📖 ગોરખનાથની અવળવાણીનું વિવરણ
(૧) વાણી રે વાણી મારા સદગુરુની વાણી.
(૧) વાણી રે વાણી મારા સદગુરુની વાણી,
જીવતા પરણાવી બાવે મુવા ધેર આણી. વાણી
(ર) ભેશ વલોવેને, પેલો ખીલ્લો રે દુઝે,
સસરો પારણીયેને વહુજી હિંચોળે. વાણી
(૩) ખેતર પાકયુંને પેલા રખ ેવાળને ખાધો,
ઉલટો મરધલાએ પેલા પારાધીને બાંધ્યો. વાણી
(૪) નીચે હાંડીને ઉપર ચૂલો રે સડીયો,
જળની માછલીએ પેલા બગલાને ગળીયો. વાણી
(પ) આભ વરસેને જમીન નહી પરસે,
નેવાના પાણી મોભે રે ચડશે. વાણી
(૬) મછંદરનો છેલો જતી જતી ગોરખ બોલ્યા,
મેલી દીધી મમતાને ભયા અવધૂતા. વાણી
અવળવાણીનું વિવરણ
(૧) વાણી રે વાણી મારા સદગુરુની વાણી,
જીવતા પરણાવી બાવે મુવા ધેર આણી.
ગોરખનાથ તેના ભજનની પહેલી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ વાણી મે લખી છે પણ મારી વાણી નથી કારણ કે આ વાણી મારા ધટ ભીતર માંથી પ્રગટ થઈ છે તેમાં મારા ગુરુની કૃપા જ કામ કરી ગઈ છે તેથી મારા સદગુરુની વાણી છે તેવું હું કહેવા માંગુ છું. ગોરખનાથ કહે છે કે શબ્દને ધટ ભીતર માંથી બહાર નીકળવું હોય તો ચાર સ્ટેજ કે પગથીયા પસાર કરવા પડે છે. ગોરખનાથ કહે છે કે જ્યારે બોલવાની વૃત્તિ જાગે છે તે સમયે આ વૃત્તિ પરામા આવે છે અને પચ્યંતીમા આવીને વાકય બને છે અને મધ્યમા આવતા તે પાંગરે છે એટલે કે તેના શબ્દો વાકય રૂપે તૈગાર થઈ જાય છે. જ્યારે આ વાકય મુખ માંથી બહાર આવે છે તેને વિખરી કહેવામાં આવે છે. વાણીની જો વાત કરવામાં આવે તો વાણી પણ ચાર પ્રકારની છે જેવી કે, બ્રહ્મમુવાણી, શીવમુખવાણી, જીવમુખવાણી અને ગુરુમુખવાણી તેમ ચાર પ્રકારની વાણી છે.
ગોરખનાથ કહે છે કે જે વાણી જણાવી રહ્યો છું તે વાણી રૂપ મારા ગુરુ તરફથી મને મળેલા બોધની વાત છે. હું જ્યારે ગુરુના ચરણે ગયેલો તે સમયે મને બોધ આપીને પરમાત્માના ધરની વાત મારા ગુરુએ મને સમજાવી હતી પરંતુ મારામાં અજ્ઞાન હોવાને લીધે આ વાત આ સમયે મને સમજાણી ન હતી. ગોરખનાથ કહે છે કે હું અજ્ઞાન હતો તેથી દેહના વળગણોમા વળી રહ્યો હતો તેથી મારા ગુરુનો બોધ મને કોઈ અસર કરી શક્યો ન હતો તેથી તે સમયે હું જીવતો હતો. ગોરખનાથ કહે છે કે જ્યારે મને મારા ગુરુએ બોધ આપ્યો તે સમયે હું જીવતો હતો તેનો મતલબ એવો થાય છે કે મને દેહના વળગણો વળગેલા હતા તેથી આ વાત મને સમજાતી ન હતી. ગોરખનાથ કહે છે કે જ્યારે ધીમે ધીમે મારા ધટ ભીતર માંથી અજ્ઞાન દૂર થવા લાગ્યું તેથી હું મરી ગયો તેવું કહેવામાં આવે છે. સંતોએ કહયું છે કે ભકતે પ્રથમ મરવું પડે છે અને મરી ગયા બાદ ફરીવાર જીવતા થવાથી જ પરમાત્માના ધરની વાત સમજાય છે. દેહના વળગણો હોય તે સમયે માણસ જીવતો હોય છે અને દેહ બાદ થઈ જતા દેહના વળગણો મટી જાય એટલે કે દેહભાવ ટળી જાય અને જીવભાવ જાગી જાય તેને ફરીવાર જીવતા થયા તેવું સમજાવવામાં આવે છે. ગોરખનાથ કહે છે કે જ્યારે મને દેહભાવ હતો તે સમયે હું જીવતો હતો તેથી મારા ગુરુની વાત મને સમજાણી ન હોવાથી મારા ધટ ભીતરમાં ઉતરી ન હતી એટલે કે તે વાત મારા ધેર આવી ન હતી. ગોરખનાથ કહે છે કે જ્યારે દેહના વળગણો મટી ગયા અને દેહભાવ ટળી જતા જીવભાવ શરૂ થતા ગુરુના બોધની વાત મને સમજાવા લાગી હતી તેથી આ વાત મારા ધટભીતરમા ઉતરી જતા તે મારા ધેર આવી હતી તેવું સમજાવવા માંગે છે. દેહભાવ છુટીયા સિવાય પરમાત્માના ધરની વાત સમજાતી નથી તેથી દેહ બાદ કરવાની જરૂર પડે છે.
(ર) ભેશ વલોવેને પેલો ખીલ્લો રે દુઝે,
સસરો પારણીયેને વહુજી હિંચોળે.
ગોરખનાથ તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ખીલો દુઝે અને પેલી ભેંશ વલોવે. આ કડીને સમજવાની કોશીશ કરવામાં આવે તો વાત આપણને અવળી લાગે છે કારણ કે ખીલો છે તે જડ છે તેથી જડ વસ્તુ કોઈ દિવસ દુઝતી નથી એટલે કે તેમાંથી કંઈ પ્રગટ થઈ શકતું નથી તેથી ખીલો દુઝે છે તેવું કહી શકાય નહી. ભેંશ વલોવે અને ખીલો દુઝે એટલે કે ભેશ વલોણું કરે છે તેથી ખીલો દુઝે છે. આ વાતને પણ સમજવાની કોશીશ કરવામાં આવે તો ભેંશ તો પોતે ફકત દુધ જ આપે છે અને આ દુધ માંથી જો આપણે ધી મેળવવું હોય તો તેને આપણે જ વલોવવું પડે છે તેથી ભેંશ વલોણુ કરતી નથી. ભેંશ વલોણુ કરે છે તે વાત સાંભળતા આપણને અવળી વાત લાગે છે. સંતકબીર, ગોરખનાથ તથા અન્ય ધણા સંતોએ સરળ વાણીને આડા અવળી એટલે કે અટપટી કરીને ભકતો આગળ મુકી છે. આ સરળ વાણીને આટી
ધૂટીમા નાખીને જાહેર કરવાનો સંતોનો ઉદેશ સારો હોય છે. સંતો કહે છે કે જો સરળ ભાષામાં જ્ઞાન રજુ કરવામાં આવશે તો ભકતો તેનું મનોમંથન કરશે નહી અને મનોમંથન જયાં સુધી ન કરે ત્યાં સુધી કોઈ પણ વાણીનો મર્મ સમજી શકાતો નથી. જો અધરી વાણી રજુ કરવામાં આવે તો જીજ્ઞાસુ લોકો તેને સમજવાનો પ્રયત્ન કરશે તેથી મનોમંથન કરીને વાત સમજણમાં આવી જતા તે પોતાના ધટ ભીતરમાં ઉતરી જતા કોઈ દિવસ ભુલાશે નહી તે માટે જ આવી વાણીઓ સંતોએ રજુ કરી છે.
ગોરખનાથે આ વાણીમાં બુદ્ધિને ભેંશ કહી છે કારણ કે મનોમંથન કરવા માટે બુદ્ધિના સહારાની જરૂર પડે છે. ખીલો દુઝે એટલે જ્ઞાનની વાત કરી છે . દેહ માંથી જ્ઞાન કાયમને માટે દુજતુ હોય છે એટલે કે પ્રગટ થતું હોય છે. જ્ઞાનના બે પ્રકાર છે, જેવા કે એક પ્રત્યક્ષા જ્ઞાન અને બીજું પરોક્ષા જ્ઞાન છે અને જ્ઞાન એટલે જાણકારી પણ કહી શકાય છે. આપણા જીવનમાં ધણીવાર એવું બને છે કે કોઈ વાતની આપણને જાણકારી હોય પણ તે વસ્તુ આપણે પ્રત્યક્ષા જોઈ ન હોય કે તેનો અનુભવ થયો ન હોય. જો કોઈ માણસને આપણે મળવું હોય અને તેના ધેર જઈ ડેલીએથી એવો સાદ પાડીએ કે, ફલાણા ભાઈ ધેર છે ? જો આ માણસ ધેર હશે તો હા છે, તેવો જવાબ પોતે અથવા પોતાની સાથે રહેતા માણસ તરફથી મળશે. આ સમયે આપણને આ માણસ ધેર છે કે નહી તેવી જાણકારી મળી જાય છે પણ જેને આપણે મળવું છે તે માણસ આપણને રૂબરૂ મળતો નથી. આવી ધટના ધટે છે તે સમયે આપણને ફકત તેની હાજરીની જ જાણકારી મળે છે.
જે માણસને આપણે મળવું હોય તે માણસ જો ખીડકી ખોલીને કહે કે ભાઈ, હું પોતે જ છું, બોલો તમારે શું કામ છે ? આ સમયે આ માણસનો પ્રત્યક્ષા પ્રગટ અનુભવ થાય છે કે મારે જેને મળવું છે તે મને મળી ગયા છે. પરમાત્મા જેવું તત્વ આ જગતમાં રહેલું છે તેની ફકત આપણને જાણકારી જ હોય છે. કારણ કે આખા જગતનું સંચાલન થઈ રહ્યું છે તેથી આ સંચાલન કરનારું કોઈ તત્વ તો હશે પણ આપણે તે તત્વને પ્રત્યક્ષા રીતે નિહાળેલ નથી. જે માણસને આપણે મળવું હતું તે મળી જાય છે તે સમયે આપણને તેનો મળવાનો અનુભવ થઈ જતા નકકીપણું થઈ જાય છે કે મારે જેને મળવું હતું તે મળી ગયા છે. પરમાત્મા તો નીરાકાર, અરૂપ, અનામી છે અને તેને શબદ રૂપ માનવામાં આવે છે તેથી તે આપણી સામે પ્રગટ થઈ શકતા નથી. પરમાત્મા અનામી હોવાથી તેને નામથી પણ બોલાવી શકાતા નથી. પરમાત્મા નિરાકાર છે તેથી જો આકાર હોય તો રૂપ હોય તેથી તે અરૂપ પણ છે. પરમાત્માને આકાર કે રૂપ ન હોવાથી તેના રૂપને નિહાળીને પણ કહી શકાતું નથી કે આ ભગવાન છે. આપણા સંતો કહે છે કે, તમે તમારા અનુભવના આધારે તમે તેની પ્રતીતી કરી શકો છો અટલે કે અનુભુતી કરી શકો છો કે પરમાત્મા મને મળી ગયા છે.
