જેસલ તોરલ

જેસલ તોરલ ટૂંકી જીવનગાથા

જેસલ જાડેજા અને સતી તોરલ

કચ્છમાં નગરઠઠા અને કેરાકોટ નામની મોટી બે જાગીરો રજપૂતોની હતી. કેરાકોટની જાગીરનું શાસન સાંગાજી જાડેજા ચલાવતા હતા જ્યારે નગરઠઠાની જાગીરનું શાસન વજેસંગ મનાઈ નામના રજપૂત ચલાવતા હતા. કેરાકોટ અને નગરઠઠાની જાગીરોની સરહદો એક બીજાને અડીને આવેલી હતી. આ જાગીરોના રજપૂતો એક બીજાની જાગીરમાં ઘુસી ન જાય તેમજ જાગીર પડાવી ન લે તે માટે બંને જાગીરના રજપૂતો સજાગ હતા કારણ કે આ બે જાગીરોના રજપૂતોને પણ અંદરો અંદર મન દુઃખ જેવું હતું. એકવાર વજેસંગ તથા તેની પત્ની રૂપાબા, સાહુ કાઠી અને મામો તકમરીયો આ તમામ સાથે કચેરીમાં બેઠા હતા તે વખતે વજેસંગની ઉંમર લાયક થયેલ પુત્રીનું સગપણ જો કેરાકોટના રજપૂત સાંગાજી જાડેજાના નાના ભાઈ જેસલ જાડેજા સાથે થાય તો આ બંને રજપૂતોના કુટુંબો વચ્ચેના મન દુઃખનો અંત આવે તેમ હતો તેથી દીકરીના સગપણ વિશે વિચારી રહ્યા હતા.

આ વખતે વજેસંગ મનાઈએ ગોરબાપાને બોલાવીને શ્રીફળ લઈને કેરાકોટ જાડેજા રજપૂતોમાં પોતાની દીકરીના સગપણ માટે મોકલ્યા હતા. ગોરબાપા સાંઢણી શણગારી તેના ઉપર અસવાર થઈને કેરાકોટ જવા રવાના થયા. ગોરબાપા કેરાકોટના દરબાર ગઢમાં પહોંચતા પોતાની સાંઢણી એક બાજુ ઝુકાવી તેને આ સ્થળે બાંધી કેરાકોટની કચેરીમાં દાખલ થયા. આ વખતે સાંગાજી પોતાની કચેરીમાં સભા ભરીને બેઠા હતા. ગોરબાપાનું સ્વાગત કરી અને આવવાનું કારણ પૂછતા તમામ વાત જણાવી હતી. આ વાત સાંભળીને સાંગાજીએ સગપણની ના પાડતા ગોરબાપા કચેરીમાંથી ચાલ્યા ગયા હતા. નગરઠઠાના મનાઈ રજપૂતોએ હવે એવું નક્કી કર્યું કે આપણી દીકરીના સગપણની વાત પીપળકંઠાના મોડ રજપૂતો સાથે ચાલે છે તેથી તેનું સગપણ તેની સાથે નક્કી કરી નાખીએ અને વજેસંગની પુત્રીનું સગપણ મોડ રજપૂતોમાં નક્કી થઈ ગયું. રૂપાબાની દીકરીની જાન પીપળકંઠાથી આવતા તેમાં એકવીસ મોડ અટક વાળા રજપૂતોને મારી નાખવામાં આવ્યા અને જાન પરણ્યા વગર પાછી ગયેલી.

જાડેજા ગમે તેને લૂંટી લેતા હતા તેથી એકવાર સાંગાજી જાડેજાના સાળા અને તેની પત્ની સોનાબાના પુત્રને રમાડવા અને મોસાળું આપવા આવી રહ્યા હતા તે સમયે પણ જેસલે તેમને લૂંટી લીધા હતા. આ વાતની જાણ સાંગાજીને થતા તેને ઠપકો આપ્યો હતો. આ સમયે સોનાબાઈએ મોકો જોઈને જેસલને મેણું મારી કહ્યું કે તમે જો શૂરવીર હોય તો ધાંગધ્રા સાસરીયાજીને ઘેર જઈ તોળી ઘોડી, તોળી તલવાર, તોળાની પાંખડી અથવા તોરલને લઈને આવો તો હું તમને શૂરવીર માનું. તેથી જેસલ સાસરીયાને ઘેર આ વસ્તુઓ લેવા રવાના થયા અને જેસલ સાસરીયાને ઘેર ઘોડીની ચોરી કરવા પકડાય ગયા. તોળી ઘોડી સિવાય બીજી કોઈ વસ્તુઓની જરૂર હોય તો તે લઈ જવા જેસલને કહેવામાં આવ્યું પણ આ તમામ વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ જેસલ લઈ ન શક્યા.

આ સમયે તોરલના ગુરુ પણ બેઠા હતા કારણ કે સાસરીયાજીને ઘેર રામદેવપીરના પાટનો પ્રસંગ હતો. ગુરુદેવે સાસરીયાજીને તોરલને જેસલ સાથે મોકલી આપવાનો આદેશ કરતા તોરલને જેસલ સાથે મોકલી આપ્યા. જેસલે માલદેને એકવાર મળવાનું વચન આપેલ પણ તેઓ સમાધી લઈ લેતા આ વચનનું પાલન કરવા જેસલે સમાધીમાંથી અર્ધા બહાર નીકળીને માલદે સાથે વાત કરીને પોતાનું વચન નિભાવ્યું હતું. જેસલના ગુરુ તોરલ હતા અને જેસલે જ્યારે વિષય વાસનાના કર્મનો વિચાર છોડી દીધો તેથી તેઓ પલમાં પીર થયા તેવું કહેવામાં આવે છે.

ભક્તિ વિશે કુંભારાણાના પત્નિ લીરલબાઈએ તેના ભજન મારફત કહ્યું કે ભક્તિનો માર્ગ અઘરો નથી પણ કુલડાની જેમ કોમળ છે. જો કુલડાનો સુગંધ માણવી હોય તો તેને સુધારિસવાય તેનો સુગંધનો ખ્યાલ આવતો નથી તેમ ભક્તિનો માર્ગ અપનાવ્યા સિવાય તે સરળ છે કે અઘરો છે તેવું કહી શકાતું નથી. લીરલબાઈ જેવા મહાન સંતોએ તેનો અનુભવ કરી લીધો હોવાથી તેઓ કહે છે કે આ માર્ગ કુલડાની પાંખડી જેવો કોમળ છે તેથી જ તેને કુલડા સાથે સરખાવ્યો છે. ભક્તિના માર્ગમાં જે મનને ગમે તેવું તમામ છોડવું પડે છે તેથી મનને તે છોડવું અઘરું લાગે છે તેથી આપણે કહીએ છીએ કે ભક્તિનો માર્ગ અઘરો છે. આ જગતમાં જેણે દિલના સાચા ભાવથી આ માર્ગ અપનાવીને આગળ ચાલ્યા છે તેવા સંતો ભક્તિને આ માર્ગ કુલડાની પાંખડી જેવો લાગ્યો છે. જેસલે સમાધી લીધા બાદ સાડા ત્રણ દિવસે તોરલ મેવાડમાંથી આવતા તમામ લોકો સમાધીની વિધિ કરીને પોત પોતાના ઘેર ગયા પણ તોરલ આ સ્થળે રોકાઈ ગયા અને સમાધી લીધી હતી.

જેસલ તોરલનો જય

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