📖 ભોજલરામના ભજનોનું વિવરણ
(૧) હાલો કીડીબાઈની જાનમા.
(૧) કીડી રે બીચારી કીડલી રે, કીડીના લગનીયા લેવાય,
પંખી પારેખડાને નોતરા, કીડીને આપ્યા સન્માન. — હાલ
(૨) મોરને બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે ખારેક,
ધુડો રે ગાયા રૂડા ગીતડા, પોપટ પીરસે પકવાન. — હાલો
(૩) કોડાને મોકલ્યો માળવે રે, લેવા માનવીયો ગોળ,
પંડે રૂડો ને કરે ખાતળી, ગોળ ઉપડી ન જાય. — હાલો
(૪) મીનિબાયને મોકલ્યા ગામમા રે, એવા નોતરવા ગામ,
સામા મળ્યા બે કુતરા, બીલાડીને કરડ્યા બે કાન. — હાલો
(૫) ઘોડે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીડો બાંધી છે કટાર,
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા, ગધેડો ફૂંકે રે શરણાઈ. — હાલો
(૬) ઉંદર મામા હાલ્યા રીસામણે રે, બેઠા જઈ દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે, મને કપડા પહેરાવ. — હાલો
(૭) વાંસે ચડ્યો એક વાંદરો રે, જુવે જાનુની વાટ,
આજ તો જાનને લૂંટવી, લેવા સર્વેના પ્રાણ. — હાલો
(૮) કઈ કીડીને કોની જાન છે રે, સંતો કરજો વિચાર,
ભોજા ભગતની વિનંતી, સમજ ચતુર સુજાણ. — હાલ
ભજનનું વિવરણ
(૧) કીડી રે બીચારી કીડલી રે, કીડીના લગનીયા લેવાય,
પંખી પારેખડાને નોતરા, કીડીને આપ્યા સન્માન.
ભોજલરામ તેના ભજનની પ્રથમ કડી દ્વારા કીડીના જાન વિષે સમજાવતા કહે છે કે, કીડીબાયના લગન લેવાય ગયા છે અને કીડીની જાન જવાની છે. આપણા સાંસારિક સામાજિક વ્યવહાર બાબતે જો વાત કરવામાં આવે તો પુરુષ પોતાની જાન લઈને કન્યાના પિતાને ઘેર કન્યા લેવા જાય છે. જ્યારે ભોજલરામ તો પોતાના ભજન દ્વારા એવું જાહેર કરે છે કે, કીડી પોતાની જાન તૈયાર કરી પોતે પરણવા માટે જાય છે. સામાજિક લગનને લગતા વ્યવહારો સાથે આ વાતને સરખાવવામાં આવે તો આપણે આ વાત અવળી સમજાય છે કારણ કે પુરુષ કન્યાને લેવા જાય છે તેનો બદલે ભોજલરામ કહે છે કે કન્યા પુરુષ સાથે લગન કરવા પોતે સામે ચાલીને પોતાની જાન તૈયાર કરીને પરણવા જાય છે. આ સામાજિક લગન ગ્રંથીના વ્યવહારોથી પુરુષ સ્ત્રીને એક બીજા સાથે જોડવામાં સમાજની રૂઢિગત પતિ પત્નિ તરીકે જોડી દેવામા આવે છે. એક બીજાને તમામ અધિકારો આપતા અને એક બીજાની જવાબદારીઓ સંભાળી જીવનના અંત સુધી સાથે રહેવાના આશીર્વાદ પણ આપવા હોય છે.
ભોજલરામ તેના સ્વરચિત ભજન દ્વારા એવું જાહેર કરે છે કે કીડી પોતાની જાન તૈયાર કરીને પોતે પરણવા જાય છે. કીડી શબ્દ નામમાં આવે છે પણ ભોજલ રામ જીવને કીડી સાથે સરખાવી કીડીની જાન છે તેવું કહે છે. ભોજલરામ કીડીની જાન વિષે સમજાવતા કહે છે કે, આ જાન એવી છે કે સંસાર માથી જીવની કાયમને માટે મુક્તિની વાત છે. જ્યારે સામાજિક રીતે રીતરિવાજ મુજબ જાન જાય છે અને લગન થાય છે તેમ સંસારમાં સ્ત્રી પુરુષને જોડી રાખવાનો વ્યવહાર છે અને આ વ્યવહાર પણ જરૂરી છે. જો આ વ્યવહાર બંધ થઈ જાય તો સંસારમાં માનવ સર્જનનો વિકાસ અટકી જાય છે. ભોજલરામ કીડીની જાન વિષે સમજાવતા કહે છે કે દેહમા કીડી રૂપી જીવ રહેલો છે તેથી જીવને કીડીનું નામ આપવામાં આવેલ છે. જેમ જંતુઓમાં કીડી ઝીણી છે તેમ જીવ પણ ધુમાડાથી પણ ઝીણો છે. જેમ પુરુષ કન્યા સાથે લગન કરી અને સંસારના વ્યવહારો શરૂ કરે છે તેમ જીવ પણ આ સંસાર માથી મુક્ત થવા અથવા દેહ માથી કાયમને માટે મુક્ત થવા ભક્તિ રૂપી જાન લઈને પરમાત્માને ઓળખવા માટે જાય છે એટલે કે ભક્તિનો માર્ગ અપનાવી સંસાર માથી મુક્ત થવાની વાત છે.
કીડી રૂપી જીવ દેહમા રહેલો છે અને તે તેની શક્તિથી દેહની ઇન્દ્રિયોને પોતાની શક્તિ આપીને કાર્યરત બનાવીને દેહના વ્યવહારો કરવાના કામે લગાડે છે.
કીડી રૂપી જીવના લગન એટલે કે જીવનું પરમાત્મા સાથેનું મિલન છે. સાંસારિક લગન વ્યવહારથી સ્ત્રી પુરુષ એક બીજાને મળે છે તેમ જીવ પણ પરમાત્માને મળવાનો પ્રયત્ન કરે છે તેથી ભક્તિ રૂપી જાન જોડીને પરમાત્માને મળવા જાય છે. જીવને શીવમા જોડાય જવું કે તેમા લય થઈ જવાની વાત છે. ભોજલરામ તેના ભજન મારફત એવું કહેવા માંગે છે કે, કીડીના લગન નથી થતા ત્યાં સુધી જીવનું પરમાત્મા સાથે મિલન થતું નથી. આ જીવનું મિલન પરમાત્મા સાથે થતું નથી ત્યાં જીવને પામર કહેવામા આવે છે એટલે કે જીવ બીચારો બની જાય છે. ભોજલરામ કહે છે કે કીડી બીચારી છે. જ્યારે જીવનું પરમાત્મા સાથે મિલન થઈ જાય છે તેથી તે બીચારો રહેતો નથી. પરમાત્મા સાથે જીવનું મિલન થતું નથી ત્યાં સુધી જીવ કીડી જેટલો નાનો છે પણ જ્યારે તેનું મિલન પરમાત્મા સાથે થાય છે તેથી આ જીવ વામન(નાનો) માથી વિરાટ(વિશાળ) રૂપ ધારણ કરી લે છે.
