📖 મીરાંબાઈના ભજનોનું વિવરણ
(૧) વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો,
(૧) વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો,
નીચપણું તો નક્કી નરક લઈ જાય રે હા. વારું
(૨) ગવરી ગાયના દુધ રે, અતિ ઘણા મીઠડા રે,
સાકર ભેળવીએ તો સ્વાદ ઘણેરો હોય રે હા. વારું
(૩) બાવળિયાની છાયા રે, અતિ ઘણી અગવામણી રે,
છાયે બેસે અંગ અને વસ્ત્રઉજળાય રે હા. વારું
(૪) આંબલિયાની છાયા રે, અતિ રળીયામણી રે,
તેને સેવે ફળની પ્રાપ્તિ થાય રે હા. વારું
(૫) રોહિદાસ પ્રતાપે બાઈ મીરાં બોલીયા રે,
દેજો અમને સંત ચરણમા વાસ રે હા. વારું
ભજનનું વિવરણ
(૧) વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો,
નીચપણું તો નક્કી નરક લઈ જાય રે હા. વારું
મીરાંબાઈ તેના ભજનની પ્રથમ કડી દ્વારા કુંભારાણાનો દાખલો આપી સમજાવતા કહે છે કે,કુંભારાણાને મેઘધારવાએ બ્રહ્મજ્ઞાન કર્યા દાનમાં સમજાવીને કન્યા દાન કરેલ તેમજ લીલાવાળાએ પણ એક માસ સુધી એકધારો તેની સાથે સત્સંગ કરવા છતાં કુંભારાણાને મતિવારાણીનો થોડો સમય સંગ કરતા કુંભારાણાના અહંને જાગાડી દેવામાં વાર ન લાગી. મીરાંબાઈ તેના ભજનની પ્રથમ કડી દ્વારા સમજાવે છે કે હે, મારા ભાઈઓ, ભક્તો તેને નીચ એટલે કે હલકા વિચારો વાળા માણસનો કોઈ દિવસ સંગ કરશો નહીં. મીરાંબાઈ હલકા માણસ એવા કહે છે કે જે પરમાત્માનું નામ લેતા નથી અને સત્સંગમા જવા માટે તેની પાસે સમય નથી તેમજ પોતાનો સમય બીજાની નીંદા કરવામાં પસાર કરે છે તેવા લોકો જ હલકા કહેવાય છે. મીરાંબાઈ સલાહ આપતા કહે છે કે જો આવા માણસનો તમે સંગ કરશો તો તમારા બ્રહ્મજ્ઞાનને પણ હાની લેવામાં વાર નહીં લાગે અને તમારો માર્ગ બદલાવીને હલકા માર્ગે દોરતા જશે તે સમયે તમે તેને મેળવ્યું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરેલ હશે તો પણ તે નાશ પામી જશે.
કુંભારાણાને મેઘધારવા જેવા બ્રહ્મજ્ઞાની ગુરુએ કન્યા દાનમાં બ્રહ્મજ્ઞાનની વાત સમજાવી અને લીલાવાઈ એ છ માસ સુધી તેની સાથે સત્સંગ કરીને પરમાત્માના ઘરની વાત સમજાવી પણ એક કલાકના સમય માટે મતિવાર રાણીના સંગમા રહ્યા તેથી તેના વિચારોમા પરિવર્તન લાવીને તેના અહંને બહેકાવી ગેર માર્ગ દોરવી દીધા હતા. મીરાંબાઈ કહે છે કે, આવા હલકા અને અજ્ઞાની માણસનો સંગ કરવાથી સ્વર્ગની નજીક પહોંચેલા લોકો પણ નર્કમા ધકેલાય જતા વાર લાગતી નથી અને આવા લોકોનો સંગ કરવાથી હંમેશા નર્કમા અધિકારી થવાય છે પણ સ્વર્ગ મળતું નથી. આવા લોકોના સંગમા રહેવાથી નબળા કર્મોમાં વધારો થાય છે અને સારા કર્મો કરવાનો વિચાર જાગતો નથી તેથી આવા નબળા કર્મોનું નબળું પરિણામ ભોગવવું પડે છે કારણ કે કર્મના સિદ્ધાંતમા પણ જણાવવામાં આવેલ છે કે કરેલ કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી અને કર્મ ભોગ આપ્યા સિવાય જંપતું નથી તેથી મુક્તિમા મુકામ જવાય છે તેથી જ મીરાંબાઈ આવા માણસનો સંગ કરવાની ના પાડે છે.
