની વાત કરે છે. ઈચ્છાઅવિધા માંથી ઉત્પન થયેલી છે તેથી તેમાં જીવભાવ રહેલો હોય છે એટલે કે તેની અજ્ઞાન અવસ્થા હોય છે તેથી તે આત્માની ઓળખાણ કરી શકતી નથી. કારણ કે તેના અજ્ઞાન રૂપ જીવભાવ જ તેને અટકાવે છે અને સાંસારીક કાર્યો કરવા માટે તેને જકડી રાખે છે. જીવભાવને લીધે આત્મા સાથે જોડાવાનો ભાવ જાગતો નથી અકે ઈચ્છા થતી નથી. આ સમયે ઈચ્છા અજ્ઞાનનુ રૂપ લે
છે અને જીવના વ્યવહારોમાં જોડાય જાય છે. આ બેટીરૂપ ઈચ્છા પિતારુંપ જીવ સાથે વ્યવહારો કરવા લાગે છે. આ ઈચ્છા કોઈ દિવસ પરમાત્માને મળવાનો વિચાર કરતી નથી કારણ કે તેની અવિધા માંથી ઉત્પતી થયેલ છે તે અજ્ઞાન અવસ્થામાં છે તેથી તે તેના પિતા સાથે ધરવાસ માંડવાની કે તેની સાથે લગ્ન કરવાની વાત કરે છે.
આપણા ધટ ભીતરમાં અનેક જાતની વૃત્તિઓ જાગતી હોય છે અને આ વૃત્તિઓ સાંસારીક સુખ માણવા માટે જ જાગે છે તેથી જીવની સાથે રહીને તેનો લાભ મેળવે છે. આ તમામ અજ્ઞાન રૂપ વૃતિયો કે ઈચ્છાઓમા પરિવર્તન લાવવામાં આવે અને તેને એકત્ર કરીને પરીપકવ બનાવવામાં આવે તો તેનો જીવભાવ ટળી જતા સુરતા પરિવર્તન પામી જાય છે. આ ઈચ્છા જ્યારે સુરતા રૂપ થઈ જાય છે તે સમયે તેનું અજ્ઞાન ટળી જતા પિતા સાથે લગ્ન કરવાની એટલે કે જીવની સાથે રહી સાંસારીક વ્યવહારો માંથી હટી જાય છે. સુરતા રૂપ ઈચ્છા અને વચન રૂપ શબ્દ કે જેને પરમાત્મા રૂપ માનવામાં આવે છે તેની સાથે લગ્ન કરવા કે સબંધ બાંધવાની વાત કરે છે. જયા સુધી તમારી સુરતા ગગન મંડળ સાથે જોડાય ન જાય ત્યા સુધી તે પરમાત્માના દેશમાં પહોંચી શકતી નથી કારણ કે ગગન મંડળ છે તે પરમાત્માનો દેશ છે.
જ્યારે સુરતા દેહમાં છઠા સ્ટેજે પહોંચે છે તે સ્થળ આપણા દેહમાં કપાળનો ભાગ છે. સુરતા જ્યારે સુક્ષમણાની વાટે પાંચ તત્વો અને પાંચ પ્રાણની પરખ કરી, અહંમનો નાશ કરી મન ઉપર કાબુ મેળવી આ સ્થળે જાય છે તે સ્થળે ત્રિવેણી સંગમ થવાથી સુરતા શબ્દને છોડીને ચાલી જવાની અને શબ્દને છોડી દે તેવી દાનત સુરતામા છે કારણ કે તે સંચળ છે તેથી ગમે તે સ્થળે તેને જયા સારું લાગે તે સ્થળે ચાલી જાય છે. સંતકબીર કહે છે કે શબ્દને ગગન મંડળમાં મોકલવાનો છે અને સુરતા સિવાય તેને કોઈ લઈ જઈ શકે તેમ નથી પણ સુરતા સંચળ હોવાથી આ વાતના જાણકાર અનુભવી ગુરુદેવ સુરતા સાથે શબ્દનું વેલ્ડીંગ કરી આપતા અથવા સુરતા સાથે સબંધ બાંધી આપતા સુરતા શબ્દને છોડી શકતી નથી અને સુરતાનો દોર ગગન મંડળ સાથે બંધાય જવાથી તે સ્થળે શબ્દને લઈને પહોંચાડી આપે છે. અજ્ઞાન રૂપ ઈચ્છામા જીવભાવ હોવાથી તે જીવ સાથે રહીને વિષાયોનુ સુખ માણે છે, અજ્ઞાનરૂપ ઈચ્છા કહેવાય છે. જીવભાવની હૈયાતી હોય છે તે સમય સુધી પરમાત્માને મળવાનો ભાવ જાગતો નથી કારણ કે તે અજ્ઞાન દશા મા છે તેથી સારું કામ કરવાનો વિચાર જાગતો નથી. ઈચ્છા જ્યારે સુરતામા પરિવર્તન પામી જાય છે પછી જ તે શબદને લઈને ગગન મંડળમાં જઈ શકે છે.
(૪) રૂ પીંઝવા હું ગળતી, પીજે પીંજારા ભાઈ,
પીજણ પીજારને ગળી ગઈ, સદગુરુ અકકલ બતાય.