ગોરખનાથ કહે છે કે જ્ઞાન દુજે છે અને બુદ્ધિ રૂપી ભેંશ છે તે તેનું મનોમંથન કરીને નિર્ણય લે છે તેથી ભેંશ વલોવે છે તેવું કહેવામાં આવ્યું છે. જ્યારે ભકતની ભક્તિ પરાકાષટાએ પહોંચી જાય છે તે સમયે અપરોક્ષા જ્ઞાનની આપણને અનુભુતી થાય છે જે ભક્તિનોવિષાય છે. ગોરખનાથ કહે છે કે, સસરો પારણીયામાં ઝુલે છે અને તેના દીકરાની વહુ તેને ઝુલાવે છે. સાંસારીક વ્યવહારની જો વાત કરવામાં આવે તો આપણા પરિવારનો જો કોઈ મુખ્ય કે મોભી માણસ હોય તો તે સસરો છે અને દીકરાની વહુ તેની મર્યાદા જાળવતી હોવાથી તેની સાથે વાત પણ કરતી નથી. ગોરખનાથ તો કહે છે કે સસરાને વહું ઝુલાવે છે એટલે કે હિંચકો નાખે છે. ગોરખનાથે આપણામાં રહેલા મનના અહંમ કે અભિમાનને સસરો કહ્યો છે કારણ કે દેહમાં અડચણ રૂપ કે દેહના વ્યવહારોમાં ભાગ ભજવનારું જો કોઈ હોય તો આપણા મનનો અહંમ કે અભિમાન છે. આ મનનો અભીમાન રૂપી સસરો દેહના પારણીયામાં પોઢ્યો છે જે દેહની વાસના છે તે વાસના રૂપી વહું છે તે આ મન કે અભીમાનને આમ તેમ ઝુલાવે છે એટલે કે તેને મોકલે છે અને વાસના તેનો ભોગ ભોગવે છે.
(૩) ખેતર પાકયુંને પેલા રખ ેવાળને ખાધો,
ઉલટો મરધલાએ પેલા પારાધીને બાંધર?ઉ
ગોરખનાથ તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ખેતર પાકયુંને પેલા રખેવાળને ખાવો. જ્યારે ખેતરમાં ઉભેલો મોલ જ્યારે પાક ઉપર આવે છે તે સમયે તેને કોઈ નુકશાન ન કરે તે માટે રખેવાળને રાખવામાં આવે છે અને તે તેનું ધ્યાન રાખે છે. પાકનું રખોપું કરવા કે તેની સંભાળ રાખવા માટે આપણે કોઈ માણસને રાખીએ છીએ અને ધણીવાર ખેતરમાં એક જાતનું માણસ જેવું ઓડુ પણ ઉભુ કરીએ છીએ તેથી રાત્રીના સમયે પાકને નુકશાન કરવા આવતા જાનવરને એવું લાગે છે કે કોઈ માણસ ઉભો છે. જ્યારે મોલ પાકી જાય છે અને પાક ધેર આવી જાય પછી કોઈ રખેવાળ કે ઓડાની જરૂર પડતી નથી. જો માણસને રાખ્યો હોય તો તેને છુટો કરવામાં આવે છે અને ઓડું ઉભુ કરેલ હોય તો તેને કાઢી નાખવામાં આવે છે તેથી રખેવાળને ખાધો તેવું કહેવામાં આવેલ છે.
ગોરખનાથ કહે છે કે ખેતર પાકયું એટલે ભક્તિ દરડ્યાન કરેલી આપણી સાધના પાકી થઈ ગઈ અથવા સાધના પરાકાષટાએ પહોંચી જાય છે તે સમયે આપણી સાધના આપણા અહંકારને ખાય જાય છે એટલે કે સાધના પરિપકવ થતાં અહંમનો નાશ થાય છે. ભકતોની સાધના પરિપકવ થઈ જાય છે તે સમયે ભકતમા રહેલા અહંકારનો નાશ થાય છે પછી તેનામાં વિવેક જાગી જાય છે. આ વિવેક જાગે છે તેને ગોરખનાથે મૃધલો કહ્યો છે. ગોરખનાથ કહે છે કે જ્યારે મૃધલા રૂપ વિવેક જાગી જાય છે તે સમયે મોહરૂપ પારાધીને બંધનમાં લઈ લે છે. મોહને વિવેકથી બાંધી શકાય છે તેથી ગોરખનાથ કહે
છે કે મૃગલા રૂપી વિવેક જાગતા મોહને પોતાના કાબુમાં લઈ લે છે. જ્યારે શિકારીશિકાર કરવા જાય છે તે સમયે મૃગલાને પકડીને બાંધી અને ધેર લાવે છે તેમ મોહને કાબુમાં વિવેક રાખી તેને આગળ વધતો અટકાવી દે છે. આ કડીમાં મોહને
બાંધીને અટકાવી દેવાની વાત સમજાવવામાં આવી છે તેથી મોહ અટકી જાય તો ભક્તિના કાર્યમાં સરળતા આવી જતા આ
માર્ગે સફળતા મળવામાં વાર લાગતી નથી.
(૪) નીચે હાંડીને ઉપર ચૂલો રે સડીયો,
જળની માછલીએ પેલા બગલાને ગળીયો.
ગોરખનાથ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે નીચે હાંડીને ઉપર ચૂલો ચડીયો એટલે કે હાંડી નીચે છે અને ચૂલો તેની ઉપર છે. ખરેખર તો ચૂલા ઉપર હાંડી હોય છે પણ હાંડી ઉપર ચૂલો મુકવામાં આવતો નથી. જયા સુધી આપણામાં દેહભાવ છે ત્યાં સુધી આપણને આ વાત સમજાતી નથી અને જો દેહભાવે આ વાતને સમજવાની કોશીશ કરવામાં આવે છે તો આ વાત આપણને અવળી લાગે છે.
ગોરખનાથ કહે છે કે આપણા ધટ ભીતરમાં મન રહેલું છે તે એક હાંડી રૂપ છે. જેમ શાક બનાવતી વખતે બકાલું તેમજ અનેક જાતના મસાલા નાખવામાં આવે છે તેમ મનમાં અનેક વિચારો ભરેલા છે તેથી વિચારોનો કોઈ પાર નથી. આપણા મનમાં અનેક જાતના વિચારોઉદભવે છે તેમાં સારા હોય છે અને ખરાબ કે નબળા પણ હોય છે. વિચારો મુજબ મન તેનો લાભ ઉઠાવીને સારા કે નબળા કામો કરી જીવને સારા કે નબળા કર્મોના બંધનમાં નાખે છે એટલે કે દેહ દ્વારા આ કર્મો થાય છે પણ આ કામ કરવામાં જીવની ઉર્જાનો સહારો મળતો હોવાથી તેમાં જીવ પણ સહભાગી બની જાય છે. મનમાં સારા વિચારો કરતા નબળા વિચારોનુ પ્રમાણ વધારે હોવાથી નબળા કર્મોનું પ્રમાણ વધી જાય છે. દેહ મનને આવા કર્મો કરવામાં મદદરૂપ થતો હોવાથી દેહે કરીને કરેલા કર્મો દેહને ભોગવ્યાસિવાય છુટકો નથી. જીવ પોતાની ઉર્જાથી મદદ કરતો હોવાથી તેને પણ તે ભોગવવા દેહ ધારણ કરવો પડે છે. કરેલા કર્મો જયા સુધી ભોગવાય ન જાય ત્યા સુધી કર્મો જંપતા નથી એટલે કે કર્મોનો નાશ થતો નથી તેમ કર્મનો સિદ્ધાં પણ સાક્ષી પુરે છે.
કર્મો દેહ સિવાય ભોગવી શકાતા નથી તેમજ જીવ સિવાય આવા કર્મો દેહ ભોગવી શકો નથી તેથી કરેલા કર્મોનો ભોગ ભોગવવા જીવને અવાર નવાર દેહ ધારણ કરીને આવવું પડે છે. દેહ નાશવંત હોવાથી તેને મરવું પણ પડે છે અને મરવું તે કુદરતી ક્રમ છે તે તમામને લાગુ પડે છે પછી તે રાજા હોય કે રંક કોઈ તેમાંથી છટકી શકતું નથી. કર્મનો સિદ્ધાંત એવું જાહેર કરે છે કે જો અંત સમયે એક પણ કર્મ ભોગવ્યાસિવાયનું બાકી રહી જાય તો તે ભોગવવા માટે ફરીવાર દેહ ધારણ કરીને જીવને સંસારમાં આવવું પડે છે. દેહ નાશવંત હોવાથી તેનો સમય પાકી જતા દેહ નાશ પામે છે તેથી આવા ગમનના ફેરા ટળતા નથી.
જે ભકત ગુરુના ચરણે જાય છે તે સમયે ગુરુ બોધ આપી સ્મરણના શબ્દો આપી કાયમને માટે સ્મરણ ચાલુ રાખવાની સલાહ આપે છે. ગુરુની શીખામણ મુજબ ભકતો કાયમી સ્મરણ કે ચિતવન કરતા હોવાથી ચિંતન એટલે કે સારા વિચારો જાગી જાય છે. આ ચિંતન મજબુત થઈ જાય છે એટલે કે ભકત જાગી જાય છે તે સમયે ભકતોમાં સમતા આવે છે. આ સમતા છે તે મુશ્કેલીઓની સામે લડવાનો ભાવ કે હિંમત છે. સમતા એટલે સંસારમાં રહેવાથી ગમે તેવી મુશ્કેલીઓ આવીને સામે ઉભી જાય તો તેનો સામનો કરવાની તાકાત ભકતોમાં આવી જાય છે. આ સમતાને લીધે સામે આવેલી સંસારની મુશ્કેલીઓ કે અડચણો જીવને ભક્તિના માર્ગમાં આગળ વધવા અડચણ ઉભી કરી શકતી નથી. ભકતોમાં આવી સમતા આવી જાય છે એટલે કે સંસારની મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આવી જાય છે. જીવનો દેહભાવ છે તેને ગોરખનાથે બગલાનું રૂપક આપી તેને બગલો કહ્યો છે. આ દેહભાવ રૂપી બગલાને સમતા રૂપી માછલી ગળી જાય છે. ખરેખર તો બગલો માછલીને ગળી જતો હોય છે પણ ભકતો આ કક્ષાએ પહોંચી જાય છે તે સમયે માછલી એટલે કે સમતા તે દેહભાવ રૂપી બગલાને ગળી જાય છે તેથી ભકતોનો દેહ ભાવ નાશ પામે છે અને જીવભાવ જાગી જાય છે. જ્યારે દેહભાવ માંથી જીવ બહાર આવી જાય છે તે સમયે દેહને વળગેલા દેહના વળગણો મટી જાય છે. જયા સુધી જીવનો દેહભાવ મટે નહી ત્યાં સુધી દેહના વળગણો નાશ પામતા નથી. જયા સુધી જીવને દેહના વળગેલા રહે છે ત્યાં સુધી પરમાત્માના ધરની વાતમાં રસ જાગશે નહી અને પરમાત્માના ધરની વાત સમજાશે પણ નહી.
(પ) આભ વરસેને જમીન નહી પરસે,
નેવાના પાણી મોભે રે ચડશે.
