રતનીબાઈ ટૂંકી જીવનગાથા
સંત કવિયત્રી રતનીબાઈ વણકર
રતનીબાઈની ટૂંકી જીવન ગાથા.
આ ભૂમિમાં અનેક શરીર નારીઓ પરમાત્માની નજીક પહોંચી તેની ઓળખાણ કરી આ આધ્યાત્મિક નારીઓ આ ભૂમિ ઉપર અવતરણ કરીને ચાલી ગઈ છે. આ નારીઓની જો વાત કરવામાં આવે તો લોયણ, નીરલબાઈ, મીરાંબાઈ જેવી નારીઓના સહવાસમાં માથાભારે લોકો આવતા અને તેની સાથે સંસાર માંડતા આવા લોકોને પરમાત્માના ઘરની વાત સમજાવી ભક્તિના રાહે ચાલતા કર્યા છે. મીરાંબાઈ જેવી સ્ત્રીએ તો સામાજિક અનેક કષ્ટો સહન કરીને ઝેરની જેમ પીધા ગયા છે પણ કોઈ દિવસ પીછે હટ કરી નથી. જ્યારે સાસરીયાજી પાસે જેસલ જેવા અજાણ્યા પુરુષે તોરલની માંગણી કરી તે સમયે વચન પાળવા સાસરીયાજીએ પોતાની પત્ની તોરલને સોંપવામાં પણ આનાકાની કરી ન હતી.
મેઘવડના સિસોદીયા રજપૂતો અને મારવાડના રાઠોડ રજપૂતો વચ્ચે સાત સાત પેઢીથી વેર ચાલ્યું આવતું હતું. એક બીજાના રાજ્યના વિસ્તારમાંનું પાણી પણ તેઓ પીતા ન હતા. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે કુંભારાણાને નિર્વાણપદ મેળવવાનો ભાવ જાગ્યો તે સમયે લીરલબાઈનો હાથ માંગવા લાકર લઈને આવ્યા હતા અને લીરલબાઈના પિતાએ સગપણની ના પાડી હતી. કુંભારાણાએ લીરલબાઈને કહ્યું કે મહાધર્મના માર્ગે ચાલી નિર્વાણપદ મેળવવાનો મને ભાવ જાગ્યો છે તેથી હું આપની સાથે લગ્ન કરવા માંગું છું. આ સમયે લીરલબાઈને તેના ગુરુએ આપેલ બોધના શબ્દો યાદ આવ્યા અને નિર્વાણપદને પામવા માટે આવેલ જીવને હતાશ કરવો ન જોઈએ. આ વાત યાદ આવી જતા પિતાની આજ્ઞા સિવાય કુંભારાણા તેની સાથેના સગપણનું શ્રીફળ સ્વીકારી તેની સાથે લગ્ન કરી કુંભારાણાને સંતોની હરોળમાં લાવી દીધા હતા. પરમાત્મા જ્યારે સાધુનું રૂપ લઈ જસોરામ પાસે આવી તેની પત્નીની માંગણી કરતા જસોરામે તેની પત્નીને સાધુ સાથે જવાનું કહ્યું તે સમયે વીરબાઈમાએ પણ આનાકાની કરી ન હતી.
ભારતની સતી નારીઓમાં રતનીબાઈ વણકરનો પણ સમાવેશ થાય છે. મીરાંબાઈ અને રતનીબાઈ વણકર સંત કવિયત્રી તરીકે આગવું સ્થાન ધરાવે છે. રતનીબાઈના માત પિતા કયા ગામે રહેતા હતા એટલે કે રતનીબાઈનો જન્મ કયા ગામે થયો હતો તે વાત જાણી શકાતી નથી. રતનીબાઈ જૂનાગઢ ગામે રહેતા હતા તેથી તે તેનું જન્મ સ્થળ છે કે સાસરિયું છે તે જાણી શકાતું નથી કારણ કે તેમના લગ્ન જૂનાગઢ મુકામે થયા હતા તેવો કોઈ આધાર પુરાવો પણ મળતો નથી. રતનીબાઈ વણકર જ્ઞાતિના હતા તેથી એવું નક્કી કરી શકાય છે કે તેઓ મેઘવાળ સમાજમાં જન્મ્યા હતા તેવું વણકર નામ ઉપરથી નક્કી કરી શકાય છે.
નરસીમહેતાનો જન્મ તળાજા મુકામે થયો હતો અને તેઓ તેના ભાઈ સાથે જૂનાગઢ મુકામે રહેવા આવ્યા હતા. નરસીમહેતા પરમાત્મા તરફ સારો ભાવ ધરાવતા હતા અને તેઓ વણિક જ્ઞાતિના હતા. નરસીમહેતા રોજ વણકર વાસમાં સત્સંગ કરવા કે ભજન કરવા જતા હતા. આ સમયે આભડછેટનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું હોવાથી નરસીમહેતાને તેની નાગરી નાતે પણ નાત બહાર મૂકી દીધા હતા. નરસીમહેતાને સ્વર્ણસમાજના લોકોના કહેવાથી રા. માંડલિકે તેમને જેલમાં પૂરી દીધા હતા. નરસીમહેતાએ પરમાત્માને આરાધ્ય કરતા તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. રતનીબાઈ પણ અબળા માંથી સબળા થતા એક ક્રાંતિકારી પગલું ભરી ગયા છે. આજથી પાંચ એકા પહેલા એક અબળા નારીએ પણ મેઘવાળ સમાજની આબરૂ બચાવવા અને નરસીમહેતા જેવા નિર્દોષ ભક્તને છોડાવવા પરમાત્માને વિનંતી કરી છે. રતનીબાઈ કોઈ શાસ્ત્રો કે સિદ્ધાંતોની જાણકારી ધરાવતા ન હતા. તેમ છતાં આવી અન્યાયી અને અસામાજિકતા વાળી સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અન્યાયી પ્રણાલિકા સામે એક અબળા અને મેઘવાળ જેવા દલિત સમાજની કવિયત્રી ભક્ત હાથમાં આ હથિયાર લઈને આ અન્યાય સામે પડકાર ફેંકે છે તે કોઈ નજવી બાબત નથી.
આ જ્ઞાતના લોકોએ માણસના ધંધા આધારે તેની કિંમત આંકેલ હોવાથી માસ ખાણારા અને સફાઈ કામ કરનારા હલકું કામ કરે છે તેથી તેઓ હલકા છે તેવું અનુમાન બાંધીને આવા સમાજને હડધૂત કરવામાં આવ્યો હોવાથી તેઓ પોતાની પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવી શક્યા ન હતા. આ મેઘવાળ સમાજમાં અનેક મહાન સંતો થઈ ગયા છે અને જે સમયે આભડછેટનું પ્રમાણ વધારે પ્રમાણમાં હતું અને બીજા લોકો તેના પગલામાં પગલું મૂકવામાં પણ રાજી ન હતા છતાં આ સમયે જે લોકો આવા સંતોને સમજી ગયા છે તેથી તેને આવકારો આપીને પોતે સુધરવાનો પ્રયત્ન કરી ગયા છે. આ સમયે રાજા મહારાજાઓ તથા મહારાજાઓની કન્યાઓ પણ આવા મહાન સંતોને ઓળખી ગયા હોવાથી સમાજની લાજ મર્યાદા મૂકીને તેનું શરણ સ્વીકારીને ભવસાગર પાર કરી ગયા છે તેવા અનેક દાખલાઓ આપણને જાણવા મળે છે.
રતનીબાઈનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