સંતકબીર તેની વાણી દ્વારા કહે છે કે, રૂ પીંજવા હું ગઈ હતી તો હું તે કોણ છે ? આ રૂ પીંજનારો પીંજારો છે તે કોણ છે ? અને રૂ પીંજવું એટલે શું ? આ તમામ વાત જાણી લેવી જરૂરી છે. સંતકબીરે તેની અવળ વાણીમાં સંસારના સાધનો સાથે ધટ ભીતરમાં રહેલી તમામ ઈન્દ્રિયોની વાત સમજાવવાની કોશીશ કરી છે. જો બહારની વસ્તુઓને ધટ ભીતરની વસ્તુઓ સાથે સરખામણી કરી છે તે તમામની જાણકારી મળી જાય તો ધટ ભીતરની વાત સમજવામા વાર લાગશે નહી. આપણા સંતોએ આવી અગમ અને અધરી વાણીની રચના કરીને આપણી આગળ રજુ કરીને એવો ભાવ રાખીને બેઠા હોય છે કે, આ જગતમાં કોઈને કોઈ પરમાત્મા પ્રેમી આ વાણીને સમજવાની જરૂર કોશીશ કરશે તેથી તેનો પરમાત્મા તરફનો ભાવ વધારે પ્રમાણમાં જાગૃત થશે તે વાત નકકી છે. આપણા સંતો આપણી પાસેથી આવી અપેક્ષા રાખીને અધરી વાણીની રચના કરીને આપણા માટે મુકતા ગયા છે. આપણા સંતોને ઉંડે ઉંડે એવી અપેક્ષા હોય છે કે જો કોઈ પરમાત્મા પ્રેમી ભકતો આ વાણીને સમજવાની કોશીશ કરી સમજી જશે તો આત્મપદ જરૂર પામી શકશે તેવો સાફ હેતુ તેમનો હતો.
સંતકબીર તેની વાણી દ્વારા જાહેર કરે છે કે, રૂ પીંજવા હું ગઈ હતી. આ વાત અવિધા કહે છે કે હું રૂ પીંજવા ગઈ હતી. અવિધા એટલે અજ્ઞાન અને તે અજ્ઞાન માંથી બહાર નીકળીને જ્ઞાની થવાની વાત છે. જેમ અજ્ઞાનીઓમા અનેક પ્રકારની ખામીઓ ભરેલી હોય છે તેમ કપાસના પુંભડામા પણ કપાસીયા અને કીટાણું તેમજ કચરો ભરેલો હોય છે તેથી જયા સુધી તેને પીંજીને તેને સાફ કરવામાં નહી આવે ત્યા સુધી દોરો કાઢી શકાશે નહી. સંતકબીર તેની વાણી દ્વારા જાહેર કરે છે કે રૂ પીંજવા હું ગઈ હતી. અવિધા એટલે અજ્ઞાન અને તે અજ્ઞાન માંથી બહાર નીકળીને જ્ઞાની થવાની વાત છે. જયા સુધી તેમાંથી દોરો કાંતવા માટેની પુણી બનાવી શકાતી નથી તેને રૂ પીંજીવાની ક્રિયા કહેવામાં આવે છે. સંતકબીર કહે છે કે પીંજવાવાળી અવિધા છે અને તે અજ્ઞાન છે તે જ્ઞાની પાસે જાય છે. જેમ રૂ પીંજવાવાળી પીજારા પાસે જાય છે અને મોહ છે તે પીંજારો છે. અજ્ઞાનરૂપી અવિધા તેનું અજ્ઞાન કઢવા મોહરૂપી પીંજરા પાસે જાય છે.
રૂ પીંજવાનું સાધન હોય છે તેને પીંજણ કહેવામાં આવે છે. સુરતા છે તે પીજણ રૂપ સાધન છે અને મોહરૂપી પીજારો તેનો ઉપયોગ કરીને રૂને પીજે છે. આ પીજણ જ રૂમા રહેલા કપાસીયા, કીટાણું અને કચરાને સાફ કરી નાખે છે. આ પીજણ સુરતા રૂપ છે તેથી જીવમા રહેલા જીવભાવ, મોહ માયા અને નબળા કર્મો કરવા માંથી જીવને હટાવી દે છે એટલે કે જીવનો દેહભાવ છે તે મટી જતા આ તમામ માંથી પોતાનો ભાવ હટી જાય છે. જીવ જ્યારે જીવભાવ માંથી મૃકત થાય છે અને બહાર આવી જાય છે પછી તેને આત્માની ઓળખાણ કરવાનો ભાગ જાગી જાય છે અને આત્માની ઓળખાણ થઈ જાય છે. જેમ કપાસના પુભડા માંથી કપાસીયા, કીટાણું કચરો દૂર કર્યા સિવાય પુણી બનાવી ન શકાય તેમ જીવભાવનો નાશ કર્યા સિવાય પરમાત્મા તરફ પ્રેમ જાગતો નથી.