ગોરખનાથ તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, જ્યારે આભ માંથી વરસાદ વરસવા લાગે છે તે સમયે જળ જમીન પર આવે છે તે સમયે જમીન ભીંજાશે નહી. આભ માંથી વરસાદ વરસે તો જળ જમીન ઉપર જ પડે છે તેથી જમીન ભીંજાયા વગર રહેતી નથી પરંતુ ગોરખનાથ તો તેની વાણી દ્વારા કહે છે કે, જમીન ભીંજાશે નહી. આ વાત સમજવા માટે લખીરામે ભજન દ્વારા રજુ કરેલ સાત ચક્ર કે પ્યાલાની વાતનો આધાર પકડવો પડશે. કારણ કે ભક્તિના રાહની વાત જમીનના તત્વથી માંડીને ગગન મંડળ એટલે કે આભ સુધી પહોંચવાની વાત સમજાવવામાં આવી છે. આ સાત પ્યાલની વાતમાં જમીન અને અમીધારાની વાત સારી રીતે સમજાવી છે. લખીરામ કહે છે કે, જ્યારે ઈંગલા અને પીંગલા નો શ્વાસ અને ઉચ્છવાસ એક ગતીમા લાવીને તેને ઉલટાવીને સુક્ષમણાના મુખમાં દાખલ કરવામાં આવે તો જ શ્વાસ અને ઉચ્છવાસનો પવન સુક્ષમણા વાટે સુક્ષમણા જે સાત ચક્ર, પાંચ પવન કે પ્રાણ અને પાંચ તત્વોને ધારણ કરીને બેઠી છે તેની પરખ થઈ શકે છે. જયા સુધી પાંચ પ્રાણ એક ધેર ન આવે તેમજ પાંચ તત્વની ઓળખાણ કે પરખ થઈ ન જાય ત્યાં સુધી પરમાત્માના દેશમાં પહોંચી શકાતું નથી. ઈંગલા અને પીંગલાનો પવન સાત ચક્રો છેદીને ગગન મંડળમાં જઈ શકે છે. લખીરામ તેના સાત પ્યાલા, સાતચક્રો કે સાત જ્ઞાનની ભુમીકા વિેશે સમજતાવતા કહે છે કે, પ્રથમ ચક્ર ગુદા દ્વારેઆવેલુ છે. આ સ્થળે અપાન નામો વાયુ રહેલો છે અને ભુમીનું તત્વ પણ આવેલુ છે. આ પ્રથમ ચક્રમાં દેવ તરીકે ગણેશનો વાસ છે અને સુક્ષમણાનો મહેલ પણ આવેલો છે. સુક્ષમણાનો મહેલ કે મોલ એટલે કે સુક્ષમણા નાડીનું મુખ આ સ્થળે આવેલુ છે અને તેનો છેલો છેડો ગગન મંડળ સુધી લંબાયેલો છે. દેહમાં બોતેર હજાર નાડીઓ આવેલી છે તેમ આપણા સંતોએ કહયું છે. આ બોતેર હજાર નાડીઓમાં ત્રણ નાડીઓ મુખ્ય છે જેવી કે ઈંગલા પીંગલા અને સુક્ષમણાનાડી. આ ત્રણ નાડીઓમાં સુક્ષમણા નાડી આવેલી છે તેમાં જળ ભરેલું છે તેથી તે પવન વાહક નથી. આ નાડીમા ભરેલું જળ જો ખાલી કરવામાં આવે તો જ તેમાં પવન દાખલ થઈ શકે છે.
આ સુક્ષમણા નાડી માંથી જળ બહાર કાઢીને પવન વાહક એટલા માટે બનાવવામાં આવે છે કે સુક્ષમણના માર્ગથી જ સુરતા શબ્દને લઈને પવન રૂપી વાહનનો આધાર પકડી એટલે કે તેમાં બેસીને ગગન મંડળમાં સુધી પહોંચી શકે છે. ગુરુના ચરણે જવાથી બોધ આપતી વખતે ગુરુ ગણેશની ચાવી કે મંત્ર આપે છે તેવું જાણવા મળેલ છે. આ મંત્રનું રટણ કરીને ગણેશને બળવાન બનાવીને તેને રિધ્ધિસિદ્ધિનો દાતા બનાવી દેવામાં આવે છે. જ્યારે ઈંગલા અને પીંગલાનો શ્વાસ અને ઉચ્છવાસ નીચે તરફ ભુમીના ચક્ર સુધી આવે છે અને તેને ઉલટાવીને સુક્ષમણાના મુખમાં દાખલ કરવો પડે છે. જો તેને ઉલટાવવામા ન આવે તો જે સ્થળેથી આવેલ છે તે સ્થળે ઉચ્છવાસ રૂપે બહાર નીકળી જાય છે. પવનને ઉલટાવીને સુક્ષમણાના મુખમાં દાખલ કરવાની વાર લાગ તો તે આ સ્થળે આવેલા અપાન નામના વાયુ સાથે ભળી જઈ ગુદા વાટે બહાર નીકળી જાય છે.
આ ભુમીના ચક્રની બાજુમાં કુડલી આવેલી છે તેને સંતો સર્પીણી કે નાગણ પણ કહી છે. સતત સ્મરણ કરતા કુંડલી જાગી જાય છે તે સમયે તેમની સામે આવેલું સુક્ષમણાનુ મુખ ખુલ્લી જાય છે. આ કુંડલી પણ જળથી ભરેલી છે તેથી કુંડલીના જળનો ફુવારો સુક્ષમણાના મુખમાં પડતા સુક્ષમણામા રહેલા જળને નીચેથી દબાણ કરતા સુક્ષમણાનો જે છેડો ગગન મંડળમાં આવેલ છે અને આ છેડે એક ગાંઠ આવેલી છે તે ખુલ્લી જાય છે તેથી આ જળ ગગન મંડળમાં આવેલ શીખર ઉપર એકઠું થાય છે. આ જળને બીજો કોઈ માર્ગ ન મળતા એટલે ગગન મંડળની આગળ ભુમી ન હોવાથી આ જળ ધોધ રૂપે નીચે આવેલ બ્રહ્મરંજની ખીણમાં પડવા લાગે છે. આ બ્રહ્મરંજની ખીણની વિશાળતાનો કોઈ પાર નથી તેથી તે છલકાતી નથી. જેમ આપણે માટીનો નવો ગોળો લાવીએ અને તેમાં પાણી ભરવામાં આવે તો અમુક સમય સુધી તેના તળીયેથી પાણીના ટીપ્પા પડે છે તેમ બ્રહ્મરંજના તળીયેથી જળના ટીપ્પા નીચે આવેલી નાભી ઉપર પડે છે તેને અમૃતધારા તરકે ઓળખવામાં આવે છે. નાભી પણ જળથી ભરેલી હોવાથી પાણીના ટીપ્પા બ્રહ્મરંના તળીયેથી પડતા હોવાથી નાભીના પાણી સાથે ધર્ષાણ થાય છે અને એક અવાજ ઉત્પન થાય છે તેને સંતોએ ગેબીનાદ કહ્યો છે. નાભીનું જળ અને બ્રહ્મરંજનું જળ એક બીજા સાથે અથડવાથી એક જાતની ઉર્જા કે શક્તિ ઉત્પન થાય છે તેને આત્મરૂપ શક્તિ માનવામાં આવે છે. આ નાભીનું જળ ગતી કરીને પાછું સંક્ષમણાની પાસે આવી તેના મુખમાં દાખલ થાય છે તે સમયે એક ગોળાકાર ચક્ર ઉત્પન થાય છે તેને સંતોએ ધટમાળ તરીકે ઓળખાવી છે. જ્યારે ધટમાળ શરૂ થઈ જાય છે તે સમયે સુરતા શબ્દ સાથે ધટમાળમા દાખલ થતા સુરતા શબ્દ સાથે સુક્ષમણાની વાટે આવેલા સાત ચક્રોને એક એક કરતા છેદીને કપાળમાં આવેલા છઠા ચક્ર સુધી પહોંચી જાય છે. સુક્ષમણા નાડી પાંચ પ્રાણ અને પાંચ તત્વોને ધારણ કરીને બેઠી છે તેથી સુક્ષમણા વાટ કે રસ્તો પકડવામાં આવે તો જ પાંચ પ્રાણ અને પાંચ તત્વોની પરખ થઈ શકે છે. પાંચ પ્રાણ અને પાંચ તત્વોની પરખ કર્યા સિવાય ભક્તિના રાહે આગળ વધી શકાતુ્ર નથી. પાંચમા ચક્રે પહોંચી જતા જીવને પાંચ પ્રાણ અને પાંચ તત્વોની ઓળખાણ થઈ જાય છે.
આ વાતનો આધાર પકડીને ગોરખનાથે તેની વાણીમાં જે વાત કરી છે કે આભ વરસે અને જમીન નહી પરશે એટલે કે જમીન ભીંજાશે નહી તે વાત સમજવા માટેનો આ વાતનો આધાર પકડવામાં આવ્યો છે. ગોરખનાથે આભનું જળ નીચે પડે છે એટલે કે બ્રહ્મરંજનું જળ નીચે પડે છે એટલે કે આભ માંથી વરસાદ વરસે છે તેવું કહયું છે. આ વરસાદ એટલે કે પાણીનો પ્રવાહ કે અમૃતધારા સીધી જમીન ઉપર પડતી નથી પણ નાભી ઉપર જ પડે છે. વરસાદ રૂપ અમીધારા સીધી મૂળચક્ર કે જયા જમીનનું તત્વ આવેલું છે તેથી તે ભીંજાતુ નથી તેવું સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ગોરખનાથ કહે છે કે, નેવાના પાણી મોભે ચડશે તે વિશે એવું સમજાવવા માંગે છે કે કુંડલી મૂળચક્ર કે જેને ભુમીનું ચક્ર કહેવામાં આવ્યું છે તેની પાસે આવેલી છે. આ કુંડલી કરોડ રજજુના છેલા હાડકાની નીચે એક ત્રિકોણાકાર માસનો ટુંકડો આવેલો છે તેને કુંડલી તરીકે ઓળખવામાં આવે છે અને તેના ઉપર નળી રૂપે સાડા ત્રણ આટા રૂપે આ નળી આવેલી છે. આ સાડા ત્રણ આટામા અર્ધો આટો જે નીચે નમેલો છે તે કુંડલીનું મુખ છે. આ કુંડલીમાં પ્રથમથી જ ધ્રુજારી રૂપે જ્ઞાન કેદ થઈને પડેલું હોય છે તેથી તેને તેમાંથી બહાર કાઢવાની જરૂર પડે છે અને કુંલીનું મુખ ન ખુલ્લે ત્યા સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. જ્યારે કુંડલીનો નીચે નમેલો છેડો ઉપર આવીને સુક્ષમણાના મુખા સામે આવી જાય છે તે સમયે તેનું મુખ ખુલી જાય છે એટલે કે કુંડલી જાગૃત થઈ જાય છે તે સમયે જ્ઞાનરૂપી ધારા તેમાંથી બહાર આવવા લાગે છે. કુંડલી નીચે આવેલી છે તેથી તેને નેવું કહયું છે અને આ નીચાણ વાળા ભાગે રહેલું જ્ઞાન મોભરૂપી ગગન મંડળમાં મોલકવાની વાત છે. આ નેવાનું જળ રૂપી જ્ઞાન સુક્ષમણાના મુખમાં પડવાનું શરૂ થઈ જતા તે સુક્ષમણા વાટે તે ગગન મંડળમાં જઈ શકે છે તેથી કહયું છે કે નેવાના પાણી મોભે ચડશે. આ જળ સાત ચક્રો છેદી બ્રહ્મરંજના કાણામા દાખલ થાય છે તેને સંતોએ બારી કહી છે. આ સ્થળે વચન રૂપ પરમાત્મા આસન વાળીને બેઠા છે. આ સ્થળે પહોંચી જતા જીવને પોતાના મૂળ સ્વરૂપનું ભાન થઈ જાય છે તેને જ નેવાના પાણી મોભે ચડશે તેવું કહેવામાં આવ્યું છે. વાસના નીચે રહેલી છે અને તેના ઉપર જીવ છે તેથી દેહની વૃત્તિ કે દેહભાવ મટાડીને સુરતાને ગગન મંડળમાં લગાડવાની પણ આ વાતમાં ભલામણ કરવામાં આવી છે.
(૬) મછંદરનો છેલો જતી જતી ગોરખ બોલ્યા,
મેલી દીધી મમતાને ભયા અવધૂતા.
