ધીરાભગતના ભજનો

📖 ધીરાભગતના ભજનોનું વિવરણ

(૧) કક્કા ચોટે છે કારમી રે, મરણ મોટેરો માર.

(૧) કક્કા ચોટે છે કારમી રે, મરણ મોટેરો માર,
કંઈક રાણાને કંઈક રાજ્યા, હા રે મેલી ચાલ્યા રે સંસાર,
હેતે હરિનો રસ પીજીએ. — હેતે

(૨) સંસાર ધુમાડાના બાસકા રે, સાથે આવે ન કોઈ,
રંગ પતંગનો ઉડી જશે, હા રે જેમ આકાશના નૂર. — હેતે

(૩) કોના છોરું કોના વાવડું રે, કોના મા અને બાપ,
અંત કાળે જાવું જીવને એકલું, હા રે સાથે પુણ્ય અને પાપ. — હેતે

(૪) માળી રે વીણે રૂડા ફુલડા રે, કળીયો કરે છે વિચાર,
આજનો દિવસ રળીયામણો, હા રે કાલ આપણા શિર ઘાત. — હેતે

(૫) જન્મા તે તો જવાના રે, નથી કોઈ કાયમ રહેનાર,
મરનારાને તમે શું રુવો, હા રે રોનાર પણ નથી રહેનાર. — હેતે

(૬) દાસ ધીરો રમે રંગમા રે, હા રે રમે દિવસને રાત,
હું અને મારું મિથ્યા કરો, હા રે રમો પ્રભુની સંગાથ. — હેતે

ભજનનું વિવરણ

(૧) કક્કા ચોટે છે કારમી રે, મરણ મોટેરો માર,
કંઈક રાણાને કંઈક રાજ્યા, હા રે મેલી ચાલ્યા રે સંસાર,
હેતે હરિનો રસ પીજીએ.

ધીરાભગત તેના ભજનની પ્રથમ કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ જગતમાં જેટલા આવ્યા છે તેવા જીવને એક સમયે તેમને કક્કા ચોટ લાગ્યા વગર રહેશે નહીં પછી તે રાજા હોય કે રંક આ ચોટ માથી કોઈ બચી શકશે નહીં. જીવ દેહમા પોતાની અવધિ નક્કી કરીને આવેલ છે. આ અવધિ પ્રારબ્ધ કર્મ ઉપર આધારિત છે તેવું માનવામાં આવે છે કારણ કે આપણા સંતો કહી ગયા છે કે, દેહનું છેલ્લું પ્રારબ્ધ કર્મ ભોગવાય જાય કે તરત જ જીવ દેહ છોડીને ચાલ્યો જાય છે. જીવ કરોડો વર્ષોથી દેહમા રહેલો હોવાથી તેને દેહાધ્યાસનો રોગ લાગુ પડી ગયેલ હોવાથી તેને દેહ છોડવો ગમતો નથી. જીવને આ પણ ખબર છે કે એક દિવસ દેહ છોડવો જ પડશે તેમ છતાં દેહ સાથેના મોહને લીધે તે દેહ માથી નીકળવાની આનાકાની કરે છે તે સમયે તેને મોટેરામાં મોટેરો માર ખાવો પડે છે અને દેહ સાથે જીવને માર મારીને પણ મુક્ત કરાવવો પડે છે. કારણ કે આ કુદરતી ક્રમ છે.

કુદરતે નક્કી કરેલા ક્રમ કે નિયમોમાં કોઈ ફેરફાર કરી શકતું નથી તે વાત નક્કી થાય છે અને કુદરતના ઘેર ભેદ પણ નથી તેથી રાજા હોય કે રંક તમામને તેના અંત સમયે જવું જ પડે છે. ઘણા જગતના અનેક રાજા એટલે કે મોટા મહારથીઓ અને રાજવીઓ આ સંસારમા આવીને ચાલ્યા ગયા છે. જે વાત નક્કી છે તેનાથી ડરવાની જરૂર નથી અને પરમાત્માએ માનવ દેહની ભેટ આપી છે તો પરમાત્માના નામનું સ્મરણ કરીને તેનો પ્રેમ રૂપી રસ હરહમ પીધ લેવો જોઈએ કારણ કે તે માટે જ પરમાત્માએ દેહની ભેટ આપી છે.