સંતકબીર કહે છે કે જ્યારે અવિધા (અજ્ઞાન) જીવને સુધારવા એટલે કે તેમાંથી દૂરગુણો દૂર કરવા અને જીવભાવ મટાડવા મોહ રૂપી પીંજારા પાસે જાય છે. આ મોહરૂપી પીંજારા પાસે અવિધા જાય છે પણ મોહ છુટતો નથી. મોહરૂપી પીંજારો આ રૂ માંથી કપાસીયા કે કીટાણું તેમજ કચરો દૂર કરી શકતો નથી. આ રૂ પીંજવાના સાધન રૂપી પીજણ એટલે કે સુરતાનો સહારો લે છે. જો જીવ માંથી જીવભાવ કે દેહભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો મોહ છુટતો નથી તેથી કામ અધુરું રહી જાય છે. સુરતા પરમાત્માન નામ સાથે જોડાય જાય તો મોહરૂપી પીજારાને પીંજણરૂપી સુરતા પીજારાને ગળી જાય છે એટલે કે તેનો નાશ કરે છે. સુરતા રૂપી પીંજણ પોતાની રીતે મોહ રૂપી પીંજારાને ગળી શકતી નથી પણ જો કોઈ ભકત સદગુરુના ચરણે જાય અને દેહભાવ મટાડવાનો તથા કપાસીયા રૂપી આડે આવતું અજ્ઞાન કેવી રીતે દૂર કરવું તે માટેની સદગુરુ સમજણ આપે છે. ગુરુ પોતાના શિષયને શીખામણ આપે છે કે આપણી સુરતાને પરમાત્માના નામ સાથે જોડી નહી દેવામાં આવે તો આ પીંજારા રૂપી મોહ પરમાત્મા પાસે જતા જીવને અટકાવવાની કોશીશ કરશે તેથી સુરતાને પરમાત્મા સાથે જોડી આપણી સુરતા મોહને ગળી જાય છે. જીવભાવ ટળી જતા પરમાત્મા તરફ ભાવ જાગી જાય છે.
(પ) ચરખો મારો અજબ રંગીલો, પુણીયુ લાલ ગુલાબ,
કાતણ વાળી છેલ છબીલી, આસમાન પહોંચાડે તાર.
સંતકબીર તેની વાણી દ્વારા ચરખારૂપી દેહની વાત કરતા જણાવે છે કે, આ દેહરૂપી ચરખો નવાય પમાડે તેવો રૂપરંગીલો છે કારણ કે તેને અનેક પ્રકારના રંગો સડી ગયા છે. આ ચરખાને પરમાત્માએ અનેક રંગો પુરીને રૂપરંગીલો બનાવી દીધો છે. આ ચરખો આવું રૂપ કયાથી લાવ્યો તે જોતા અજબ કામ જણાય છે જે કામ પરમાત્મા સિવાય કોઈ કરી શકતું નથી. દાસી જીવણે પણ કહયું છે કે આવું રૂપ કયાથી લાવ્યો, મોરલો મૃત્યુ લોકમા આવ્યો. આ ચરખા રૂપી દેહ અનેક પ્રકારના રંગરૂપો વાળો એટલા માટે છે કે દેહના માથાનું, કાનનુ, હાથનુ તે તમામનું રૂપ અલગ અલગ છે તે અનેક રંગોથી કે રૂપોથી પરમાત્માએ આ ચરખા રૂપી દેહનું સર્જન કરીને દેહની ભેટ સંસારમાં વ્યવહારો કરવા માટે જ નથી આપી પણ આપણા કરોડો વર્ષોના સારા કર્મોને લીધે મોકો મળેલ છે અને તેમ છતા પરમાત્માને પામવાનું જે કામ અધુરુ રહી ગયું છે તે પુરુ કરવા માટે જ માનવ દેહની ભેટ આપીને ફરીવાર સંસારમાં મોકલવામા આવ્યો છે. પરમાત્મા કે પોતાના મૂળ સ્વરૂપની ઓળખાણ કરવા માટે એક મોકો આપ્યો છે. માનવ દેહ સિવાયઅન્ય દેહો દ્વારા પરમાત્માની પરખ થઈ શકતી નથી કારણ કે માનવ દેહ જ એક એવો દેહ છે તેમાં નાદ અને શબ્દ બંને છે જ્યારે માનવ દેહ સિવાયના દેહોમાં ફકત નાદ છે. પરમાત્મા પણ નાદ એટલે કે શબ્દ અને શબ્દ એટલે વચનરૂપ હોવાથી વચન જ વચનની પરખ કરી શકે તેમ હોવાથી વચન રૂપ પરમાત્માની પરખ કરવા માટે જ માનવ દેહની ભેટ મળી છે તેથી સંતોએ દેહને ઉતમ પણ કહ્યો છે. જીવ દેહમાં આવ્યા પછી તેને દેહના વળગણો વળગી જાય છે તેથી તે પોતાના મૂળ સ્વરૂપને પણ ભુલી જાય છે. સંતોએ કહયું છે કે સોહં ફાટીયા નવ ખંડ ભયા રાસ્તા દીયા ભૂલાય એટલે કે જ્યારે બાળકનો જન્મ થતા નાળને કાપી નાખતા પ્રાણ નાભીમાં દાખલ થાય છે તે સમયે વિસ્ફોટ થતા તેમાંથી પાંચ પ્રાણ અલગ પડી દેહમાં અલગ અલગ સ્થળે દેહનું કામ કરવા બેસી જાય અને નવખંડ ભયા એટલે નવ ઈન્દ્રિયો જાગૃત થઈ જાય છે. જીવ પોતે પરમાત્માની પરખ કરવાનું કામ લઈને આવ્યો છે તે કામ ભુલી જાય છે.