ભોજલરામ કહે છે કે કીડીની જાન છે એટલે કે જીવનું પરમાત્મા સાથે મિલન કરવાનું છે તે માટે જેમ કીડી જાનમા પંખી પારેખડાને નોતરું આપવામા આવે છે. જીવનું પરમાત્મા સાથે મિલન કરવા માટે ભક્તિનો રાહ પકડવો પડે છે તે એક જાતની જાન છે. કીડીની જાનમા જેમ પંખી પારેખડાને નોતરા તેવી વાત કરવામા આવી છે તેમ ભક્તિના રાહે ચાલવા માટે પારેખડાની જેવા ભોળા ભક્તોને આમંત્રણ આપી તેને બોલાવી જેમ જાનમા લગન ગીત ગવાય છે તેમ સતસંગ કરવામા આવે છે.
ભોજલરામ કહે છે કે જ્યારે કીડી પોતાની જાનમા પંખી, પારેખડાને આમંત્રણ આપી બોલાવે છે તે સમયે આ આમંત્રિત પંખીડા અને પારેખડા કીડીનું સન્માન કરે છે. આવી રીતે ભક્તને ભક્તિમા ભાવ અને જીવને પરમાત્મા સાથેના મિલનનો ભાવ જાગે છે અને ભક્તોને બોલાવી સતસંગ કરે છે આ સમયે આવેલા ભક્તો ભક્તનું સન્માન કરે છે. આત્મા સાક્ષાત્કારની આ વિધિમા ભક્તો ભેગા થાય છે અને કીડી એટલે જીવાત્માને સન્માન આપે છે કારણ કે હવે જીવ સન્માનને પાત્ર બની જાય છે. આ કીડી રૂપી જીવના પરમાત્મા સાથેના લગન કે મેળાપ થવાનો છે.
(૨) મોરને બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે ખારેક,
ધુડો રે ગાયા રૂડા ગીતડા, પોપટ પીરસે પકવાન.
ભોજલરામ તેના ભજનની બીજી કડી સમજાવતા કહે છે કે, જ્યારે જીવ પરમાત્માને મળવાનો પ્રયત્ન કરે છે તે સમયે જીવમા સુંદર ભાવો પ્રગટ થાય છે તેવું કહેવામા આવે છે કારણ કે પરમાત્માને પામવાનો જે ભાવ છે તે ભાવ સિવાય કોઈ ભાવ સુંદર કે સારો નથી હોતો. ભોજલરામ આ સુંદર ભાવની વાત જણાવવા માટે મોરલાની ઉપમા આપી વાત કરે છે તેથી સુંદર ભાવને મોરલો કહ્યો છે. મોરલો પણ સુંદર હોય છે તેથી પરમાત્માને પામવા માટેના ભાવની સરખામણી મોરલા સાથે કરવામાં આવી છે. જો આવો સુંદર ભાવ જાગે તો જ પરમાત્માને પામી શકાય છે કારણ કે સાચા અને સુંદર ભાવ વિના ભક્તિમા સફળતા મળતી નથી. ભાવ અને ભોજન બે વસ્તુમા ભાવની કિંમત વધારે હોય છે.
જો તમે કોઈને જમવા બોલાવીને બત્રીશ વાનગીનું ભોજન જમાડો પણ તમારા દિલનો સાચો ભાવ જમાડવાનો ન હોય અને જમાડવું જ પડે છે તેમ હોય તે સમયે આ ભોજન જમનારાને ભોજન સ્વાદ વિના લાગે છે કારણ કે તેમા આત્માના ભાવનો અભાવ છે. જો કોઈને આમંત્રણ આપી સાચા ભાવથી ભૂખ્યા માણસને રોટલો અને સૂકો રોટલો જમાડવામા આવે તો આત્માનો સાચો ભાવ હોવાથી જમનારાને બત્રીશ વાનગીના ભોજન કરતા પણ વધારે સ્વાદિષ્ટ ભોજન લાગે છે અને તેને અમીના ઓડકાર આવે છે. કારણ કે તેમા આત્માનો સાચો ભાવ કોઈ સ્વાર્થ વગર રહેલો હોવાથી જ સારું લાગે છે.
ભોજલરામ કહે છે કે, કીડીબાઈની જાનમા એટલે કે જીવ અને પરમતત્વના મિલન માટેની જે જાન જોડવામા આવી છે તે સમયે ખજૂરોને પણ આમંત્રણ આપવામા આવ્યું છે. જો જીવને પરમાત્માને મળવું હોય તો પ્રથમ તો મન મજબૂત કરીને મનથી જ પરમાત્માને મળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મન ઉપર કાબુ મેળવવો જોઈએ તો જ પરમાત્મા સાથે મિલન થઈ શકે છે તે વાત આપણા સંતો તેના અનેક ભજનો દ્વારા કહી ગયા છે. ભોજલરામ કહે છે કે કીડીબાઈ(જીવ)ની જાનમા ખજૂરોને પણ આમંત્રણ આપવાથી તે પણ આવેલ છે. ભોજલરામે મનને ખજૂરની ઉપમા આપી છે. જેમ મન માથી અનેક વિચારો પ્રગટ થાય છે તેમ ખજૂરોને પણ અનેક ફળો આવેલ હોય છે. આપણામા એક કહેવત છે કે જો ખજૂરનો એક પગ તૂટી જાય તો તે ચાલવાનું બંધ કરતો નથી અથવા તે લૂલો ચાલતો નથી તેમ મનમા પણ અનેક વિચારો પ્રગટ થાય છે તેથી થોડા વિચારો કાઢી નાખવાથી મન સુધરી ગયું છે તેવું માનવામાં આવતું નથી કારણ કે જેમ ખજૂરો પણ થોડા ઓછા પગે પણ ચાલી શકે છે તેમ મન માથી થોડા વિચારો નીકળી જવાથી તે વિચારવાનું બંધ કરતું નથી પણ તે તેનું કામ ચાલુ જ રાખે છે. જેમ ખજૂરો થોડા પગે પણ આટા ફેરા મારવાનું બંધ કરતો નથી તેમ મન પણ પોતાના થોડા વિચારો નીકળી જવાથી વિચારવાનું કે આટા ફેરા મારવાનું બંધ કરતું નથી. કારણ કે આપણા સંતોએ પણ કહ્યું છે કે મન ચંચળ છે તેથી તેને અટકાવી શકાતું નથી.
