ખીમૈયા સાહેબ ટૂંકી જીવનગાથા
ખમૈયાસાહેબ (ગુરુ લક્ષ્મીસાહેબ)
ખમૈયાસાહેબની ટૂંકી જીવન ગાથા
ત્રિકમસાહેબને સાત શિષ્યો હતા જેવા કે, (૧) ભીમસાહેબ ગામ આમરણ. (૨) નથુરામ ગામ રાધનપુર. (૩) લક્ષ્મીસાહેબ ગામ સિત્રોડ. (૪) દેવસાહેબ ગામ જીણા. (૫) ધર્મદાસ ગામ પધરવા. (૬) શીતળસાહેબ ગામ રાપર. (૭) લક્ષ્મીસાહેબ ગામ આમીરા. આ તમામ શિષ્યો એક જ કુળના સાચે શુદ્ધ હતા.
(૧) ભીમસાહેબ :— જામનગર જિલ્લાના મોરબી તાલુકાના આમરણ ગામમાં ભીમસાહેબનો જન્મ સંવત ૧૭૭૪ માં થયો છે ને બુધવારના રોજ થયો હતો. ભીમસાહેબના પિતાનું નામ દેવજીભાઈ અને માતાનું નામ વીરસુબાઈ હતું. ભીમસાહેબ જાતીએ મેઘવાળ હતા અને તેઓ મેઘવાળ જ્ઞાતિના બ્રાહ્મણ હતા. ભીમસાહેબને જન્મથી જ માધ્યમથી જ્ઞાન હતું તેથી તેને એકલલિંગનો અવતાર માનતા હતા. ભીમસાહેબના ગુરુ ત્રિકમસાહેબના ગુરુ ગાદી કચ્છના ચિત્રોડ ગામે આવેલી છે.
(૨) નથુરામ :— નથુરામનો જન્મ સંવત ૧૮૦૪ (ઈ.સ. ૧૭૪૭) માં પાટણ જિલ્લાના રાધનપુર નામના ગામમાં ઉત્તર ગુજરાતમાં મેઘવાળ જ્ઞાતિના બ્રાહ્મણ સમાજમાં થયો હતો. નથુરામની એકસો ચોર્યાસી હતી અને તેઓ મેઘવાળી જ્ઞાતિના હતા. નથુરામ કચ્છમાં આવેલા ચિત્રોડ આશ્રમમાં સંત ત્રિકમસાહેબ પાસે સંવત ૧૮૧૮ (ઈ.સ. ૧૭૫૫) માં બોધ લઈ તેમના શિષ્ય થયા હતા.
(૩) લક્ષ્મીસાહેબ :— લક્ષ્મીસાહેબ તે રાપર જગ્યાના ત્રિકમસાહેબના શિષ્ય હતા. ત્રિકમસાહેબ તે લક્ષ્મીસાહેબના કાકા હતા. જ્યારે ત્રિકમસાહેબે સમાધિ લીધી ત્યાર બાદ ચિત્રોડની ગાદી પર પ્રથમ લક્ષ્મીસાહેબ આવ્યા હતા. લક્ષ્મીસાહેબે સંવત ૧૮૪૧ માં રાપર મુકામે સમાધિ લીધી હતી. લક્ષ્મીસાહેબે ખમૈયાસાહેબને બોધ આપી શિષ્ય બનાવ્યા હતા તેથી લક્ષ્મીસાહેબે સમાધિ લીધા બાદ ચિત્રોડના ત્રીજા નંબરના ગાદીપતિ તરીકે આ ગાદીએ બીરાજ્યા હતા.