સીંતોએ એટલા માટે જ કહયું છે કે જીવ રસ્તો ભુલી ગયો હોવાથી બીજા રસ્તે ચડી ગયો છે અને બીજો રસ્તો છે તે સંસારના વ્યવહારોનો છે. જીવ દેહમાં દાખલ થયા પછી દેહના વળગણો તેને વળગી જાય છે અને મનના કહેવા મુજબ કામ કરવા લાગે છે અને મનને જે ગમે તેવું કામ જીવની શક્તિના આધારે કરી લે છે પણ પરમાત્માને મળવાનો કે તેની પરખ કરવાનો ભાવ જાગતો નથી. જીવ પોતાનું મૂળ લક્ષા કે કામ શું છે તે ભુલી જાય છે. મનના કહેવા મુજબ કામ કરવા લાગતા કર્મનું પોટલું વધારીને અવાર નવાર સંસારમાં આવીને ચાલ્યો જાય છે પણ તેના આવા ગમમના ફેરા ટળતા નથી અથવા તો પોતાનું કામ પુરુ કરી શકતો નથી.
સંતકબીર કહે છે કે જો કપાસ માંથી તાર બનાવવો હોય તો પ્રથમ તો તેમાં રહેલા કપાસીયા તેમજ કીટાણું રૂપ કચરાને દૂર કરવો પડે છે. જીવને જો શુદ્ધ કરીને પરમાત્માના નામ સાથે જોડજો હોય તો સદગુરુના ચરણે જઈ બોધ મુજબ વ્યવહાર કરીને જીવભાવ માંથી મૃકત થવામાં આવે તો જ નામ સાથે સુરતા શબ્દને કે જીવને જોડી શકે છે. કપાસ માંથી પુણીયું તૈયાર થઈ જાય પછી જ તેમાંથી તાર નીકળે છે એટલે કે સુરતા પ્રગટ થાય છે એટલે કે ઈચ્છામા પરીવર્તન આવી જતા તે સુરતા રૂપ બની જાય છે. આ સમયે જ સુરતા આ તારને આસમાને અંબાડી દે છે. સુરતા ગગન મંડળ સાથે જોડાયને શબદને પરમાત્માના દેશમાં લઈ જઈ પરમાત્માના ધર સુધી પહોંચાડી જીવને પોતાના મૂળ સ્વરૂપનું ભાન કરાવે છે. આ પુણીયું શુદ્ધ હોવાથી લાલ ગુલાબ જેવી જોવા મળે છે અને તેને કાતણ વાળી જે સુરતા છે તે આ પુણીયુને કાંતી તેમાંથી તાર કાઢી આસમાન સાથે કે જયા પરમાત્માનું ધર છે ત્યા સુધી પહોંચાડી આપે છે.
(૬) માતા મરજો પિતા મરજો, મરજો ભરથાર,
એક ન મરજો સુથાર, મારા ચરખાનો ધડનાર.
સંતકબીર તેની વાણી દ્વારા સમજાવતા કહે છે કે, જીવ સાથે રહેવા વાળી અવિધા (અજ્ઞાન) છે. આશા છે તે કહે છે કે માતા મરજો, પિતા મરજો એટલે કે અવિધા છે તે આશાની માતા છે તે ભલે મરી જાય, અહંકાર છે તે તેનો પિતા છે તે પણ ભલે મરી જાય. જીવભાવ છે તે તેનો ભરથાર છે તે તમામ મરી જાય કે નાશ પામે તો વાંધો નથી પણ આ ચરખાને સુધારનારો એટલે કે જીવને સુધારીને પરમાત્માની રાહે જોડી આપનારા મારા સદગુરુ છે તે મરવા ન જોઈએ. કારણ કે તેના બોધના લીધે મારો જીવ શુદ્ધ થઈ ગયો છે. આ સદગુરુને સુથારની ઉપમા આપી છે.
સંતકબીર કહે છે કે સુથાર કારીગર ગમે તેવા બેડોળ લાકડાના ટુકડાને પોતાની કળાથી સુધારી એક સરસ મજાની પુતળીમા પરિવર્તન પમાડી સુંદર મૂર્તિનું નિર્માણ કરી આપે છે. આવી રીતે સદગુરુ મળી જતા જીવનો જીવભાવ મટાડીસંસારની મોહ માયા માંથી છોડાવીને શુદ્ધ સ્વરૂપ પરમાત્મા રૂપ રૂપાળો બનાવી આપે છે. તે સુથાર રૂપ મારા સદગુરુ કાયમ રહેવા જોઈએ. મારી માતા, મારો પિતા તેમજ મારો ભરથાર મરી જાય તો મને કોઈ વાંધો નથી.
(૭) રામાનંદને ભણે કબીરો, આ ચરખો કહેવાય,
આ ચરખાને કોઈ ફેરવે તો, તેના જન્મ મરણ મટી જાય.
સંતકબીર તેના ગુરુ રામાનંદની કૃપાથી સમજાવતા કહે છે કે, જો કોઈ આ ચરખા રૂપી દેહને જેમનો તેમ છે તેને જાણી લે કે તેનો મર્મ સમજી લેવો જરૂરી છે. આ દેહ રૂપી ચરખો જે સંસારના કામમાં કે વ્યવહારોમાં આટા ફેરા મારે છે તે બંધ થઈ પરાત્માના નામ સાથે તેની ગતી જોડાય જાય તો આ ચરખો સરખો ફરવા લાગે છે. જો કે ચરખો તો સરખો જ ફરે છે પણ સંસારના વ્યવહારો કરવા માટે જ સરખો ફરતો હોવાથી તેને ચરખો સરખો ફરતો નથી તેવું સંતકબીરે કહયું નથી કારણ કે તે પરમાત્માને મળવાના રાહે ફરતો નથી. જો આપણને દેહનો મર્મ સમજાય જાય તો દેહભાવ મટી મટી જાય છે અને પરમાત્માના નામ સાથે સુરતા શબ્દને જોડી આપતા આપણા મૂળ સ્વરૂપનું ભાન થઈ જાય છે. એટલે કે પરમાત્માની ઓળખાણ થઈ જતા આવાગમનના ફેરા ટળી જાય છે.