મનને ઇન્દ્રિયોના વિષયોમા ભાવ છે તેથી ઇન્દ્રિયોને વિષય ભોગ ભોગવવા માટે આમ તેમ આટા ફેરા મારે છે. આ વિષય ભોગ મનને વધારે ખેંચી નીચો લઈ જતો હોય છે તેથી ઇન્દ્રિયોનો ઉપયોગ કરી તેને કાબુમા લાવે છે કારણ કે દેહની ઇન્દ્રિયો જડ છે પણ જીવની ચેતન શક્તિના આધારે તે ચેતનવંતી થતી હોવાથી કામ કરે છે. મન વિષય ભોગનો ભોગ ભોગવવા માટે દેહની ઇન્દ્રિયો તેના કાબુમાં હોવાથી વિષય વાસનાના ભોગો ભોગવી આનંદ માણે છે. મન વિષયોમાં દોડ્યા કરે છે અને તેનો ભોગ ભોગવતા તેને ખજૂર જેવા મીઠા લાગે છે તેથી જ ભોજલરામ કહે છે કે ખજૂરો વહેંચે છે ખારેક તેવું કહ્યું છે.
ભોજલરામ કહે છે કે જો ભક્તે પરમાત્માને પામવું હોય તો ભક્ત પૂર્ણ રીતે ચરણાગતિ સ્વીકારી લેવી પડે છે તો જ ભક્તિમા સફળતા મળે છે. પરમતત્વની પરમનો રાહ ગુરુ જ બતાવતા હોવાથી ગુરુના ચરણે જઈ તન, મન અને ધન તેના ચરણે ધરી દેવું પડે છે એટલે કે સંપૂર્ણ ચરણાગતિ સ્વીકારી લેવી પડે છે. તે સિવાય ભક્તિરૂપી જાનમા પરમાત્માને મળવાની જાનમા જઈ માંડવા સુધી પહોંચી શકાતું નથી. ભોજલરામ કહે છે કે જેમ દિવસે સૂર્યના પ્રકાશમા ધૂળની આંખો ખુલતી નથી તેમ જ્યારે પરમાત્માનો દિવ્ય પ્રકાશ ફેલાય છે તે સમયે પણ ભક્તોની આંખો ખુલતી નથી અને બંધ થઈ જાય છે એટલા માટે જ કહ્યું છે કે આંખો બંધ કરીને એટલે કે બહારની વસ્તુઓ નિહાળવાની બંધ કરીને અંદરની વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરો. અંદરની વસ્તુઓ નિહાળવી એટલે કે ઘટ ભીતરમા ઝાંખીને જોશો તો દિવ્ય દૃષ્ટિ જાગૃત થવાથી પરમાત્માના દર્શન તમારા અનુભવના આધારે તેની અનુભૂતિ થઈ શકશે એટલે કે પરમાત્માના દર્શન કરી શકશો. જેમ સૂર્ય પ્રકાશને લીધે ધૂળની આંખો બંધ થઈ જાય છે તેથી દિવસ હોવા છતાં ધૂળને દેખાતું નથી તેમ જ્યારે ઘટ ભીતરમા પ્રકાશ ફેલાવા લાગે છે તે સમયે ભક્તોની આ ચામડાની આંખો બંધ થઈ જાય છે એટલે કે બહારની વસ્તુઓને નિહાળવાનો ભાવ મટી જાય છે. ધૂળને રાત્રીના સમયે દિવ્ય જેવું દેખાવા લાગે છે તેમ ઘટ ભીતરમા દિવ્ય દૃષ્ટિ જાગી જવાથી ઘટ ભીતરમા રહેલા આત્માની ઓળખાણ થવા લાગે છે. પરમાત્માના ગુણગાન ગાવાનો ભાવ જાગતા ભક્તો ગુણગાન ગાવા લાગે છે.
ભોજલરામ કહે છે કે સુંદર ભાવો રૂપી મોરલો છે. ખજૂરા રૂપી મન છે તેથી ઇન્દ્રિયોના વિષયોમા તે ભટક્યા કરે છે. ધુડ રૂપી સંપૂર્ણ ચરણાગતિ જો સ્વીકારવામા ન આવે તો દિવસ સમયે તેની આંખો બંધ થઈ જવાથી દિવસના સમયે તેને કઈ પણ દેખાતું નથી અને રાત્રીના સમયે તેને દેખાય છે તેમ ભક્તો પણ સંપૂર્ણ ચરણાગતિ સ્વીકારી ભક્તિના રાહે ચાલે તો બહારની વસ્તુઓ જોવા માટેની જે ચામડાની આંખો છે તે બંધ થઈ જાય છે અને ઘટભીતરમા દિવ્ય દૃષ્ટિ જાગૃત થઈ જતા ઘટ ભીતરમા આવેલી વસ્તુઓનો ખ્યાલ આવવા માંડે છે. આ સમયે પોપટ(મોહ)રૂપી મોહ તે અનેક પ્રકારના વિષયો રૂપી મોહ રૂપી પકવાનનો ભોગ ભોગવવાનો પ્રયત્ન કરે છે તે સમયે તેને આનંદ આવે છે.
(૩) મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માનવીયો ગોળ,
પંડે રૂડો ને કરે ખાતળી, ગોળ ઉપડી ન જાય.
ભોજલરામ તેના ભજનની ત્રીજી કડી દ્વારા કીડીબાઈની જાન વિષે વાત કરતા કહે છે કે, કીડીબાઈની જાનમા પંખી પારેખડા, મોરલો, ખજૂરો, ધુડ અને પોપટ આવ્યા છે. કીડીબાઈની જાન એટલે જીવને પરમાત્મા તરફ જવાની અને તેનામા ભળી જવા કે લય થઈ જવાની જે વાત છે તે કીડીબાઈની જાન છે. આ જાનમા મોરલો પણ હાજર છે એટલે કે સુંદર ભાવનો માંડવો રોપીને વ્યવસ્થા કરવાના કામે લાગી જાય છે. ખજૂરા રૂપી મન ઇન્દ્રિયોના વિષયોમા રસ્યા કરે છે. ધુડ રૂપી સંપૂર્ણ ચરણાગતિ સ્વીકારવી પડે છે. પોપટ રૂપી મોહ ઇન્દ્રિયોના પકવાન રૂપી વિષયોના ભોગો પીરસી રહ્યો છે.
