ત્રિકમ સાહેબ ટૂંકી જીવનગાથા
ત્રિકમસાહેબ (ગુરુ ખીમસાહેબ)
ત્રિકમસાહેબની ટૂંકી જીવન ગાથા
ત્રિકમસાહેબની ગુરુ પરંપરાની વાત કરવામાં આવે તો તેઓ સંત કબીરસાહેબ સંત ધારામાં સંત હતા. ભાણસાહેબના પુત્ર અને શિષ્ય ખીમસાહેબ હતા અને ખીમસાહેબના ગુરુ તેના પિતા ભાણસાહેબ હતા. ત્રિકમસાહેબનો જન્મ રાપરથી થોડે દૂર આવેલા રામાવા નામના ગામમાં મેઘવાળ બ્રાહ્મણ જ્ઞાતિના ઘેર થયો હતો. ત્રિકમસાહેબ રામદાસ નામના સાધુની સેવા કરતા હતા તેથી એક દિવસે તેમણે બોધ લેવાની માંગણી કરી હતી. રામદાસે કહ્યું કે હું બોધ આપીશ નહીં પણ રાપર ગામે જા અને ત્રિકમસાહેબ તારી રાહ જોઈને બેઠા છે તેઓ તને બોધ જરૂર આપશે. આ વાત સાંભળીને તેઓ રાપર ગામે આવ્યા અને ખીમસાહેબને વિનંતી કરતા બોધ આપી શિષ્ય બનાવ્યા હતા. આ સમયે તેના ઘણા શિષ્યોએ ઘણો વિરોધ કર્યો તે સમયે ખીમસાહેબે કહ્યું હતું કે હું જાતિ જાતિમાં માનતો નથી પણ આત્માને જ ઓળખું છું તેથી તેઓ ભલે મેઘવાળ જ્ઞાતિના હોય તો મારો શિષ્ય જરૂર બનશે. જો આ વાતમાં કોઈને વાંધો હોતો હોય તો ચાલ્યા જવાની છૂટ છે પણ ત્રિકમ તો મારો શિષ્ય બનશે જ.
ત્રિકમસાહેબનો જન્મ કચ્છવાગડના રામાવા ગામમાં ગોડલદાસ ગીરિયાને ઘેર સંવત ૧૭૭૭ (ઈ.સ. ૧૭૨૧)માં મેઘવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. ત્રિકમસાહેબે નથુરામને સંવત ૧૮૧૧ (ઈ.સ. ૧૭૫૫)માં બોધ આપીને તેના શિષ્ય બનાવ્યા હતા. ત્રિકમસાહેબના લગ્ન જડાવબા નામની કન્યા સાથે થયા હતા. ત્રિકમસાહેબે રાપરથી આશરે ૨૦ કી.મી. દૂર સામાપીયાળી જવાના રસ્તા ઉપર આવેલા ચિત્રોડ નામના ગામે આશ્રમ બાંધીને સમાજ સેવા કરતા હતા. ત્રિકમસાહેબના ગુરુ ખીમસાહેબ રાપર ગામે તેની સમાધી પાસે સમાધી લેવા માંગતા હતા તેથી જ્યારે તેનો અંત સમય આવેલ તે વખતે તેને ચિત્રોડથી રાપર ડોલીમાં બેસાડીને લાવતા હતા અને લોકો થાકી જતા અને પાણીની તરસ લાગતા વચ્ચે આરામ કરવા બેઠા તે સમયે એક સાધુએ થોડે દૂર પાણીનું વીરડો છે તેવા સમાચાર આપતા અને તપાસ કરતા ત્યાં પાણીનો વીરડો મળી જતા તેનું નામ ત્રિકમવીરડો રાખવામાં આવ્યું હતું જે આજે ત્રિકમગંગાના નામે ઓળખાય છે.