ખરેખર તો ભકતો જીવના પોતાના જ સ્વરૂપની ઓળખાણ કરવા માટે જ ભક્તિનો રાહ પકડે છે અને પોતાના નીજ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે છે. નીજ એટલે પોતે એટલે પોતે પોતાની ઓળખાણ કરી લે તો અવાર નવાર જન્મવાનો કે મરવાનો વારો આવતો નથી. કારણ કે આ સમયે સ્થુળ દેહ જ્યારે પડી જાય છે તે સમયે એક પણ કર્મ ભોગવવાનું બાકી રહી જાય તે ભોગવવા ફરીવાર આવવું પડે છે. જો તમામ કર્મો ભોગવાય જાય તો સ્થુળદેહની સાથે સુક્ષમદેહ પણ પડી જતા જીવ કાયમને માટે મૃકત થઈ જાય છે. જ્યારે સ્થુળદેહ પડી જાય છે તે સમયે તેની સાથે સુક્ષમદેહ હોય છે અને કર્મો પણ ભોગવવાના બાકી હોવાથી જીવ અને સુક્ષમદેહ માતાના ઉદરમાં જઈ સ્થુળદેહને પોતાની સાથે લાવી સંસારમાં આવી જાય છે. જ્યારે એક પણ કર્મ ભોગવવાનું બાકી ન રહે તે સમયે સ્થુળદેહની સાથે સુક્ષમદેહ પણ નાશ પામતો હોવાથી જીવ એકલો પડી જવાથી તે આવ્યો છે તે સ્થળે જઈ તેમાં સમાય જાય છે. આ જીવ બ્રહ્મ માંથી આવેલ હોવાથી બ્રહ્મમાં ભળી જવાથી તેને દેહ ધારણ કરવાની જરૂર રહેતી નથી તેથી તેને દેહ માંથી કાયમને માટે મૃક્તિ મળી જાય છે તેને આવા ગમનના ફેરા ટળી ગયા કે અમરપદને પાડ્યા તેવું કહેવામાં આવે છે.
(પ) ઈતના ભેદ ગુરુ હમકો બતા દો.
(૧) ઈતના ભેદ ગુરુ હમ કો બતા દો,
સમર્થ ગુરુ પકડો મેરી બૈયા રે. ઈતના
(ર) ધરતી કા બાવે ચૂલા રે બનાયા, આસમાન તવા રે લગાયા રે,
ચાર ચાર જુગ કી લકડી જલાઈ, ધુવા તેના કયા રે ઠેરાયા રે. ઈતના
(૩) જલ કેરી મછીયા જલમા વીયાણી, ઈંડા તેના અધર જમાયા રે,
ઈરે ઈંડામા છીંડા રે નોતા, પવન કહાસે પધરાયા રે. ઈતના
(૪) ગગન મંડળમાં ગૌવા રે વીયાણી, ગોરશ તેના અધર જમાયા રે,
સંતોએ મીલ કે કીયા રે વલોણા, માખણ કોઈ વીરલે પાયા રે. ઈતના
(પ) શૂન્ય શીખર પર ભડ્મર ગૂફામા, આસન અધર જમાયા રે,
કહત કબીરા સુનો મેરે સાધુ, ખોજા સોઈ નરે પાયા રે. ઈતના
ભજનનું વિવરણ
(૧) ઈતના ભેદ ગુરુ હમ કો બતા દો,
સમર્થ ગુરુ પકડો મેરી બૈયા રે.
સંતકબીર તેના ભજનની પ્રથમ કડી દ્વારા તેના શિષય ગુરુને વિનંતી કરીને કહે છે કે, હે, ગુરુદેવ ભેદ મને સમજાવી આપો કે જ્યારે આપણે એવી વાતો કરીએ છીએ તો આપણે છીએ આવું કયારે કહી શકીએ કે આપણે છીએ ? અથવા હું છું ? શિષય તેના ગુરુદેવને કહે છે કે ગુરુદેવ જ્યારે આપણો લક્ષા આપણા દેહ તરફ હોય છે અને વાતો કરીએ છીએ કે આપણે છીએ તે આ વાત છે ? કે બીજી કોઈ વાત કે કારણ છે ? આપણો દેહ છે એટલે આપણે છીએ, તો આત્મા સ્વરૂપ છે તે આપણે છીએ તેવું કહી ન શકાય ? આપણે દેહ અને આત્મા સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપણે કહીએ છીએ કે આપણે છીએ તો આ બે વાતમાં કઈ વાત સત્ય છે ?