ભોજલરામ કહે છે કે પંખી પારેખડા, મોરલો, ખજૂરો, ધુડ અને પોપટની આ જાનમા હાજરી છે એટલે કે દેહના વળગણો જીવને છે ત્યાં સુધી આ તમામ તેની સાથે જોડાયેલા રહે છે. ભોજલરામ કહે છે કે, કીડીબાઈની જાનમા મકોડો પણ આવે છે એટલે કે મકોડાને પણ આમંત્રણ આપવામા આવેલ છે. આ મકોડાને દેહ રૂપીભાવ કહ્યો છે એટલે કે મકોડો છે તે દેહભાવ છે. મકોડો જો કોઈ વસ્તુને પકડી રાખે પછી તે વસ્તુને તે મુક્ત કરતો નથી. જો મકોડાને આ વસ્તુથી અલગ કરવો હોય તે સમયે તેને ખેંચવામા આવે તે સમયે મકોડાનું માથું તૂટી જાય છે પણ વસ્તુ મૂકતો નથી. આ દેહભાવ સાથેની જીવની પકડ પણ મકોડા જેવી છે. માણસ મરી જાય ત્યાં સુધી દેહભાવની પકડ માથી છૂટતો નથી તેથી જ્યાં સુધી દેહભાવ કે દેહના વળગણો ના મરે કે ન મરે ત્યાં સુધી પરમાત્માના ઘરની વાત સમજાતી નથી.
કીડીબાઈની જાન એટલે કે જીવને પરમતત્વની પરમ કરવાની ભક્તિ રૂપી જાનમા એટલે કે ભક્તિના રાહમા દેહ ભાવ મટાડવાની કે દેહના વળગણો માથી બહાર નીકળવાની સંતોએ વાત કરી છે. દેહભાવ માથી જીવને બહાર કાઢી જેમ મકોડાને માળવે ગોળ લેવા મોકલવામાં આવે છે તેમ જીવને ઉચ્ચ ભૂમિકા(માળવો)એ લઈ જવાનો પ્રયત્ન કરવામા આવે છે. ભોજલરામ કહે છે કે, દેહભાવ રૂપી મકોડો માળવે(ઉચ્ચભૂમિકા) જાય છે અને ત્યાં આ સ્થળે ગોળનું માટલું મળી જાય છે પણ આ માટલું તે ઉપાડી શકતો નથી. જીવ ઉચ્ચકક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરે છે અને આ ઉચ્ચકક્ષાએ પહોંચી જતા તેને માળવિયા ગોળ રૂપી માટલું એટલે કે જ્ઞાનરૂપી માળવિયો ગોળ મળી જાય છે એટલે કે તેને જ્ઞાન પ્રગટ થઈ જાય છે પણ તે આ જ્ઞાનને ગ્રહણ કે પકડી શકતો નથી.
મકોડો શરીરથી ઘણો રૂડો રૂપાળો છે, તેની રૂડ પાતળી છે તેથી તેના રૂપમા વધારો કરે છે. આ દેહ પણ રૂડો રૂપાળો છે અને રંગે રે રૂપાળો પણ છે, પણ મોહની મધ લાગે તે મરી જનારો છે. મધ એટલે કે વિષય વાસનાના ભોગો મધના જેમ જીવને મીઠા લાગે છે અને જીવને આ મદલાવન અડી જતા કે જીવ તેને આધી જતા ભોગોના ભોગ ભોગવવા માથી નજરે રહેતો નથી. આ મધરૂપી મોહળાણ અડી છે કે જેમ મકોડો જે વસ્તુ સાથે ચોંટી જાય છે તેને છોડવાનો કે તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવામા આવે છે તે સમયે તેનું માથું તૂટી જાય છે પણ આ વસ્તુ મૂકતો નથી તેમ જીવ મોહરૂપી મધલાવાને લીધે દેહના વળગણો માથી છૂટતો નથી. જો તેને આ વળગણો માથી છોડવાનો પ્રયત્ન કરવામાં આવે તો દેહ માથી જીવ નીકળી જાય છે પણ ભાવ માથી બહાર આવી શકતો નથી.
જો દેહભાવ મટી જાય તો માનવીયા રૂપી ગોળ કે જેને જ્ઞાન કહેવામા આવે છે તે પ્રાપ્ત થઈ જાય છે. મકોડાને માનવીયા રૂપી ગોળનું માટલું મળી જાય છે પણ તેને ઉચકવાની પ્રયત્ન કરતો નથી તેથી તે ઉપાડી શકતો નથી તેમ જીવને જ્ઞાન પ્રાપ્ત થવાનો મોકો ગુરુ તરફથી કે સત્સંગ માથી મળી જાય છે પણ તે દેહના વળગણોને લીધે તેને ગ્રહણ કરી શકતો ન હોવાથી આ જ્ઞાનને તે ગ્રહણ કરી શકતો નથી.
(૪) મીનીબાયને મોકલ્યા ગામમા રે, એવા નોતરવા ગામ,
સામા મળ્યા બે કુતરા, બીલાડીને કરડ્યા બે કાન.
ભોજલરામ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે, કીડીબાઈની જાનમા મીનીબાઈને પણ આમંત્રણ આપતા તે પણ જાનમા આવી જાય છે. ભોજલરામ કહે છે કે માલવીયા રૂપી ગોળ એટલે કે જ્ઞાન જ્યારે મળી જાય છે તે સમયે વિચારોમા પરિવર્તન આવી જતા સદવિચારો જાગવા માંડે છે. જ્યારે સદવિચારો જાગવા માંડે છે તે સમયે સદવૃત્તિની જાગૃતિ થઈ જાય છે. આપણા મનમા દરેક સમયે અનેક પ્રકારની વૃત્તિઓ એટલે કે ભાવો જાગતા હોય છે તેમા ઘણા નબળા ભાવો તેમજ સારા ભાવો પણ હોય છે. જ્યારે માણસને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે કે સાચું શું છે ? અને ખોટું શું છે ? તેની પરખ થવા લાગે છે તે સમયે ધીમે ધીમે નબળા ભાવો નીકળવા માંડે છે અને સદભાવ કે વિચારો રહી જાય છે. સદવૃત્તિ એટલે કે સારો ભાવ જાગતા આ જીવની ભક્તિના માધ્યમથી પરમાત્માને મળવા માટેની જાનમા આમંત્રણ આપે છે. જેમ કે કીડીબાઈ પંખી પારેખડા, મોરલો, ધુવડ, ખજૂરો અને પોપટને આમંત્રણ આપતા કીડીબાઈની જાનમા આ તમામ આવી જાય છે. આ જાનમા મીનીબાઈને પણ આમંત્રણ આપવામાં આવે છે તેથી મીનીબાઈ પણ આવી જાય છે. મીનીબાઈ તે સદવૃત્તિનું પ્રતિક છે. જ્યારે સદવૃત્તિ જાગે છે તે સમયે તમારામા આમંત્રણ આપવાનું મન થાય છે. મીનીબાઈ કીડીની જાનમા આવ્યા એટલે કે જીવને પરમાત્મા સાથે મેળાપ કરવા જે ભક્તિ રૂપી જાન તૈયાર કરેલ છે તેમા તમામને જોડવા સદવૃત્તિ આવા તમામ લોકોને આમંત્રણ આપવામા આવે છે.