ગોરખનાથ તેના ભજનની છેલ્લી કડી દ્વારા સમજાવતા કહે છે કે, મે જે ભજનની રચના કરીને મારી વાણી ભજન મારફત રજુ કરેલી છે તે વાત કે વાણી મારી પોતાની નથી પણ મારા ગુરુની વાત કે વાણી છે કારણ કે તેના બોધના આધારે તેમની કૃપાનો વરસાદ મારા ઉપર વરસી જતા મારા ગુરુએ સમજાવેલ વાતનું મનોમંથન કરીને સમજાવવાની કોશીશ કરી છે. આ કોશીશમા મારા ગુરુજીની કૃપા સમાયેલી છે તેથી તે મારા ગુરુની વાણી છે. ગોરખનાથ કહે છે કે, મને મછંદરનાથ જેવા બ્રહ્મજ્ઞાની ગુરુ મળી જતા હું પરમાત્માના ધરની વાત સમજી શક્યો છું. ગોરખનાથ કહે છે કે મારા ગુરુ તે મારા પિતા કરતા પણ વિશેષા છે કારણ કે મારા માત પિતાના સહયોગથી મને દેહ મળ્યો છે અને મારા માત પિતાએ તો મને સંસારમાં જકડી રાખવાનો પ્રયત્ન કર્યો છે. મારા ગુરુએ તો મને સંસારના બંધન માંથી કાયમને માટે મૃક્તિ અપાવીને મારો ભવસાગર પાર કરી દીધો છે તેથી તેનો ઉપકાર માનું એટલો ઓછો છે. ગોરખનાથ આ વાતને સમજાવતા કહે છે કે, સંતકબીરે એક સાખીમાં કહયું છે કે આશા તૃષણા ભલે ધટ ભીતરમાં નાની હોય પણ તેને ટાળવી કે મારવી ધણી મુશ્કેલ છે. આ આશા તૃષણા તો કોઈ કરોડીમા કોક સંતવીરલા હોય તે જ ટાળી કે મારી શકે છે. સંતકબીરે આ સાખીમાં જણાવતા કહે છે કે,
મન મરે માયા મરે, મર મર જાય શરીર,
આશા તૃષણા કદાપી ન મરે, કહ ગયે સંતકબીર.
મનને સમજાવી તેના ઉપર કાબુ મેળવી શકાય છે. શરીર તો નાશવંત છે તેથી તેનો સમય પુરો થતા તે નાશ પાડ્યા સિવાય રહેવાનો નથી. આ ધટ ભીતરમાં રહેલી આશા તૃષણા કે મમતાને મારવી કે મટાડવી ધણી જ અધરી છે. આ વાતને સાબિત કરવા ચાર જુગના ચાર પાઠમા પણ જણાવેલ છે કે, પ્રથમ યુગમાં પ્રહલાદ વખતે હાથી રૂપી અમિમાનને પ્રથમ સત યુગમાં કાઢવાનો પ્રયત્ન કર્યો તો તે ટળી ગયું. બીજા તેત્રાયુગમા રાજાહરિચંદ્રે સવરા મંડપનું આયોજન કરી મન રૂપી ધોડાને કાબુમાં લાવવાનો પ્રયન્ન કર્યો તો મન પણ કાબુમાં આવી ગયું. દવાપર યુગમાં ધર્મરાજાએ સવરા મંડપનું આયોજન કરી દેહમમા આવેલ ગૌ એટલે કે ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે ચોથા યુગમાં કલીયુગના સમયમાં બલિરાજાએ સવરા મંડપનું આયોજન કરી આશા તૃષણાને મારવાનો પ્રયત્ન કર્યો તો અજયા (બકરી) ભલે નાની હતી તેમ છતા તેને બેઠી કરી ન શક્યા એટલે કે આશા તૃષણાને કાઢવામાં સફળતા મળી ન હતી તેથી અજયા બેઠી થઈ શકી ન હતી. ગોરખનાથ કહે છે કે જ્યારે મારા માંથી મમતા કે આશા તૃષણા નીકળી ગઈ કે મે તેનો ત્યાગ કર્યો તે સમયે હું અવધૃત થઈ ગયો. અવધૃનો અર્થ એવો થાય છે કે, અવ એટલે નહી અને ધૃત એટલે માયા(માયાવિહીન) તેવો કરવામાં આવે છે.
ગોરખનાથ કહે છે કે જ્યારે મારા ગુરુની કૃપાનો વરસાદ મારા ઉપર વરસી ગયો અને હું માયા માંથી બહાર નીકળી ગયો એટલે કે માયા કે મમતાનો મે ત્યાગ કરતા મારા આવા ગમનના ફેરા ટળી ગયા છે. ગોરખનાથ તેના ગુરુની કૃપાથી આ વાત સમજાવી ગયા છે. આ વાત હું ડી. બી. રાઠોડ લેખક તરીકે મારી જાણકારી મુજબ સમજીને જાહેર કરી રહ્યો છું પણ તેમાં મારા કોઈ ગુરુની કૃપા નથી તેથી તે ફકત મારી સમજણ અને જાણકારી જ છે. આ મારી સમજણની વાત છે અને ગુરુના આધાર વગર જાણકારી રજુ કરી રહ્યો છું તેથી મારી વાત સો ટકા મે સમજાવી છે તે મુજબ બરાબર છે તેવું માની લેવાની જરૂર નથી કારણ કે ગુરુના આધારે સમજાવેલી વાત સો ટકા સાચી હોય છે તેમાં કોઈ માણસની પોતાની સમજણના આધારે કરવામાં આવતી વાત તે ફકત જાણકારી રૂપે જ હોય છે તેને બોધ રૂપે માની સાચી છે તેવું કહી શકાતું નથી.
મારી અપેક્ષા એવી છે કે ભલે મને ગુરુનો આધાર મળ્યો ન હોય પણ અંદરનો ગુરુ મને આ વાતમાં મદદ કરીને થોડી સમજણ આપી છે તો લોકો આગળ મુકવાથી જો કોઈ અનુભવી ભકતો તેનું મનોમંથન કરશે તો સત્ય જરૂર બહાર આવશે. ભજનના વિવરણમા સમજાવેલી વાત ખામી ભરેલી હશે તેથી જો કોઈ અનુભવી ભકતોને આ વાતમાં ખામી જણાય તો મને અવશ્ય જાણ કરવી જેથી કરીને મને સાચી વાત સમજાય અને મને પણ લાભ મળે. આ ભજનની સમજણમાં મેં મારી જાણકારી રજુ કરેલ છે તેમાં રહેલી ખામી જો મને જણાવવામાં આવેશે તો હું જરૂર ખુશ થઈશ અને તમે આ વાતમાં રસ લીધો છે તેથી તેની ખુશી મને વધારે થશે.
(ર) માતા કુવારી અને પિતા બ્રહ્મચારી.
(૧) આ અંજલીનું કુડ, સંતો જળ ભરી ઝારી,
માતા કુંવારી જેનો પિતા બ્રહ્મચારી. માતા
(ર) સાચા સંત હોય તો લોને ઉગારી, ધ્યાન ધારી દેહ હોય તો લોને સંભાળી,
ગંગા બની ઉપર પનીહારી, માતા કુંવારી પિતા બ્રહ્મચારી. માતા
(૩) માતા કુંવારી પિતા બ્રહ્મચારી, ઉંડાસા કુવા ઉંડા જળ ભારી,
પાણીડા ભરે છે ઓલી પાંચ પનીહારી. માતા
(૪) ગીર ગયા કુવા અને સુકાઈ ગઈ વાડી, હાથ ધસે છે ઓલી પાંચ પનીહારી,
મળી છે તેને ચોરાશી ભારી, માતા કુંવારીને પિતા બ્રહ્મચારી. માતા
(પ) છોટીસી નારી મૂળથી વિચારી, રામની સભામાં મે તો રમતા ભાળી,
શબ્દ સ્વરૂપમાં લાગી ગઈ તાળી, માતા કુંવારીને પિતા બ્રહ્મચારી. માતા
(૬) અંતરના મારા દરવાજા ખોલ્યા, મછંદરનો ચેલો ગોરખનાથ બોલ્યા,
મારી મારી મમતા, ઉતરા ભવપારી, માતા કુંવારીને પિતા બ્રહ્મચારી. માતા
અવળ વાણીનું વિવરણ.
(૧) આ અંજલીનું કુડ, સંતો જળ ભરી ઝારી,
માતા કુંવારી જેનો પિતા બ્રહ્મચારી.
મછંદરનાથ ગુરુ દતાત્રેયના શિષય હતા. એક સ્ત્રીને પુત્રની પ્રાપ્તી થઈ ન હતી તેથી મછંદરનાથે ભભુતી આપી હતી અને તેને પીય જવાનું કહયું હતું પણ તેને શંકા જાગતા આ ભભુતી ઉકરડામા ફેંકતા તેમાંથી બાળક ઉકરડા માંથી મળ્યું હતું. આ ઉકરડો ગોબર એટલે કે છાણનો હતો તેથી તેનું નામ ગોબરનાથ રાખ્યું હતું પણ તેને લોકો ગોરખનાથ તરીકે ઓળખવા લાગયા હતા. ગોરખનાથે આ અવળવાણીની રચના કરી છે. આ વાણી દ્વારા હનુમાનના જન્મના રહસ્યને જાહેર કરવામાં આવે છે. ગોરખનાથ અવળ વાણીની પ્રથમ કડીમાં માતા કુંવારી અને પિતા બ્રહ્મચારી તેવું કહેવામાં આવ્યું છે. આ ભજનમાં માતાને કુંવારી કહી છે તે કોણ છે ? અને તે કોની માતા છે ? પિતા બ્રહ્મચારી એટલે પિતા તરીકે કોણ છે ? અને આ પિતા કોના છે ? અને તેને બ્રહ્મચારી શા માટે કહેવામાં આવ્યા છે ? તે તમામ વાત આપણે જાણી લેવી જરૂરી છે. આ વાણી અંજલી તરફ લક્ષા રાખીને તેની રચના કરવામાં આવી છે. ગૌતમ મુનીની પત્નીનું નામ અહલ્યા હતું અને તે બહુજ સ્વરૂપવાન હતા. અહલ્યાએ એક પુત્રીને જન્મ આપ્યો તેનું નામ અંજની રાખવામાં આવ્યું હતું. અહલ્યા સ્વરૂપવાન હોવાથી દેવોના રાજા ઈન્દ્રને ભોગ ભોગવવાની ઈચ્છા જાગી તેથી તે ગૌતમ મુનીની ઝુંપડીએ આવ્યા હતા. આ સમયે ઈન્દ્રે ચંદ્રને બોલાવીને એવી આજ્ઞા કરી હતી કે તમારે ગૌતમ મુનીની ઝુંપડીયે જઈ રાત્રીના બાર વાગ્યે બોલવાનું છે તેથી ચંદ્ર કુકડાનું રૂપ ધારણ કરીને ઝુંપડીયે આવ્યો અને રાત્રીના બાર વાગતા તે સમયે બોલ્યો તેથી ગૌતમ મુનીને ખબર પડી કે સવારના ચાર વાગી ગયા છે અને તેને ચાર વાગ્યે નદીએ સ્નાન કરવાનું નીમ હતું તેથી તે સ્નાન કરવા રવાના થયા. ગૌતમ મુની સ્નાન કરવા જતા ઈન્દ્રને મોકો મળી જતા તે અહલ્યાની કુટીરમા દાખલ થયા અને અંજની તેને જોઈ ગયેલી પણ ઈન્દ્રયે ગૌતમ મુનીનું રૂપ ધારણ કરેલ હોવાથી તે તેના પિતા છે તેવું સમજી માથે ઓઢી સુઈ ગયેલી. અહલ્યા એવું સમજી બેઠી કે પોતાના પતિ છે તેથી કંઈ બોલી નહી.
ગૌતમ મુની નદીમાં સ્નાન કરવા જાય છે તે સમયે ગંગા નદી તરફથી એવો સંકેત મળે છે કે મુની સવારના ચાર વાગ્યા નથી પણ રાત્રીના બાર વાગ્યા છે અને તમારે ધેર કપટ થઈ રહ્યું છે તેથી તમે ધેર જાવ. ગૌતમ મુનીને આવો સંકેત મળતા તે ધેર આવે છે તે સમયે ઈન્દ્ર કુટીર માંથી બહાર નીકળતા તેને જોઈ ગયા. ગૌતમ મુનીએ તેની પુત્રીને કહયું કે આપણે ધેર કોણ આવ્યું હતું ? અંજનીએ જવાબ આપતા કહ્યું કે આપ આવ્યા હતા આ સમયે ગૌતમ મુનીને એવું લાગ્યું કે મારી પુત્રી જુઠુ બોલે છે તેથી તેને શ્રાપ આપ્યો કે તને કુંવારીને કલંક લાગશે. અહલ્યા પાસે આવી કહયું કે આપણે ધેર કોણ આવ્યું હતું ? અહલ્યાએ જવાબ આપતા કહયું આપ જ હમણા આવ્યા હતા તો પ્રશ્ન કેમ કરો છો ? ગૌતમ મુનીને શંકા પડી કે તે પણ ખોટુ બોલે છે તેથી તેને શ્રાપ આપ્યો કે તુ શીલા બની જા.
