કુંભારાણા

કુંભારાણાની ટૂંકી જીવનગાથા

સંત કુંભારાણા (ગુરુ મેઘધારવા)

મેવાડનું શાસન ગુહિલવંશ સિસોદિયા રજપૂતોએ મેવાડના પ્રથમ શાસક રાજા બપ્પા હતા અને રાવળ બપ્પાએ ઈ.સ. ૭૩૪ થી મેવાડનું શાસન ચલાવવાની શરૂઆત કરી હતી અને મેવાડનું શાસન આ રજપૂતોએ ઈ.સ. ૧૮૮૪ના અંત સુધી ચલાવ્યું હતું. મેવાડના શાસનનો સમય ગાળો ઈ.સ. ૭૩૪ થી ઈ.સ. ૧૯૪૮ મુજબ ગણતરી કરતા ૧૨૧૦ વર્ષ મેવાડનું શાસન ચાલ્યું હતું તેમાં ૭૦ રાજાઓએ ફરજ બજાવી હતી. મેવાડના છેલ્લા રાજા અરવિંદસિંહ તથા મહારાણા મહેન્દ્રસિંહ મળીને ઈ.સ. ૧૯૮૪ થી અંત સુધી મેવાડનો વહીવટ કર્યો હતો. મેવાડના શાસક રાજાઓ ૭૦ પેઢીના કુંભારાણા ૪૨ મા શાસક રાજા હતા અને મેવાડનું શાસન તેમણે ઈ.સ. ૧૪૩૩ થી ઈ.સ. ૧૪૬૮ સુધી ૩૬ વર્ષ સુધી મેવાડનો રાજકારભાર સંભાળ્યો હતો. કુંભારાણા વિશે એવું જાણવા મળે છે કે તેને ૧૬૦૦ રાણીઓ હતી પણ ભવસાગર તરી જવા રાજકુળની સલાહથી મારવાડના રાજા જયમલ રાઠોડની પુત્રી લીલાદે સાથે ફરીવાર લગ્ન કર્યા હતા.

મહારાણા કુંભાને બે પુત્રો હતા તેમાં મોટા પુત્રનું નામ રાયમલસિંહ હતું અને તેઓ નિવૃત્તનું જીવન ઈડરમાં જઈને જીવી રહ્યા હતા. મહારાણા કુંભાના નાના પુત્રનું નામ ઉદયસિંહ હતું. મહારાણા કુંભા પોતાના રાજ્ય મેવાડનો વિસ્તાર વધારી શક્યા ન હતા. એવું જાણવા મળે છે કે મહારાણા કુંભાના નાના પુત્ર ઉદયસિંહે ખુદ તેના પિતા કુંભારાણાનું ખૂન કરી મેવાડની ગાદીએ ઈ.સ. ૧૪૬૮માં આવી ગયા હતા. રાજસ્થાનના મેડતીયા રજપૂતો વિશે એવું જાણવા મળે છે કે રાવદૂદાજી મારવાડમાં રહેતા હતા અને તેના પુત્ર રતનસિંહ રાઠોડ પિતરાય ભાઈ થતા હતા. મીરાંબાઈના લગ્ન મેવાડના ગુહિલોતવંશના સિસોદિયા રજપૂત રાણાસાંગા (સંગ્રામસિંહ) ના પુત્ર ભોજરાજ સાથે વિ.સં. ૧૫૭૬માં થયા હતા.

મીરાંબાઈના લગ્ન રાણાસાંગાના યુવરાજ ભોજરાજસિંહ સાથે કરવામાં આવ્યા હતા. મારવાડના મેડતીયા રજપૂતો (રાઠોડ) અને મેવાડના ગુહિલવંશ સિસોદિયા રજપૂતો સાથે કુટુંબીક સંબંધો હતા. આ સિસોદિયા રજપૂતો અને મારવાડના મેડતીયા રજપૂતોને સામાજિક વ્યવહાર કે કુટુંબીક વ્યવહારને લીધે સાત પેઢીથી વેર ચાલ્યું આવતું હતું તેથી આ પરિવારના માણસો એક બીજાના ગામનું પાણી પણ પીતા ન હતા. મારવાડના રાજા જયમલ રાઠોડ ધાર્મિક વૃત્તિવાળા અને કુશળ રાજા હતા. જયમલ રાઠોડને એક લીલાદે નામની પુત્રી હતી અને તેને બાળપણથી ધર્મના સંસ્કારો તેના પિતા જયમલ રાઠોડ પાસેથી મળી ગયા હતા.

