પીઠાભગત

પીઠાભગત ટૂંકી જીવનગાથા

પીઠાભગત. (ગુરુ બાલકસાહેબ)

પીઠાભગતની ટૂંકી જીવન ગાથા.

પીઠાભગતનો જન્મ સંવત ૧૮૮૬ (ઈ.સ. ૧૮૩૦) માં જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે વણકર જ્ઞાતિમાં થયો હતો. વંથલી ગામે વડલાના ઝાડ નીચે તેણે સમાધી સંવત ૧૮૮૫ (ઈ.સ. ૧૮૨૯) માં લીધી હતી. પીઠાભગતે બાલક સાહેબ પાસેથી દીક્ષા લઈ તેના શિષ્ય થયા હતા. પીઠાભગત વણાટકામનો ધંધો કરતા હતા. પીઠાભગતના માતા પિતા નાનપણમાં મરણ પામતા તેઓ આમ તેમ રખડતું ભટકતું જીવન ગાળતા આ સમય દરમ્યાન જમિયતશા નામના બહારવટિયાનો ભેટો થયો હતો. આ જમિયતશાને પીઠી મળી જતા તેની સાથે સંબંધ બંધાતા પીઠાને તેની સાથે રાખતા હતા.

એકવાર બાલકસાહેબ નામના સાધુ તેમને મળી જતા પીઠીને તેની સાથે રાખ્યો હતો. બાલકસાહેબ મારવાડના એક ગામમાં સંવત ૧૮૫૭ (ઈ.સ. ૧૮૦૧) ના પોષ સુદ પુનમે શનિવારે મેઘવાળ (વણકર) સમાજમાં થયો હતો અને તેની અટક પઢિયાર હતી. બાલક સાહેબ રાજકોટના થોરાળા વણકરવાસમાં રહેતા હતા તેથી તેની જન્મ ભૂમિ રાજકોટ હતી. આ સ્થળે બાલક સાહેબે સંવત ૧૯૮૨ (ઈ.સ. ૧૯૨૬) માં પોષ વદ અગિયારસને દિવસે જીવતા સમાધિ લીધી હતી. બાલક સાહેબે બોધ આપીને પીઠાભગતને સમજાવ્યું કે પાપી પેટ ભરવા શા માટે બીજાને નુકસાન કરીને બીજાની સાથે વેર બાંધે છે ? અને આ પાપકર્મ તું શા માટે કરે છે ? આ કરેલા પાપનો બદલો દરેકે આપવો પડે છે. બાલક સાહેબ કહેવા લાગ્યા કે હે, પીઠા બીજાને મુશ્કેલી આપી તેને નારાજ કરવામાં શૂરવીરતા નથી પણ પરમાત્માનું નામ સ્મરણ કરીને બીજાને તારીને પોતે ભવસાગર તરી જવામાં જ સાચી શૂરવીરતા છે. પીઠા શક્તિહીન માણસને મારવા અને તેની પાસેથી ધન કે મિલકત હરી લેવી તે મહાપાપ છે. આવું કામ કરનાર માણસ પોતાનું હીનપણું જાહેર કરે છે પણ તેને શૂરવીર કહેવામાં આવતો નથી. પીઠો વિચારવા લાગતા તેના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને પૂર્વનું શાન જાણીતું થતા પીઠાએ આ બહારવટુ ખેલવાનું કામ છોડી દેવા મનમાં નક્કી કરીને કપડાં વણાટના કામે લાગી ગયો. પીઠો કપડાં વણવાના કામે લાગી જતા અને સાથે પરમાત્માના નામ સ્મરણનું કામ ચાલુ રાખતા ધીમે ધીમે તેનામાં જ્ઞાનની જાગૃતિ થવા લાગી. પીઠો લોકોને પરમાત્માના ઘરની વાતો સમજાવવા લાગતા લોકોનું ધ્યાન પીઠી તરફ થવા લાગ્યું. પીઠાભગતની ઉંમર લગ્ન લાયક થતા અને સગાઈ પામી રહ્યા હતા તેથી લોકો પીઠાભગતને લગ્ન કરવાની સમજામણ કરવા લાગ્યા.