અંજનીને શ્રાપ મળતા તે વિચારવા લાગી કે જો હું ખુલ્લામા રહીશ તો મને કલંક લાગશે તેથી તેણે જમીનમાં ખાડો ખોદી તેમાં શરીરને ઢાંકી દીધુ અને ફકત પોતાનું મસ્તક જ બહાર રહેવા દીધુ. એકવાર નારદજીને શિવજીએ કહયું કે આપે ધણા મોહની રૂપો જોયા હશે પણ કૃષ્ણનું મોહની રૂપ જોયું નથી ત્યા સુધી નકામુ છે. આ વાત સાંભળીને શીવ અને નારદજી કૃણની પાસે આવ્યા અને મોહની રૂપ બતાવવા વિનંતી કરી. કૃષ્ણ, નારદ અને શિવજી જંગલમાં ગયા અને કૃણે શિવજીને કહ્યું કે હું આપને આપના મૂળ રૂપમાં આ રૂપ બતાવી શકુ તેમ નથી તેથી તમારે બીજું રૂપ ધારણ કરવું પડશે. આ સમયે શિવજીએ વાંદરાનું રૂપ ધારણ કરી ઝાડ ઉપર સડી મોહની રૂપ જોવા બેસી ગયા. કૃષ્ણે મોહની રૂપ બનાવતા શિવજીને કામ ઉત્પન થયો અને તેના વીર્યનું બુંદ ખરી જવાની તૈયારીમા હતું તે સમયે કૃષ્ણે નારદને કહયું કે તેને જમીન ઉપર પડવા દેશો નહી પણ કોઈ પડીયામા તેને જીલી લો તેથી તે જીલી લીધુ. નારદે કૃણને કહયું કે હવે શું કરવું ? તે સમયેકૃષ્ણે કહ્યું કે આ બુંદ અંજની સિવાય કોઈ ઝીલી શકે તેમ નથી તેથી તમે તેને આપી આવો. નારદજી આ પડીયો લઈને નીકળી પડ્યા અને અંજની જે સ્થળે જમીનમાં હતી તે સ્થળે આવ્યા પણ અંજની સામે ન જોયું અને પોતાનું મુખ ફેરવી ગયા.
આ સમયે અંજનીએ કહયું કે નારદજી તમે મુખ કેમ ફેરવી ગયા છો ? નારદે જવાબ આપતા કહયું કે તુ નુગરી છો તેથી તારું મુખ જોવા લાયક નથી. અંજનીએ નારદને કહયું કે તો આપ જ મારા ગુરુ થઈ જાવ અને મને બોધ આપો ? નારદજીને મોકો મળી જતા આ પડીયાની ભૂંગળી વાળીને અંજનીના કાન પાસે રાખી ફુંક મારતા આ બુંદ અંજનીના ઉદરમાઉતરી ગયું. અંજનીને આ વાતનો ખ્યાલ આવી ગયો. નારદજીએ અંજનીને કહયું કે તારે મુંજાવાની જરૂર નથી. આ બુંદ શિવજીનુ છે અને તને એક પુત્ર થશે તે મહાન બળવાન અને ભક્તિ ભાવવાળો થશે તેનું નામ હનુમાન રાખજો. આ સમયે અંજની કુંવારી હતી છતા પુત્રને જન્મ આપતા માતા કુંવારી છે તેવું કહેવામાં આવ્યું છે. આ સંસારમાં રહેતા તમામ લોકોને એવો પ્રશ્ન ઉભો થાય છે કે જે દેહ જન્મે છે તે તેના પિતાના આકાર જેવો જ આકાર ધારણ કરીને જાહેર થાય છે. હનુમાન ચાલીશામા એવું કહેવામાં આવ્યું છે કે કેસરીનંદન એટલે કે શિવજીનો પુત્ર. શિવજીને પુછડુ નથી તો હનુમાનજીને પુછડુ કયાથી આવ્યું ? શિવજીએ મોહની રૂપ જોવા માટે વાંદરાનું રૂપ ધારણ કરેલું અને તે વખતે વીર્યનું ખંડન થતા અને નારદે બોધ આપતી વખતે આ બુંદ અંજનીના ઉદરમાં દાખલ થતા વાંદરાના આકાર રૂપ હનુમાનજીનો જન્મ થયો હતો.
પિતા બ્રહ્મચારી તેવું કહેવામાં આવ્યું છે તો હનુમાનના પિતા શિવજી હતા અને શિવજીએ કામને જીતી લીધો હતો તેથી તે બ્રહ્મચારી કહેવાયા હતા. શાસ્ત્રોમા એક એવો પુરાવો છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પરમતત્વને પામવા પોતાના સર્વસ્વનો ત્યાગ કરે અને પરમતત્વને પામવાનો પ્રયત્ન કરે તો આવી વ્યક્તિદ્વારા દશ પુત્રોનું સર્જન કરે તો પણ તે બ્રહ્મચારી કહેવાય છે તેથી જ શિવજીને બ્રહ્મચારી કહેવામાં આવે છે. અંજલીને તેના પિતાએ શ્રાપ આપતી વખતે કહયું હતું કે તુ પુત્રને જન્મ આપીશ તેથી કલંકીત થઈશ અને સૂર્યનો ઉદય થતા તારા પુત્રનું મરણ થશે તેથી અંજલીને દુઃખ થયું હતું. જ્યારે હનુમાનનો જન્મ થયો તે સમયે આ વાત હનુમાનને કરી તો હનુમાન સૂર્યને ગળી ગયા તેવું કહેવામાં આવે છે. આ સૂર્યને કોઈ ગળી ન શકે પણ કાળ રૂપી સૂર્યને તેના મુખમાં લઈ અજર અમર થઈ ગયા હતા. જો આ વાતને આપણે આધ્યત્મીક દ્રષિટથી સમજવાની કોશીશ કરીએ તો અંજનીને માયા કહી છે અને માયા કુંવારી છે. જળ ભરી ઝારી એટલે માયા છે તેમાં વિષાય રૂપી જળ ભરેલું છે તેથી જળ ભરેલી ઝારી કહયું છે. આ જળ ભરેલી જારી એટલે કે તે નારી છે. નારીનું કુડ તે જાણી શકાતું નથી એટલે કે તેનું જુઠાણુ જાણી શકાય તેવું નથી. માયા કુંવારી એટલા માટે છે કે તે કોઈને વરતી નથી એટલે કે કોઈની પાસે કાયમને માટે ટકતી નથી તેથી તે કુંવારી છે. જો માયા કોઈની સાથે લગ્ન કરી લે તો તેને કાયમને માટે આ સ્થળે રોકાવું પડે છે પણ આવું થતું નથી તેથી તે કુંવારી છે. આત્મપદ છે તે માયાનો પિતા છે અને જીવની ઉત્પતી માયાથી થાય છે તેથી જીવ તે ઈરૂવરનો અંશ છે. આત્મપદ રૂપી પિતા અને માયા રૂપી માતા તે જીવના માત પિતા છે. આ તત્વને જોઈ શકાતું નથી પણ તે તમામને જોઈ શકે છે. આ તત્વને પાંખો નથી તેમ છતા તે કરોડો જોજન સુધી ઉડી શકે છે. માયાને મૂળ વગરની નારી કહી છે, જો મૂળ હોય તો એક સ્થળે ટકી શકે પણ તે એક સ્થળે કાયમી ટકી શકતી નથી તેથી તે મૂળ વગરની નારી છે તેને માયા કહેવામાં આવે છે. માયા એટલે ધન દોલત મીલ્કત કે જમીન આ તમામને પ્રાપ્ત થાય છે પણ તે તમામની સાથે કાયમને માટે ટકી શકતી નથી કારણ કે અમુક સમયે તે ચાલ્યા જાય છે તેથી ધનવાન ગરીબ બની જાય છે અને ગરીબ ધનવાન બની જાય છે. આ માયા કોઈની થવાની નથી અને થશે પણ નહી. આપણી ધન દોલત રૂપી માયા આપણી પાસે કાયમી રહેવાની નથી કે ટકી શકવાની નથી. માયા મૂળ વગરની નારી છે તેથી તે કાયમી ટકી શકતી નથી અને તેના જુઠાણાનો કોઈને ખ્યાલ આવતો નથી. અંજની કુંવારી કન્યા છે, શિવજી બ્રહ્મચારી છે અને માયા ઈશ્વરની પત્ની છે, તેના અંશ રૂપ જીવ છે તેથી તે તેનો પુત્ર છે. આત્મપદ તે ઈશ્વર છે તે તેનો પતિ છે.
(ર) સાચા સંત હોય તો લોને ઉગારી, ધ્યાન ધારી દેહ હોય તો લોને સંભાળી,
ગંગા બની ઉપર પનીહારી, માતા કુંવારી પિતા બ્રહ્મચારી.
ગોરખનાથ તેની હેલીની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે આ સંસારના તમામ ગુરુઓ કે સંતો ભવસાગર પાર કરાવી શકતા નથી પણ જો તેમાં બ્રહ્મજ્ઞાની સાચા સંત કે સદગુરુ મળી જાય તો જ પરમાત્માના ધરની વાત સમજાવી બ્રહ્મનો સાચો રાહ બતાવે તો જ ભગસાગર તરી શકાય છે. સદગુરુ શિષયને તેના મૂળ સ્વરૂપેને ઓળખાવી જાણકારી આપે તેને સદગુરુ કહેવામાં આવે છે. આપણા ગુરુ રાહ દાતા છે પણ મૃક્તિ દાતા નથી તેથી ગુરુના રાહે ચાલી શિષયે પોતાની મૃક્તિ મેળવવા માટે પોતે જ મહેનત કરવી પડે છે. જો શિષય ગુરુના બોધ મુજબ ભક્તિના રાહે ન ચાલે તો તેમાં ગુરુને દોષા દેવાની જરૂર નથી. ગુરુના ચરણે ગયા પછી ગુરુ ઉપર પુરો ભરોસો રાખવો જરૂરી છે. જો બીજો કોઈ માણસ તમને ગમે તેવી વાતો કરે સમજાવે તે જાણી અને સમજી લેવી જરૂરી છે પણ ગુરુના રાહની વિરુધ્ધમા કોઈ કામ કરવાનું કહે તો તો તે કરવું વ્યાજબી નથી. ગુરુએ બતાવેલ માર્ગે જ ચાલવાથી ભક્તિમાં સફળતા મળે છે પછી બીજા કોઈ માણસ ગમે તેવો રાહ બતાવવાની કોશીશ કરી ગુરુ તરફ નફરત જગાડવાનો પ્રયત્ન કરે તેવા લોકો સાથે સબંધ પણ રાખવો જોઈએ નહી.