ચિત્રોડના ગાદીપતિ લક્ષ્મીસાહેબે જીવતા સમાધિ ચિત્રોડમાં લીધી બાદ આ ગાદીના વારસદાર ખમૈયાસાહેબ થયા હોવાથી તેમને ગાદીનો વારસો સોંપવામાં આવ્યો હતો. ખમૈયાસાહેબ ભક્તિની સાથે સમાજ સુધારાનું કામ પણ કરતા હતા. જીવનની મોહમાયા અને સંસારની જંજાળને આ જગતમાંથી દૂર કરવા માટે મોટી મહેનત અને અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સત્યનો પ્રકાશ ફેલાય જાય તે માટે સતત પ્રયત્ન કરતા હતા. ખમૈયાસાહેબનો એક શિષ્ય હરિદાસજી કચ્છ જિલ્લાના રાપર પાસે આવેલા કોટડાગઢ પાસે આશ્રમની સ્થાપના કરી હતી.
આ સમયે રાધનપુરનો વહીવટ સંભાળનાર નવાબ મિશરીખાને તેમને ગુરુ તરીકે સ્વીકારી લીધા હતા. નવાબે જમીન તથા ઘોડા, ગ્રામ અને નગારાં જેવી વસ્તુઓ ભેટ આપી હતી. ખમૈયાસાહેબના બીજા શિષ્ય જયમાધારે ભાવનગર જિલ્લાના રામકકા ગામે ત્રિકમસાહેબનું મંદિર બાંધ્યું હતું.
આજથી આશરે દોઢસો વર્ષ પહેલાં ખમૈયા સાહેબ કચ્છમાં આવ્યા ત્યારે નખત્રાણા તાલુકાના કાઠિયા ગામના લોકો તેમને વિદાય આપવા અને મોટી ખોખડી ગામના લોકો તેમને આવકારવા માટે જે સ્થળે મળ્યા હતા તેની યાદગીરી રૂપે તેમના જ્યાં પગલા હતા તે જગ્યાએ કચ્છમાં એક માત્ર સંત ખમૈયા સાહેબનું ધામ ખોખડી મોટી અને કાઠિયા ગામની મધ્યમાં આવેલા જંગલ વિસ્તારમાં સંતશ્રી સેવાનાથજી સેવા કાર્ય કરી રહ્યા છે. ખમૈયાસાહેબની ગુરુ શિષ્ય પરંપરા સારી રીતે જાળવી રાખી સંવત ૧૮૮૫ ના ફાગણ સુધી અને ગુરુવારના રોજ ખમૈયાસાહેબે જીવતા સમાધિ લીધી હતી.
ખમૈયાસાહેબે ઘણા ભજનોની રચના કરી છે તેમાં ગુરુગમની વાતો તેના અનુભવના આધારે મુકતા ગયા છે. હાલ ખમૈયાસાહેબના અમુક ભજનો લોકો મુખેથી સાંભળવા મળે છે. ખમૈયાસાહેબ તથા આ ઉપરના અનેક સંતોએ ભક્તિના રાહે પોતાનો જીવનનો સમય પસાર કરીને ગુરુગમની વાત સમજાવવાની કોશિશ કરી છે અને તેઓને પરમાત્માનો પોતાના અનુભવ આધારે પરમાત્માની અનુભૂતિ થયેલ છે તે કેવી રીતે થઈ છે તે વાત પોતાના ભજનો દ્વારા રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે.
આપણા સંતોએ ફક્ત પોતાના માટે જ ભક્તિ કરી ન હતી પણ જગતના લોકોને તેનો લાભ મળી રહે તેવા સારા હેતુ સાથે ભજનોની રચના કરીને ગુરુગમની વાતોનો અખૂટ ભંડાર આપણા માટે મૂક્તા ગયા છે. જો કોઈ ભક્તો આ ભજનોના શબ્દોને ફરીને તેને સમજવાનો પ્રયત્ન કરે તો પરમાત્માના ઘરની વાત સમજવી સરળ થઈ પડે છે. હાલ આપણને ફક્ત ભજનો સાંભળવામાં જ રસ છે પરંતુ આવા મહાન સંતોના ભજનોનો મર્મ સમજવામાં રસ નથી.
ખમૈયાસાહેબનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
