મામેદેવ ટૂંકી જીવનગાથા
મામેદેવ મહેશ્વરી પંથ
મામેદેવની ટૂંકી જીવન ગાથા.
મહેશપંથ કે મહેશ્વરી પંથની સ્થાપના માતંગદેવે કરી હતી. આ સમયે તળાજાના ક્ષેત્રુજી ડુંગર ઉપર ભારતમાં વસતા તમામ મેઘવાળોને એકઠા કરી નરમેધ યજ્ઞનું આયોજન કરેલુ. આ પંથની સ્થાપના કરી માતંગદેવે અલગ અલગ રૂઢી રીતરિવાજો પ્રમાણે જીવતા મેઘવાળોને એક જ રૂઢી રિવાજ મુજબ જીવન એક જ ધારામાં લઈ જવાનો પ્રયત્ન કરતા હતા તેથી મહેશપંથની સ્થાપના કરી હતી. માતંગદેવના પુત્ર લુણંગદેવ હતા અને તેમણે પણ આ પંથને ટકાવી રાખવા ઘણી મહેનત કરી હતી. લુણંગદેવના પુત્ર માતેદેવ હતા અને તેમના પુત્ર મામેદેવ હતા તેઓ ભારતના નહીં પણ દુનિયાના મહાન જ્યોતિષીકાર અને ભવિષ્યવેતા માનવામાં આવે છે.
મામેદેવની જો વાત કરવામાં આવે તો મામેદેવનો જન્મ કચ્છ હાલ ભુજના પધર નામના ગામમાં મેઘવાળ કુટુંબમાં માતેદેવની પત્ની રણશાદેવીની કુંખે થયો હતો. મામેદેવનો જન્મ થતા માતા રણશાદેવીને આ બાળકમાં ભવિષ્યવેતાની કમરની નિશાનીઓ દેખાતા તેને ઘરમાં જ રાખીને આ બાળકને યોગ્ય કેળવણી આપવાનું કામ ચાલુ રાખી તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. મામેદેવ બાળપણથી હોશિયાર અને બુદ્ધિશાળી જણાતા હતા અને જ્ઞાનવેદમાં પણ પ્રવેશી ગયા હતા. મામેદેવના લગ્ન ચાર વાર થયા હતા. મામેદેવના પ્રથમ લગ્ન ભુરીદેવી નામની કન્યા સાથે થયા હતા. ભુરીદેવી કુંફણ અટકના મેઘવાળ જ્ઞાતિના હતા. ભુરીદેવીએ મેઘાણંદેવ, મકડંદેવ, તેમ ત્રણ પુત્રો અને પાલણબાઈ અને પમેદેવી નામની બે પુત્રીઓને જન્મ આપતા તેના પાંચ વારસદારો હતા. મામેદેવના બીજા લગ્ન અડીયા અટકવાળા કુટુંબની પુત્રી ભીચંદેવી સાથે કર્યા હતા. આ ભીચંદેવીએ ભતીરાદેવ અને ભાગવંતદેવ નામના બે પુત્રોને જન્મ આપ્યો હતો. મામેદેવના ત્રીજા લગ્ન હીરોટે લખિયા નામના મેઘવાળ કન્યા સાથે કર્યા હતા. હીરોટે એક પુત્રને જન્મ આપ્યો હતો તેનું લાલાદેવ રાખવામાં આવ્યું હતું. મામેદેવના વારસદાર પુત્રોમાં લાલાદેવ મોટો પુત્ર હતો. જયારે મામેદેવનું મરણ થયું તે પછી લાલાદેવ મોટો પુત્ર હોવાને લીધે ગાદી પર (પિરસાદી)ની ગાદી સંભાળવા આવી હતી. લાલાદેવને પીરાશનો વારસો મળ્યા બાદ હાલ સમય સુધી લાલાદેવના વંશજોને જ પીરાશની ગાદીદાર આપવામાં આવે છે.