ભોજલરામ કહે છે કે, સદવૃત્તિ રૂપી મીનીબાઈ જ્યારે ગામમા આમંત્રણ આપવા જાય છે તે સમયે તેને સામા બે કુતરાઓ મળે છે. આ બે કુતરાઓ તે હે અને મારું છે. આ સમયે બે કુતરા રૂપી હું અને મારું તેવા બે ભાવો હોય છે તેમા બે કુતરાઓ જે વિસ્તારમા રહેતા હોય છે તે વિસ્તારમા અજાણ્યું કોઈ કુતરું ઘૂસી જાય તો આ વિસ્તાર મારો છે અને અમે તેના માલિક છીએ તેથી બીજું કોઈ આ વિસ્તારમા ઘૂસવો ન જોઈએ અને આ વિસ્તારનો લાભ અમારા સિવાય બીજા કોઈને મળવો ન જોઈએ તેવું હું પણું અને પોતાનું પણું જાણી જતા બીજા નવા કુતરાની પાછળ પડીને તેના વિસ્તાર માથી બહાર કાઢે છે. કુતરો એવું વિચારે છે કે હું આ વિસ્તારનો માલિક છું અને આ વિસ્તાર મારો હોવાથી તેમા બીજો કોઈ આવવો ન જોઈએ. આપણામા સદવૃત્તિ જાગી જાય છે પણ હું અને મારું રૂપી બે કુતરા આવેલા છે તે જ્ઞાનને ઘટ ભીતરમા દાખલ થવા દેતા નથી કે જ્ઞાનને મુશ્કેલી ઉભી કરતા હોય છે. ભક્તિના રાહે હું અને મારું આડે આવે છે.
ભોજલરામ કહે છે કે સદવૃત્તિ રૂપી મીનીબાઈને હું અને મારું રૂપી બે કુતરાઓ સામે મળે છે. આ સમયે હું અને મારું નામના બે કુતરાઓ મીનીબાઈના બે કાનને કરડી જાય છે. મીનીબાઈના બે કાન એટલે કે સદવૃત્તિના બે ભાવો છે. આ બે કાન છે તે જ્ઞાન અને વિવેક છે એટલે કે સદવૃત્તિના ભાવોમા જ્ઞાન અને વિવેક સમાયેલા હોય છે. જ્યારે સદવૃત્તિ જાગે છે અને સાધુ સંતોને આમંત્રણ આપી સત્સંગ કરવાનું મન થાય છે તે સમયે હું અને મારું નામના બે કુતરા સામે આવીને ઉભા જાય છે. આ હું અને મારું નામના બે કુતરાઓ સદવૃત્તિના બે કાન એટલે કે જ્ઞાન અને વિવેક છે તેને કરડી જાય છે એટલે કે તેને ઈજા પહોંચાડી તેને ઘાયલ કરી નાખે છે અથવા તો તેનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. મીનીબાઈના જે બે કાન વિનાની બની જવાથી તે કશુંય લાગી છે તેમ સદવૃત્તિ જાગી હોય પણ જ્ઞાન અને વિવેકનો અભાવ હોવાથી સદવૃત્તિ કદરાની બની જાય છે એટલે કે નકામી બની જાય છે અથવા તો સદવૃત્તિ કે સદભાવ અટકી જાય છે.
(૫) ઘોડે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીડો બાંધી છે કટાર,
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા, ગધેડો ફૂંકે રે શરણાઈ.
ભોજલરામ તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ કીડીબાઈની જાનમા ઘોડાને પણ આમંત્રણ આપવામા આવે છે. આ ભજનમા ઘોડાને બળવાન દેહની ઇન્દ્રિયો કહેવામા આવી છે. નાની ઉંમર હોય તે સમયે પણ દેહની ઇન્દ્રિયો પણ બળવાન હોય છે તેવી ઘોડાની જેમ દેહ પણ આમ તેમ ઠેકડા મારતો હોય છે. બળવાન ઇન્દ્રિયો(ઘોડો) ભોગ વિલાસ (ઘુઘરા) ભોગવવામા આમ તેમ નાચ્યા કરે છે તેમ ઘોડાને પગે ઘુઘરા બાંધતા તે તેના માટે નાચે છે. કીડીબાઈની જાનમા કાકીડાને પણ આમંત્રણ આપવામા આવેલ હોવાથી તે પણ આવી જાય છે. આ કાકીડો કેરો કટાર બાંધીને આમ તેમ આંટા ફેરા મારે છે. આ ભજનમા ભોજલરામે કાકીડો એટલે ખરાબવૃત્તિ કે ચંચળ મનોવૃત્તિ કહી છે. જેમ કાકીડો પોતાના રંગ બદલ્યા કરે છે તેમ મન પણ અનેક અવનવા વિચારો કરીને પોતાનો ભાવ બદલે છે. આ ભાવોમા સારી વૃત્તિ પણ જાગે છે અને નબળી વૃત્તિ પણ જાગે છે. આ સમયે સારા અને નબળા ભાવ રૂપી કટાર કેરો બાંધીને કાકીડો ફરે છે.