(૨) ગવરી ગાયના દુધ રે, અતિ ઘણા મીઠડા રે,
સાકર ભેળવીએ તો સ્વાદ ઘણેરો હોય રે હા. વારું
મીરાંબાઈના ભજનની બીજી કડીમા મીરાંબાઈ સમજાવે છે કે ગવરી ગાયનું દુધ ઘણું મીઠું મધુરું હોય છે પણ તેમાં જો કડવું રસાયણ ભેળવી દેવામાં આવે તો દુધની મીઠાશ તેમાં હોવા છતાં તે દબાય જાય છે અને દુધ પીતા તે કડવું લાગવા માટે છે પણ જો દુધમા સાકર ભેળવવામાં આવે તો દુધનો સ્વાદ વધારે મીઠોમધુરો બની જાય છે. આ સંસારના માણસોની પણ આવી જ દશા થાય છે. જો તમે બ્રહ્મજ્ઞાની કે સારા સજ્જન માણસના સંગમા હોય તો તમારામા સારા ગુણો પાંગરે છે અને નબળા એટલે કે અવગુણોનો નાશ થાય છે તેથી તમારા વિચારોમા પરિવર્તન આવી જતા તમામ લોકો સાથે તમારો વ્યવહાર સારો થઈ જતા લોકોનો ભાવ તમારા તરફ વધારે જાગશે.
મીરાંબાઈ કહે છે કે જો તમે નીચ કે હલકા માણસ સાથે સંગ કરશો તો તમારામા નબળા ગુણો આવશે અને તમારી આગળની કોમળ વાણી પણ કર્કશ ભરેલી થઈ જતા તમારી વાત સાંભળવા પણ કોઈ એક પળ માટે પણ ઉભુ રહેવાનું પસંદ કરશે નહીં અને તમારો આવા વ્યવહારને લીધે લોકોનો ભાવ મટી જતા સમાજના લોકો તમને બોલાવતા પણ બંધ થઈ જશે તેથી તમારી મુશ્કેલીના સમયે તમને કોઈ મદદ કરવા પણ આવશે નહીં. મીરાંબાઈ કહે છે કે જો તમારામા સારું જ્ઞાન કે જાણકારી હશે અને તમારો વ્યવહાર પણ સારો હશે તો અનેક લોકો તમારા તરફ ભાવ રાખશે અને તેમાં જો કોઈ બ્રહ્મજ્ઞાની માણસનો સંગ થઈ જાય તો જેમ દુધમા સાકર નાખવાથી દુધનો સ્વાદ વધારે મીઠો થઈ જાય છે તેમ તમારામા પરમાત્માના ઘરની વાત આવતા તમારી વાત સાંભળવા કલાકો સુધી તમારી સામે લોકો બેસી રહેશે અને તમારું સન્માન પણ જાળવી રાખશે. આ જ્ઞાનને લીધે કુંભારાણાના વિચારોમા પરિવર્તન આવી જતા સંતોની હરોળમા આવી ગયા છે.
(૩) બાવળિયાની છાયા રે, અતિ ઘણી અગવામણી રે,
છાયે બેસે અંગ અને વસ્ત્રઉજળાય રે હા.
મીરાંબાઈ તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, બાવળિયા વૃક્ષની છાયા ઘણી અગવામણી હોય છે જો તેને તેના છાયે બેસી આરામ કરવાનો પ્રયત્ન કરો તો તેમાં તમારું શરીર અને તમારા વસ્ત્રો તેના કાટામા ભરાય જતા ઉજળાય જશે તેથી શરીરને નુકશાન થશે અને વસ્ત્રો ફાટી જશે તેથી આવા બાવળે બેસવાનો પ્રયત્ન ન કરવો. મીરાંબાઈ કહે છે કે લીંબડાનો છાયો અને બાવળિયાનો છાયો આ બે છાયા એક છે પણ બાવળ પાસે કાંટા રૂપી અવગુણો હોવાથી તમને નુકશાન કરશે અને લીંબડામા આવા અવગુણો ન હોવાથી તમને શીતળતા આપશે. આ સંસારના માણસો શરીરે એક સરખા છે પણ દરેકના વર્તનમા ઘણો ફેર હોય છે. જો સારા વ્યવહાર વર્તનવાળા માણસની સાથે સંગમા આવે તો તમારો વ્યવહાર પણ સારો થઈ જાય છે પણ જો નબળા લોકોની સાથે સંગ કરશો તો તેના અવગુણો તમારામા આવી જતા ગેર માર્ગે દોરવાય જશો અને લોકો તમારી સાથે વ્યવહાર કરવાનો પણ બંધ કરી દેશે.