મામેદેવના ચોથા લગ્ન અહી રજપૂતની પુત્રી ગંગા સાથે થયા હતા. મામેદેવનું સારું વર્ચસ્વ જોઈને ઓગા રજપૂતની પુત્રી ગંગાએ તેની સાથે લગ્ન કર્યા હતા. ગંગાના પરિવારની જરજો મેઘવાળ તરીકે ઓળખાય છે પણ તેના વંશજોનો વિગત જ્ઞાતવા મળતી નથી. પણ જ્યારે તેઓ ગામમાં એક વખત જન્મ્યા હતા. તેનું નામ રામાપીરામાં આવ્યું હતું. મામેદેવના મરણ બાદ તેના મોટા પુત્ર લાલાદેવને મળતા મોઢે કચ્છ છોડી રાજસ્થાન ભાગી ગયો હતો અને રામદેવપીરના નીજારા પંથમાં ભળી ગયો હતો.
મામેદેવના મૃત્યુ બાબતે એવી વાત જાહેર થયેલ છે કે સિંધના બાંભણિયા સમા નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજા પહેલા હિન્દુ જ્ઞાતિનો હતો પણ તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતા તે મુસ્લિમ રાજા તરીકે ઓળખાતો હતો. આ સમારાજા હિન્દુ મંદિરોને પાડી નાખતો હતો તેથી મામેદેવે તેને આવું કામ ન કરવાનું ઠપકો આપતા સમયે તેમનું ખૂન કરી નાખ્યું હતું. જયારે મામેદેવનું મસ્તક કાપી નાખવામાં આવ્યું ત્યારે મામેદેવનું ધડ આ મસ્તક હાથમાં લઈને નીકળ્યું અને જે લોકોએ તેની સામે મળ્યા તેઓએ જે પ્રશ્નો પૂછેલા તેનો જવાબ આપ્યો. મામેદેવ આ વખતે જે વાણી બોલ્યા હતા તે આગમવાણી તરીકે પણ જાણીતી છે અને તે મુજબ હાલ ઘટનાઓ ઘટી રહી છે. આ વાણીને મહેશ્વરી પંથમાં વેદવાણી તરીકે જાણીતિ છે. માતંગદેવના વંશજો જમાજેજાઓના (કચ્છ જામનગર) વારસદારોને માતંગદેવના વંશજો રાજ તિલક કરે છે અને ગાદીએ બેસે છે. મામેદેવનું અવસાન વૈશાખ વદ ચોથ સંવત ૧૩૭૮ના રોજ સિંધમાં સમા નામના રાજાના હાથે થયું હતું. આ સમારાજાના પિતા મામેદેવના મિત્ર હતા. અસ્પૃશ્ય ગણાતી મહેશ્વરી મેઘવાળ જ્ઞાતિમાં તેનો જન્મ થયો હતો તેથી તેને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આ વિદ્વાન મહામાનવ એવા મામેદેવ મહાન જ્યોતિષીકાર હોવાથી તેના જ્યોતિષ શાસ્ત્રના આધારે હાલના જ્યોતિષીકારો કામ કરી રહ્યા છે. હાલમાં પણ એવું માનવામાં આવે છે કે મેઘવાળ જ્યોતિષીકારો સાચી વાત જાણે છે તેથી તેની વાત ઉપર લોકો વિશ્વાસ મૂકે છે પરંતુ તેઓ નીચી જ્ઞાતિમાં આવતા હોવાથી સામાજિક ડરને લીધે તેની પાસે કોઈ આવતું નથી. માતંગદેવે સ્થાપેલા મહેશ્વરી પંથને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે અને તેમાં મામેદેવના વેદો કે ફરમને મહત્ત્વ આપવામાં આવે છે. જે વિધિ કરવામાં આવે છે તેને બારમતી નામથી ઓળખવામાં આવે છે અને તેને મહામંત્રના નામથી પણ ઓળખવામાં આવે છે.
મામેદેવનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