શિષય બીજો પ્રશ્ન કરીને કહે છે કે, જયા સુધી આપણામાં દેહભાવ છે તે સમયે આપણે આપણા દેહને લક્ષામા રાખીને વાતો કરીએ છીએ કે આપણે છીએ ? જ્યારે દેહભાવ મટી જાય અને જીવભાવ જાગી જાય પછી જ આપણું મૂળ સ્વરૂપ જાગે છે તે પણ આપણે કહીએ છીએ કે આપણે છીએ, તો આ બે વાતમાં ભેદ શું ? તે મને સમજાવો ? આ વાત સમજવા તેના શિષય કહે છે કે ઈતના ભેદ હમકો સમજા દો. કારણ કે આ બે વાતનો ભેદ હું જાણવા માગુ છું તેથી તેનો ભેદ મને તમારે સમજાવવો પડશે. હે, ગુરુદેવ આ ભેદ સમજાવવા માટે આપ સમર્થ છો તેથી તમારા સિવાય બીજા કોઈ પાસે ઉકેલ નથી.
(ર) ધરતી કા બાવે ચૂલા રે બનાયા, આસમાન તવા રે લગાયા રે,
ચાર ચાર જુગ કી લકડી જલાઈ, ધુવા તેના કયા રે ઠેરાયા રે.
સંતકબીરે તેના ભજનની બીજી કડી દ્વારા તેના શિષયને સમજાવતા કહે છે કે, આપણો દેહ છે તે માટીનો બનેલો છે તેથી તેને ભૂમીનું તત્વ પણ કહેવામાં આવે છે. જમીન પણ માટીની બનેલી છે તેથી દેહને પણ ભુમીનું તત્વ કહેવામાં આવે છે. દેહમાં રહેલા રજ અને વિરજ પણ ભુમી માંથી ઉત્પન થયેલા અનાજને ખાવાથી તેમાંથી ઉત્પન થાય છે તેથી તેમાં પણ માટી કે જમીનના ગુણો રહેલા હોય છે. આ દેહ રૂપી ચૂલા ઉપર આસમાનમાં એક તવો મુકવામાં આવ્યો છે. દેહ પ્રથમ પ્રગટ થાય છે તે પછી અંતઃકરણ દેહમાં દાખલ થાય છે જેને મન, બુદ્ધિ, ચિત અને અહંકાર કહેવામાં આવે છે તેથી આ દેહરૂપી ચુલા ઉપર અંતઃકરણ રૂપી તવો મુકવામાં આવ્યો છે. પ્રથમ દેહ પ્રગટ થાય છે અને તે પછી અંતઃકરણ દેહમાં દાખલ થાય છે તેથી ચુલા ઉપર તવો ચડીયો તેવું કહેવામાં આવે છે. ચુલા ઉપર તવો હોય છે એટલે કે તે ચુલા કરતા થોડો દૂર છે તેથી તવા આસમાનમાં ચડાવ્યો છે તેવું કહેવામાં આવે છે.
સંતકબીર કહે છે કે ચાર જુગની લકડી જલાઈ તો ધુવા તેના કયા રે સમાયા રે, એટલે કે ચાર જુગનો સમય પસાર થયો અને તમામ ચાર દેહરૂપી લાકડાને બાળી નાખવામાં આવ્યા છે તો તેનો ધુમાડો કયા સમાણો હશે ?ચાર જુગ છે તેમ ચાર દેહો પણ છે જેવા કે સ્થૂળ, સુક્ષમ, કારણ અને મહાકારણ. સંતકબીર કહે છે કે આ ચાર જુગમાં ચાર દેહરૂપી લાકડાને બાળી નાખવામાં આવ્યા છે કારણ કે દેહ જડ છે અને તેમાંથી જીવ ચાલ્યો જાય છે પછી આ દેહ ગમે તેવો રૂપાળો હોવા છતા તેને રાખી શકાતો નથી તેથી તેની અંતિમવિધિ કરીને તેને સળગાવીને તેનો નાશ કરવામાં આવે છે. આ દેહરૂપી લાકડાને સળગાવી દીધા પછી તેનો ધુમાડો કયા સમાણો હશે તેવું સંતકબીર તેના શિષયને સમજાવવા માંગે છે. પરમાત્માને પામવાનું જો કોઈ સાધન હોય તો અંતઃકરણ છે કારણ કે મન, બુદ્ધિ, ચિત અને અહંકાર તેમાં રહેલા હોવાથી મન ઉપર કાબુ મેળવવા માટે બુદ્ધિ એટલે કે જ્ઞાન પ્રગટ કરવું પડે છે. ચિત એટલે વિચાર કે ચિતવન કરી પરમાત્માના નામનું રટણ કરવું અને અહંકારનો નાશ કરવો. આવી ક્રિયાથી પરમાત્માને પામી કે ઓળખી શકાય છે. જો દેહનો ભાવ ટળી જાય એટલે કે દેહ બાદ થઈ ગયા પછી જ જીવભાવ જાગે છે. આ દેહ છે ત્યા સુધી દેહ ભાવ રહેવાનો હોવાથી પરમાત્માના રાહે ચાલવાનું મન થતું નથી કારણ કે દેહના વળગણો મટી ગયા પછી જ જીવભાવ જાગે છે અને પરમાત્માના રાહે ચાલવાનોવિચાર જાગે છે એટલે કે આત્મા ભાવ જાગે છે. આત્મ ભાવ તે કાયમ અને સત્યહકીકત છે જ્યારે દેહ તે એક જાતની કલ્પના છે. આત્મપદને પામવા માટે એટલે કે પરમાત્માની પરખ કરવા દેહને બાદ કરવો પડે તેથી ચાર જુગના લાકડા રૂપી લાકડાને સળગાવી દેવામાં આવે છે પણ દેહ સત્ય નથી પણ માત્ર કલ્પના જ છે. કલ્પના કરીને કોઈ વસ્તુ ઉભી કરવામાં આવે અને તેને સળગાવી દેવામાં આવે તો તેમાંથી ધુમાડો બહાર નીકળતો નથી કારણ કે આ વસતુ જ માત્ર કલ્પના રૂપ છે પણ હકીકત કે સત્ય નથી તેથી તેનો ધૂમાડો નીકળતો નથી તેથી તેને સમાવવાની જરૂર રહેતી નથી.