મેઘધારવાનો જન્મ સંવત ૧૪૩૩ની આસપાસ મારવાડ (રાજસ્થાન)ના સૌંકડકમીર નામના ગામમાં મેઘવંશી મેઘવાળ સમાજમાં થયો હતો. મેઘધારવાના પિતા મારવાડ રાજસ્થાનમાં રહેતા હતા તેથી મેઘધારવાને રણુંજાના રામદેવપીરનો ભેટો થયો તેથી તેની પાસેથી દીક્ષા લઈ તેના શિષ્ય થઈ ગયા હતા અને નીજારપંથમાં ભળી ગયા હતા. મેઘધારવા પાસેથી જયમલ રાઠોડ અને લીલાબાઈએ દીક્ષા લીધી હતી. કુંભારાણા સાથે લીલાબાઈના લગ્ન થઈ જતા કુંભારાણા પણ મેઘધારવાના શિષ્ય થઈ ગયા હતા. કુંભારાણા જેવા માયા ભારે માણસ અને રાજવીને સમજાવીને ભક્તિના રાહે ચાલતા કરનાર તેના ગુરુ સાથે લીલાબાઈનો ફાળો મોટો હતો. જ્યારે જ્યારે કુંભારાણા પોતાની શૂરવીરતા બતાવવાનો પ્રયત્ન કરતા તે સમયે લીલાબાઈ તેને સમજાવીને શાંત પાડી મૂળ વાતમાં ખેંચી જતા હતા.

કુંભારાણાના લગ્ન થયા બાદ તેની મુખ્ય પટરાણી તેમજ અન્ય પત્નીઓને ઘેર જવાનું ઓછું કરતા કુંભારાણાને તેની મુખ્ય રાણીએ બોલાવીને લીલાબાઈના વિરોધમાં સલાહ આપતા કુંભારાણાએ તેના ગુરુ મેઘધારવાને મારવાનો નિર્ણય કરેલો તે સમયે લીલાબાઈએ તેને સમજાવીને શાંત પાડી ગુરુની મર્યાદા જાળવી ભક્તિના રાહે આગળ વધવાની સલાહ આપી હતી. કુંભારાણાએ લીલાબાઈ સાથે આવા ગમનના ફેરા ટાળવા માટે જ લગ્ન કરેલ હોવાથી કન્યા દાનમાં બ્રહ્મના જ્ઞાનની માંગણી કરતા આ કન્યા દાન મેઘધારવાએ આપ્યું હતું કારણ કે તેના પિતા આવું દાન આપી શકે તેમ ન હતા. મેઘધારવાએ ચાર મંગળ ફેરામાં બ્રહ્મનું જ્ઞાન કન્યા દાનમાં આપતી વખતે સમજાવેલ હોવાથી તેનામાં જ્ઞાનની જાગૃતિ આવી જતા કુંભારાણા ભક્તિના રાહે ચાલતા થયા હતા. કુંભારાણાએ મેઘવાળ સમાજના સંતને ગુરુ તરીકે સ્વીકાર્યા હોવાથી તેના ઘણા સાથીદારો તેમને ઠપકો આપતા હતા પણ કુંભારાણા આ વાતને મહત્વ ન આપતા તેઓ ભક્તિના રાહે ટકી રહ્યા હતા. રાજકુળીએ કુંભારાણાના આવાગમનના ફેરા ટાળવા માટે લીલાબાઈ સાથે લગ્ન કરાવી આપ્યા બાદ કુંભા રાણાને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે કે નહીં તેની ખાત્રી કરવા જોગીનું રૂપધારણ કરીને કુંભારાણા પાસે આવીને તેની એક રાણીની માંગણી કરી હતી પણ આ રાણીઓ સાથે કુંભારાણા જોવા મળતા તેઓ સફળ થયા ન હતા.

કુંભારાણાનો જય

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