પીઠાભગતના લગ્ન ખજૂરા નામના ગામમાં કરવામાં આવ્યા, ધાર્મિક વૃતિવાળી કન્યા મળી જતા પીઠાભગતનો સંસાર સારી રીતે ચાલવા માંડ્યો. પીઠાભગતે સંવત ૧૮૯૮માં વંથલી ગામે વણકર વાસમાં વડલા નીચે સમાધિ લીધી હતી. આ સમાધિ સ્થળ હાલ વંથલી ગામે આવેલું છે અને આ સ્થળે મોટા વડલાનું ઝાડપણ હોય છે. પીઠાભગત કહે છે કે ભેખધારી જોગીઓ જેવા જ માયા માટે બહારવટિયા હતા કારણ કે તેઓ જમિયતશાના નામનો એક બહારવટિયો હતો મળી જતા તેની ટોળીમાં ભળી ને લૂંટફાટનો ધંધો કરતા હતા અને બીજાને હેરાન કરવામાં કોઈ બાકી રાખતા ન હતા. સંતો તરફથી એવું જાણવા મળે છે કે આ બહારવટિયાના માયાના કારણે ઘણાં બધા ગુપ્ત જ્ઞાનીઓ વટે ગયા છે. આ જમિયતના ફક્ત નામથી જ વાતની છે કે તેઓ હવે કોઈને મળતા નથી. જો તેઓ હંમેશા કોઈને મળતા હોય તો જ્ઞાન ગુરુ પ્રગટાવનારાઓ મળી જાય તો જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાયા જાય તે માટે બહારવટિયા રહ્યા હતા. આવી રીતે જેમને જાણે. માલણે, કંબોરાણે અને લાખા જેવા અનેક માથા ભારે માણસો હતા પણ તેને સદગુરુનો ભેટો થઈ જતા તેઓ મહાન સંતોની હરોળમાં આવી ગયા છે. દેવાયત પંડિત જ્ઞાની હતા પણ તે બહુજ અભિમાની હતા. દેવતાણભગીની દશ વર્ષની દીકરી વીરબાઈએ તેને નરસિંહ ગઢનો માર્ગ બતાવી દેવદેવ સાથે મેળાપ કરાવી દીધો હતો તે સમયે તેમનો અહં ગળી જતા તેઓ મહાન સંત તરીકે જાહેર થયા છે અને હાલના સમયે તેમની આગમ વાણીઓ સાચી પડી રહી છે તેથી લોકો તેને કાયમ માટે યાદ કરી રહ્યા છે. લાખાએ ગુરુ ગાદી પકડીને લેવા તેના ગુરુ ઉગમશીને કૂવામાં ફેંકી દીધા હતા અને જ્યારે બીજા માણસોએ તેને બહાર કાઢ્યા અને તેમને પૂછવામાં આવ્યું કે તમને કૂવામાં કોણે ધકેલી દીધા છે ? તે વખતે ઉગમશીએ એવો જવાબ આપેલો કે સાધના કરતા મારામાં અગ્નિ વ્યાપી જતો મેં ખુદ આ અગ્નિ ઓછી કરવા કૂવામાં જંપલાવ્યું હતું. ઉગમશી સમજી ગયા હતા કે મારા શિષ્યમાં જે ખામી રહી ગયેલ છે તે મારા જ્ઞાનની ઊણપ છે તેથી તેઓ કાશીએ જઈને બાર વર્ષ સુધી આ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું અને પછી લાખા પાસે આવી તેના ઉપર હાથ ફેરવતા લાખા કોઢિયો થયો હતો તેનો કોઢ મટાડી દીધો હતો. આગળના સમયના ગુરુઓ પણ આવા મહાન હતા તેથી તેમના શિષ્યો ભવસાગર તરી જતા હતા.

પીઠાભગતનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