(૨) સંસાર ધુમાડાના બાસકા રે, સાથે આવે ન કોઈ,
રંગ પતંગનો ઉડી જશે, હા રે જેમ આકાશના નૂર.

ધીરાભગત તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ સંસાર તે ધુમાડાના બાસકા જેવો છે. ધુમાડો ઊઠતો હોય અને તેને પકડવા માટે આવેલા મારવામાં આવે તો તે મુઠ્ઠીમાં પકડી શકાતો નથી તેવી ખોટા આવેલા મારીને સમય બરબાદ કરવાના ધંધા છે. ધીરાભગત કહે છે કે આ સંસારમા રહીને મારું તારું ધન દોલત મેળવવા આપણે પાપ કર્મો કરીને પણ તેને મેળવવાનો પ્રયત્ન કરીને પાપનું પોટલું આપણે વધારતા જઈએ છીએ. ધન દોલત સંપત્તિ તમામ એકઠી પણ થઈ જાય છે પણ આ તમામ જયા સુધી દેહમા પ્રાણ હશે તે સમય સુધી જ કામ આવશે. આપણે આવી સંપત્તિ કે ધન લાંબો સમય વાપરવા માટેની હોશિયારી કરી રહ્યા છીએ પણ આપણને તે પણ ખબર છે કે આપણો અંત ક્યારે આવશે તેનો પણ આપણે ખ્યાલ નથી. દેહ નાશવંત હોવાથી તેનો નાશ થયા વગર રહેતો નથી. જેમ ધુમાડો પકડવા જતા બાસકા ભરવામાં આવે છે પણ ધુમાડો હાથમા આવતો નથી તેમ કરોડો રૂપિયાની સંપત્તિ હશે તો પણ અંત સમયે સાથે આવવાની નથી કારણ કે અંત સમયે આપણા સગાવહાલા આપણા કપડા પણ ઉતારીને કફનમા વીંટાળીને દેહનો જલદી નિકાલ કરવાની માથાકૂટમા પડી જાય છે અને દેહનો નિકાલ કરી નાખે છે. દેહ રાખવા જેવો નથી તેથી તેને રાખી શકાતો નથી.

ધીરાભગત કહે છે સરસ મજાના રંગબેરંગી કાગળ માથી પતંગ બનાવી આકાશમા ઉડાડવામા આવે છે. આ સમયે અનેક લોકો પણ પોત પોતાની પતંગો ઉડાડતા હોય છે અને એક બીજાની પતંગો કાપીને આનંદ માણતા હોય છે. આપણી પતંગ પણ ક્યારે કપાય જશે તેનો પણ આપણને ખ્યાલ નથી અને જ્યારે કપાય જશે તો હાથ માથી નીકળી જશે. આ પતંગના કાગળ ઉપર ચડાવવામાં આવેલો રંગ કાયમી રહેતો નથી તે ધીમે ધીમે ઝાંખો પડતો જાય છે તેમ આપણા ઉંમર જેમ વધતી જાય છે તેમ આપણા ગાત્રો પણ ઢીલા પડતા જાય છે. આકાશ ઊંચે છે તે સમયે લીલોછમ લાગે છે પણ આ આકાશનો છોડ લાંબો સમય ટકી શકતો નથી તેથી ટૂંક સમયમાં જ તેનું નૂર એટલે કે તેની શક્તિ નાશ પામી જતા તે સુકાય જવાથી નાશ પામી જાય છે.

(૩) કોના છોરું કોના વાવડું રે, કોના મા અને બાપ,
અંત કાળે જાવું જીવને એકલું, હા રે સાથે પુણ્ય અને પાપ.