(૪) આંબલિયાની છાયા રે, અતિ રળીયામણી રે,
તેને સેવે ફળની પ્રાપ્તિ થાય રે હા.
મીરાંબાઈ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવે છે કે આંબલિયાની છાયા ઘણી રળીયામણી લાગે છે અને જો આંબો ઉછેરીને મોટો કરવામાં આવે તો તેનો છાયો પણ રળીયામણો મળશે અને તેને જે ફળો લાગશે તે મીઠા મધુરા હશે તેથી તે ખાવામાં પણ ખૂબ મજા આવશે. મીરાંબાઈ કહે છે કે બાવળિયા અને આંબામા ફેર છે કારણ કે બાવળને વાવવા પછી માવજત કરવી પડતી નથી અથવા તો તેનું બી ગમે તે સ્થળે પડે તો પોતાની મેળે ઉગી જાય છે પણ તેના ફળો અને છાયો કામ આવતો નથી. જો આંબાનો ગોટલો વાવવામા આવે તો પ્રથમથી જ તેની માવજત કરીને તેનું ધ્યાન રાખવામા આવે છે અને તેને ફળ આવવામાં વાર લાગે છે પણ જે ફળ આવે છે તે મીઠા મધુરા અને તેનો છાયો રળીયામણો લાગે છે.
મીરાંબાઈ કહે છે કે નબળા માણસનો સંગ કરવાથી તમને મન ગમતી વસ્તુઓનો ભોગ ભોગવવાની મજા થોડા સમય માટે મજા આવશે પણ લાંબા સમયે તે તમને મુશ્કેલીમા મૂકી દેશે. આ જગતમા નબળા થવામા વાર લાગતી નથી પણ સારા થવા માટે ઘણું છોડવું પડે છે એટલે કે માન અપમાન મારું તારું અહેમ જેવા કર્મો છોડવા પડે છે અને તે છોડતા ઘણું સહન કરવું પડે છે પણ સતત જો આ ધારામા ચાલવામા આવે તો લાંબા ગાળે તેનું ફળ સારું પ્રાપ્ત થાય છે. આ સારા સંસ્કારોથી સમાજ પણ તમને આવકારી તમારું સન્માન જાળવી તમારી સાથે સારો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરશે પણ તમને મુશ્કેલીમા મુકવાનો પ્રયત્ન કરશે નહીં અને જ્યારે તમે મુશ્કેલીમા સપડાઈ જશો તે સમયે તમારી પાસે તમને મદદ કરવા અનેક લોકો ઉભા હશે.
(૫) રોહિદાસ પ્રતાપે બાઈ મીરાં બોલીયા રે,
દેજો અમને સંત ચરણમા વાસ રે હા.
મીરાંબાઈ તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે મને મારા ગુરુ રોહિદાસ મને મળી ગયા તે સમયથી મને પરમાત્માની પરમ થવા લાગી છે. મીરાંબાઈ કહે છે કે હું નાનપણથી જ કૃષ્ણની ભક્તિમા લીન હતી પણ પરમ તત્વની પરમ કરવાની સમજણ મારામા ન હોવાથી મારા સંકલ્પો વિકલ્પો મને આડા આવતા હતા અને હું કૃષ્ણને પ્રેમ કરું છું છતાં મને સામે આવીને દર્શન કેમ આપતા નથી તેવા સંકલ્પો ઉઠતા હતા પણ જયારથી મને મારા ગુરુ રોહિદાસ મળી ગયા અને મને આત્માની વાત સમજાવી આપતા હું મારા અનુભવના આધારે કૃષ્ણના મારા ઘટ ભીતરમા દર્શન કરીને આનંદ માણી રહી છું. કૃષ્ણને મળવાની મારી જે ઈચ્છા હતી તે કામ મારા ગુરુ રોહિદાસની કૃપાથી પુરી થઈ છે તેમા મારા ગુરુની કૃપા જ કામ કરી ગઈ છે તે વાત નક્કી છે. મારા ગુરુના માર્ગે ફરીને આધારે હું ભક્તિના રાહે ચાલતા મને મારા અનુભવના આધારે પરમાત્મા મને મળી ગયા છે તેવી અનુભૂતિ થવા લાગી છે.
મીરાંબાઈનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