(૩) જલ કેરી મછીયા જલમા વીયાણી, ઈંડા તેના અધર જમાયા રે,
ઈરે ઈંડામા છીંડા રે નોતા, પવન કહાસે પધરાયા રે.
સંતકબીરને તેના શિષય કહે છે કે જળની માછલી જળમાં જ વીંયાઈ છે એટલે કે તેના ઈંડા જળમાં જ મુકે છે તો આ માછલીનું પ્રથમથી જ તેનું જળમાં સર્જન થયું છે તેથી તે જળમાં રહી શકે છે ? કે બીજા કોઈ પદાર્થ માંથી ઉત્પન થઈ છે ? તે વાત મને સમજાવો. સંતકબીરને તેના શિષય ધરમદાસે પ્રશ્ન કરતા તેને સમજાવવામાં આવે છે કે દેહ છે તે પાણીનો પસારો છે તેથી માછલી જળ તત્વ માંથી જ ઉત્પન થઈ છે તેથી જ તે જળમાં રહે છે અને જળમાં જ ઈંડા મુકે છે. આપણા સંતોએ આ વાત સમજાવવા આધાર પુરાવો આપીને કહ્યું છે કે પચાસ કરોડમા પાણી. આ કડી દ્વારા એવો સંકેત મળે છે કે પચીસ પ્રકૃતી માતાની અને પચીસ પ્રકૃતી પિતાની હોય છે. જ્યારે માત પિતાનો સમાગમ થાય છે તે સમયે આ પચાસ પ્રકૃતીઓ એક બીજામા ભળી જતા જે ગર્ભનું માતાના ઉદરમાં બંધન બંધાય છે અને જ્યારે તે પરીપકવ થઈ જાય છે તે સમયે નવ માસે તે માતાના ઉદર માંથી બાળક રૂપે બહાર આવે છે. આ ગર્ભ નવ માસ સુધી માતાના ઉદરમાં રહે છે તેથી માતાના ઉદરમાં પણ પાણી રહેલું છે.
સંતકબીર કહે છે કે, માછલીએ જળમાં ઈંડા મુક્યા છે એટલે કે રજ અને વીરજના સમાગમ થવાથી એક ગર્ભ માતાના ઉદરમાં બંધાયો છે તે પીંડ તે જ ઈંડું છે અને તે માતાના ઉદરમાં રહેલા જળમાં વિકાસ પામી રહ્યો હોય છે. ઈંડા અધર જમાયા એટલે તે નીરાધાર રીતે ઉંચે લટકેલો રહે છે. જ્યારે રજ અને વીરજ સમાગમ પામે છે તે વખતે પવન ઉત્પન થાય છે તેથી આપો આપ પવન તેમાં પ્રથમથી જ દાખલ થઈ જાય છે. પવન અને પાણીને સબંધ છે. એક સાખી એવો આધાર આપે છે કે, પ્રથમ તેજ, તેજના પવન, પવનના પારા. આ સાખી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, પ્રથમ તેજ એટલે કે પ્રકાશ કે અગ્નિ ઉત્પન થાય છે અને પછી તેમાંથી પવન પ્રગટ થાય છે અને પવન માંથી જળ ઉત્પન થાય છે.
(૪) ગગન મંડળમાં ગૌવા રે વીયાણી, ગોરશ તેના અધર જમાયા રે,
સંતોએ મીલ કે કીયા રે વલોણા, માખણ કોઈ વીરલે પાયા રે.
સંતકબીર તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આપણો દેહ છે તે પણ એક મંડળ છે. કારણ કે ગગન મંડળ એટલે પોલાણ કહેવાય છે અને આપણા દેહની અંદર પણ પોણ આવેલું છે. દેહની અંદર આવેલી ઈન્દ્રિયોને ગૌ તરીકે ઓળખવામાં આવે છે. દેહમાં રહેલી ઈન્દ્રિયોના આધારે ગુરુના દુધ રૂપી ઉપદેશ માંથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે.
જેમ દુધમાં ધી સમાયેલું છે અને તે કિંમતી છે તેમ ગુરુના બોધમા પણ આત્મજ્ઞાન કે પરમાત્માના ધરની વાત છે તે ધી જેમ કિંમતી છે તેમાં તે સમયેલું છે. દુધ તે ગુરુનું જ્ઞાન છે અને આ દુધમાં જો છાશના બે ત્રણ છાંટા ખટાશના નાખવામાં આવે એટલે કે મોહ માયા આપણને મીઠી લાગે છે તે છોડવાની વાત આવે તો તે છોડવી સારી લાગતી નથી કારણ કે તે મનને ગમે છે. આ ખટાશ રૂપી મોહ માયા છોડવા માટેનો પ્રયત્ન કરવામાં અને પરમાત્માના નામનું નકકી કરી લેવામાં આવે તો જેમ દુધ માંથી દહી જામી જાય છે તેમ પરમાત્માના નામનું નકકીપણું થઈ જતા વિચારોમાં પરિવર્તન આવી જાય છે.