ધીરાભગત તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, કોના છોરું અને કોના વાવડું અને કોના મા અને બાપ છે તે વાત સમજાતી નથી. જો તે કોઈના હોય તો તેનો માલિક તેને તેનાથી છૂટા પડવા દેશે નહીં. આ સંસારમા દરેક મા બાપ કે બાળકોને તેના નક્કી કરેલા સમયે એક બીજાથી છૂટા પડી જવું પડે છે તે સમયે આપણા છોરું આપણને રોકી શકતા નથી કે આપણા મા બાપ પણ આપણને રોકી શકતા નથી. ગાયના વાછરડાનો અંત કે ગાયનો અંત આવે તે સમયે ગાય પોતાના વાછરડાઓને કે વાછરડાઓ પોતાની ગાય માતાને અટકાવી શકતા નથી. સંતો કહે છે કે, આ તમામ લેણદેણના સંબંધથી એક બીજા સાથે જોડાયને લેણદેણનો સંબંધ પૂરો કરવા આવ્યા હોય છે. જો પિતાના લેણદેણનું કામ જલદી પુરુ થાય તો તે પહેલા પરિવાર છોડીને ચાલ્યો જાય છે અને પત્નિનું પણ આવું જ થાય છે. જો બાળકોનો લેણદેણનો સંબંધ જલદી પૂરો થાય તો તે પોતાના મા બાપ પહેલા નાની ઉંમરમા તેને ચાલ્યા જવું પડે છે કારણ કે કુદરતના ક્રમને કોઈ અટકાવી શકતું નથી અને મરણ માટે કોઈ ઉંમરનો આકડો પણ નક્કી થયેલ નથી તેથી સો વર્ષનો પિતા પાંચ વર્ષથી રીવાતો હોય પણ તેનો અંત આવતો નથી. જ્યારે નાની ઉંમરના પુત્રનો લેણદેણનો સંબંધ પૂરો થતા તે પોતાના પિતા પહેલા સંસાર છોડીને ચાલ્યો જાય છે.

(૪) માળી રે વીણે રૂડા ફુલડા રે, કળીયો કરે છે વિચાર,
આજનો દિવસ રળીયામણો, હા રે કાલ આપણા શિર ઘાત.

ધીરાભગત તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ સંસારમા જેટલા જન્મીને આવ્યા છે તે તમામ એક દિવસે જવાના છે તે વાત નક્કી છે કારણ કે આ જગતના રાણાઓ અને રાજાઓ હતા તે પણ ચાલ્યા ગયા છે. આ સંસારમા આવેલા મહાન સંતોને પણ આ સંસાર છોડીને ચાલ્યા જવું પડ્યું છે કારણ કે આ કુદરતનો ક્રમ છે તેથી તેમાંથી રાજા હોય કે રંક કોઈ છટકી શકતું નથી.

ધીરાભગત કહે છે કે જ્યારે માળી બગીચામાં ભગવાનને ફુલ ચડાવવા માટે ફુલ લેવા આવે છે અને પાકી ગયેલા મોટા ફુલોની તપાસ કરી તેને તોડી લે છે. આ સમયે તેની પાસે આવેલી નાની નાની કળીઓ હોય છે અને માળી તેને જુએ છે તેમ છતાં તેને અડતો નથી કારણ કે તેઓ હાલ કોઈ કામના નથી. આ સમયે કળીઓ વિચાર કરે છે કે ફુલને લઈ જાય છે પણ અમને કેમ અડતા નથી તેનું કારણ શું હશે ? કળીઓ વિચારે છે કે હાલ અમે નાના છીએ તેથી અમારી જરૂર નથી હોય તેથી અમને છોડી દેવામાં આવ્યા છે. કળીઓ વિચારે છે કે આવતી કાલે તો અમે ખીલીને ફુલ જેવી થઈ જશું તે સમયે માળી અમને પણ મુકશે નહીં તેથી આ દિવસ અમારા માટે રળીયામણો છે કારણ કે કાલના દિવસે તો અમારે જરૂર જવું પડશે તે વાત નક્કી છે. ધીરાભગત કહે છે કે, આ જગતના જીવોની પણ દશા આવી છે કારણ કે કોઈ વહેલા કે મોડા તમામને જવું પડે છે તે વાત નક્કી છે.

(૫) જન્મા તે તો જવાના રે, નથી કોઈ કાયમ રહેનાર,
મરનારાને તમે શું રુવો, હા રે રોનાર પણ નથી રહેનાર.