ત્રિકમસાહેબને જ્યારે રાપર ગામે લાવવામાં આવ્યા તે સમયે ગામ લોકોનો વિરોધ થતાં દરિયા સ્થાનના ગાદીપતિ અને ખીમસાહેબના દીકરા ગંગાસાહેબે આવીને લોકોને સમજાવ્યા હતા. આ સમયે એકઠા થયેલા લોકોએ ગંગાસાહેબને કહ્યું કે ત્રિકમસાહેબ મરી ગયા છે તેથી અમે મુકુંદ ગામમાં દાખલ થવા નહીં દઈએ. આ સમયે ગંગાસાહેબે ડોલી પાસે આવીને ત્રિકમસાહેબને કાનમાં વાત કરી કે ત્રિકમસાહેબ ગુરુની પાસે સમાધી લેવી હોય તો પગપાળા ચાલીને આ સ્થળે જવું પડશે તે સમયે ત્રિકમસાહેબ ડોલીમાંથી ઊભા થઈ દરિયા સ્થાન મંદિર સુધી ચાલીને ગયા હતા.
ત્રિકમસાહેબે તેમના ગુરુ ખીમસાહેબની સમાધી પાસે સમાધી લેવાની હોવાથી આ સ્થળે આંબલીનું ઝાડ ઊભું હતું તેથી એવું જાણવા મળે છે કે આ આંબલી ખસી ગયેલ અને સ્થાન ખાલી કરી આપવામાં આવ્યું. હાલ આ આંબલીને ત્રિકમઆંબલીના નામથી ઓળખવામાં આવે છે અને હાલ હયાતી પણ ધરાવે છે. ત્રિકમસાહેબે જ્યારે આ સ્થળે સમાધી લીધી તે સમયે તેમની ઉંમર ૭૮ વર્ષની હતી અને તેમણે જીવતા સમાધી લીધી હતી. જયારે ત્રિકમસાહેબને બોધ આપવામાં આવેલ તે સમયે તેમના ગુરુ ખીમસાહેબે કહ્યું હતું કે મારી સમાધીએ એક દીવો અને ત્રિકમની સમાધીએ બે દીવા પ્રગટાવવામાં આવશે તેથી હાલ તેનો અમલ કરવામાં આવે છે. ખીમસાહેબે એવું પણ આ સમયે જાહેર કરેલ છે કે મારા નામની માનતા જો કોઈ ભક્ત માનશે તો આ માનતા ત્રિકમની સમાધીએ ઉતારવામાં આવશે તેથી તેની અમલવારી પણ હાલ થઈ રહી છે.
ત્રિકમસાહેબે ખીમસાહેબની જેમ ઘણા ભક્તોને પ્રબોધીને શિષ્યો બનાવ્યા હતા તેમાં ભીમસાહેબ મુખ્યશિષ્ય તરીકે માનવામાં આવે છે. ભીમસાહેબે આમરણ મુકામે પોતાની જગ્યા બાંધીને લોકોની સેવા કરી લોકોને ઉપદેશ આપતા હતા. આ સમયે ધોધાવદરના મેઘવાળ ભગત જીવણભગતનો ભાવ જાણતા તેઓએ તેમની પાસેથી દીક્ષા લઈ તેમના શિષ્ય થઈ ગયા હતા. હાલ ધોધાવદર ગામે જીવણસાહેબનું સમાધી સ્થાન આવેલ છે કારણ કે તેમણે આ સ્થળે જીવતા સમાધી લીધી હતી. જીવણસાહેબના એકના એક પુત્રની સમાધી પણ આ સ્થળે આવેલ છે. જીવણસાહેબની સમાધીની બાજુમાં સતાધારના સંત આપાગીગાના પગલા પધરાવવામાં આવેલ છે કારણ કે એક સમયે ચાદગી રાખવાની વાત થયેલી તેથી તેની યાદગીના રૂપમાં આ સ્થળે પગલા પધરાવેલ છે.
ત્રિકમસાહેબનો જય
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
