તેજાનંદ સ્વામી ટૂંકી જીવનગાથા
તેજાનંદસ્વામી (ગુરુ રામાનંદ)
તેજાનંદસ્વામીની ટૂંકી જીવન ગાથા.
તેજાનંદસ્વામીની જન્મ તારીખ અન્ય ઘણા લેખકોના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. તેજાનંદસ્વામીનો જન્મ સંવત ૧૪૦૭ કારતક સુદ બીજના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ગીંગવાડા ગામે થયો હોવાનું પ્રમાણ મળે છે. તેજાનંદસ્વામીના પિતાનું નામ દાસ હતું અને તેના લગ્ન લક્ષ્મીબાઈ નામની કન્યા સાથે થયેલા તેથી લક્ષ્મીબાઈએ તેને જન્મ આપ્યો હતો. તેજાનંદની ઉમર પચીસ વર્ષની થતા તેમના લગ્ન પચીસ વર્ષ પછી પાંચાળ પંથકમાં આવેલા થાનના ભક્ત નારાયણદાસની પુત્રી રૂડીબાઈ સાથે કરી નાખવામાં આવ્યા હતા. તેજાનંદ સ્વામી ગરો બ્રાહ્મણ હોવા છતાં તેઓ યજમાન વૃત્તિથી દૂર રહ્યા હતા. પોતાના પરિવારની જરૂરિયાતો પુરી કરવા ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેજાનંદસ્વામીના ગુરુ વિશે એવું જાણવા મળે છે કે રામાનંદસ્વામી પાસેથી ગુરુ દીક્ષા મેળવી હતી. એકવાર પોતાના માત પિતા પાસે જઈ તપ કરવા જવા માટેની મંજૂરી માંગી હતી તે સમયે તેમના માત પિતાએ તેના પુત્રનો પરમાત્મા તરફનો ભાવ જાણી તપનો માર્ગ ગ્રહણ કરવા સંમતિ આપી અને આંસુ સાથે પોતાના પુત્રને વિદાય આપી હતી. મંજૂરી મળી જતા તેઓ ચાલતા ચાલતા ગીંગવાડાથી પશ્ચિમ દિશામાં આવેલા ગીણાનંદ કુંડ પાસે પહોંચ્યા અને આ સ્થળે પંચતીર્થની સ્થાપના કરી અને ગૌ સેવાનું કામ પણ સાથે ચાલુ રાખ્યું હતું.
એક લોકવાયકા એવી છે કે એક સમયે રાત્રીના બીજા પહોરમાં તેજાનંદસ્વામી સાધના કરી રહ્યા હતા તે સમયે ગાયો માટે બાંધેલા અવેડામાં એક વાઘ પાણી પીવા માટે આવે છે. તેજાનંદસ્વામીના તપોબળને લીધે વાઘ પણ પોતાનું હિંસકપણું ગુમાવી બેસે છે. આ વાઘ પણ તેનો શિષ્ય થઈ તેમની સાથે રહેવા લાગે છે. બીજી વાયકા એવી છે કે ગીંગવાડાના રજપૂતની દીકરી ફૂલનબાને વણકર યુવક સાથે પ્રેમ સંબંધ બંધાય છે. આ વાતની જાણ કન્યાના પિતાને થતાં રજપૂતો યુવકને મારવા માટે તપાસ શરૂ કરે છે તેથી તેની શોધ ખોળ ચાલુ રાખી હતી. આ યુવાનને આ વાતનો ખ્યાલ આવી જતા તેજાનંદસ્વામીના આશ્રમે આવી જાય છે. આશ્રમના પવિત્ર વાતાવરણને લીધે આ સ્થળે આવતા કોઈ પણ ભેદભાવ ભૂલી જાય છે. આ લોકો આશ્રમે આવે છે અને તેજાનંદસ્વામી તેમને ભોજન જમાડી પરત મોકલે છે. આ વાતની જાણ ફૂલવંતીના પિતા લક્ષ્મણસિંહને થતા તરત જ પ્રથમ તેજાનંદસ્વામીના શિષ્ય થઈ જાય છે. લક્ષ્મણસિંહ પોતાની દીકરી ફૂલનના લગ્ન આ આશ્રમમાં યુવક સાથે કરી આપે છે. તેજાનંદસ્વામીના જીવનની અનેક લોકવાયકાઓ છે તે લોકોના મુખેથી હાલ પણ સાંભળવા મળે છે જેવી કે,
(૧) આબા અને છડા નામના બે શિકારીઓને શિકારના ધંધા માંથી મુક્ત કરી શિષ્યો બનાવ્યા હતા.
(૨) જોધપુરના મહારાજાનું વહેણ રેતીમાં ફસાઈ જતા તેને બહાર કાઢેલું.
(૩) સૌરમ ઘાટના બ્રાહ્મણોએ સ્નાન કરવાની ના પાડતા ઘાટનું પાણી બહાર આવતા તેમને સ્નાન કરાવે છે.
તેજાનંદસ્વામીએ સંવત ૧૫૧૫ માં વૈશાખ સુદ બીજના રોજ ૧૦૮ કુંડીનો વિશાળ યજ્ઞનો આરંભ કર્યો હતો તેમાં ગંગા જમના સાથે સાતેય સમુદ્રની જળ સાથે કુંડની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત રીતે એક અંત્યજ દ્વારા કહેવામાં આવે છે કે તે પ્રથમ યજ્ઞ હતો. આ યજ્ઞ સમયે અનેક લોકો આવેલા અને દામધૂમથી યજ્ઞનો પ્રસંગ પાર પાડવામાં આવ્યો હતો અને લોકોને ભોજન જમાડી તેમણે આનંદ અનુભવ્યો હતો. આ યજ્ઞનો ચાર માસનો સમય પસાર થઈ ગયા પછી એટલે કે સંવત ૧૫૧૬ ના ભાદરવા ચૌદશને ગુરુવારના રોજ ૧૦૮ વર્ષનું આયુષ્ય ભોગવી દેહ છોડ્યો હતો. સ્વામી તેજાનંદના વંશજો શંખેશ્વર, ગીંગવાડા, દિગસર વિગેરે ગામોમાં હાલ વસવાટ કરી રહ્યા છે. આ લોકો પશ્ચાત જ્ઞાતિના લોકોને જનોઈ તરીકે સંસ્કાર આપવાનું કામ પણ હાલ કરી રહ્યા છે. તેજાનંદ સ્વામી પશ્ચાત વર્ગના હતા છતાં રામાનંદે તેમને દીક્ષા આપી તે ઘણી નવાઈની વાત છે કારણ કે આ સમય આભડછેટનું પ્રમાણ વધારે પ્રમાણમાં હતું. રામાનંદ જ્યારે બ્રાહ્મણોના પ્રમુખ સ્થાને હતા તે સમયે મધ્યયુગના સમયમાં જ વર્ણવ્યવસ્થા લાગુ પડતા સમાજના ભાગલા પડી જતા મેઘવાળ સમાજનો શુદ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમયે શુદ્રોને ગામમાં રહેવાનો હક્ક ન હતો તેમજ સગુણ ભક્તિ કરવાનો તેમજ મંદિરમાં દાખલ થવાનો હક્ક પણ છીનવી લેવામાં આવ્યો હતો. જો રામાનંદ આ વર્ગના કોઈ માણસને પ્રમોદીને તેના શિષ્ય બનાવે તો કદાચ તેની નાતના લોકો રામાનંદને નાત બહાર મૂકી શકે.
તેજાનંદ સ્વામીનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