ધીરાભગત તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ સંસારમા જે કોઈ જન્મ્યા છે તેનો અંત છે તેથી કોઈ કાયમ રહેવાનું નથી અને રહી શકે તેમ નથી. કારણ કે કુદરતનો ક્રમ છે કે જીવ કર્મોનો ભોગ ભોગવવા માટે સહભાગીદાર બનાવવા માટે સંસારમા દેહ લઈને આવે છે. ભોગવવાના થતા કર્મો પ્રથમથી જ નક્કી થયેલા હોય છે તેને પ્રારબ્ધ કર્મો કહેવામા આવે છે. પ્રારબ્ધ કર્મો એટલે એવા કર્મો કે જે ફળ આપવાને તૈયાર હોય. એક સાખીમા કહ્યું છે કે, પ્રારબ્ધ પહેલા રચ્યા, પછી રચ્યા શરીર, તુલસી કહે તું ચિંતા કેમ કરે, ભજી લેને હરિ. તુલસીદાસ આ સાખીમા સમજાવે છે કે ભાઈ, તારો જીવ જ્યારે ખોળિયું છોડીને નીકળી ગયો હતો તે સમય પહેલા તેરે દેહની ઇન્દ્રિયોને મદદ કરી કર્મો દેહ કરીને ઉભા થયા છે તે જ્યાં સુધી ભોગવાય ન જાય ત્યાં સુધી જીવનો દેહ માથી છૂટકારો થતો નથી. દેહમા ચાર પ્રકારના દેહો છે તેમા સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ દેહ આવેલા છે. મહાકારણ દેહ તે જીવનનો છેલ્લો કક્ષા છે તેથી તેની ઉપર જીવનનો જવાનો સમય આવી જાય છે અને સૂક્ષ્મદેહ માથી સ્થૂલદેહ બને છે. સ્થૂલદેહ અને સૂક્ષ્મદેહ બનવાનું કારણ તે કારણ દેહ છે. કારણ દેહ તે ત્રણ ગુણોના મિશ્રણથી બનેલો એક પદાર્થ છે તેને પ્રકૃતિના નામથી પણ ઓળખવામાં આવે છે. જીવ કે આત્મા સ્થૂલદેહ અને સૂક્ષ્મદેહની વચ્ચે રહેલો છે. જ્યારે સ્થૂલદેહ છુટી જાય છે તે સમયે જીવ અને સૂક્ષ્મદેહ બંને સાથે રહે છે પણ જીવને પણ દેહ માથી નીકળી જવું પડે છે. જીવને બાકી રહેલા કર્મોનો ભોગ ભોગવવા માટે દેહને મદદ કરવા આવવું પડે છે. આ બાકી રહેલા કર્મોનો ભોગ દેહને ભોગવવાનો બાકી રહેલો હોવાથી જીવ પણ છટકી શકતો નથી.

જીવ સ્થૂલદેહ સિવાય રહી શકતો ન હોવાથી સૂક્ષ્મદેહ સાથે માતાના ઉદરમાં જાય છે. કર્મો ભોગવ્યા સિવાય છૂટકો નથી અને આ તમામ કર્મોનો હિસાબ સ્થૂલદેહમા રહેતો નથી પણ સૂક્ષ્મદેહમા આવેલા કોષોમાં જ તેનો સંગ્રહ થતો હોવાથી તેને સાથે લઈ જવો જરૂરી છે તો જ ખબર પડે કે કેટલા કર્મો ભોગવવાના બાકી છે. જો સ્થૂલદેહમા કર્મોનો હિસાબ રહેતો હોય તો સ્થૂલદેહનો તો આપણે નિકાલ કરી નાખીએ છીએ તેથી કર્મોનો પણ નિકાલ થઈ જાય છે પણ તેવું નથી. જ્યાં સુધી તમામ કર્મો ભોગવાય ન જાય અને કોઈ આશા કે તૃષ્ણા બાકી ન રહે ત્યાં સુધી જીવને દેહ માથી કાયમને માટે મુક્તિ મળતી નથી. દેહ માથી જીવ નીકળી ગયો એટલે મોક્ષને પામી ગયો તેવી જે આપણે વાતો કરીએ છીએ તે ખોટી છે અને જીવને મોક્ષ મળી ગયો છે તેવું પણ કહી શકાતું નથી.

મહાધર્મના ચાર સવરા મંડપની જો વાત કરવામાં આવે તો પ્રથમ સતયુગમા ધર્મની ધારા ચલાવીને દેહમા હાથી જેવા મોટા અભિમાનને કાઢવાનો પ્રયત્ન કર્યો અને અભિમાન પંદર કરોડ માથી પાંચ કરોડ લોકોનું નીકળી ગયું, ત્રેતા યુગમા બીજા સવરા મંડપની રચના કરી તેમા મન પર કાબુ મેળવવાની વાત સમજાવવામાં આવી તો એકવીસ કરોડ લોકો માથી સાત કરોડનું મન કાબુમા આવી ગયું. દ્વાપર યુગમા કળી ગાય રૂપી દયાને જાગૃત કરવામા આવી તો સત્તાવીસ કરોડ માથી નવ કરોડ જતીસતીમા દયા જાગૃત થઈ ગયેલી. ચોથા સવરા મંડપની રચના કલિયુગમા બલીરાજાએ કરી અને અજય રૂપી આશા તૃષ્ણાનો નાશ કરવાની વાત સમજાવવામાં આવી તો છત્રીસ કરોડ લોકો એકઠા થયેલા તેમા કોઈ જતી સતી માથી આશા તૃષ્ણા બકરી જેવી નાની હોવા છતાં તે નાશ પામી ન હતી તેથી અજયા ઠેલી ન થઈ તેવી વાત કરવામા આવે છે.

