રાજા ભરથરી ટૂંકી જીવનગાથા
રાજા ભરથરી (ગુરુ ગોરખનાથ)
રાજાભરથરીને ભર્તૃહરીના નામથી પણ ઓળખવામાં આવે છે. રાજાભરથરી બાણુલાભ માણવાના ઘણી કહેવાતા હતા. રાજા ભરથરીની બહેન મેનાવતીના પુત્રનું નામ રાજા ગોપીચંદ હતું તેથી ગોપીચંદના તે મામા થતા હતા. બાણુ લાભ માણવાનું પાટનગર ઉજ્જૈન હતું. રાજા ભરથરીનો જન્મ રાજા ગંધર્વસેન પરમાર નામના રાજાને ઘેર થયો હતો અને તેના નાના ભાઈનું નામ વિક્રમાદિત્ય હતું. રાજા વિક્રમાદિત્યને રાજા વીર વિક્રમ પર દુઃખ તરીકે લોકો ઓળખે છે. ઉજ્જૈન શહેર ઉજ્જૈન નગરીના નામથી પણ ઓળખાય છે. ઉજ્જૈન નગરીનો પ્રતાપી રાજા વિક્રમાદિત્યના પિતા મહારાજા ગાંધર્વસેન હતા. ગાંધર્વસેન રાજાને બે પત્નીઓ હતી. એક પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ ભરથરી રાખવામાં આવ્યું હતું. બીજી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ વિક્રમાદિત્ય રાખવામાં આવ્યું હતું. રાજા ભરથરીને ગાંધર્વસેનની ગાદીનો વારસો સોંપવામાં આવ્યો હતો તેથી રાજા ગાંધર્વસેન પછીના રાજા રાજાભરથરી હતા. બાણુલાભ માણવાનો રાજ વહીવટ કરવા તેને રાજગાદી સોંપવામાં આવી હતી.
રાજાભરથરીના લગ્ન પીંગળા નામની કન્યા સાથે કરવામાં આવ્યા હતા. રાજાભરથરી પીંગળાના મોહમાં ફસાઈ જતા તેને તેમાંથી છોડાવવાનું ઘણું મુશ્કેલ ભરેલ કામ હતું. રાજાભરથરીના જન્મ વિશે એવું જાણવા મળે છે કે તેઓ અગ્નિ સૂર્યના પુત્ર હતા અને તેમને નાથપંથમાં ભળી યોગી થવા માટે મોકલવામાં આવ્યા હતા પણ તેઓ સંસારની મોહ માયામાં ફસાઈ ગયા હતા. એકવાર સૂર્યદેવ ગુરુદત્તાત્રેય પાસે આવી રજૂઆત કરી કે ભરથરી આગળના અવતારમાં મારો પુત્ર હતો અને આ અવતારમાં મેં તેને નાથપંથમાં રહીને જગતના લોકોને સમજાવવા માટે મોકલવામાં આવેલ છે પણ તે પીંગળાના મોહમાં ફસાઈ જવાથી તે પોતાનું કર્મ ભૂલી ગયો છે. પીંગળા સાથેના પ્રેમરંગમાં એટલો બધો રંગાય ગયો છે કે તેને આ મોહજાળ માંથી છોડાવવો મુશ્કેલ છે તો આપ કૃપા કરી મને મદદ કરો? ગુરુદત્તાત્રેયે ગોરખનાથને ભલામણ કરી કે બેટા, ગોરખ સંસારમાં માણવાનો રાજા ભરથરી છે અને તે સૂર્ય નારાયણનો અંશ છે. ભરથરીને સંસારમાં યોગ સાધના કરીને નાથ સંપ્રદાયનો મહાન યોગી થવાના કામે તેને સંસારમાં મોકલવામાં આવ્યો છે. રાજા ભરથરી સંસારની મોહજાળમાં તેમજ તેમની પત્નિના મોહમાં ફસાઈ જવાથી તે પોતાની મૂળ વાતને ભૂલી ગયો છે. રાજાભરથરીને તેની પત્નિ પીંગળાના મોહ માંથી છોડાવી નાથપંથના રાહે ચાલતો કરી નાથપંથનો એક મહાન યોગી બનાવવાનું કામ કરવાનું છે. ગોરખનાથે પોતાના ગુરુનો આદેશ સ્વીકારી લીધો અને કામે લાગી ગયા.
એકવાર ગોરખનાથ ફરતા ફરતા રાજાભરથરીના મહેલમાં આવ્યા અને રાજાભરથરીને ચમત્કારી ફળ આપી કહ્યું કે આ ફળ તમે ખાશો તો કાયમને માટે યુવાન રહેશો તેમ કહી ફળ આપી ચાલ્યા ગયા. રાજાભરથરી વિચારવા લાગ્યા કે મારે યુવાની અને સુંદરતાની કોઈ જરૂર નથી કારણ કે મારે ત્રણ રાણીઓ છે અને તેમાં પીંગળા અતિ સુંદર રાણી છે તે મને અતિ પ્રેમ કરે છે તેથી પીંગળાને આ ફળ આપે છે. રાણી પીંગળા રાજાના ઘોડાસરના ઘોડાઓનું રખેવાળું કરનારાને પ્રેમ કરતી હતી તેથી તે તેના મોહમાં ફસાઈ ગઈ હતી અને આ વાતનો રાજાને ખ્યાલ ન હતો. ભરથરીએ પોતાની પત્નિ પીંગળાને જે ફળ આપ્યું હતું તે ફળ પીંગળાએ આ માણસને આપ્યું હતું. રાજાના ઘોડાઓને તાલીમ આપનારો માણસ એક વેશ્યાને પ્રેમ કરતો હતો તેથી તેની પ્રેમિકાની સુંદરતા અને યુવાની કાયમને માટે જળવાય રહે તે માટે આ ફળ તેને આપવામાં આવ્યું હતું. આ માણસ એવું વિચારતો હતો કે હું કાયમને માટે મારી પ્રેમિકાની સુંદરતાનો લાભ લેતો રહીશ તેવા હેતુથી આ ફળ આપવામાં આવ્યું હતું અને ફળની હકીકત તમામ તેમને જણાવવામાં આવી હતી.
આ ચમત્કારી ફળ વેશ્યાને મળતા તેણે રાજાભરથરીને આપતા ભરથરીને ખ્યાલ આવી ગયો કે મે આ ફળ તો પીંગળાને આપેલ છે તો આ સ્ત્રી પાસે ક્યાંથી આવ્યું. રાજાએ પૂછ પરછ કરતા વેશ્યાએ કહ્યું કે મને આપના ઘોડાસરના નોકરે આ ફળ મને આપ્યું છે. ઘોડાસરના નોકરને બોલાવતા તેમણે કહ્યું કે આપની પત્નિએ મને આ ફળ આપેલ છે. આ વાત સાંભળી રાજા વિચારમાં પડી ગયા. રાજાભરથરીને જ્યારે આ સત્ય હકીકત જાણવા મળી તે સમયે તેને નક્કી થઈ ગયું કે પીંગળાએ તેનો દગો કર્યો છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. રાજાભરથરીને પીંગળા તરફ નફરત જાગતા તેઓ સંસાર છોડી ભેખ ધારણ કરીને નાથપંથના સાધુ થઈ ગયા હતા. રાજાભરથરી વિશે એવું પણ જાણવા મળે છે કે તેઓ તમામ પશુઓની ભાષા જાણતા હતા અને તેનો ગર્વ ભિક્ષાપાત્ર (ભર્તૃહરી)માંથી મળેલો તેથી ભરથરી નામ રાખ્યું હતું.
રાજાભરથરીનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