ભોજલરામ કહે છે કે કીડીબાઈની જાનમા કાકીડો આવે છે અને ઊંટને પણ આમંત્રણ આપવાથી ઊંટ પણ જાનમા આવે છે. ભોજલરામે ઊંટને ઊટકતી એટલે કે મૂર્ખતા, જડતા મનમા જાગે છે. ભોજલરામ કહે છે કે આવી ઊટકતી વાળા લોકો બીજાના દોષો જ જોવા માથી નવરા પડતા નથી અને પોતાના દોષો ઉપર ધ્યાન આપતા નથી. ઉંટવૃત્તિવાળા લોકો ગળે ઢોલકા બાંધીને ફરતા કરે છે કે હું બધાથી ઊંચો છું અને હું જ જ્ઞાનનો જાણકાર છું. બીજા લોકોને મારા જેટલું ખબર પડતી નથી તેમ કહીને પોતે પોતે પોતાના ઢોલકા વગાડ્યા કરે છે. કીડીબાઈની જાનમા ગધેડાને પણ આમંત્રણ આપવામાં આવે છે તેથી ગધેડો પણ જાનમા આવે છે. ગધેડો જાનમા શરણાઈ વગાડે છે. ગધેડો છે તે અવિવેકનું પ્રતિક કે નિશાની છે. આવી રીતે ભક્તિના માર્ગમા તમામ સારા માણસો હોય છે તેવું નથી પણ ઘણા અવિવેકી ભક્તો પણ હોય છે. આ અવિવેકી ભક્તો મોટી મોટી વાતોની શરણાઈઓ વગાડ્યા કરે છે એટલે કે મોટી મોટી વાતો કરવા માથી નવરા પડતા નથી અને પોતાની બડાઈ બતાવ્યા કરે છે. આ લોકો જે મોટી મોટી વાતો કરે છે તેમા સમજવા જેવું કશું હોતું નથી પણ તેઓ એવું માની રહ્યા છે કે, અમે જગતના લોકોને સમજાવી રહ્યા છીએ. આવા લોકો તેના મુખેથી સારી વાતો કરે છે અને લોકોને ભક્તિ કેમ કરવી તેવું સમજાવે છે પણ તેનામાં આવા કોઈ જાતના સારા ગુણો હોતા નથી તેમ છતાં લોકોને સમજાવવાની કોશીશ કરે છે. આવા લોકોમા રહેણી કરણીનો અભાવ હોય છે તેમ છતાં જગતના લોકોને કહે છે કે, ભક્તિના માર્ગમા રહેણી કરણીમા રહીને ભક્તિ કરવી જોઈએ અને વચનની મર્યાદા જાળવી ભક્તિના માર્ગે આગળ વધવું જોઈએ. આવા લોકો પોતે તો ગુરુના વચનનું પાલન કરવાનું તો ઠીક છે પણ સામાજિક વ્યવહારમા આપતી વાતનું પણ પાલન કરતા નથી.
(૬) ઉંદર મામા હાલ્યા રીસામણે રે, બેઠા જઈ દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે, મને કપડા પહેરાવ.
ભોજલરામ તેના ભજનની છઠ્ઠી કડી દ્વારા સમજાવે છે કે, કીડીબાઈની જાનમા ઉંદરમામાને પણ આમંત્રણ આપવામા આવે છે તેથી ઉંદરમામા પણ જાનમા આવે છે. આ જગતમા જે શક્તિશાળી વૃત્તિ વાળા છે તેને ઉંદરમામા કહેવામા આવે છે. જ્યારે જળવાળા પરમાત્માના મિલન માટે જાય છે તે સમયે તે રીસાઈ જાય છે કારણ કે આ કામ તેને ગમતું નથી. જેમ ઉંદર કામો કરવા વાળા લોકોને પાસે ભક્તિ કરવી ગમતી નથી. આ લોકો પોતે તો ભક્તિ કરતા નથી પણ બીજા કોઈ ભક્તિ કરતા હોય તો પણ તેને ગમતી વાત નથી તેથી તેની કાયમને માટે ખરાબ વાતો કર્યા કરે છે. આવા લોકોને સત્સંગમા આવવા માટેનું આમંત્રણ આપવામા આવે તે સમયે રીસાઈ જાય છે અને ઘર છોડીને ખેતરે ચાલ્યો જાય છે. જેમ ઉંદર મામા પણ રીસાઈને દરિયાને બેટ ચાલ્યો જાય છે. આ દરિયાને બેટે ઉંદરમામા જાય છે ત્યાં તેને દેડકો મળે છે આ દેડકો એટલે અસ્થિરવૃત્તિ કે જેની વૃત્તિ સ્થિર નથી તેવો માણસ છે તે દેડકો છે.
ભક્તિ રૂપી જાનમા આવા અસ્થિર વૃત્તિવાળા ભક્તો પણ હોય છે. અસ્થિર વૃત્તિ માણસ કે ભક્તોનું મન સ્થિર ન હોવાથી આમ તેમ ભટક્યા કરે છે જેમ દેડકો બેઠો બેઠો ડગમગે છે તેવું કામ કરે છે. આ અસ્થિરવૃત્તિ તે નગ્ન બેઠેલી અને ઢંગધડા વિનાની કહેવાય છે. જો કોઈ તેને જ્ઞાનના વાઘા(કપડા) કાયમને માટે પહેરાવી દે તો દેડકાને અસ્થિરવૃત્તિ રૂપી નગ્નતા મટી જાય છે અને જ્ઞાન રૂપી વાઘા પહેરી લીધા હોવાથી તે રૂપાળો લાગે છે તેવી જ દેડકો કહે છે કે મને કોઈ જ્ઞાન રૂપી કપડા પહેરાવીને રૂપાળો કરો તેવો પોકાર પાડી રહ્યો છે.
(૭) વાંસે ચડ્યો એક વાંદરો રે, જુવે જાનુની વાટ,
આજ તો જાનને લૂંટવી, લેવા સર્વેના પ્રાણ.
ભોજલરામ તેના ભજનની સાતમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, કીડીબાઈની જાનમા વાંદરાને પણ આમંત્રણ આપવામા આવેલ હોય તેથી તે પણ જાનમા આવી જાય છે. વાંદરો તે કાળનું પ્રતિક કે નિશાની છે. વાંદરો વાંસે ઊંચે ચડે છે તેથી કાળથી બચવા ગમે તેવી ઊંચાણવાળા સ્થળે સુધી જવામા આવે તો કાળ પણ આવી જગ્યાએ આવી જાય છે અને તેને તેના ખપ્પરમા લીધા સિવાય મુકતો નથી. ગીતામા શ્રીકૃષ્ણે કહ્યું છે કે સર્વ લોકોનો નાશ કરનારો અને નિરંતર વધ કરનારો હું કાળ છું તેથી માણસો કોઈ રાજા હોય કે રંક હોય તે કાળનો સમય આવે તે સમયે કાળ પકડીને ઘેર જાય અને પરમાત્માને ઘેર જાય છે તે સમયે તેને લૂંટવાની રાહ જોઈને અને જાનમા આવેલા તમામને મારી નાખવાનો વિચાર કરીને રાહ જોઈને બેઠો છે. ભોજલરામ કહે છે કે,
કાળ ન મુકે કોઈને,
મરને અમરબંધો હોય.