જો સવરા મંડપની કાર્યવાહી સફળતા ન મળી તો તેમા હાજર રહેલા જતીસતીને પણ આ વાત ન સમજાતા તેઓ પણ સફળ થઈ શકે નહીં પણ એવું સમજાવવામાં આવે છે કે આ સમયે બાર કરોડ જતીસતી સફળ થયા તે વાત ગળે ઉતરે તેવી નથી. બાર કરોડ જતી સતી સફળ થયા તે વાત સાચી છે પણ આ સમયે નહી પણ જ્યારે ચોથા સવરા મંડપમા સફળતા ન મળી તેથી પોતે અનુભવના આધારે તેઓ ફરીવાર ભક્તિમા લાગી ગયા અને તેમા સફળતા મળી નથી તેથી પાવની પણ પ્રથા બદલાઈ નાખવામા આવી. લોકોનો મહાધર્મમા રહેલો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. જો આગળની કાર્યવાહી કરવામા ન આવે તો આ ધર્મને લોકો ભૂલી જશે તેવું વિચારીને માતંગદેવે તળાજા મુકામે પાંચમા સવરા મંડપની રચના કરી તેનું નામ નરસંઘ યજ્ઞ રાખવામા આવ્યું અને તેમા નરની આહુતિ આપવામા આવતા તે સમયે છત્રીસ ધર્મને માનનારા લોકો હતા તેમાથી ચોરાસીને વાત સમજાણી હતી અને આ સમયે તેને નિર્વાણપદની ભેટ આપવાનો વારો આવ્યો તે સમયે ચોથા સવરા મંડપના બાકી રહી ગયેલા બાર કરોડ જતીસતી જે આકાશમા પક્ષી રૂપે ઉડી રહ્યા હતા કારણ કે તે સમયે સફળ થયા ન હતા તેઓ હાજર થયા અને અમને પણ મુક્ત કરો તે સમયે પાંચમા નરસંઘ યજ્ઞ વખતે તેઓ નિર્વાણપદને પામ્યા હતા. આ વાતનો આધાર પુરાવો માતંગ પુરાણ માથી જાણવા મળે છે.

(૬) દાસ ધીરો રમે રંગમા રે, હા રે રમે દિવસને રાત,
હું અને મારું મિથ્યા કરો, હા રે રમો પ્રભુની સંગાથ.

ધીરાભગત તેના ભજનની છઠ્ઠી કડી દ્વારા સમજાવતા કહે છે કે, મારા ગુરુની કૃપાથી હું પરમાત્માને ઘેર પહોંચી ગયો છું એટલે કે હું મારા મૂળ ઘેર આવી ગયો છું. આ પરમાત્માનો રંગમહેલ કે મારું મૂળઘર મને મળી જતા હું રાત દિવસ તેમા રહીને પરમાત્માના ઘરનો અખંડ આનંદ માણી રહ્યો છું. ધીરાભગત કહે છે કે, હે, મારા વહાલા ભક્તો તમે હું અને મારું તેવું કરી રહ્યા છો તેમાથી બહાર આવી જાવ કારણ કે તમારો દેહ પણ તમારો નથી અને સાથે પાપ પુણ્ય સિવાય કશું આવવાનું નથી. આ બધું મિથ્યા છે એટલે કે નકામું છે તો નકામી વસ્તુને શા માટે વળગી રહ્યા છો ? પરમાત્માનું સ્મરણ કરીને પુણ્ય કમાશો તો તે જ તમારી સાથે આવશે તેથી તમારો સમય નામ સ્મરણમા ઉપયોગ કરી લેશો તો તે કામ આવશે.

દાસ ધીરાનો જય

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો

🌿