આ સંસારમાં અમુક ગુરુઓ એવા પણ હોય છે કે પોતે વિનાશી વાત પાછળ પોતાના શિષ્યોને દોડાવ્યા કરે છે તેવા ગુરુ કે સંતોને સાચા સંત કે સાચા સદગુરુ કહેવામાં આવતા નથી પણ તેમનો ખોટા સંતમા સમાવેશ થાય છે. આવા પ્રકારના ગુરુઓ હોય છે તેઓ પુરા પહોંચેલા હોતા નથી. આવા ગુરુ કે સંત મળી જશે તો તમને પણ તમારા લક્ષા સુધી પહોંચાડશે નહી. સંતોમા સાચા અને ગરવા એટલે કે સીધા સરળ સંતો તેને કહેવાય છે કે જેના ધટ ભીતરમાં જરા પણ અહંકાર ન હોયઅને સરળ અને નિર્મળ રીતે પોતાનું જીવન જીવતા હોય છે. આ સંસારમાં રહેલા લોકોમાં આઠ પ્રકારનું અભિમાન રહેલું છે. અભિમાન જયા સુધી નીકળે નહી ત્યા સુધી પરમાત્માના ધરની વાત સમજાતી નથી. આઠ પ્રકારના અભિમાન જેવા કે, જાતીયઅભિમાન, સંપતીનુંઅભિમાન, પ્રતિષઠાનુંઅભીમાન, કુંટુંબનુંઅભીમાન, પુત્રોનું અભીમાન અને જ્ઞાનનું અભિમાન હોય છે. આ અભીમાનો માંથી સાત અભીમાન એવા હોય છે કે જેને સરળતાથી કાઢી શકાય છે અને આઠમું અભીમાન જેને જ્ઞાનનું અભીમાન કહેવાય છે જે જલદી નાશ પામતુ નથી. જો આપણને થોડી જાણકારી આવી જાય તો આપણે ગુરુને ફોસલાવી અધિકાર મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે આપણને પૂજાવનો ભાવ જાગે છે. જો ગુરુ લાલચમા આવી જાય અને અધિકાર આપે અને અપૂર્ણ ગુરુ બીજાને બોધ આપવાનું શરૂ કરે તો પોતે પુરો પહોંચ્યો નથી તેથી બીજાને પૂર્ણ જ્ઞાન આપી ભવસાગર તારી શકતો નથી. જ્ઞાનને ગંગાની ઉપમા આપી છે અને આ જ્ઞાનગંગા પનીહારી બનીને રહે છે. તમારા ધરમાં જેમ પનીહારી પાણી ખૂટવા દેતી નથી તેમ જ્ઞાનગંગાને લીધે તમારામાં રોજ નવા નવા જ્ઞાનની સરવાણીયો ફુંટતા તેનો પ્રવાહ કાયમને માટે ચાલુ રહે છે.
(૩) માતા કુંવારી પિતા બ્રહ્મચારી, ઉંડાસા કુવા ઉંડા જળ ભારી,
પાણીડા ભરે છે ઓલી પાંચ પનીહારી.
ગોરખનાથ તેની અવળ વાણીની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, માયા શું છે ? અને આ માયા પરણેલી છે કે કુંવારી ? તે વાત સમજી લેવી જરૂરી છે. જો માયાની વાત કરવામાં આવે તો માયા કુંવારી છે અને આત્મપદ છે તે બ્રહ્મચારી છે. આ બંને જીવના માતા પિતા છે કારણ કે તેના સંયોગથી એક અંશ ઉત્પન થાય છે તેને જીવ કે ઈશ્વર કહેવામાં આવે છે. આપણા સંતોએ સંસારને ભવસાગર કહ્યો છે, તેને ઉંડો કુવો કે ભવકૃપ પણ કહ્યો છે. જો આ ભગસારગ માંથી પાર ઉતરવું હોય તો આ ભવકૂપ હોવા છતા તેનાથી તરસ્યા રહેવું પડે છે તેને ઉંડો કુવો કહ્યો છે. આ ભવસાગર કુવામાં અનેક પ્રકારના વિષાયો રૂપી રસ ભરેલા છે. આ ઉંડા કુવા માંથી પાંચ પનીહારીઓ વિષાય રસ ભરી ભરીને મનને તૃપ્ત કરવાની કોશીશ કરે છે. પાંચ પનીહારીઓ જેવી કે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે જેને ધણા સંતોએ જ્ઞાન ઈન્દ્રિયો પણ કહી છે. માનવ સિવાયના તમામ દેહોમાં એક જ પનીહારી હોય છે એટલે કે એક જ વિષાય રસ હોય છે છતા તેના લીધે પણ તેના દેહનો નાશ થાય છે જેમ કે,
(૧)શબ્દવિષાય(મૃગલો)
આ વિષાય મૃગલાનો છે અને તેથી તેને નાદ બહુજ ગમે છે તેથી તે તેનો વિષાય રસ છે. પારાધીઓ મૃગલાને ગમે તેવા અવાજ કે નાદ ઉત્પન કરીને મૃગલાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ અવાજ તે તેનો વિષાય હોવાથી મૃગલો તે તરફ આકર્ષાય છે અને તે માણવા અવાજની દિશા તરફ ગતી કરે છે. જ્યારે મૃગલો પારાધીની નજીક આવી જાય છે તે સમયે તેને તીર મારી તેનો નાશ કરે છે તેથી તે મૃત્યુને ભેટે છે.
(ર) સ્પર્શ વિષાય(હાથી)
હાથીને સ્પર્શ કરવામાં રસ હોય છે તેથી સ્પર્શ તે તેનો વિષાય રસ છે. જ્યારે હાથીને જંગલ માંથી પકડવો હોય તે સમયે શિકારી જમીનમાં એક ઉંડો ખાડો ખોદે છે અને તેના ઉપર લાકડા તથા ધાસ પાથરીને જમીન જેવું બનાવી નાખે છે. આ ખાડાની પાછળના ભાગે એક બનાવટી હાથણીનું ચિત્ર મુકવામાં આવે છે. સ્પર્શ તે હાથીનો વિષાય રસ હોવાથી આ બનાવટી ચિત્રને જોઈને તેને હાથણી માની તેને સ્પર્શ કરવાનો તેનામાં ભાગ જાગે છે અને આ સ્થળે જવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે હાથી આ સ્થળ નજીક આવે છે અને ધાસ પાથરેલા ખાડા ઉપર પગ મુકતા તે ઉંડા ખાડામા ધકેલાય જાય છે તેથી પારાધી તેને પકડી અને તેને મારીને તેના દેહના કિંમતી ભાગોને વહેચી ધન કમાતા હોય છે.
(૩) રૂપ વિષાય (પતંગીયા)
રૂપ કે પ્રકાશ પતંગીયાને બહુજ ગમે છે કારણ કે તેનો વિષાય રૂપ છે. પતંગીયું જયા પ્રકાશ કે અગ્નિ ભાળે છે તે સ્થળે તેનો પ્રકાશ પામવા કે તેનો આનંદ માણવા તેની નજીક જવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પતંગીયું રૂપ વિષાયને પામવા અગ્નિની નજીક જાય છે તે સમયે તે ભાન ભૂલી જાય છે તેથી મરણને ચરણ થાય છે.
(૪) રસ વિષાય(માછલી)
માછલીનો વિષાય રસ છે તેથી તેનો ખાવામા રસ વધારે જાગે છે. જ્યારે માછીમાર લોખંડનો કાટો બનાવી તેની ઉપર માછલીને ગમે તેવો પદાર્થ બાંધીને જળમાં નાખે છે. માછલીનો રસ આ વિષાયમા હોવાથી તે ખાવા જાય છે તેથી લોખંડનો આકડીયો તેના ગળમા ભરાય જવાથી તે છટકી શકતી નથી અને માછલી માછીમારના હાથમાં આવતા તે મરણને ચરણ થાય છે.
(પ) ગંધ વિષાય(ભમરો)
ભમરાનો વિષાય ગંધ છે તેથી તેને સુગંધ વધારે ગમે છે. ભમરો તેના વિષાયનો લાભ લેવા આવા સુગંધ વાળા સ્થળે જવાનો પ્રયત્ન કરે છે. ભમરો કમળને જોઈને તેની સુગંધ પામવા તેમાં દાખલ થાય છે. સૂર્યાસ્ત થતા આ કમળ બીડાય જાય છે તેથી ભમરો તેમાં ફસાઈ જાય છે. ભમરો ઝાડને પણ કોરીને તેમાં હોલ પાડી શકે છે પણ તે ગંધના વિષાયમા એટલો અંધ થઈ જાય છે કે તે કમળની કોમળ પાંખડીઓને પણ કોરીને બહાર નીકળી શકતો નથી અને મરણ પામે છે. મનુષય દેહ સિવાયનાઅન્ય દેહોમાં એક જ પ્રકારની વિષાય વાસના હોવા છતા તે મરણ પામે છે પણ આપણામાં તો પાંચ આવા વિષાય રૂપી રસો ભરેલા હોવાથી તેમાંથી છુટવું ધણું અધરું થઈ પડે છે.
(૪) ગીર ગયા કુવા અને સુકાઈ ગઈ વાડી, હાથ ધસે છે ઓલી પાંચ પનીહારી,
મળી છે તેને ચોરાશી ભારી, માતા કુંવારીને પિતા બ્રહ્મચારી.
ગોરખનાથ તેની અવળ વાણીની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આપણા સંતોએ સંસારને એક કુવો કહ્યો તેમાં આપણે બધા સમાયને બેઠા છીએ. પાંચ તત્વના દેહને પણ સંતોએ કુંવો કહ્યો છે. ગોરખનાથ કહે છે કે, ગીર ગયા કુંવા અને સુકાય ગઈ વાડી. ગોરખનાથ કહે છે કે જ્યારે કુંવો પડી જાય છે અથવા બુરાય જાય છે તો તેમાં પાણી હોવા છતા તેને બહાર કાઢી શકાતું નથી. દેહ પણ એક કુવા સમાન છે તેથી જ્યારે તે પડી જાય છે એટલે કે દેહ માંથી પ્રાણ બહાર નીકળી જાય છે તે સમયે તે ચેતનવંતો રહી શકતો નથી તેથી તે હલન ચલન કરી શકતો નથી. જેમ કુવો બુરાય જાય છે તે સમયે તેમાં પાણી હોવા છતા પાણી મળી શકતું નથી તેમ દેહ માંથી જીવ નીકળી જાય છે તે સમયે દેહ હોવા છતા તે કામ કરી શકતો નથી. દેહ નાશવંત હોવાથી કયારે તે પડી જશે કે તેનો નાશ થશે તેની કોઈને ખબર નથી અને તેને પડતો કોઈ અટકાવી પણ શકતું નથી. કારણ કે તે કુદરતી ક્રિયા છે તે પામર પ્રાણીથી અટકાવી શકાય તેમ નથી.
કુવો જ્યારે બુરાય જાય છે તે સમયે તેમાંથી પાણી બહાર કાઢી શકતું નથી અને આ પાણી વાડીમા ઉગાડેલા પાકને આપી શકાતું નથી તેથી વાડી સુકાય જાય છે. આ દેહ રૂપી કુવો જ્યારે પડી જાય છે તે સમયે તેમાં વિષાયો હોવા છતા જીવના અભાવે તેમાંથી વિષયાનંદ માણી શકાતો નથી. આ સમયે પાંચ પનીહારીઓ આ દેહ રૂપી કુવા માંથી વિષાય રૂપી જળ કાયમને માટે ભરીને મનને પુરુ પાડીને ખુશ કરતી હતી તે બંધ થઈ જાય છે કારણ કે આ પાંચ પનીહારીઓ રૂપી પાંચ વિષાયો જીવ દેહ માંથી નીકળી જતા તે બંધ થઈ જાય છે. પાંચ વિષાયો જીવની ગેર હાજરીમા બંધ થઈ જતા તેથી તે હાથ ધસતી રહી જાય છે એટલે કે તેનું કામ બંધ થઈ જાય છે તેવું કહેવામાં આવે છે. આ વિષાયોની વાડી સુકાય જાય છે તે વિનાશી આનંદ છે. આ આનંદ નાશવંત હોવાથી કાયમી મેળવી શકાતો નથી. જીવ દેહ છોડીને ચાલ્યો જતા ફરીવાર જીવ ચોરાશી લાખ યોનીઓમા ફરી ફરીને આવે છે અને કર્મોના ભોગો દેહ દ્વારા ભોગવીને દેહ માંથી બહાર નીકળી જાય છે. દેહ સિવાય કર્મોના ભોગો ભોગવી શકાતા ન હોવાથી દેહ ધારણ કર્યા સિવાય છુટકો નથી.