આ ગોરશ રૂપી જ્ઞાનને સતસંગમાં જઈ વલોવામા આવે એટલે કે ચર્ચા કરવામાં આવે તો જેમ દુધને વલોવતા તેમાંથી છાશ જેવો નકામો ભાગ અલગ પડી જાય છે તેમ આપણા અવગુણો કે આપણા અજાણપણાનો આપણને ખ્યાલ આવી જાય છે. છાશ કિંમતી ન હોવાથી તેને બીજાને આપી દેવામાં આવે છે અથવા તેનો તેમાંથી ત્યાગ કરવામાં આવે છે તેમ આપણને આપણા અવગુણોનો ખ્યાલ આવી જતા તેને છોડી શકાય છે અને સદગુણો કે જ્ઞાન રૂપી માખણ હોય છે અને તે કિંમતી હોવાથી તેને સ્વીકારી લેવામાં આવે છે. સંતકબીર કહે છે કે દુધ માંથી દહી અને દહી માંથી માખણ મેળવવા માટે ક્રિયા કરવી પડે છે તે માખણ મેળવવાની ક્રિયા છે પણ માખણ સુધી પહોંચવાની ક્રિયા અધરી છે. આ જગતમાં ધણા વીરલા સંતો થઈ ગયા છે જેમણે આવી પરિસ્થિતિને હાસલ કરી પોતાનું નામ અમર કરીને ચાલ્યા ગયા છે. સંતકબીર કહે છે કે ગુરુનું જ્ઞાન છે તે દુધ સમાન છે અને સતસંગ છે તે છાશના છાટા છે. જો આ બોધ રૂપી દુધમાં છાશના સતસંગરૂપી છાંટા નાખવામાં આવે એટલે કે ગુરુ પાસેથી મળેલ જ્ઞાનને પ્રગટ કરવા સતસંગમાં જવામાં આવે તો અધર એટલે કે પરમાત્માને પામવાનું સ્થળ ઉંચે છે તે પદ આપણને પ્રાપ્ત થઈ જાય છે અને ધણા સંતોએ આ પદ હાસલ કરી લીધુ છે.
(પ) શૂન્ય શીખર પર ભડ્મર ગૂફામા, આસન અધર જમાયા રે,
કહત કબીરા સુનો મેરે સાધુ, ખોજા સોઈ નરે પાયા રે.
સંતકબીર તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે શૂન્યશિખર એટલે કે ઉંચામા ઉંચા શિખર કે પર્વત ઉપર ગુફા આવેલી છે અને આ સ્થળે પરમાત્મા બીરાજમાન છે. શૂન્યશિખર એવી કક્ષા કે ઠેકાણું છે જયા મારા તારાનો ભેદ નથી અને દેહ પણ નથી તેથી દેહના વળગણોની વાત કરવાની જરૂર પડતી નથી. આ સ્થળે બ્રહ્મરંજ નામની ગુફા આવેલ
આવેલ છે તેમાં પરમતત્વ વચન રૂપ બીરાજમાન છે તેવું કહેવા માંગે છે. જો આ વાતને આધ્યાત્મિક દ્રષિટથી કરવામાં આવે તો સદગુરુના ચરણે ગયા બાદ આપણી સુરતાને ગગન મંડળમાં જોડી દેવામાં આવે તેમજ સુરતા સાથે શબ્દનું જોડાણ થઈ જતા સુરતા શબ્દને લઈને ગગન મંડળમાં જાય છે અને બ્રહ્મની ગુફામા દાખલ થતા પરમાત્માનું ધર મળી જાય છે. તે આપજ્ઞું મૂળધર કહેવાય છે. સુરતા ગુરુએ સમજાવેલ વચન સાથે પરમાત્માના ધેર પહોંચી જાય છે તે સમયે શબ્દના આધારે જીવ કે આત્માને પરમાત્માના રહેઠાણનું સ્થળ આવી ગયું છે તેનો ખ્યાલ આવી જાય છે. ગુરુના ચરણે ગયા પછી સાન કરીને પરમાત્માના ધરની નીશાની ગુરુએ બતાવેલ હોવાથી આ નિશાનીના આધારે પરમાત્માના ધરની જાણકારી મળી જાય છે. શબ્દ એટલે વચન જ્યારે સામ સામે ઉભા રહી જાય છે તે સમયે ભેદ તૂટી જતા એકમા બીજું સમાય જાય છે. બે છે ત્યાં સુધી ભેદ છે અને બે મટીને એક થઈ જાય છે તેને નીજ એટલે પોતે તેવું કહેવામાં આવે છે. આ ધટનાને લીધે પરમાત્મા અનુભવના આધારે તેમની અનુભુતી થઈ જાય છે કે તેની પરખ થઈ ગયેલ છે તેવું માનવામાં આવે છે. આ ધટનાને પોતાના મૂળસ્વરૂપનું ભાન થયું કે નિર્વાણપદ મળી ગયું તેવું પણ કહેવામાં આવે છે. સંતકબીર કહે છે કે જો આવી ખોજ કોઈ ભકત કરે તો તેને પરમાત્માની તેના અનુભવના આધારે અનુભુતી થયા વગર રહેતી નથી તે વાત નકકી છે.
સંતકબીરનો જય
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