ભોજલરામ કહે છે કે આ કાળના ખપ્પરમા સમરબંધો પણ આવી જાય છે કારણ કે કોઈ મહાન સંત હોય કે ભક્ત હોય તેને કાળ ભેટિયા વગર રહેતો નથી એટલે કે આવા મહાન લોકો પણ કાળના ખપ્પરમા આવ્યા સિવાય બાકી રહેતા નથી. કોઈ પણ માનવી હોય પછી તે રાજા હોય કે રંક તેનો અંત આવી જવાથી આ સંસાર છોડીને ચાલ્યા જવું પડે છે તે વાત નક્કી છે અને આવા અનેક બનાવો આપણે સાંભળ્યા છે અને નજરે નિહાળ્યા પણ હોય છે. આવા લોકોને પણ કાળનો કોળિયો થઈ જવું પડે તો તેમા બીચારી કીડીનું શું ગજું કે તે બચી શકે.
(૮) કઈ કીડીને કોની જાન છે રે, સંતો કરજો વિચાર,
ભોજા ભગતની વિનંતી, સમજ ચતુર સુજાણ.
ભોજલરામ તેના ભજનની આઠમી અને છેલ્લી કડી દ્વારા એવું જણાવે છે કે, હે, સંતો ભક્તો મે કીડીબાઈની જાનની વાત કરી છે તો કીડી કોણ છે ? અને કીડી એક નારી રૂપ હોવાથી સામાજિક રીતે રીવાજ મુજબ પુરુષ વર્ગનો માણસ જ સ્ત્રી વર્ગની નારીને પરણી અને તેને પોતાને ઘેર લાવવા માટે જાન લઈને જાય છે. ભોજલરામ કહે છે કે આ વાત હું પણ જાણું છું તેમ છતાં મેં ભજનમા એવું કહ્યું છે કે કીડીબાઈ એટલે નારી પોતાની જાન લઈને જાય છે. ભોજલરામ કહે છે કે આ વાત હું પણ જાણું છું તેમ છતાં મેં ભજનમા એવું કહ્યું છે કે કીડીબાઈ એટલે નારી પોતાની જાન લઈને પરણવા જાય છે તો આ વાતનો મર્મ શું છે ? તે જાણવાની જરૂર છે. ગુરુગમની વાત ગહન હોય છે તેથી સામાન્ય બુદ્ધિથી તે સમજ શકાતી નથી. જો બહારની વાત હોય તો બુદ્ધિશાળી માણસ તેની બુદ્ધિના આધારે આ વાતને સમજ શકે છે. આ ભજનમા જે વાત કરવામાં આવી છે તે વાત ઘટ ભીતરની વાત છે અને આ વાત અગમ હોય છે તેથી તેને સુગમ કરીને સમજવી ઘણી અઘરી પડે છે. ભોજલરામ કહે છે કે ભક્તો છે તેઓ ગુરુના ચરણે ગયેલ હોવાથી તેમને તેમના ગુરુએ બ્રહ્મજ્ઞાન સમજાવીને અંદરની વાતનું ભાન કરાવી દીધેલ હોવાથી તેઓ આ વાતની જાણકારી ધરાવતા હોય છે. જે માણસ ગુરુના ચરણે ગયેલ ન હોય અને બ્રહ્મ એટલે શું ? તેની જાણકારી ન હોય તેવા લોકો આ વાત સમજી શકતા નથી તેથી જ ભોજલરામ આ ભજનનો મર્મ શું છે તે બાબતે સંતોને કહ્યું છે. આ ભજનનો મર્મ તો ગુરુના ચરણે ગયેલા અને સંત કક્ષાએ પહોંચેલા સંતો ભક્તો જ જાણી શકે છે અને મર્મ સમજને જાહેર કરી શકે છે. સંતકબીરે પણ ઘણા ભજનોની રચના કરીને તેમા ગુરુગમની વાત ભજનો દ્વારા સમજાવવાની કોશિશ કરી છે અને અને તેના ભજનના છેલ્લા કડીમા એવું જણાવ્યું છે કે હે, સંતો તમે આ ભજનનો મર્મ સમજજો કારણ કે ગુરુગમની વાત તો આ રાહે ચાલેલા ભક્તો કે સંતો જ સારી રીતે સમજ શકે છે તેવી સંતોને ભલામણ કરી છે.
ભોજલરામ આ ભજનમા વિનંતી કરીને કહે છે કે હે, સંતો ભક્તો હું તમને વિનંતી કરીને કહું છું કે મેં જે કીડીબાઈની જાનમા ભજનની રચના કરી છે તેમા ઘટ ભીતરની વાત જણાવી છે તો તેમા કીડી કોણ છે ? તેની જાણકારી અનુભવી સંતો ભક્તો જ જાણતા હોવાથી તમે વિચાર કરીને આ ભજનનો જો મર્મ સમજાવશો તો બીજા માણસને આ ભજનનું રહસ્ય કે મર્મ સરળ રીતે સમજાય જશે. જો તમે નહીં સમજાવો તો મારું ભજન ફક્ત ભજન તરીકે જ રહી જશે પણ તેના રહસ્યની જાણકારી કોઈને મળી શકશે નહીં તેથી મારા ભજનની કોઈ કિંમત જ રહેશે નહીં.
ભોજલરામે કીડી બાઈની જાન તેવા ભજનની રચના કરીને દેહની અંદરની વાતને સમજાવવાની કોશિશ કરી છે. જો આ ભજન કોઈ વાંચે તો પ્રથમ એવો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ, ભોજલરામે જીવને કીડી જેવો નાનો કહ્યો છે અથવા તો જીવની કીડી સાથે શા માટે સરખામણી કરી છે. દેહમા રહેલો જીવ કે આત્મા તો તમામ ઇન્દ્રિયો કરતા મોટો કહેવાય છે કારણ કે તેની ઉર્જાને આધારે જ દેહની ઇન્દ્રિયો જડ હોવા છતાં આ ઉર્જાના આધારે પોતાની જડતા ત્યાગીને દેહને કાર્યરત રાખવામા મદદ કરે છે તેથી તેના આધારે જ દેહના વ્યવહારો થાય છે. દેહમા વધારામાં વધારે નુકશાન કરનારું કે ભક્તિના માર્ગે અડચણો ઉભી કરનારું કોણ છે ? તો જવાબ એવો મળે છે કે અભિમાન છે અને હાથીની સાથે આ અભિમાનની સરખામણી કરી છે કારણ કે પ્રાણીઓમા હાથી મોટો છે.