(પ) છોટીસી નારી મૂળથી વિચારી, રામની સભામાં મે તો રમતા ભાળી,
શબ્દ સ્વરૂપમાં લાગી ગઈ તાળી, માતા કુંવારીને પિતા બ્રહ્મચારી.
ગોરખનાથ તેની અવળ વાણીની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, દેહમાં સુરતા છે તે ઝીણામા ઝીણી છે તેથી તેને છોટીસી નારી કહી છે. આ નારીને મુખથી કે જ્ઞાનથી વિચારી લીધી છે એટલે કે તેને જાણી લીધી છે. સુરતા કાયમને માટે પરમાત્માના દેશમાં જાય છે એટલે કે રામની સભામાં મે તેને રમતા જોઈ છે એટલે કે પરમાત્માના દેશમાં મે તેને નાચગાન કરતા નિહાળી છે. સુરતા રૂપી નારીના જ્યારે શબ્દ સાથે લગ્ન થઈ જાય છે તે સમયે શબ્દને પરમાત્માના દેશમાં પહોંચાડે છે. શબ્દને પરમતત્વ સાથે ભેટો કરાવી આપતા તે આનંદમાં આવી જતા તે નાચવા લાગે છે.
(૬) અંતરના મારા દરવાજા ખોલ્યા, મછંદરનો ચેલો ગોરખનાથ બોલ્યા,
મારી મારી મમતા, ઉતરા ભવપારી, માતા કુંવારીને પિતા બ્રહ્મચારી.
ગોરખનાથ તેની અવળ વાણીની છઠી કડી દ્વારા સમજાવતા કહે છે કે, મને મછંદરનાથ જેવા સદગુરુ મળી જતા મારા ધટ ભીતરના દરવાજા ખોલી નાખ્યા છે તેથી મને જ્ઞાનની જાણકારી થઈ જતા પરમાત્માની પરખ કરવામાં મને વાર લાગી નથી. ગોરખનાથ કહે છે કે ગુરુની કૃપાથી મારી મમતા એટલે કે તમામ ઈચ્છાઓ નાશ પામી ગઈ છે તેથી મને પરમાત્માને મળ્યા સિવાય બીજું કોઈ ફાલટુ કામ કરવાની ઈચ્છા જાગતી નથી. મારી મમતા કે વાસના મરી જતા મારા ગુરુની કૃપાથી હું ભવસાગર પાર કરી શક્યો છું.
(૩) એવો ઉંડો કુવો સંતો જળ વિના રે.
(૧) એવો ઉંડો રે કુવો, સંતો જળ વિના રે,
પાણીડા ભરે છે પનીહાર, અસત અમે ન ભાખીએ રે.
સંતો તમે જોઈ લો વિચારી રે. ઉંડો
(ર) એવો ચડે રે કુંભાર ઉપર ચાકડો રે, તેમાં તેને ફરતો દીઠો રે,
આવી કીડી રે કેરા નેત્રમા, હાથીને જતા જોયો રે. ઉંડો
(૩) નદી કેરા નીર ઉમટે રે, અને જઈ પર્વત પર દેખાય રે,
એવો હરણીયે ફાસલો બાંધીયો રે, અને તેમાં પારાધી પેઠો રે. ઉંડો
(૪) હેઠે ભમર અને ઉપર કમળ છે, અને માળી છાબ માહી દીઠો રે,
એનો રે પ્રેમ વાયરો રે, લાગે મને અતી મીઠો રે. ઉંડો
(પ) એવી હેઠી રે ગાગર, ઉપર પનીહારી રે, તેને જળ ભરતા દીઠી રે,
મછંદરનો ચેલો ગોરખ બોલ્યા રે, વાણી તે બોલ્યા મીઠી રે. ઉંડો
અવળ વાણીનું વિવરણ.
(૧) એવો ઉંડો રે કુવો, સંતો જળ વિના રે,
પાણીડા ભરે છે પનીહાર, અસત અમે ન ભાખીએ રે.
સંતો તમે જોઈ લો વિચારી રે.
મછંદરનાથના શિષય ગોરખનાથની આ અવળ વાણી છે. ગોરખનાથ તેની અવળ વાણીની પ્રથમ કડી દ્વારા સમજાવતા કહે છે કે, આપણે બધા ભજન સાંભળવામા રસ ધરાવીએ છીએ. જ્યારે આપણે ભજન સાંભળવા જઈએ છીએ તે સમયે કોણ કલાકાર છે તેનું જ ધ્યાન રાખીએ છીએ અને ભજન સાંભળતી વખતે તેના સૂર તરફ જ આપણું ધ્યાન હોય છે. કોઈ કલાકાર કે ભગત જ્યારે ભજન બોલે છે તે સમયે તેનો મીઠો સૂર સાંભળવા મળે છે અને આપણને મજા આવે છે.
આ વાણીના શબ્દો શું કહેવા માંગે છે તે સમજવાની આપણે કોશીશ કરતા નથી. વાણી સાંભળવાથી આનંદ જરૂર મળે છે પણ તે થોડા સમય પુરતો જ હોય છે પણ તેનો મર્મ સમજાતો નથી. આવી વાણીઓ સંતો પોતાના અનુભવના આધારે પરમાત્માના ધરની વાત સમજાવવાની કોશીશ કરતા હોય છે પણ આપણે તો ફકત રાગ ઉપર ધ્યાન આપતા હોવાથી સંતોની મહેનત પણ પાણીમાં જાય છે. સંતકબીર અને ગોરખનાથે અવળ વાણીઓની રચના કરીને સંતો ભકતો આગળ રજુ કરી છે. આ વાણી સમજવી ધણી જ અધરી થઈ પડે છે. જે પરમાત્મા પ્રેમી ભકતો છે તે તેના શબ્દોને સમજવાની કોશીશ કરી પોતાના જીવન માર્ગમાં તેનો અમલ કરે છે અને બીજાને પણ સમજાવે છે. ગોરખનાથે જ્ઞાન અને યોગ તેમ બંનેનો સમનવ્ય કરીને વાણી તૈયાર કરી સંતો ભકતો આગળ રજુ કરી છે.
આ વાણીમાં ગોરખનાથ કહે છે કે ઉંડો કુવો છે પણ તેમાં જળ નથી તો આવા સંતોને કુવા સાથે કોઈ લેવા દેવા નથી પણ કુવાના રૂપકને આધારે તેઓ ધટ ભીતરની અંદરની અગમ વાત આધ્યાત્મિક રીતે સમજાવવાની કોશીશ કરી કરે છે. ગોરખનાથ કુવાની જે વાત કરે છે તેમાં એવું સમજાવવા માંગે છે કે, સંસાર એક ઉંડા કુવા સમાન છે અને તેમાં ઉતરી ગયા પછી જલદી બહાર આવી શકાતું નથી. સંસારને ધણા સંતોએ ભવસાગર કહ્યો છે તો ધણા સંતોએ તેને ભવકુપ પણ કહ્યો છે અને કુપનો અર્થ કુવો થાય છે. આ સંસાર રૂપી કુવો છે પણ તેમાં પાણી નથી તેવું કહે છે. આપણે સંસાર રૂપી કુવામાં ડુબી ગયા પછી મોહ માયા અને લોભ રૂપી ઝાંજવાના જળને પામવા માટે જ તરફડીયા મારીએ છીએ તેથી સંસારમાં રહી ગમે તેવું નકામું કામ કરીને ધનની કમાણી કરી માલ મીલ્કતની માયામા ફસાઈને તેમાંથી સુખ કે આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
ભૌતિક સંપતી કે ધનથી આનંદ જરૂર મળે છે પણ આ આનંદ કાયમી નથી તેમજ તે સાચો આનંદ પણ નથી. કામયી આનંદ એટલા માટે નથી કે જ્યારે આપણી પરિસ્થિતિમાં પરિવર્તન આવી જાય છે તે સમયે માલ મિલ્કત કે ધન આપણાથી દૂર હટી જાય છે અને દુઃખનો સમય આવી જતા આ આનંદ નાશ પામે છે. આપણે એવું વિચારીએ છીએ કે ધન સંપતી એકઠી કરીને લાંબા સમય સુધી તેનો આનંદ માણશું પણ આપણા જીવન સમયનો આધાર પરમાત્મા ઉપર છે. આપણો અંત કયારે આવવાનો છે તેનો આપણને ખ્યાલ નથી અને એકઠું કરેલું ધન કેટલો સમય આપણે વાપરી શકછુ તેનો પણ આપણને અંદાજ નથી તેથી આ તમામ અહીંયા મુકીને ચાલ્યા જવું પડે છે. ધન કમાવા માટે ખોટુ કર્મ કરેલ હોય તો આ કર્મ બંધન માંથી મૃક્તિ મળતી નથી તેથી તે ભોગવ્યાસિવાય છુટકો પણ નથી. સંસાર રૂપી કુવામાં પણ રહીને અમૃતરૂપી જળ મેળવી શકાય છે પણ જીવ મોહ માયામા ફસાઈ ગયેલ હોવાથી પરમાત્માનું અમૃત જળ રૂપી જ્ઞાન મેળવવાનો વિચાર પણ આવતો નથી. પરમાત્મા સાથે લહેર લાગી જાય તો અખંડ આનંદ જરૂર મળે છે તેને અમૃત જળ કહયું છે. ઝાંઝવાના જળને પામવાની કોશીશ કરવામાં આવે તો તે સ્થળે જળ જેવું ખરેખર હોતું નથી પણ જળ જેવો ફકત ભાસ થાય છે તેથી તે મળતું નથી તેમ સંસારની મોહ માયામા સમય પસાર કરી નાખતા પરમાત્માના ધરનો સાચો રાહ મળી શકતો નથી અને અવાર નવાર જન્મ કે મરણના ચક્ર માંથી મૃક્તિ મળતી નથી. ગોરખનાથ કહે છે કે, આ સંસાર રૂપીઉંડા કુવામાં આશા અને તૃષણા રૂપી પનીહારીઓ પાણી ભરે છે એટલે વિષાય વાસના મનને વાસનાનો આનંદ પાણી રૂપે ભરીને આપે છે તેથી મન આનંદ માણે છે પણ આપણી ઈચ્છા પરમાત્માના નામ તરફ જાગતી નથી. જયા સુધી સંસારની આશા તૃષણા ન મટે ત્યા સુધી પરમાત્માના ધરનો સાચો અને અખંડ આનંદ મળી શકતો નથી તેવું ગોરખનાથ તેની અવળ વાણી દ્વારા જાહેર કરે છે.
(ર) એવો ચડે રે કુંભાર ઉપર ચાકડો રે, તેમાં તેને ફરતો દીઠો રે,
આવી કીડી રે કેરા નેત્રમા, હાથીને જતા જોયો રે.
આ અવળ વાણીની બીજી કડી દ્વારા ગોરખનાથ એવું જાહેર કરે છે કે, જે માણસને પોતાના સ્વરૂપનું કે પોતાના આત્માની જાણકારી કે જ્ઞાન નથી તેવા માણસને અજ્ઞાની કહેવામાં આવે છે. દરેક માણસને પોતાનું સ્વરૂપ કેવું છે તેની જાણકારી હોવી જરૂરી છે. આ જગતમાં તમામ માણસે વિચારવું જોઈએ કુ હું આ જગતમાં શા માટે આવ્યો છું ? હું શું કરી રહ્યો છું ? અને મારે ફરીવાર પાછુ કયા જવાનું છે ? આ તમામ મૂળ ધરની જાણકારી હોવી જરૂરી છે. આ દેહને કોણ ચલાવી રહ્યું છે ? મને કોણ સુવડાવે છે ? અને મને કોણ જગાડે છે ? તેની જાણકારી હોવી જરૂરી છે. જો આ જાણકારી મેળવવી હોય તો કોઈ બ્રહ્મજ્ઞાની ગુરુનું ચરણ સ્વીકારી લેવામાં આવે તો આ વાતના તેઓ જાણકાર હોવાથી અને અનુભવી હોવાથી જાણકારી મળી શકે છે. જો આ જાણકારી મેળવવી હોય તો કોઈ બ્રહ્મજ્ઞાની ગુરુના ચરણે જવું પડે છે. જે ભકત પોતાના સ્વરૂપ કે આત્માને જાણતો નથી કે કોઈ દિવસ તેને જાણવાનો પૂયત્ન કરેલ નથી તે માણસ અજ્ઞાની છે. આવા માણસની ઉપમા કુંભારની આપી છે.