ભોજલરામ જેવા મહાન જ્ઞાની સંત દેહના ઇન્દ્રિયોની પૂર્ણ રીતે જાણકારી ધરાવતા હોવાથી તે તેની વાત કરવામાં કે બીજા સાથે તેની સરખામણી કરવામા કોઈ દિવસ ભૂલ ન કરે તે સીધી વાત છે. ભોજલરામ જેવા મહાન જ્ઞાની સંત દેહની ઇન્દ્રિયોની પૂરી જાણકારી ધરાવતા હોવાથી તે તેની વાત કરવામાં કે બીજા સાથે તેની સરખામણી કરવામાં કોઈ દિવસ ભૂલ ન કરે તે સીધી અને સરળ વાત છે. ભોજલરામે જીવની કીડી સાથે સરખામણી એટલા માટે કરી છે કે, કીડી તે જીવ જંતુઓમા નાની છે. જીવ મોટો હોવા છતાં નાનો એટલા માટે કહેવામા આવ્યો છે કે, જીવ જ્યાં સુધી ગુરુના ચરણે જઈ પરમાત્માને પામવાની કોશિશ ન કરે કે તેનો ભાવ પરમાત્મા તરફ ન જાગે ત્યાં સુધી જીવ નાનો છે.
જ્યારે જીવ ગુરુના ચરણે જાય છે અને પરમાત્માની પરમ કરવાના કામે ભક્તિનો આધાર પકડી આગળ વધે છે તે સમયે તેની વિશાળતા વધતી જાય છે એટલે કે પોતે વામન(નાનો) માથી વિરાટ રૂપ ધારણ કરે છે. કીડી રૂપી જીવનો પરમાત્માને મળવા માટેની જાન તૈયાર કરીને જવાની તૈયારી કરી રહેલો છે તેવો આ સમયે જીવ નાનો છે તેવું કહેવામા આવ્યું છે. જો કોઈ માણસને પરમાત્માની પરમ કરવાનો ભાવ જાગે તો ગુરુના ચરણે જવાનો વિચાર કરે છે. બ્રહ્મજ્ઞાની ગુરુ મળી જાય તો પરમાત્માના ઘરનો માર્ગ બતાવે છે અને પરમાત્માને ઘેર જવું તો કેવી રીતે જવું તે વાત સમજાવીને તેની રીત બતાવે છે તેથી ગુરુ તો ફક્ત આપણા માર્ગ દર્શક જ છે. ભક્ત પોતાના ગુરુના બોધના આધારે પોતાનો અનુભવ મેળવે છે અને પોતાના અનુભવના આધારે જ પરમાત્માની પરમ કરી શકે છે તેમા ગુરુનો અનુભવ કામ આવતો નથી પણ ગુરુનું માર્ગ દર્શન તેમા મદદ રૂપ થાય છે તેથી ગુરુ મળી ગયા કે ગુરુના ચરણે ગયા એટલે આપણું કામ થઈ ગયું તેવા વહેમમા કોઈએ રહેવાની જરૂર નથી. જીવાત્મા પોતાના સ્વરૂપે ગુરુના માર્ગ દર્શન મુજબ પરમાત્માને ભજે છે અને તેમાંથી અનુભવ મેળવે છે તેને જ પરમાત્મા તેના અનુભવના આધારે ભક્તને અનુભૂતિ કરાવે છે કે પરમાત્માના દર્શન થઈ ગયા છે તેવું માનવામાં આવે છે.
કીડી જેવું એક નાનું સરખું જંતુ એટલે કે જીવ પરમાત્માને મળવા જાય છે તેથી ભોજલરામે તેને કીડીની જાન કહી છે. આ જાનમા પારેખડા જેવા ભોળા ભક્તો જાનમા આવીને કીડીનું સન્માન કરે છે તેમ સત્સંગમા આવેલા ભોળા ભક્તો પણ આમંત્રણ આપનાર ભક્તનું સન્માન કરે છે. મનરૂપી ખજૂરો, ધુડ રૂપી સંપૂર્ણ ચરણાગતિ સ્વીકારનારા, પોપટ રૂપી મોહ, જીવદયા રૂપી મકોડો, માલવીયા ગોળ રૂપી જ્ઞાન, સદભાવ કે સદવૃત્તિ રૂપી મીનીબાઈ, બે કુતરા એટલે કે હું અને મારું, બે કાનરૂપી જ્ઞાન અને વિવેક, ઘોડારૂપી બળવાન દેહની ઇન્દ્રિયો, ઘુઘરા રૂપી ભોગવિલાસ, કાકીડો રૂપી ખરાબ વૃત્તિ, કટાર રૂપી નીચા અભિમાન, ઉંટ રૂપી મૂર્ખતા અથવા જડતા, ગળે ઢોલકા રૂપી હું જ તમારાથી ઊંચો છું તેવી વાત કરનાર, ઉંદરમામા રૂપી આળસુ સાધુ કે તેવી કટાક્ષવાળી વૃત્તિ વાળા લોકો પરમાત્માના સત્સંગમા પણ આસપાસ છે અને આવા ગુણો ધારાવનારા ભક્તોને પણ જીવાત્મા મળવા નથી. દેડકો રૂપી અસ્થિર વૃત્તિવાળા ડગમગતા જેમ મગ થયા કરે છે. દેડકો અસ્થિર વૃત્તિ વાળો કે નગ્ન છે. નગ્ન વૃત્તિ તે બેહુદી અને ઢંગધડા વગરની છે. કપડા તે જ્ઞાનના વાઘા છે.
વાંદરો તે કાળનું પ્રતિક કે નિશાની છે, વાંદરો જાનને લૂંટવાની વાત કરે છે અને લૂંટે છે તેમ કાળ પણ કોઈને છોડતો નથી. ભોજલરામ કહે છે કે આ તમામ અવગુણો વાળા ભક્તો ભલે ગુરુના ચરણે ગયા હોય અને ભક્તિ કરતા હોય તેઓ પરમાત્માને ઘેર જઈ સ્વર્ગના દરવાજા ખોલવાની વાત કરે છે તે સમયે પરમાત્મા એવો જવાબ આપે છે કે, જો કીડી રૂપી જીવ એકલો જ પોતાના પગે ચાલીને એટલે કે પોતાના અનુભવના આધારે આવ્યો હોય તો જ પરમાત્માના ઘરના દરવાજા ખુલ્લા છે પણ આ તમામ સાથે લઈને જીવ આવ્યો હોય તો તેને મોક્ષ મળી શકશે નહીં તેથી તેને ફરીવાર નવો દેહ ધારણ કરીને સંસારમા જવું પડશે તે વાત નક્કી છે.
ભોજલરામનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