ગોરખનાથ કહે છે કે આવા અજ્ઞાની લોકો ઉપર કાળ રૂપી ચાકડો સડી જાય છે એટલે કે કાળનું ચક્ર તેના ઉપર કાયમને માટે ફર્યા કરે છે તેનો તેને ડર લાગે છે. જે લોકોને પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય છે તેવા લોકોને કાળનો ડર લાગતો નથી અને કાળ પણ તેને સલામ કરીને હટી જાય છે. ગોરખનાથ કહે છે કે કીડી તે નાનામા નાનું જંતુ છે તેમ ધટ ભીતરમાં સુરતા પણ નાનામા નાની અને ઝીણામા ઝીણી છે. કીડીનો દેહ નાનો હોવાથી તેની આંખો પણ આપણે જોઈ શકતા નથી. કીડીની આંખમા હાથીને જતા જોયો છે તેવું ગોરખનાથ કહે છે. ગોરખનાથ કહે છે કે સુરતા ભલે ધટ ભીતરમાં નાનામા નાની હોય પણ હાથી જેવો અહંમ તેમાં સમાય જાય છે આ સુરતા નાની હોવા છતા હાથી જેવા અહંમને પણ ગળી જાય છે. આપણને અનેક જાતની વૃત્તિઓ જાગે છે અને આ વૃત્તિઓને લીધે જ વિચાર ઉત્પન થાય છે તે વિચાર મુજબની વસ્તુઓ પ્રાપ્ત કરવા મન જાય છે.
આ વૃતિયો અનેક હોય છે અને આ તમામ સંસારનું ક્ષાણીક સુખ મેળવવા માટે જ જાગતી હોય છે. ગોરખનાથ કહે છે કે, આ તમામ વૃતિયોને એક કરી તેને પરીપકવ કરવામાં આવે તો તેને સુરતા કહેવામાં આવે છે. અનેક કામ માટે જાગતી વૃતિયો એકઠી કરીને જો પરમાત્માના નામ પાછળ લગાડવામા આવે એટલે કે વૃતિયોને પરીપકવ કરી ગગન મંડળમાં આવેલ પરમાત્માના દેશમાં લગાડવામા આવે તો કાયમી સુખ પ્રાપ્ત થઈ શકે છે. જો સુરતા પરમાત્માના નામ સાથે જોડાય જાય તો હાથી જેવા અહંમને પણ નાશી જવું પડે છે. જયા સુધી ધટ ભીતરમાં અહંમનો નાશ થતો નથી ત્યા સુધી પરમાત્માના ધરની વાત સમજાતી નથી. ગોરખનાથ કહે છે કે કીડીની આંખ જેવી સુરતા ભલે નાની હોય પણ તે અહંમને વશ કરી શકે છે તેથી આવા અહંમની કીડીના નેત્રમા અહંમ(હાથી)ને જતો જોયો છે તેવું ગોરખનાથ કહે છે. (૩) નદી કેરા નીર ઉમટે રે, અને જઈ પર્વત પર દેખાય રે,
એવો હરણીયે ફાસલો બાંધીયો રે, અને તેમાં પારાધી પેઠો રે.
ગોરખનાથ તેની અવળ વાણીની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, નદીના નીર કે તેનો પ્રવાહ હંમેશા પૃથ્વીના ઢોળવ મુજબ જ વહે છે અને પાણી દરિયામા ભળી જવા માટે પોતાનો પ્રવાહ તેના તરફ ચાલતો હોય છે. આવી રીતે ધટ ભીતરમાં પાંચ જ્ઞાનઈન્દ્રિયો અને પાંચ કર્મ ઈન્દ્રિયો પોતાના સ્વભાવ મુજબ વિષાયો તરફ ગતી કરતી હોય છે. ગોરખનાથ કહે છે કે, નદીના નીર સમુદ્ર તરફ જવાને બદલે ઉંચા પર્વત તરફ ગતી કરી પર્વત ઉપર દેખાય છે. ગોરખનાથ આ વાણી દ્વારા એવું કહેવા માંગે છે કે, દશ ઈન્દ્રિયોનો પ્રવાહ જેમ વિષાયો તરફ ગતી કરે છે પણ જો તેને ઉલટાવી વશ કરી વિષાયોને બદલે ગગન મંડળ તરફ ગતી કરતા કરવામાં આવે તો જેમ નદીના પાણીના પ્રવાહનો રસ્તો બદલી જતા ઉંચા પર્વત ઉપર આ પાણી જોવા મળે છે તેવી રીતે તેને ગગન મંડળમાં આવેલો પરમાત્માનો દેશ તેને જરૂર જોવા મળે છે. જ્ઞાની લોકો કે ભકતો આ ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવી તેને વિષાયો તરફ જતા અટકાવે છે અને પરમાત્માની પરખ કરવાના કામે લગાડે છે. ગોરખનાથ કહે છે કે નદીના નીર ઉલટાવતા પર્વત ઉપર જોવા મળે તેમ પરમાત્મનો દેશ પણ ઉંચો હોવાથી તે સ્થળે સરળતાથી જઈ શકાય છે અને પરમાત્માની પરખ કરી શકાય છે.
ગોરખનાથ કહે છે કે હરણીને પકડવા પારાધી ફાસલો બાંધી તેને ફસાવી દે છે, ધટ ભીતરમાં જો પરમાત્મા તરફ ઈચ્છા જાગે તો પરમાત્મા તરફનો ભાવ જીવને જાગી જતા ઈચ્છા રૂપી હરણી ખુદ પોતે ફાસલો બાંધીને બેઠી છે તે મોહરૂપી પારાધીને તેમાં પુરી વશ કરે છે. આ માટે પરમાત્મા તરફ જીવભાવ જાગવો જરૂરી છે. જો કે જીવને દેહભાવ તો જાગેલો છે તેથી તેને પરમાત્મા તરફ જવાની ઈચ્છા જાગતી નથી તેથી સંતોએ પરમાત્માને મળવા માટે દેહભાવ મટાડવાની વાત કરી છે. પરમાત્મા તરફ જીવભાવ જાગે તો જ મોહનો નાશ થાય છે.
(૪) હેઠે ભમર અને ઉપર કમળ છે, અને માળી છાબ માહી દીઠો રે,
એનો રે પ્રેમ વાયરો રે, લાગે મને અતી મીઠો રે.
ગોરખનાથ તેની અવળ વાણીની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે, તમામને એવો ખ્યાલ છે કે ભમરો હંમેશા કમળ ઉપર જ હોય છે પણ ગોરખનાથ તો એવું કહે છે કે હેઠે ભમર ઉપર કમળ એટલે કે ભમરો નીચે છે અને કમળ તેની ઉપર છે. ગોરખનાથે ભમરા અને કમળની ઉપમા આપી આધ્યાત્મિક દ્રષિટએ ધટ ભીતરની વાત સમજાવવાની કોશીશ કરે છે. આપણા અનેક સંતોએ મનને ભમરાની ઉપમા આપી છે જેમ ભમરો અનેક સ્થળે આટા ફેરા માર્યા કરે છે તેમ મન પણ સ્થિર રહેતું નથી તેથી મન અનેક સ્થળે ભટક્યા કરે છે. ગોરખનાથ કહે છે કે જે આપણું આત્મચિંતન છે તેને કમળની ઉપમા આપી છે. જો આપણું આત્મચિંતન કે આત્માની ખોજ વધી જાય તો આ આત્મચિંતન રૂપી કમળ મન ઉપર સ્વાર થઈ જતા અને મન તેના વશમા આવી જતા તે શાંત થઈ જાય છે. જો ભમરા ઉપર કમળ સડી જાય તો ભમરો હલન ચલન કરી શકતો નથી તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. ફુલની છાબ માળીના હાથમાં હોય છે તેના બદલે ગોરખનાથ કહે છે કે, મે માળીને છાબમા બેઠેલો જોયો છે. જો આત્મચિંતન વધી જાય તો તે મન ઉપર સ્વાર થઈ જતા મન શાંત પડી જાય છે અને માળી રૂપી વિવેક જાગી જતા સતસંગની છાબમા બેસી જાય છે. વિવેક જાગ્યાવિના સતસંગમાં જવાનો ભાવ જાગતો નથી તેથી સતસંગમાં જતા ભકતો વિવેકી હોય છે. તેથી જો સતસંગમાં કોઈ આડા અવળી વાત થાય તો પોતાનો વિવેક ગુમાવી વાદ વિવાદ કરતા નથી પણ શાંત થઈ સાંભળ્યા કરે છે. આ સમયે જે સાચું હોય છે તે જ ગ્રહણ કરે છે પણ વિવાદઉભો કરતા નથી.
ગોરખનાથ કહે છે કે જે ભકતો સતસંગમાં જઈ પરમાત્માના ધરની વાત સમજવાની કોશીશ કરે છે તે વિવેકી ભકતો માંથી પરમાત્માના ધરની વાત બહાર આવે છે તે મીઠા વાયરા જેવી હોય છે. જેમ ઠંડા પવનની લહેર તમામને ગમે છે અને તે મળતા આનંદ આવે છે તેમ ભકતોની મીઠી વાણીને લીધે પ્રેમ જાગે છે તેથી તે પ્રેમનો વાયરો છે. જીવને જો વિવેક જાગે તો જ સતસંગ રૂપી છાબમા બેસી શકે છે. આ સતસંગ રૂપી છાબમા બેસવાથી પરમાત્મા તરફનો પ્રેમ જાગ્યા વગર રહેતો નથી. પરમાત્માની પરખ કરવાનો પ્રેમ જાગે તો જ પરમાત્માની પરખ થઈ શકે છે.
(પ) એવી હેઠી રે ગાગર, ઉપર પનીહારી રે, તેને જળ ભરતા દીઠી રે,
મછંદરનો ચેલો ગોરખ બોલ્યા રે, વાણી તે બોલ્યા મીઠી રે.
ગોરખનાથ તેની અવળ વાણીની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ગાગર હેઠી છે અને પનીહારી તેની ઉપર છે. સંસારમાં વસતા તમામ લોકોને ખબર છે કે પનીહારી ઉપર ગાગર હોય છે તેથી ગાગર ઉપર અને પનીહારી નીચે હોય છે. ગોરખનાથ કહે છે કે ગાગર નીચે છે અને પનીહારી તેની ઉપર સડી છે. ગોરખનાથ આવી રીતે અવળ વાણી દ્વારા ધટ ભીતરની વાત સમજાવતા કહે છે કે, વાસના રૂપી ગાગર છે અને સ્વરૂપ સ્થિતી રૂપી પનીહારી છે. જો પોતાના સ્વરૂપની જાણકારી મળી જાય કે પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય તો આ સ્વરૂપ સ્થિતી રૂપ પનીહારી વાસના રૂપી ગાગર ઉપર સડી જાય છે અને વાસનાને વશ કરે છે. જ્યારે વાસના દબાય છે પછી જ આ વાસના રૂપી ગાગર દેહની વાસનાને બદલે પરમાત્મા તરફની વાસના જાગતા તે શાંત પડી જાય છે. આ સમયે સ્વરૂપ સ્થિતી રૂપ પનીહારી પરમાત્માના નામ રૂપ અમૃત જળ ભરવા જાય છે તેથી ગોરખનાથ કહે છે કે મે તેને જોઈ છે. મછંદરનાથના ચેલા ગોરખનાથે અવળ વાણીની રચના કરી છે.
ગોરખનાથનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
